Home >> National News >> Latest News >> National
 • ડોન દાઉદ ઈબ્રાહીમના મોતના સમાચાર વહેતા થયા, સત્તાવાર પુષ્ટિ નહીં
  નવી દિલ્હીઃ વિવિધ ટીવી ચેનલો પર શુક્રવારે ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધી ડોન દાઉદ ઈબ્રાહીમના મોતના સમાચાર વહેતા થયા હતા પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ મળી ન હતી. મીડિયાના અહેવાલ મુજબ દાઉદને હાર્ટએટેક આવ્યા બાદ 22મીએ કરાયેલું ઓપરેશન નિષ્ફળ રહ્યું હતું, વેન્ટિલેટર પર જીવતો રખાયો હતો. ઘણા સમયથી તે અનેક બીમારીઓથી પીડાતો હતો. બિનસત્તાવાર સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે ભારતનો મોસ્ટ વોન્ટેડ અપરાધી અને આતંકવાદી દાઉદ ઈબ્રાહિમનું મોત થયું છે. આ સમાચારને હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન કે પુષ્ટિ...
  1 mins ago
 • 2019 માટે ભાજપનું મિશન 400 પ્લસ, નવી 120 સીટનો ટાર્ગેટ,મોટા ફેરફારોના એંધાણ
  નવી દિલ્હીઃ ભાજપે 2019ની લોકસભા ચૂંટણી માટે મિશન 400 પ્લસનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ લક્ષ્ય 2014ની લોકસભા ચૂંટણીથી વધુ 120 બેઠકનું છે. લોકસભાની કુલ545 બેઠકો છે. આ સ્થિતિમાં 400 સીટનું મિશન બહુ મોટો ટાર્ગેટ છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું કહેવું છે કે ભાજપ એવી 120 બેઠકો પર વધુ ધ્યાન આપશે કે જ્યાં ગત લોકસભા ચૂંટણીમાં તે હાર્યો હતો. ગત ચૂંટણીમાં ભાજપ 282 બેઠકો પર જીત મળી છે. જ્યાં ભાજપના સાથી પક્ષો જીત્યા છે ત્યાં સાથી પક્ષોફોકસ કરશે. ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે ઓડિશાની હારેલી 20 બેઠકો, પ.બંગાળની 40,...
  03:14 AM
 • કાશ્મીર અંગે ભાગલાવાદીઓ સાથે ચર્ચા નહીં : કેન્દ્ર,પથ્થરબાજી પણ થવી ન જોઈએ
  નવી દિલ્હીઃ કાશ્મીર સમસ્યા ઉકેલવા ભાગલાવાદીઓ સાથે કોઈ ચર્ચા નહીં કરવાની કેન્દ્રે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરી છે જ્યારે સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ બાર એસોસિએશનને કહ્યું કે પોલીસ અને CRPFને બે સપ્તાહ સુધી પેલેટ ગન નહીં વાપરવાનું આદેશ આપી શકે છે પરંતુ શરત એટલી છે કે પ્રદર્શનકારીઓ આ દરમિયાન પથ્થરબાજી નહીં કરે. કાશ્મીરમાં પેલેટગનના ઉપયોગ સામે પ્રતિબંધ લાદવાની માગણી કરતી દાખલ કરાયેલી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે સખત ટિપ્પણી કરી છે. જ્યારે કેન્દ્ર સરકારે કાશ્મીર...
  03:05 AM
 • દિલ્હી એરપોર્ટ પર પાકિસ્તાની બોલ્યો- હું ISIનો એજન્ટ છું,હવે ભારતમાં જ રહેવું છે
  નવી દિલ્હીઃ દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શુક્રવારે એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. તેણે એરપોર્ટ પર હેલ્પડેસ્ક પર જઈને દાવો કર્યો હતો કે તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો એજન્ટ છે. દુબઈથી આવેલા આ શખ્સને પછીની ફ્લાઈટમાં કાઠમંડુ જવાનું હતું. 38 વર્ષના આ શખ્સનું નામ મોહમંદ અહેમદ શેખ છે. તે શુક્રવારે સવારે દુબઈથી આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં દિલ્હી આવ્યો હતો. હેલ્પડેસ્ક પર જઈને તેણે કહ્યું કે તે આઈએસઆઈનો એજન્ટ છે. પરંતુ તે હવે કામ કરવા માંગતો નથી. તે...
