Home »Abhivyakti »Management Fundas» An Extra Skills Can Also Be Success By N Raghuraman

એક વધારાનું હુન્નર પણ સફળતા અપાવી શકે

N Raghuraman | Mar 18, 2017, 03:08 AM IST

  • એક વધારાનું હુન્નર પણ સફળતા અપાવી શકે,  management fundas news in gujarati
એકોઈ અજાણી વાત નથી કે પહેલાનું મદ્રાસ અને આજનું ચેન્નઈ દક્ષિણ ભારતીય ફિલ્મોની રાજધાની છે. સ્વાભાવિક છે કે નવી રિલીઝના કેટલાક સપ્તાહ પહેલા જ કલાકાર ફિલ્મો માટે સાઇન બોર્ડ પેઈન્ટ કરી લેતા હતા. આ સાઇન બોર્ડ ત્યારે ભવ્યતા અને ગૌરવનો વિષય હતા. 49 વર્ષના એસ, પરમાસિવમ કલાકાર હતા, જેમની ઘણી માગ હતી, કેમ કે તેઓ હાવ-ભાવને ફિલ્મોના બેનર પર લઈ આવતા હતા. તેમની બનાવેલી પેન્ટિગ્સ મદ્રાસના માયલાપુર વિસ્તારમાં અમીર લોકોને ફિલ્મ થિયટરો તરફ આકર્ષિત કરવા માટે લગાવાતી હતી. એ દિવસોમાં ફ્લેક્સ બોર્ડના ચલણને કારણે કેટલાય જૂના આર્ટિસ્ટ પોતાનું કામ ગૂમાવવા લાગ્યા હતા. કેટલાય કલાકારોએ બીજા કામ મેળવી લીધા હતા. તેઓ ડ્રાઇવર,સિક્યોરિટી ગાર્ડ અને દૈનિક કામ કરનારા મજૂર બની ગયા. એ વખતે શહેરમાં તેમની સંખ્યા આશરે 3000 હતી. આ લોકો જીવન ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.
 
પરમાસિવમ આનાથી જોડાયેલું કોઈ કામ કરવા માગતા હતા, પરંતુ ક્યું એ નહતા જાણતા. એક દિવસ પેન્ટિગનું પોતાનું કામ પૂરું કરી લીધા બાદ તે હિરોઇનના ગાલના રંગ પર બારિકાઈથી કામ કરી રહ્યા હતા. તે એ જગ્યા પર થોડું બ્લશ કરી રહ્યા હતા. એક અજાણી વ્યક્તિ નાની ઢિંગલી સાથે ત્યાં આવી. આ બાલકૃષ્ણની પ્રતિમા હતી અને તેણે પૂછ્યું, ‘શું તમે આ ફરીથી પેઈન્ટ કરી શકો છો?’ જે કલર બ્રશમાં હતો એણે જ તેમણે બાલકૃષ્ણની ડૉલ પર લગાડી દીધો હતો અને પ્રતિમા પહેલા કરતા વધારે સુંદર બની ગઈ. એ દિવસે પરમાસિવમના મગજમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે જો કોમ્પ્યૂટરમાંથી બનેલા ફ્લેક્સ સિનેમાના પોસ્ટર્સનું સ્થાન લઇ લેશે તો આગળ તેમને શું કરવાનું છે.
 
આજે 69 વર્ષની ઉંમરમાં પરમાસિવમ જ એવા એકમાત્ર કલાકાર છે જે જૂની પ્રતિમાઓને સરખી કરી શકે છે. દક્ષિણ ભારતમાં કોલૂ ફેસ્ટિવલ મનાવવાનો રિવાજ છે, જેમાં દસ દિવસ માટે પ્રતિમાઓને પ્રદર્શિત કરાય છે. પરમાસિવમ હવે આખું વર્ષ એ પ્રતિમાઓને સમારવામાં વિતાવે છે, જેમના રંગ ફીકા પડી ગયા હોય અથવા શરીરનું કોઈ અંગછેદન થઈ ગયું હોય. તેઓ માટી અને અન્ય સામાનથી તેને સરખી કરી દે છે. જો તમે માયલાપુરના રસ્તાઓ પરથી પસાર થશો તો એક વડિલ વ્યક્તિ જૂની પ્રતિમાઓનું સમારકામ કરતી દેખાશે.ફંડા એ છે કે, એક વધારાનું હન્નર પણ શીખી લેવું સારું રહે છે. બદલાતા સમયમાં એ તમારા માટે આવકનો મુખ્ય સ્રોત પણ બની શકે છે. 
(Management Fundas Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Abhivyakti Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: An extra skills can also be success by N Raghuraman
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended