Home >> National News >> Latest News
 • જયલલિતાના ગાર્ડ બાદ તેના પૂર્વ ડ્રાઈવરનું પણ અકસ્માતમાં શંકાસ્પદ મોત
  ચેન્નઈ. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના સુરક્ષા ગાર્ડના મોતનું રહસ્ય હજુ બહાર આવ્યું નથી. આ દરમિયાન મુખ્ય શંકાસ્પદ આરોપી કનગરાજનું શુક્રવારે એક કાર એક્સિડન્ટમાં મોત થયું. કનગરાજનું મોત કેરળમાં થયું હોવાથી દાળમાં કંઇક કાળું હોવાનું લાગી રહ્યું છે. દુર્ઘટનામાં કનગરાજના ખાસ સહયોગીને પણ ગંભીર ઇજા થઈ છે. કનગરાજ સુરક્ષા ગાર્ડની હત્યામાં શંકાસ્પદ કનગરાજના સહયોગીનું નામ સયન ઉર્ફે શ્યામ જણાવાવમાં આવી રહ્યું છે. દુર્ઘટનામાં તેની પત્ની વિનુપ્રિયા અને પુત્રી નીતુનું પણ મોત થયું...
  5 mins ago
 • નશામાં ધૂત લોકોએ દુકાનમાં ફર્નિચરનો ભાંગીને ભૂક્કો કરી નાખ્યો, જુઓ વીડિયો
  તોડફોડના આ દશ્યો ફરીદાબાદના બસસ્ટેશનમાં આવેલી એક હોટેલના છે. જ્યાં દારૂના નશામાં બદમાશોએ હોટેલમાં ઘૂસીને આ રીતે આતંક મચાવ્યો. આ લોકોએ દુકાનદાર સાથે મારપીટ કરવાની સાથે દુકાનમાં તોડફોડ કરી. દારૂના નસામાં ધૂત આ લોકોની કરતૂત કેમેરામાં કેદ થઈ ગઇ છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
  38 mins ago
 • પોલીસે તલાશી લેવાના બહાને આ રીતે ચલાવી લૂંટ
  આ વીડિયો મહારાષ્ટ્રના પૂણેનો છે, અહીં એક પોલીસકર્મી, હોટેલમાં ઘૂસીને હોટેલના માલિકને થપ્પડો મારી આટલું જ નહી તેમણે તલાશી લેવાના બહાને ડ્રોવરમાંથી પૈસા પણ લૂંટી લીધા. ડરના કારણે આ હોટેલના માલિકે પોલીસમાં ફરિયાદ કરવાને બદલે એક એક્ટીવિસ્ટને આ ઘટનાની જાણ કરી. ત્યારબાદ એક્ટીવિસ્ટે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની સાથે આ વીડિયો રજૂ કરીને આ દંબલ પોલીસ કર્મચારી સામે એક્શન લેવાની માંગણી કરી છે.
  49 mins ago
 • આ છે યૂપી પોલીસનો બેરહમ ચહેરો, જુઓ વીડિયો
  આ છે યૂપી પોલીસ, જે ગરીબ, લાચાર, મજબૂર લોકો પર તેની તાકાતનો આ રીતે ઉપયોગ કરે છે. આ વીડિયો લખનઉના ચારબાગ રેલવે સ્ટેશનનો છે. જ્યાં એક કોન્સ્ટેબલે વૃદ્ધ ઓટો ડ્રાઇવરની બેરહમીથી ધોલાઈ કરી. આટલું જ નહી તે બહુ દૂર સુધી તેને ઢસડીને લઇ ગયો. આ શખ્સની અપરાધ એટલો માત્ર હતો કે તે રીક્ષામાં સવાર લોકોને રેલવે સ્ટેશનની અંદર સુધી મૂકવા આવી ગયો હતો. જો કે વીડિયો વાયરલ થયા બાદ દબંગ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
  58 mins ago
 • Google સુંદર પિચાઈને રોજના ચૂકવે છે રૂ. 3.5 કરોડ, વર્ષમાં પગાર બમણો
  નવી દિલ્હી. ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સુંદર પિચાઇને 2016માં 19.97 કરોડ ડોલર (આશરે 1280 કરોડ રૂપિયા)નું કમ્પેનસેશન આપવામાં આવ્યું છે. જે 2015ની તુલનામાં ડબલ છે. ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટના જણાવ્યા મુજબ, કંપનીની કમ્પેનસેશન કમિટીએ પિચાઇને અનેક સફળ પ્રોડક્ટ લોન્ચ કરવા તથા સીઇઓ પોસ્ટ પર પ્રમોટ થવા માટે આ કમ્પેનસેશન આપ્યું છે. કેટલી છે પિચાઇની બેસ સેલરી -સીએનના રિપોર્ટ મુજબ પિચાઇની બેસ સેલરી 6.50 લાખ ડોલર (આશરે 4 કરોડ રૂપિયા) છે, તેમને 19.87 કરોડ ડોલર (લગભગ 1276 કરોડ રૂપિયા)ના શેર્સ આપવામાં આવ્યા છે. -...
  03:26 PM
 • ભરતપુરઃ લગ્નમાં ભાતવિધિ દરમિયાન બાલ્કની ધરાશાયી, 9નાં મોત, 30 ઘાયલ
  જયપુર-ભરતપુર: અહીં નંદબાઈ રોડ પર પીડી ગામમાં લગ્નની તૈયારીઓ વચ્ચે માતમ છવાઈ ગયો. ભાત કાર્યક્રમ દરમિયાન ઈમારતનું છજ્જું પડી ગયું હતું. જેમાં દબાઈ જવાથી નવ લોકોના મોત થઈ ગયા. જ્યારે ત્રીસથી વધુ ઘાયલ થયા છે. માતમમાં બદલાઈ ગઈ ખુશીઓ - ભરતપુરના પીડી ગામમાં રહેલા બન્નીલાલના પુત્ર વિરેન્દ્રના લગ્ન નિર્ધારવામાં આવ્યા હતા. - શુક્રવારે રાત્રે આ વિધિ ચાલી રહી હતી, જેને જોવા માટે અનેક લોકો બાલકની પર આવી ગયા હતા. - બાદમાં બાલકની પડી ગઈ હતી, સાથે જ બાલ્કની સાથે જોડાયેલી દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ હતી....
  03:07 PM
 • શાહ આજથી 2 દિવસના J&K પ્રવાસ પર, રાજ્યની સ્થિતિ અંગે કરશે ચર્ચા
  શ્રીનગર. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ શનિવારથી 2 દિવસના જમ્મુ કાશ્મીર પ્રવાસ પર છે. તેઓ કાશ્મીરની વર્તમાન સ્થિતિ અને 2017ની લોકસભા ચૂંટણી તથા રાજ્યમાં સંગઠનના વિસ્તરણ પર પણ ચર્ચા કરશે. રાજ્યમાં કથળેલી સ્થિતિને લઈ સીએમ મહેબૂબા મુફ્તીએ સોમવારે મોદી સાથે મુલાકાત કરી હતી. જમ્મુ પહોંચ્યા બાદ શાહે શું કહ્યું જમ્મુ પહોંચ્યા બાદ અમિત શાહે રાજ્યના લોકો અને કાર્યકર્તાઓનો આભાર માની જણાવ્યું હતું કે, આજે જમ્મુથી લાંબા પ્રવાસની શરૂઆત કરીશ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બુથ સ્તર પર પાર્ટીની...
  01:27 PM
 • અનંતનાગમાંથી જીવતા પકડાયેલા આતંકીએ કર્યાં આવા ચોંકાવનારા ખુલાસા
  જમ્મુ કાશ્મીરના અનંગનાગમાં જીવતો પકડાયેલા એક આતંકીનું આ કબૂલનામું છે.જે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી આકા પર મોટો ખુલાસો કરી રહ્યો છે. જેમણે કબૂલ કર્યું છે કે તેમને મારી નાખવાની ધમકી આપીને બેન્ક લૂંટવા માટે મજબૂર કરવામાં આવ્યો. જમ્મુ કાશ્મીરથી પકડાયેલો આ હિજબુલનો આતંકી છે જેને સીઆરપીએફના જવાને એ સમયે ઝડપી પાડ્યો જ્યારે તે અનંતનાગમાં શક્રવારે બપોરે 2વાગ્યે જમ્મુ કાશ્મીર બેન્કમાં લૂંટપાટ કરવાના ઇરાદે ઘુસણખોરી કરી રહ્યો હતો.
  01:13 PM
 • PMને બંગડીઓ અપાવવા માટે પૂર્વ ખેલાડીએ મોકલ્યા રૂ. એક હજાર
  નવી દિલ્હી/લખનઉ: માઓવાદીઓ દ્વારા CRPFના જવાનો પર હુમલાની શાહી સૂકાઈ નથી, ત્યાં કુપવાડામાં સૈન્ય છાવણી પર હુમલો થયો હતો. જેમાં ત્રણ જવાન શહીદ થઈ ગયા. આ અંગે દેશવાસીઓમાં આક્રોશ પ્રવર્તે છે, ત્યારે એક પૂર્વ ખેલાડીએ કેન્દ્રીય કાપડપ્રધાન સ્મૃતિ ઈરાનીને રૂ. એક હજાર મોકલાવ્યાં છે. જેમાંથી વડાપ્રધાન માટે બંગડીઓ ખરીદવા કહ્યું છે. વડાપ્રધાન કે સરકારનો વિરોધ નથી લખનઉમાં રહેતા પૂર્વ દોડવીર અજીત વર્માએ કેન્દ્રીય કાપડપ્રધાન સ્મૃતિ ઈરાનીને રૂ. 1000નો ચેક મોકલ્યો છે. સાથે જ એક પત્ર પણ મોકલ્યો છે. જેમાં...
  12:59 PM
 • બિહાર: દહેજમાં 25% વધારો, IASને મોં માંગી રકમ, બેંકરને 10થી 30 લાખ
  પટણા. બિહારમાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે દહેજના ચલણમાં આશરે 25 ટકા વધારો થયો છે. આઈએએસને મોં માંગી કિંમત મળી રહી છે તો બેંકરનો રેટ પણ 10 થી 30 લાખ રૂપિયા છે. દોઢ વર્ષ અગાઉ બેંકરનો રેટ 6-8 લાખ રૂપિય હતો, પરંતુ હવે 7 થી 10 લાખ રૂપિયા સુધી છે. આ રીતે બાકી કેટેગરીના વર માટે રેટમાં પણ વધારો થયો છે. divyabhaskar.com દ્વારા બિહારમાં દહેજના રેટને લઈને અનેક લોકોનો સંપર્ક કરવામાં આવ્યો. જેમાં તાજેતરમાં જ દીકરીના લગ્ન કરાવ્યા હોય કે જમાઈની શોધ કરતાં હોય તેવા લોકોનો સમાવેશ થાય છે. છોકરી સારું કમાતી હોય તો પણ દહેજ -...
  12:34 PM
 • ચૂંટણીઓમાં પરાજયના ત્રણ દિવસે બોલ્યા કેજરીવાલ, 'ભૂલો થઈ, સુધારીશું'
  નવી દિલ્હીઃ દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કારમા પરાજય બાદ અરવિંદ કેજરીવાલના નેતૃત્વ વિરુદ્ધ સવાલો ઊઠી રહ્યા છે. કેજરીવાલના મોટા સમર્થક એવા કુમાર વિશ્વાસે પણ હવે કેજરીવાલના નેતૃત્વ પર નિશાન સાધ્યું છે.બીજી બાજુ, MCDના ચૂંટણી પરિણામોના ત્રણ દિવસ બાદ કેજરીવાલે આત્મમંથન કરવાની વાત કરી છે. કુમાર વિશ્વાસે ઉઠાવ્યા કેજરીવાલ પર સવાલ વિશ્વાસે જણાવ્યું હતું એમસીડીની ચૂંટણીમાં ઇવીએમ નહીં પણ દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીને નકારી છે. વિશ્વાસે સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે...
  09:59 AM
 • ભાજપનું 2019 માટે મિશન 400+, નવી 120 સીટનો ટાર્ગેટ, ફેરફારના એંધાણ
  નવી દિલ્હીઃ ભાજપે 2019ની લોકસભા ચૂંટણી માટે મિશન 400 પ્લસનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ લક્ષ્ય 2014ની લોકસભા ચૂંટણીથી વધુ 120 બેઠકનું છે. લોકસભાની કુલ545 બેઠકો છે. આ સ્થિતિમાં 400 સીટનું મિશન બહુ મોટો ટાર્ગેટ છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું કહેવું છે કે ભાજપ એવી 120 બેઠકો પર વધુ ધ્યાન આપશે કે જ્યાં ગત લોકસભા ચૂંટણીમાં તે હાર્યો હતો. ગત ચૂંટણીમાં ભાજપ 282 બેઠકો પર જીત મળી છે. જ્યાં ભાજપના સાથી પક્ષો જીત્યા છે ત્યાં સાથી પક્ષોફોકસ કરશે. ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે ઓડિશાની હારેલી 20 બેઠકો, પ.બંગાળની...
  09:54 AM
 • ડોન દાઉદના મોતના સમાચાર વહેતા થયા; ભાઈ એકદમ ફીટઃ છોટા શકીલ
  નવી દિલ્હીઃ વિવિધ ટીવી ચેનલો પર શુક્રવારે ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધી ડોન દાઉદ ઈબ્રાહીમના મોતના સમાચાર વહેતા થયા હતા પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ મળી ન હતી. મીડિયાના અહેવાલ મુજબ દાઉદને હાર્ટએટેક આવ્યા બાદ 22મીએ કરાયેલું ઓપરેશન નિષ્ફળ રહ્યું હતું, વેન્ટિલેટર પર જીવતો રખાયો હતો. ઘણા સમયથી તે અનેક બીમારીઓથી પીડાતો હતો. જોકે, દાઉદના સાથી છોટા શકીલે તેમના મોતના સમાચાર માત્ર અફવા હોવાનું જણાવ્યું હતું. ભાઈ એકદમ ફીટ છેઃ છોટા શકીલ દાઉદના મોતના સમાચાર અંગે તેના સાથી છોટા શકીલે એક અંગ્રેજી...
  09:52 AM
 • કાશ્મીર અંગે ભાગલાવાદીઓ સાથે ચર્ચા નહીં: કેન્દ્રની સુપ્રીમમાં સ્પષ્ટતા
  નવી દિલ્હીઃ કાશ્મીર સમસ્યા ઉકેલવા ભાગલાવાદીઓ સાથે કોઈ ચર્ચા નહીં કરવાની કેન્દ્રે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરી છે જ્યારે સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ બાર એસોસિએશનને કહ્યું કે પોલીસ અને CRPFને બે સપ્તાહ સુધી પેલેટ ગન નહીં વાપરવાનું આદેશ આપી શકે છે પરંતુ શરત એટલી છે કે પ્રદર્શનકારીઓ આ દરમિયાન પથ્થરબાજી નહીં કરે. કાશ્મીરમાં પેલેટગનના ઉપયોગ સામે પ્રતિબંધ લાદવાની માગણી કરતી દાખલ કરાયેલી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે સખત ટિપ્પણી કરી છે. જ્યારે કેન્દ્ર સરકારે કાશ્મીર...
  09:18 AM
 • દિલ્હી એરપોર્ટ પર પાકિસ્તાની બોલ્યો- હું ISIનો એજન્ટ છું,હવે ભારતમાં જ રહેવું છે
  નવી દિલ્હીઃ દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શુક્રવારે એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. તેણે એરપોર્ટ પર હેલ્પડેસ્ક પર જઈને દાવો કર્યો હતો કે તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો એજન્ટ છે. દુબઈથી આવેલા આ શખ્સને પછીની ફ્લાઈટમાં કાઠમંડુ જવાનું હતું. 38 વર્ષના આ શખ્સનું નામ મોહમંદ અહેમદ શેખ છે. તે શુક્રવારે સવારે દુબઈથી આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં દિલ્હી આવ્યો હતો. હેલ્પડેસ્ક પર જઈને તેણે કહ્યું કે તે આઈએસઆઈનો એજન્ટ છે. પરંતુ તે હવે કામ કરવા માંગતો નથી. તે...
  02:48 AM
 • બે જાણીતા પોલીસ અધિકારી અંગે સુપ્રીમકોર્ટના ચુકાદા
  દેશના બે દિગ્ગજ પોલીસ અધિકારીઓ અંગે સુપ્રીમકોર્ટે અલગ-અલગ ચુકાદા આપ્યા છે. બંને રાજકારણથી નજીક અને તેનાથી પ્રભાવિત પણ રહ્યા છે. એક છે સીબીઆઇના પૂર્વ વડા રંજિત સિન્હા, જેમની સામે તેમના જ વિભાગે એફઆઇઆર દાખલ કરી છે. બીજા છે કેરળના ડીજીપી પદેથી હટાવાયેલા ટી.પી. સેનકુમાર, જેમને ફરી ડીજીપી પદે બહાર કરવા કહેવાયું છે. તેઓCBI ડાયરેક્ટર બનતાં જ દીકરીની કરિયર ઝડપથી આગળ વધી દિલ્હીમાં જુલાઇ, 2013માં રુદ્રાણી સિન્હાનાં લગ્ન છત્તીસગઢના બિલાસપુરના તત્કાલીન નિગમ આયુક્ત અવનીશ કુમાર શરણ સાથે થઇ રહ્યા હતા....
  02:30 AM
 • J&Kમાં પથ્થરબાજી કેવી રીતે રોકવામાં આવે, સુપ્રીમે HC બાર એસોસિએશનને પૂછ્યું
  નવી દિલ્હી. કાશ્મીરમાં પથ્થરબાજી કેવી રીતે રોકવામાં આવે તે અંગે સુપ્રીમ કોર્ટે શુક્રવારે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ બાર એસોસિએશનની સલાહ માંગી છે. સુપ્રીમ કોર્ટે રાજ્યમાં ચાલુ હિંસક આદોલન અને કાશ્મીરનું સંકટ ખતમ કરવા માટે એસોસિએશન પાસે સલાહ માંગી છે. એસોસિએશને પેલેટ ગન પર પ્રતિબંધ લગાવવાની અપીલ કરી છે અને સુપ્રીમ કોર્ટ તેના પર સુનાવણી કરી રહ્યું છે. કોર્ટે એસોસિએશનને એફિડેવિટ દાખલ કરવાનું કહ્યું હતું - ન્યૂઝ એજન્સી મુજબ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું, જો રાજ્યના માન્યતા પ્રાપ્ત...
  April 28, 05:08 PM
 • વિવાદઃ ઈમાનને તબીબોની જાણ બહાર બહેને આપ્યું પાણી, ફરિયાદ દાખલ
  મુંબઈઃ ઈજિપ્તની ઈમાન અહેમદની મુંબઈની સૈફી હોસ્પિટલમાં ચાલી રહેલી સારવારમાં આજે વધુ એક ડ્રામા ઉમેરાયો છે. ઈમાનની સારવાર કરી રહેલી હોસ્પિટલે તેની બહેન શાયમા સેમીલ સામે સારવારમાં દખલ દેવા બદલ ફરિયાદ દાખલ કરી છે. હોસ્પિટલે ફરિયાદમાં જણાવ્યું છે કે શાયમાએ ડોક્ટર્સની મંજૂરી વગર ઈમાનને પીવા માટે પાણી આપી દીધું હતું. ઈમાનને ટ્યૂબથી અપાઈ રહ્યો છે ખોરાક ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે ઈમાન હાલમાં કોઈ પણ વસ્તુ ગળી શકતી નથી. તેને ટ્યૂબથી ખોરાક આપવામાં આવી રહ્યો છે. શાયમાએ બહેનને તરસ લાગી...
  April 28, 04:30 PM
 • સજ્જન જિંદાલની શરીફ સાથે મુલાકાત, ફરી શરૂ શઈ શકે છે ભારત-પાક. મંત્રણા
  લાહોર/નવી દિલ્હી : ભારતના સ્ટીલ વેપારી સજ્જન જિંદાલે ગુરૂવારે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. જેના આધારે પાકિસ્તાનના મીડિયામાં ચર્ચા છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તમાન તણાવની વચ્ચે પાછલાં દરવાજે વાટાઘાટોના પ્રયાસો હાથ ધરાયા છે. ગુપ્ત રીતે મુલાકાત થઈ - ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે, નવાઝ અને સજ્જનની વચ્ચે મુલાકાત મુરી ખાતે નવાઝ શરીફના ખાનગી નિવાસસ્થાને થઈ હતી. - આ મુલાકાત અંગે પાકિસ્તાનના વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા. જો કે, નવાઝની પુત્રી મરિયમના કહેવા...
  April 28, 03:34 PM
 • નારદા સ્ટિંગ: CBI બાદ EDએ 13 લોકો સામે મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો
  કોલકાતા. નારાદા સ્ટિંગ કાંડમાં સીબીઆઈ બાદ હવે ઈડીએ દિલ્હીમાં તૃણમુલ કોંગ્રેસના 12 નેતાઓ, સાંસદો તથા મંત્રીઓ સહિત 13 સામે મની લોન્ડ્રિંગ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. ઈડી નારદા સ્ટિંગમાં ફસાયેલા નેતાઓને પૂછપરછ માટે બોલાવી શકે છે. જો યોગ્ય જવાબ નહીં મળે તો નેતાઓની ધરપકડ પણ થઈ શકે છે. સૂત્રો મુજબ, નારદા કાંડમાં વિરોધ પક્ષોનું મોં બંધ કરાવવા મુખ્યમંત્રીએ પણ વિશેષ રણનીતિ બનાવી છે. મમતા કેટલાક કડક નિર્ણયો પણ લઇ શકે છે. નારાદા કાંડમાં મમતા તેના મંત્રીઓની સાથે હોવાનો આડકતરો સંદેશ આપી ચૂક્યા છે. હાલ...
  April 28, 01:24 PM