  02:48 AM
 • સર્જિકલ સ્ટ્રાઇક અંગે કેજરીના મોદી પર હુમલા મોટી ભૂલ : કુમાર વિશ્વાસ
  નવી દિલ્હીઃ દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કારમા પરાજય બાદ અરવિંદ કેજરીવાલના નેતૃત્વ વિરુદ્ધ સવાલો ઊઠી રહ્યા છે. કેજરીવાલના મોટા સમર્થક એવા કુમાર વિશ્વાસે પણ હવે કેજરીવાલના નેતૃત્વ પર નિશાન સાધ્યું છે. વિશ્વાસે જણાવ્યું હતું એમસીડીની ચૂંટણીમાં ઇવીએમ નહીં પણ દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીને નકારી છે. વિશ્વાસે સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે વડાપ્રધાન મોદી પર કેજરીવાલના શાબ્દિક હુમલાઓને પણ મોટી ભૂલ ગણાવી હતી. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં વિશ્વાસે જણાવ્યું હતું કે...
  02:42 AM
 • બે જાણીતા પોલીસ અધિકારી અંગે સુપ્રીમકોર્ટના ચુકાદા
  દેશના બે દિગ્ગજ પોલીસ અધિકારીઓ અંગે સુપ્રીમકોર્ટે અલગ-અલગ ચુકાદા આપ્યા છે. બંને રાજકારણથી નજીક અને તેનાથી પ્રભાવિત પણ રહ્યા છે. એક છે સીબીઆઇના પૂર્વ વડા રંજિત સિન્હા, જેમની સામે તેમના જ વિભાગે એફઆઇઆર દાખલ કરી છે. બીજા છે કેરળના ડીજીપી પદેથી હટાવાયેલા ટી.પી. સેનકુમાર, જેમને ફરી ડીજીપી પદે બહાર કરવા કહેવાયું છે. તેઓCBI ડાયરેક્ટર બનતાં જ દીકરીની કરિયર ઝડપથી આગળ વધી દિલ્હીમાં જુલાઇ, 2013માં રુદ્રાણી સિન્હાનાં લગ્ન છત્તીસગઢના બિલાસપુરના તત્કાલીન નિગમ આયુક્ત અવનીશ કુમાર શરણ સાથે થઇ રહ્યા હતા....
  02:30 AM
 • J&Kમાં પથ્થરબાજી કેવી રીતે રોકવામાં આવે, સુપ્રીમે HC બાર એસોસિએશનને પૂછ્યું
  નવી દિલ્હી. કાશ્મીરમાં પથ્થરબાજી કેવી રીતે રોકવામાં આવે તે અંગે સુપ્રીમ કોર્ટે શુક્રવારે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ બાર એસોસિએશનની સલાહ માંગી છે. સુપ્રીમ કોર્ટે રાજ્યમાં ચાલુ હિંસક આદોલન અને કાશ્મીરનું સંકટ ખતમ કરવા માટે એસોસિએશન પાસે સલાહ માંગી છે. એસોસિએશને પેલેટ ગન પર પ્રતિબંધ લગાવવાની અપીલ કરી છે અને સુપ્રીમ કોર્ટ તેના પર સુનાવણી કરી રહ્યું છે. કોર્ટે એસોસિએશનને એફિડેવિટ દાખલ કરવાનું કહ્યું હતું - ન્યૂઝ એજન્સી મુજબ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું, જો રાજ્યના માન્યતા પ્રાપ્ત...
  April 28, 05:08 PM
 • વિવાદઃ ઈમાનને તબીબોની જાણ બહાર બહેને આપ્યું પાણી, ફરિયાદ દાખલ
  મુંબઈઃ ઈજિપ્તની ઈમાન અહેમદની મુંબઈની સૈફી હોસ્પિટલમાં ચાલી રહેલી સારવારમાં આજે વધુ એક ડ્રામા ઉમેરાયો છે. ઈમાનની સારવાર કરી રહેલી હોસ્પિટલે તેની બહેન શાયમા સેમીલ સામે સારવારમાં દખલ દેવા બદલ ફરિયાદ દાખલ કરી છે. હોસ્પિટલે ફરિયાદમાં જણાવ્યું છે કે શાયમાએ ડોક્ટર્સની મંજૂરી વગર ઈમાનને પીવા માટે પાણી આપી દીધું હતું. ઈમાનને ટ્યૂબથી અપાઈ રહ્યો છે ખોરાક ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે ઈમાન હાલમાં કોઈ પણ વસ્તુ ગળી શકતી નથી. તેને ટ્યૂબથી ખોરાક આપવામાં આવી રહ્યો છે. શાયમાએ બહેનને તરસ લાગી...
  April 28, 04:30 PM
 • સજ્જન જિંદાલની શરીફ સાથે મુલાકાત, ફરી શરૂ શઈ શકે છે ભારત-પાક. મંત્રણા
  લાહોર/નવી દિલ્હી : ભારતના સ્ટીલ વેપારી સજ્જન જિંદાલે ગુરૂવારે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. જેના આધારે પાકિસ્તાનના મીડિયામાં ચર્ચા છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તમાન તણાવની વચ્ચે પાછલાં દરવાજે વાટાઘાટોના પ્રયાસો હાથ ધરાયા છે. ગુપ્ત રીતે મુલાકાત થઈ - ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે, નવાઝ અને સજ્જનની વચ્ચે મુલાકાત મુરી ખાતે નવાઝ શરીફના ખાનગી નિવાસસ્થાને થઈ હતી. - આ મુલાકાત અંગે પાકિસ્તાનના વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા. જો કે, નવાઝની પુત્રી મરિયમના કહેવા...
  April 28, 03:34 PM
 • નારદા સ્ટિંગ: CBI બાદ EDએ 13 લોકો સામે મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો
  કોલકાતા. નારાદા સ્ટિંગ કાંડમાં સીબીઆઈ બાદ હવે ઈડીએ દિલ્હીમાં તૃણમુલ કોંગ્રેસના 12 નેતાઓ, સાંસદો તથા મંત્રીઓ સહિત 13 સામે મની લોન્ડ્રિંગ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. ઈડી નારદા સ્ટિંગમાં ફસાયેલા નેતાઓને પૂછપરછ માટે બોલાવી શકે છે. જો યોગ્ય જવાબ નહીં મળે તો નેતાઓની ધરપકડ પણ થઈ શકે છે. સૂત્રો મુજબ, નારદા કાંડમાં વિરોધ પક્ષોનું મોં બંધ કરાવવા મુખ્યમંત્રીએ પણ વિશેષ રણનીતિ બનાવી છે. મમતા કેટલાક કડક નિર્ણયો પણ લઇ શકે છે. નારાદા કાંડમાં મમતા તેના મંત્રીઓની સાથે હોવાનો આડકતરો સંદેશ આપી ચૂક્યા છે. હાલ...
  April 28, 01:24 PM
 • ક્રિકેટર ગૌતમ ગંભીર ઉઠાવશે સુકમા શહીદના સંતાનોનો સંપૂર્ણ શૈક્ષણિક ખર્ચ
  નવી દિલ્હી : સામાજિક બાબતો પર સ્પષ્ટ રીતે પોતાનો મત વ્યક્ત કરતા ગૌતમ ગંભીરે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેણે સુકમામાં નક્સલવાદીઓના હુમલામાં વીરગતિને વરેલા 25 CRPF જવાનોના સંતાનોનો ભણવાનો ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી છે. હિન્દુસ્તાન ટાઈમ્સમાં કોલકત્તા નાઈટ રાઈડર્સના કેપ્ટન ગૌતમ ગંભીરે કોલમ લખી છે. જેમાં તેણે લખ્યું છે, બુધવારે સવારે મેં છાપા હાથમાં લીધા તો તેમાં CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના જવાનોની દીકરીઓના હૃદયદ્રાવક દ્રશ્યો હતા. એકમાં છોકરી તેના શહીદ પિતાને સલામ કરી રહી હતી. જ્યારે...
  April 28, 12:39 PM
 • પ્રોપર્ટી ગેરકાયદેસર નથી ખરીદી, પતિને કોઈ લેવા-દેવા નથીઃ પ્રિયંકા
  નવી દિલ્હી. હરિયાણામાં જમીન પતિ રોબર્ટ વાડ્રા કે કોઈ કંપની પાસેથી ગેરકાયદેસર રીતે ખરીદવામાં આવી હોવાના આરોપને પ્રિયંકાએ પાયા વિહોણા ગણાવ્યા છે. તેણે કહ્યું, મારી પ્રોપર્ટી સાથે રોબર્ટ વાડ્રા કે તેની કંપની સ્કાઈલાઇટ હોસ્પિલાટીને કોઈ લેવા-દેવા નથી. તેણે આરોપને રાજકીય કાવતરું ગણાવ્યું છે. તમામ રૂપિયા ખુદ ભર્યા - પ્રિયંકાની ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, હરિયાણામાં જમીન ખરીદવા માટે તમામ રૂપિયા પ્રિયંકાએ ખુદ ભર્યા છે. આ રૂપિયાનો તેના પતિ રોબર્ટ...
  April 28, 11:43 AM
 • 12 વર્ષમાં ભ્રષ્ટાચારમાં 22%નો ઘટાડો, ગત વર્ષે 31% લોકોએ આપી લાંચઃ રિપોર્ટ
  નવી દિલ્હી: દેશના ભ્રષ્ટાચારનું સ્તર ઘટ્યું છે. ગત વર્ષે 31 % લોકોએ સ્કૂલ, કોર્ટ, બેન્ક કે અન્ય કામો માટે રૂ. 10થી લઈને રૂ. 50 હજાર સુધીની લાંચ આપવી પડી હતી. જ્યારે વર્ષ 2005માં 53% લોકોએ લાંચ આપવી પડી હતી. મતલબ કે ભ્રષ્ટાચારમાં 22%નો ઘટાડો થયો છે. આ વાત કેન્દ્ર સરકારના નીતિ આયોગની સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના અભ્યાસના 11માં ઈન્ડિયા કરપ્શન સ્ટડી-2017 રિપોર્ટમાં જણાવવામાં આવી છે. વર્ષે રૂ. 6350 કરોડની લાંચનું આદાનપ્રદાન થાય છે. - રિપોર્ટમાં 20 રાજ્યોમાં કરવામાં આવેલા સર્વેના આધારે નાગરિકોના વિચાર તથા અનુભવને...
  April 28, 10:57 AM
 • સ્કૂટર પર જઈ રહ્યા હતા બે યુવકો અને 2 સેકન્ડમાં બની ગયા કાળનો કોળિયો
  ભોપાલ: આ સીસીટીવી ફૂટેજ મધ્યપ્રદેસશના ભોપાલના છે. જ્યાં સ્કૂટર સવાર બે યુવકોનું મોત થઇ ગયું. પાણીનું આ ટેન્કર ઢાળ પર ઉતરવાની બદલે બેકાબૂ બની ગયું. ચાર રસ્તાના ક્રોસ કરતા હોસ્પિટલ બેસમેન્ટમાં ઘૂસી ગયું. સ્કૂટર પર જઇ રહેલા બે યુવકને કચડી નાખ્યા,. ટેન્કરનું સ્ટયરીંગ ફેલ થતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
  April 28, 10:40 AM
 • દહેજ માંગનાર વરરાજાના કન્યા પક્ષે આવા કર્યા હાલ, ભાગવું પડ્યું
  રાંચી:ગળામાં જૂતાની માળા અને દહેજ લોભીની તખ્તી અને મૂડનના આ દશ્યો ઝારખંડના રાંચીના છે. આપને ક્યારેય વરરાજાને આ અંદાજમાં નહીં જોયો હોય. વરરાજાનો આ હાલ દુલ્હનના પરિજનોએ કર્યો છે. વ્યવસાયે ઓટો ડ્રાઇવર આ શખ્સે લગ્ન સમયે દહેજની માંગણી કરતાં દુલ્હને દહેજના લાલચી સાથે લગ્ન કરવાની મનાઇ કરી દીધી અને દુલ્હનના પરિજને દુલ્હાના આ હાલ કર્યો.
  April 28, 10:36 AM
 • સહારાની હોટલ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી ફરી જનારા પત્રકારને 1 વર્ષની સજા
  નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટે સહારા પ્રમુખ સુબ્રત રાય સહારાની પેરોલ 19 જૂન સુધી વધારી દેવામાં આવી છે, પરંતુ તેની ન્યૂયોર્કની પ્લાઝા હોટલ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરનારા સાઉથ ઈન્ડિયન પત્રકાર પ્રકાશ સ્વામીને એક મહિના માટે જેલ મોકલી દેવામાં આવ્યા છે. કોર્ટે તેને અવગણનાનો દોષી માન્યો છે. સજાથી બચવા માટે સ્વામી કોર્ટ રૂમમાં તિરુપતિ બાલાજીનો ફોટો લઈને રડતા રહ્યા. જજો આગળ હાથ જોડીને કરગરતા રહ્યા પરંતુ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે સજા આપવી ખૂબ જરૂરી છે. કોર્ટે કહ્યું, છોડવાથી સમાજમાં જશે ખોટો...
  April 28, 10:27 AM
 • વોટ્સએપ પ્રાઈવસી મામલો : ડેટા સુરક્ષા માટે નિયામક વ્યવસ્થા થશે
  નવી દિલ્હીઃ સરકારે ગુરુવારે સુપ્રીમકોર્ટમાં કહ્યું હતું કે ડેટાની સુરક્ષા માટે નિયામક વ્યવસ્થા ટૂંક સમયમાં શરૂ કરાશે. જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં પાંચ જજોની ખંડપીઠ સમક્ષ એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે લોકોની પસંદની આઝાદાની સુરક્ષા કરવી જરૂરી છે. ખંડપીઠ વોટ્સએપની ગોપનીયતા નીતિ અંગે સુનાવણી કરી રહી હતી. તેમણે આમ મુદ્દે સરકારને તેમનો પક્ષ જણાવવા કહ્યું હતું. કર્મણ્યાસિંહ સરીન અને શ્રેયા શેઠીની અરજી પર દલીલ કરતા વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે સોશિયલ નેટવર્કની નવી...
  April 28, 03:25 AM
 • 7મું પગારપંચઃ 52 ભથ્થાં બંધ કરવાની ભલામણ, લવાસા સમિતિનો રિપોર્ટ
  નવી દિલ્હીઃ નાણાસચિવ અશોક લવાસાના નેતૃત્વમાં બનેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ 47 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓનાં ભથ્થાં મુદ્દે ગુરુવારે નાણામંત્રી અરુણ જેટલીને રિપોર્ટ સોંપ્યો છે. સમિતિએ 196માંથી 52 ભથ્થાં સંપૂર્ણ બંધ કરવાની અને 36ને અન્ય મોટાં ભથ્થાંમાં સમાવવાની ભલામણ કરી છે. એચઆરએમાં 8થી 24 ટકા સુધીની વૃદ્ધિનું પણ સમિતિએ સૂચન કર્યું છે. લવાસા સમિતિએ અભિનય, ખજાનચીની સહાયતા, સાઈકલ, મસાલા, વાળ કટિંગ, રાજભાષા, રાજધાની, પોશાક, જૂતાં, શોર્ટ હેન્ડ, સાબુ, ચશ્માં, યુનિફોર્મ, સતર્કતા અને ધોલાઈ જેવાં ભથ્થાં...
  April 28, 03:18 AM
 • હું કોંગ્રેસના કાવતરાનો ભોગ બની: સાધ્વી પ્રજ્ઞાએ જેલમાંથી બાહર આવી નિવેદન આપ્યું
  નવી દિલ્હી: માલેગાંવ વિસ્ફોટમાં બે દિવસ પહેલાં જામીન પર મુક્ત થયેલાં આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે નવ વર્ષ સુધી જેલમાં વિતાવ્યાં તે માટે અને ભગવા આતંકવાદ જેવા આરોપો માટે ગત યુપીએ સરકારને દોષિત ઠેરવી છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે ભૂતપૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમ અને કોંગ્રેસ સરકારે કાવતરું કરી તેમને ઈરાદાપૂર્વક ફસાવ્યાં છે. ભગવા આતંકવાદ શબ્દપ્રયોગ અંગે ચિદમ્બરમનું નામ લેતા તેમણે કહ્યું કે જે વિધર્મી હોય તેમના માટે તો ભગવો ખરાબ જ છે. એ તો નિશ્ચિત છે કે ભગવા આતંકવાદ...
  April 28, 03:15 AM
 • ઉરી હુમલાના 8 મહિના પછી એ જ ઢબે ફરી આતંકી હુમલો, ત્રણ જવાન શહીદ
  શ્રીનગરઃ કાશ્મીરના કુપવાડામાંઆતંકીઓએ ગુરુવારે સેના પર હુમલો કરતા એક કેપ્ટન અને બે જવાનશહીદ થયા છે તેમ જ અન્ય છ જવાન ઘવાયા છે. સેનાએ વળતી કાર્યવાહી કરીને બે આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. ઘવાયેલા જવાનોને એરલિફ્ટ કરીને આર્મી બેઝ હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે. શહીદોમાં ઉત્તર પ્રદેશના કેપ્ટન આયુષ યાદવ,રાજસ્થાનના સુબેદાર ભૂપસિંહ અને આન્ધ્રપ્રદેશના વેંકટ રમન્નાનો સમાવેશ થાયછે.ઉરીના હુમલાના આઠ મહિના પછી તેની જ સ્ટાઇલમાં આ હુમલો થયો છે. ગુરુવારે વહેલી સવારે 4-30 વાગ્યાના સુમારે...
  April 28, 01:54 AM