» Astrology_Dr. Pankaj Nagar - Dr. Rohan Nagar

જ્યોતિષ એટલે મુશ્કેલીઓ સામેનું અમોઘ શસ્ત્ર અને શાસ્ત્ર

Dr. Pankaj Nagar - Dr. Rohan Nagar | Jan 01, 2010, 14:09 PM IST

માનવીના જન્મથી મરણ સુધીની તમામ ઘટનાઓમાં લગ્ન-વિવાહ એ મહત્વની ઘટના છે. આજકાલ લગ્ન કે વિવાહમાં વિલંબ-વિટંબણાઓ સામાન્ય બાબત બની ગઇ છે. જન્મકુંડળીમાં મંગળદોષ હોય ત્યાં લગ્નજીવનમાં વિલંબ કે વિવાદ ઊભા થાય છે. આવા મંગળદોષવાળા જાતકે નિમ્ન પ્રયોગ કરવાથી અવશ્ય ફળ મળશે.આ પ્રયોગ કરતાં પહેલાં સર્વપ્રથમ એવું વૃક્ષ શોધી કાઢવું જેના પર કીડી-મકોડા હોય. મંગળવારે એક થાળીમાં ઘઉંનો લોટ, બૂરું-ખાંડ અને ઘી ભેગા કરી ગોળો (લાડુ આકારનો) વાળવો...Astrologyજ્યોતિષનો પ્રયોગ અને ઉપયોગ ફક્ત આગાહીઓ પૂરતો જ નહીં, પરંતુ પરિણામલક્ષી હોવો જોઇએ. જ્યાં પરિણામ હોય ત્યાં પ્રણામ થાય. જે વિજ્ઞાન કે શાસ્ત્ર પરિણામ લાવે તેનું આયુષ્ય અને ઇજ્જત આપોઆપ વધી જાય.માનવીના જન્મથી મરણ સુધીની તમામ ઘટનાઓમાં લગ્ન-વિવાહ એ મહત્વની ઘટના છે. આજકાલ લગ્ન કે વિવાહમાં વિલંબ-વિટંબણાઓ સામાન્ય બાબત બની ગઇ છે. જન્મકુંડળીમાં મંગળદોષ હોય ત્યાં લગ્નજીવનમાં વિલંબ કે વિવાદ ઊભા થાય છે. આવા મંગળદોષવાળા જાતકે નિમ્ન પ્રયોગ કરવાથી અવશ્ય ફળ મળશે.આ પ્રયોગ કરતાં પહેલાં સર્વપ્રથમ એવું વૃક્ષ શોધી કાઢવું જેના પર કીડી-મકોડા હોય. મંગળવારે એક થાળીમાં ઘઉંનો લોટ, બૂરું-ખાંડ અને ઘી ભેગા કરી ગોળો (લાડુ આકારનો) વાળવો. આ ગોળામાં આંગળીથી પોલાણ કરવું અને ફરીથી તેમાં ખાંડ ભરવી.આ લાડુને પોલિથિલીન બેગમાં મૂકી મંગળવારની રાત્રે આ થેલીને સૂતી વખતે માથા આગળ રાખવી અને સવારે ઊઠી નાહી-ધોઇ મંગળના મંત્રની એક માળા કરવી.હ્રીઁ ધરણી ગર્ભ સંભૂતમ્ વિધુતકાંતિ સમપ્રભમ્કુમારમ્ શક્તિહસ્તમ્ તમ્ મંગલમ્ પ્રણમામ્યહમ્ઉપરોક્ત મંત્રની માળા પૂર્ણ થયા બાદ લાડુને કીડી-મંકોડાના વૃક્ષની બખોલ (પોલાણ)માં મૂકવો. કીડી-મંકોડા તમારા લાડુને ખાઇ જશે. લાડુ મૂકયા બાદ પાછળ વળીને જોવું નહીં. બે-ત્રણ વખત આ પ્રયોગ કરવાથી લગ્ન-વિવાહનું કામ આસાનીથી પતી જશે. આ પ્રયોગ દરમિયાન મૌન રાખવું.અહીં એક વધુ પ્રયોગ વિદ્યાર્થીઓ માટે આપ્યો છે. આ પ્રયોગ કરવાથી વિદ્યાર્થીને અદભૂત સફળતા અને શ્રેષ્ઠ પરિણામ મળશે છે. બીલીના વૃક્ષ પરથી બીલીનાં પાન તોડી લાવીને તેને પીસવા અને પીસ્યા બાદ પાણીમાં મિશ્રિત કરવા.આ પાણીમાં ખાંડ નાખવી. પરીક્ષામાં જતાં પહેલાં આ પ્રવાહીને નિયમિત રીતે શિવલિંગ પર ચઢાવવું. પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી આ પ્રયોગ કર્યા કરવો.ઉપરોક્ત પ્રયોગ કર્યા બાદ ગુરુના મંત્રની માળા નિયમિત દીવો-ધૂપ કરી કરવી.હ્રીઁ દેવાનાંચ્ ગુરુમ્ ઋષિણામ્ ચ્ ગુરુમ્ કાંચન સન્નિભમ્ બુદ્ધિભૂતમ્ ત્રિલોકેશમ્તમ્ નમામિ બૃહસ્પતિમ્આગાહીના શાસ્ત્રની અદભૂત વાતોજ્યોતિષશાસ્ત્ર આગાહીનું શાસ્ત્ર છે, પરંતુ જરૂરી નથી કે દરેક સમયે આગાહી સાચી જ પડે. ગમે તેટલા સિદ્ધાંતો કે નિયમોનો ઉપયોગ કરો પરંતુ સત્યની નજીક પહોંચવામાં તકલીફ પડે છે. આનું મૂળ કારણ આ શાસ્ત્રમાં સંશોધન અને અવલોકનનો અભાવ છે.આ શાસ્ત્ર એટલું બધું ગૂઢ અને વિશાળ છે કે તેનો તલસ્પર્શી અભ્યાસ લગભગ અશક્ય છે. આમ છતાં અહીં કેટલાંક અવલોકન મૂક્યાં છે. તેનું જન્મકુંડળીના સંદર્ભમાં નિરીક્ષણ કરજો.- જન્મકુંડળીમાં ગુરુ કર્ક રાશિમાં હોય તો લગ્નજીવનમાં વારંવાર સમસ્યાઓ ઊભી કરે છે. કર્કનો ગુરુ જીવનમાં આર્થિક સમસ્યા પણ ઊભી કરે છે.- ઉચ્ચનો ગુરુ જે ભાવમાં બેઠો હોય તેનાથી બરાબર સામેના (સાતમા) ભાવનું ખરાબ ફળ આપે છે. - જન્મકુંડળીમાં કેન્દ્રમાં સ્વગહી અગર ઉચ્ચનો મંગળ હોય તો જાતક સ્વભાવે ક્રોધી બને છે. ગુસ્સાનો આવેગ વધુ રહે છે.- કુંડળીના બીજા ભાવમાં શનિ-મંગળ-રાહુ હોય તો વિધાભ્યાસમાં મુશ્કેલીઓ સર્જે છે.- કુંડળીના ચોથા ભાવમાં ચંદ્રમા હોય અગર બારમે હોય તો આવો ચંદ્ર જાતકને વિદેશયાત્રા કરાવે છે.- સાતમા ભાવમાં સૂર્ય-બુધ હોય તો વિવાહમાં વિલંબ આવે છે અગર સગાઇ લાંબો સમય ચાલે છે.- જન્મકુંડળીના પાંચમા ભાવમાં ગુરુ હોય અગર લાભ સ્થાનમાં ગુરુ હોય તો સ્ત્રી સંતાન (પુત્રી)ની સંખ્યા વધુ હોય છે.- જન્મકુંડળીમાં કર્ક રાશિનો બુધ હોય તો ઉંમરના ૩૨થી ૩૬ની વરચે જાતકને કરજદાર બનાવે છે.- સૂર્ય સાથે કેતુ હોય તો પિતૃદોષ થાય છે.- સૂર્ય- શનિની યુતિ અગર પ્રતિયુતિ પિતા-પુત્ર સાથે મતભેદ ઊભા કરે છે.- જન્મકુંડળીના પાંચમા ભાવમાં શનિ-મંગળ-રાહુ હોય તો લગ્ન પહેલાં સગાઇ તૂટે છે અગર પ્રેમસંબંધમાં પણ નુકસાન કરે છે. આવો યોગ જાતકને ઇન્ટરવ્યૂ અગર પ્રતિસ્પર્ધાના ફિલ્ડમાં પાછળ પાડી દે છે.- રાહુ-શનિ પ્રથમ-બીજા અગર બારમા સ્થાનમાં હોય તો જાતક મેલી વિદ્યામાં પાવરધો બને છે અગર મનથી મેલો રહે છે. - જન્મકુંડળીમાં બારમે શુક્ર હોય તો ધન આપે છે.- મંગળ-શુક્રની યુતિ જાતકને કામી અને ક્યારેક વ્યભિચારી બનાવે છે.panckajnagar@yahoo.com(Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Astrology_Dr. Pankaj Nagar - Dr. Rohan Nagar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended