Home »Abhivyakti »Aas-Pass» All Universe In God Is Best By Kanti Bhatt

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

Kanti Bhatt | Mar 17, 2017, 05:06 AM IST

  • અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,  aas-pass news in gujarati
જેગમે જગતગુરુ દેવ જગદીશને/ તે તણો ખરખરો ફોક કરવો/ આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવસરે/ ઊગરે એક ઉદ્વેગ ધરવો/ હું કરું હું કરું એ જ અજ્ઞાનતા/ શકટનો ભાર જેમ શ્વાન તાણે/ સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે/ જોગી જોગેશ્વરા કોઈક જાણે- નરસિંહ મહેતા એમિલી ડિકિન્સને 1879માં લખેલું કે તમારો ઓપિનિયન (મત) કે તેમનંુ સત્ય ક્ષણિક છે, પરંતુ જે ખરું સત્ય છે તે સૂર્ય જેટલું કાયમી છે. આવી જ વાત અમારા સૌરાષ્ટ્રના ભક્ત કવિ જે સેંકડો વર્ષ પહેલાં લખી ગયેલા. તેમણે ભજન દ્વારા આ સૃષ્ટિને નિયંત્રિત કરતું કાયમી સત્ય લોકોને સમજાવ્યું હતું.

નરસિંહ મહેતા તો ગાંધીજી અસ્પૃશ્યતા નિવારણનો ઝંડો ઉપાડે તે પહેલાં હરિજનવાસમાં પાંચસોથી વધુ વર્ષ પહેલાં ભજન કરી આપ્યા હતા. સૌરાષ્ટ્રમાં તળાજા ગામે જન્મેલા નરસિંહ મહેતા જે કંઈ કહી ગયા તે યુનિવર્સ અને ઈશ્વરની વાત આજે વિજ્ઞાનીઓ સ્વીકારે છે. દા.ત. નરસિંહ મહેતાએ 15મી સદીમાં એક ભજન લખેલું તે 100 ટકા ધર્મનિરપેક્ષ હતું:અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ.
 
ખરી રીતે સંયુક્ત રાષ્ટ્રસંઘે ઉપરનાં બન્ને કાવ્યોને અંગ્રેજી અને બીજી ભાષામાં મઢાવવા જોઈએ. રોમન ફિલોસોફર પ્યુબિલિયસે કહેલું સત્ય એક સદા સુગંધ આપતું ફૂલ છે. તેની સુગંધને બગાડો નહીં. નરસિંહ મહેતાની અલ્ટિમેટ ફિલોસોફી ઉર્ફે ભગવાન કૃષ્ણ પ્રત્યેનો જ પ્રેમ હતા. બીજા પ્રેમ તેને કામના નહોતા તે તમામ ધર્મના વાચકને રસપૂર્વક રીતે કહેવા માટે મારે શાયર ન્યાઝ હૈદરની આ શાયરી ટાંકીને પછી મારી વાત કહેવી પડશે.મહોબ્બત જિંદગી કી સબસે મુશ્કિલ અાઝમાઇશ હૈ, મગર યહ આઝમા લેને કે કાબિલ અાઝમાઇશ હૈ.નરસિંહ મહેતા કે કોઈ પણ ધર્મના લોકો જેમને અલ્ટિમેટ ટ્રુથ જાણવું હોય તેણે આખરે તો ઈશ્વર-અલ્લાને જ ‘પ્રેમ’ કરવો જોઈએ. એક કલાકારના જીવનની નરસિંહ મહેતા બ્રાન્ડ ફિલોસોફી છે સાંભળો:
 
‘ચિત્રકાર ફ્રેન હોફર અત્યંત ઉમદા ચિત્રો દોરતો. આ ચિત્રકારને એક સુંદર ‘પ્રેમિકા’ મળી. તેને તે પરણી ગયો. આ ચિત્રકાર નામે ફ્રેન હોફરને એક અતિ સુંદર સ્ત્રી સપનામાં દેખાઈ હતી. તેનું નામ મેડમ નોઈશે હતું. નોઈશેનું સપનું જોયા પછી ફ્રેન હોફર વ્યાકુળ રહેવા લાગ્યો. સપનાની તે સુંદરીનું ચિત્ર દોરવા માટે તો તેને આખરે માત્ર તેની પત્ની જ ફિટ લાગી. પણ તેનું ચિત્ર પૂરું થાય તે પહેલાં પત્ની મરી ગઈ. જગતની એક મહાન કલાકૃતિ અધૂરી રહી. હવે શું કરવું? ચિત્રકાર સૂનમૂન બેસી રહેતો. એક સપનાને વાસ્તવિકરૂપ આપવાનું જોખમ કલાકાર ખેડી બેઠો હતો. અને તેના દોસ્તોને લાગ્યું કે જગતની મહાન બનનારી કલાકૃતિ અધૂરી રહેશે. એટલું જ નહીં પણ સ્વપ્નમાં જોયેલી સુંદરી બને અને તેની પત્નીનું સ્થાન લે તેવી હોવી જોઈએ.
 
ચિત્રકારના એક મિત્રે દરખાસ્ત કરી કે મારી વહાલી પત્નીને તું મોડેલ બનાવી શકે. ચિત્રકાર પીંછી ઉપાડે છે. સુંદરીને તાકી રહે છે. બ્રશના લસરકા મારે છે અને અટકી જાય છે. અત્યંત સુંદર સ્ત્રી સામે બેઠી હોય છે છતાં કલાકાર મનથી કંઈ કરી શકતો નથી. દ્વીધાથી મનમાં પીડાય છે મોડેલ બનતી સ્ત્રી પણ અકળાય છે.સવાલો અને લાગણીઓના ઝંઝાવાત ઉપડે છે સુંદરી પૂછે છે ‘આખરે તારી આરઝુ શું છે? હું મોડેલિંગ અધૂરું મૂકી તને સંપૂર્ણ સમર્પિત થઈ પ્રેમ કરું?- કલાકાર સુંદરીને તાકીને જોઈ રહે છે.’ ચિત્રકારે મિત્રની પત્નીને કહ્યું કે હું તો પેલી મારી સપનાની 17મી સદીની સુંદરીની કલ્પના કરું છું એટલે મારી પત્ની પણ ઊણી ઉતરતી લાગતી હતી. સંપૂર્ણ પ્રેમ એક સપનું છે અને એ પ્રેમ ઈશ્વર પાસેથી જ મળે છે.’

આજે ઈશ્વરનો સાક્ષાત્કાર કે ચમત્કારની વાતો માત્ર પુસ્તકમાં હોય છે. કારણ કે પોતાની સંપૂર્ણ ભક્તિ સાથે કલા સાથે કે જીવનની અમુક ફરજ સાથે તાદાત્મ્ય થનારા બહુ ઓછા છે આવા સમર્પણભાવવાળા ભક્તો નરસિંહ મહેતા જેવા ભાગ્યે જ મળે છે. તે માટે તમારે આખું હિન્દુસ્તાન ફરવું પડે.હવે ફરીથી આપણે નરસિંહ મહેતાના ભક્તિગીતને આજ ખગોળ વિજ્ઞાની ડૉ. જે. જે. રાવલના જ્ઞાન અને તેની ફિલસૂફી સાથે મેળ બેસાડીએ. નરસિંહ મહેતાએ કહ્યું છે ‘વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. ડૉ. રાવલ કહે છે કે જે માણસે બ્રહ્માંડનુ જ્ઞાન આત્મસાત કરેલુ હોય તેવો માણસ જ આવા શબ્દો બોલી શકે. નરસિંહ મહેતા અજાણપણે ડૉ. રાવલની ભાષામાં ડીએનએ અને આરએનએની વૈજ્ઞાનિક વાત ભક્તિના સમર્પિત શબ્દો સાથે કરે છે. આ જગતમાં કોઈ નાનું નથી કે કોઈ મોટું નથી. જે મોટો છે તે જ નાનો છે અને નાનો છે તે પોટેન્શિયલી મોટો છે. સાયન્સની ડીએનએ અને આરએનઈની થીયરી, નરસિંહ મહેતાએ સરળતાથી કહી છે. 
 
તમે માનવીના મૂળભૂત ડીએનએ કે આરએનએના એક તત્ત્વ લઈ લો તો તેમાંથી મૂળ-બીજની પ્રતિકૃતિ મળે. આપણે આજે સૂક્ષ્મ દુનિયાને સમજીએ તો ઑટોમેટિક બહારની મોટી દુનિયા સમજાઈ જાય. નરસિંહ મહેતા સૂક્ષ્મ અને બહારની દુનિયાને સમજી ગયા હતા.તમને નરસિંહ મહેતાના ભૌતિક જીવનની ઘણી ચમત્કારિક કથા વાર્તારૂપે આજ સુધીવાંચી હશે, પણ વૈજ્ઞાનિક રીતે ભાગ્યે જ કોઈએ સમજાવી હશે. આજની પ્રજા જે મોબાઇલ યુગમાં જીવે છે તેને નરસિંહ મહેતામાં રસ લેતા કરવી હોય, તો ઉપરની ઢબે વાર્તારૂપે સમજાવવી જોઈએ. તે ભાગ્યે જ કોઈ સમજાવે છે. નરસિંહ મહેતાએ ભક્તિ કાવ્યરૂપે આ સૃષ્ટિના કર્તાનું કર્તૃત્વ સમજાવ્યુ છે તે બહુ ઓછાએ સમજાવ્યું છે.
(Aas-Pass Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Abhivyakti Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: All universe in God is best by Kanti Bhatt
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended