Home »Abhivyakti »Management Fundas» A Sensitive Person Will Hear Not Spoken By N Raghuraman

સંવેદનશીલ વ્યક્તિ ન બોલાયેલું પણ સાંભળી લે છે

N Raghuraman | Apr 19, 2017, 02:55 AM IST

  • સંવેદનશીલ વ્યક્તિ ન બોલાયેલું પણ સાંભળી લે છે,  management fundas news in gujarati
(તસવીર પ્રતિકાત્મક)
 
આ રવિવારે 32 વર્ષની સપના કુલકર્ણી અજગાંવકર પ્રતિષ્ઠિત ડેક્કન ક્વીન રિઝર્વ એસી કમ્પાર્ટમેન્ટમાં પોતાના પતિ અને બાળકોની સાથે પૂણેથી મુંબઈની મુસાફરી કરી રહી હતી. ટ્રેનમાં ખૂબ ભીડ હતી એટલે સપના પોતાના બાળકને બ્રેસ્ટફીડ કરાવવા માટે કોઈ જગ્યા શોધી રહી હતી. નજીકનો કમ્પાર્ટમેન્ટ પાસધારકો માટે રિઝર્વ હતો, એટલે તેમાં રવિવાર હોવાને કારણે ઓછી ભીડ હતી.
 
તે ઝડપથી એક ખાલી સીટ તરફ ગઈ અને પુત્રને સંભાળવા લાગી. ત્યાં જ પાસધારક આવ્યો અને બૂમો પાડવા લાગ્યો કે કમ્પાર્ટમેન્ટ ખાલી કરો આ પાસધારકો માટે છે. ટીસીએ રુલબુક દેખાડી અને ફરી ભીડવાળા કમ્પાર્ટમેન્ટમાં મોકલી દીધી. એ સમય દરમિયાન મા અને બાળકની ચાર આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં. મારો એક મિત્ર આ અસંવદેનશીલતાને જોઈ રહ્યો હતો. તેણે સપના માટે વ્યવસ્થા કરી આપી.
 
આ ઘટનાએ મને મારા ગામની યાદ અપાવી દીધી. અમારા પરિવારની ગાય લક્ષ્મી બીમાર હતી. લક્ષ્મી પરિવારના એક સભ્ય જેવી હતી. તે મુથુ ઉપરાંત કોઈને પણ મોટા આંગણામાં આવવા નહોતી દેતી. મુથુ ઝાડ પરથી નારિયળ તોડવામાં અમારી મદદ કરવા માટે આવતો હતો. લક્ષ્મીના છ મહિનાના વાછરડાને કોઈ પણ રીતે અહેસાસ થઈ ગયો હતો કે તેની માતાને ક્યાંક શિફ્ટ કરવામાં આવી રહી છે. નજીકની વેટરનરી હોસ્પિટલમાંથી લક્ષ્મીને લેવા એક બળદગાડુ આવી ગયું હતું. લક્ષ્મીનું  વાછરડું અમારી તૈયારીઓ જોઈ રહ્યું હતું. 
 
જ્યારે અમને લક્ષ્મીને લાવવાનું કહેવાયું, વાછરડું પણ મા તરફ ઝડપથી દોડ્યું અને તેની પાસે જઈને બેસી ગયું અને દૂધ પીવા લાગ્યું. એટલે મારા કાકાએ કહ્યું કે આપણે થોડી રાહ જોઈએ. દૂધ પીતી વખતે તે એક આંખથી સતત મારા કાકાને જોઈ રહ્યું હતું. તેના મોઢામાંથી દૂધ ઓવરફ્લો થવા લાગ્યું હતું. બને કે તેને થતું હોય કે જ્યાં સુધી દૂધ પીતો રહીશ ત્યાં સુધી કોઈ પણ તેની માને દૂર નહીં લઈ જઈ શકે. તેની આંખમાંથી આંસુ નીકળતાં હતાં.
 
કાકાએ કહ્યું કે બાળકની સમજદારી જુઓ. પછી તેમણે કહ્યું કે વાછરડાને પણ સાથે લઈ લો જેથી લક્ષ્મી જલદી સ્વસ્થ થઈ જાય અને માત્ર ત્રણ દિવસમાં બંને ઘરે પાછાં આવી ગયાં. પણ, જે બે રાત્રિ તેમનાં વગર પસાર કરી એ ઘણી લાંબી હતી. ખાસ કરીને મારા કાકા માટે. આખી રાત તે લક્ષ્મી અને તેના વાછરડાની વાત કરતા રહ્યા.ફંડા એ છે કે, જો તમે ઉદાર દિલના છો, તો તમે ન બોલાયેલા શબ્દો પણ સાંભળી શકો છો. દરેક પ્રાણી પ્રત્યે સંવેદનશીલ બનવું જોઈએ.
(Management Fundas Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Abhivyakti Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: A sensitive person will hear not spoken by N Raghuraman
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended