Home >> National News >> In Depth
 • US - ઉત્તર કોરિયા વચ્ચે યુદ્ધના એંધાણ સમયે ટ્રમ્પે NSAને કેમ મોકલ્યા ભારત?
  નેશનલ ડેસ્ક. અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) એચઆર મેકમાસ્ટરની ભારત મુલાકાત અનેક દ્રષ્ટિએ સૂચક માનવામાં આવી રહી છે. ભારતના એનએસએ અજીત ડોભાલની માર્ચ મહિનામાં અમેરિકા પ્રવાસ બાદ થોડા અરસામાં જ મેકમાસ્ટરની પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન ઉત્તર કોરિયા-અમેરિકા સાથે વધી રહેલા તણાવ સંદર્ભે ચર્ચા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ચીન અને રશિયાનું ઉત્તર કોરિયા તરફી વલણ સામે એશિયન દેશોનું સમર્થન મેળવવાનો અમેરિકાના પ્રયાસ હોવાના ક્યાસ પણ લગાવવામાં આવી રહ્યા છે....
  April 19, 09:56 AM
 • એશિયાના સૌથી લાંબા બ્રિજને ખુલ્લો મૂકશે મોદી, સુરક્ષાને લઈ કેમ મહત્વપૂર્ણ?
  નેશનલ ડેસ્ક. બ્રહ્મપુત્ર નદી પર બની રહેલો અને ભારત માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવતો ઢોલા-સદીયા બ્રિજ જ્યારે બનીને તૈયાર થઈ જશે ત્યારે આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે પ્રવાસ કરવામાં 4 કલાકનો સમય બચશે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ 12 એપ્રિલની દિલ્હીની મુલાકાત દરમિયાન પીએમ મોદીને મળ્યા હતા ત્યારે મે મહિનામાં બ્રિજનું ઉદ્ઘાટન કરવાનું આમંત્રણ આપ્યું છે. અરુણાચલ પ્રદેશમાં આવેલી ચીન સરહદે લશ્કર કાર્યવાહી વધારવામાં આ બ્રિજ કડી રૂપ સાબિત થશે જેના કારણે ચીનના પેટમાં તેલ રેડાય તે સ્વાભાવિક...
  April 15, 12:54 PM
 • પાકિસ્તાની જાસૂસ હબીબના ગુમ થવા સાથે કુલભૂષણની ફાંસીનો શું છે સંબંધ?
  નેશનલ ડેસ્ક. શું નેપાળમાં ભારતીય સરહદની પાસે પાકિસ્તાની આર્મીના નિવૃત્ત અધિકારીના ગુમ થવાનો મામલો કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં આપવામાં આવેલી ફાંસીની સાથે જોડાયેલો છે? જાધવને ફાંસીની સજા સંભળાવવાના એલાનના થોડા દિવસ પહેલા પાકિસ્તાની આર્મીના નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ મુહમ્મદ હબીબ ગુમ થયા હોવાના અહેવાલ પાક મીડિયામાં આવ્યા હતા. ભારત અને પાકિસ્તાન, બંને દેશોના મીડિયાએ બંને ઘટનાઓનો એકબીજા સાથે લિંક હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેનું એક કારણ એવું માનવામાં આવે છે કે જાધવને કિડનેપ કરવા પાછળ...
  April 13, 03:01 PM
 • ફાંસીની સજાથી બચવા કુલભૂષણ પાસે હવે કયા કાયદાકીય વિકલ્પ બચ્યા છે?
  નેશનલ ડેસ્ક. ઈન્ડિયન નેવીના નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં ફાંસીની સજા આપવામાં આવી છે. સોમવારે જ્યારે આ અહેવાલ સામે આવ્યા ત્યારથી પાકિસ્તાની આર્મી કોર્ટની એકતરફી કાર્યવાહી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ભારતીય સંસદના બંને ગૃહોમાં પણ જાધવની મુક્તિ અંગે સરકાર કોઈપણ કિંમતે પ્રયાસ કરશે તેવું આશ્વાસન આપ્યું છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ત્યાં સુધી કહ્યું કે, જો કુલભૂષણને ફાંસી આપવામાં આવશે તો બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો પર માઠી અસર થઈ શકે છે. ભારત સરકાર પોતાના બનતા પ્રયાસ...
  April 12, 02:41 AM
 • આખા ભારતમાં હાઈવે પર વેચાતો દારૂ બંધ કરાવવામાં આ દિવ્યાંગનો ફાળો
  ચંદીગઢ: કલમના એક લખાણે પહેલી એપ્રિલથી સ્ટેટ તથા નેશનલ હાઈવે પર શરાબનું વેચાણ બંધ થઈ ગયું. આ માટે એક શખ્સે દાયકાઓ સુધી ધીરજપૂર્વક મહેનત હાથ ધરી હતી. આ શખ્સ એટલે ચંદીગઢના હરમન સંધૂ. ચંદીગઢ, એટલે એવું શહેર જ્યાં શરાબની નદી વહે છે. શહેર જેટલી વસતિ ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશમાં દૈનિક 30 હજાર બોટલ શરાબનું વેચાણ થઈ જાય છે. એક અકસ્માતે બદલી નાખી હરમનની જિંદગી 1996માં હરમનસિંહ સંધૂ 26 વર્ષના હતા ત્યારે બે મિત્રો સાથે હિમાચલ પ્રદેશની રેણુકા ઝીલ ગયા હતા. જ્યાં તેમણે દીપડાનું બચ્ચું જોયું. વધુ વન્ય...
  April 3, 05:08 PM
 • ટ્રમ્પ, ઓબામા, મોદી હોય કે યોગી, ઊંઘમાં છૂપાયું છે સફળતાનું રહસ્ય!
  નેશનલ ડેસ્ક. ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પદ સંભાળવાની સાથે જ ટૂંકા દિવસોમાં લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયોને લઈને સમગ્ર મીડિયામાં લાઈમલાઈટમાં આવ્યા છે. યોગી વિશે ઓછું જાણનારા લોકો તેમના વિશે વધુ જાણવા પ્રયત્નશીલ બન્યા છે. તેમના જન્મથી લઈને રાજકીય સફર કેવી રીતે શરૂ થઈ તેની વિગતો શોધતા એક વાત સામે આવી છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માત્ર ચાર કલાકની જ ઊંઘ લે છે. યોગીની કાર્યશૈલીની તુલના વડાપ્રધાન મોદી સાથે થઈ રહી છે ત્યારે બંને વચ્ચે ઊંઘને લઈને પણ સામ્યતા જોવા મળી રહી છે....
  March 31, 11:52 PM
 • 1 એપ્રિલથી આટલું બદલાશેઃ બેંક ટ્રાન્ઝેક્શન મોંઘા, રેલવેમાં મળશે રાહત
  નવી દિલ્હીઃ 1 એપ્રિલથી મોટા પરિવર્તન થવા જઈ રહ્યા છે. 1 એપ્રિલથી દેશની સૌથી મોટી બેંક SBI મહિનાના ત્રણથી વધારે ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસુલ કરશે. તો SBI સાથે છ બેંકોનું મર્જર થશે. કેશ ટ્રાન્ઝેક્શનની મર્યાદા 3 લાખથી ઘટાડીને 2 લાખ થઈ શકે છે. શનિવારથી જ કાર-બાઈક તેમજ હેલ્થ વીમા મોંઘા થઈ જશે. આ ઉપરાંત મેલ-એક્સપ્રેસના ભાડામાં રાજધાની અને શતાબ્દીમાં મુસાફરી કરી શકાશે. સુપ્રીમના તાજેતરના ઓર્ડર પ્રમાણે 1 એપ્રિલથી BS-3 વાહનોનું વેચાણ નહીં કરી શકાય. 1# ત્રણ જ ફ્રી ટ્રાન્ઝેક્શન દેશની સૌથી મોટી બેંક SBI 1...
  March 31, 06:20 PM
 • CMના સત્તાવાર બંગલામાં આદિત્યનાથે કર્યો ગૃહ પ્રવેશ, આપી ફળાહાર પાર્ટી
  લખનઉ: દસેક દિવસથી પદભાર સંભાળ્યા છતાંય ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનમાં પ્રવેશ નહીં કરનાર યોગી આદિત્યનાથે આજે ગૃહ પ્રવેશ કર્યો હતો. આદિત્યનાથે ઉપસ્થિત મહેમાનો, પ્રધાનો તથા નેતાઓને ફળાહાર પાર્ટી આપી. બુધવારે નવી ચૂંટાયેલી વિધાનસભાના 320 જેટલા ધારાસભ્યો શપથ લેશે. ફળાહાર પાર્ટી સાથે યોગી આદિત્યનાથે કર્યોગૃહપ્રવેશ મુખ્યપ્રધાન બન્યા ત્યારથી આદિત્યનાથ ગોરખપુરથી લખનઉ આવી ગયા છે. પરંતુ તેમણે સત્તાવાર નિવાસસ્થાનમાં શિફ્ટિંગ નહોતું કર્યું. તેઓ લખનઉના VVIP ગેસ્ટહાઉસ...
  March 29, 12:23 PM
 • આગાહી: મોદીના કાર્યકાળમાં સતત ચોથા વર્ષે સરેરાશ કરતાં ઓછું રહેશે ચોમાસું
  નવી દિલ્હી: વર્ષ 2017નું ચોમાસું કેવું રહેશે? એ અંગે નરેન્દ્ર મોદીથી માંડીને સામાન્ય જનના મનમાં સવાલ હોય ત્યારે ખાનગી હવામાન સંસ્થાએ ચિંતાજનક આગાહી કરી છે. જે મુજબ, ચાલુ વર્ષે સરેરાશથી ઓછું ચોમાસું રહેશે. જો આમ થશે તો પાંચ વર્ષના કાર્યકાળમાં સતત ચોથું વર્ષ મોદી માટે પડકારજનક સાબિત થશે. સરેરાશથી ઓછું રહેશે ચોમાસું ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ વેધર ડૉટ કોમની આગાહી પ્રમાણે, વર્ષ 2017નું ચોમાસું સરેરાશ કરતાં ઓછું રહેશે. લોન્ગ પીરિયડ એવરેજ પ્રમાણે, 95 ટકા વરસાદ પડવાની શક્યતા છે. જે સરેરાશથી...
  March 27, 06:11 PM
 • બે પ્રકારના VVIP: ભારતમાં કરે ફ્લાઈટમાં મારઝૂડ, લંડનમાં જીવ બચાવવા દોડે
  નવી દિલ્હી. મહારાષ્ટ્રના શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડે એર ઈન્ડિયાના મેનેજર સાથે મારઝૂડ કરવાના કારણે વિવાદોમાં છે. તેઓ માફી ન માગવા ઉપર કાયમ છે. બિઝનેસ ક્લાસ ટિકિટ પર ઇકોનોમી ક્લાસીની સીટ મળતા તેઓ એટલા ભડકી ગયા કે એરલાઈન્સના કર્મચારીઓને સેન્ડલથી મારવા લાગ્યા. બીજી તરફ, બે જ દિવસ પહેલા દુનિયાએ બ્રિટનમાં એક એવા સાંસદ પણ જોયા જેમણે આઈએસઆઈએસના આતંકી હુમલા બાદ પોતાના જીવની ચિંતા ન કરીને લોહીમાં લથપથ ઘાયલ પોલીસવાળાની મદદ માટે દોડી પડ્યા. આ બંને ઘટનાઓ બે દેશોમાં VVIPs અને ઇલેક્ટેડ પબ્લિક...
  March 24, 04:26 PM
 • પ્રધાન બન્યા બાદ TVમાં કામ ન કરી શકે સિદ્ધુ, એટર્ની જનરલનો અભિપ્રાય
  ચંદીગઢ : પંજાબના પ્રધાન બન્યા બાદ પણ કપિલ શર્માના શોમાં કામ કરવાના નવજોત સિદ્ધુના ઈરાદા પર પાણી ફરી વળ્યું છે. એટર્ની જનરલના કહેવા પ્રમાણે, પ્રધાન બન્યા બાદ અન્ય કામ કરવું અનૈતિક છે. જ્યારે પંજાબના એડ્વોકેટ જનરલના કહેવા પ્રમાણે, તેઓ આ અંગે આજે સાંજે વિસ્તૃત રિપોર્ટ સુપ્રત કરશે. એટર્ની જનરલ મુકુલ રોહતગીએ એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, કોઈ ધારાસભ્ય કે સાંસદ પ્રધાનપદ ધારણ કર્યા બાદ બીજું કામ કરે તે કાયદાકીય દ્રષ્ટીએ ભલે ન હોય, પરંતુ નૈતિક રીતે અયોગ્ય છે. તે આદર્શ આચારની...
  March 23, 03:43 PM
 • ડી-માર્ટના દામાણીએ 10 સિદ્ધાંતોને અનુસરી મેળવી સફળતા, દેશના 17માં સૌથી ધનિક
  નેશનલ ડેસ્ક. રીટેલ કંપનીના માલિક રાધાકિશન દામાણી મંગળવારે દેશના ટોપ 20 અરબોપતિઓમાં સામેલ થઈ ગયા. રીટેલ ચેન ઓપરેટ કરનારી તેમની કંપની એવન્યૂ સુપરમાર્કેટ્સ શેર બજારમાં લિસ્ટ થઈ. છેલ્લા 13 વર્ષમાં લિસ્ટીંગના દિવસે કંપનીમાં આવી તેજી નથી જોવા મળી. દામાણીની સંપત્તિ અનિલ અગ્રવાલ, અનિલ અંબાણી, ગોદરેજ પરિવાર અને રાહુલ બજાજથી વધુ થઈ ગઈ છે. એવન્યૂનું પહેલા દિવસનું પર્ફોમન્સ જોઈએ તો તેઓ દેશના 17મા સૌથી અમીર બિઝનેસમેન બની ગયા. દેશની સૌથી પ્રોફિટેબલ રીટેલ ચેન ડી-માર્ટ પર એવન્યૂની માલિકી હક છે.   32,000...
  March 23, 12:06 PM
 • 1 એપ્રિલથી મેલ-એક્સ. ટિકિટ પર કરી શકાશે રાજધાની-શતાબ્દીમાં સફર
  નવી દિલ્હી : ઈન્ડિયન રેલવે દ્વારા પહેલી એપ્રિલથી વિકલ્પ સ્કિમ લોન્ચ કરશે. જે મુજબ મેલ કે એક્સપ્રેસ ટ્રેનનો સામાન્ય પેસેન્જર પણ શતાબ્દી તથા રાજધાની એક્સપ્રેસ જેવી લક્ઝરી ટ્રેનમાં મુસાફરી કરી શકશે. રેલવેને લાગે છે કે આ યોજના લાગુ થવાથી ટિકિટ રિફંડના પ્રમાણમાં ઘટાડો થશે. જેનો સીધો જ લાભ રેલવેને થશે. વિકલ્પ સ્કિમની વિશેષતા - વિકલ્પ સ્કિમ હેઠળ જે પેસેન્જરનું નામ વેઈટિંગ લિસ્ટમાં હોય, તેને આગામી અવેલેબલ ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળી શકે છે. - ટિકિટ બુક કરતી વખતે જ પેસેન્જરે જણાવવાનું રહેશે કે...
  March 22, 10:21 AM
 • સંઘનું આધિપત્યઃ કેન્દ્રીય મંત્રીથી રાજ્યના CM બનવા એક જ યોગ્યતા!
  નેશનલ ડેસ્ક. ઉત્તર પ્રદેશનું મુખ્યમંત્રીપદ યોગી આદિત્યનાથને આપી બીજેપીએ 2019ની લોકસભા ચૂંટણી ધર્મ અને રાષ્ટ્રવાદના આધારે લડવામાં આવશે તેવો સંકેત આપ્યો હોવાનું માનવામાં આવે છે. યોગીની પસંદગીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની ભૂમિકા વિશે પણ ચર્ચાએ વેગ પકડ્યું હતું. બીજેપી ભલે આ તર્કને નકારી રહી હોય પણ પરિસ્થિતિ એ વાત પર ઈશારો કરી રહી છે કે આરએસએસનો એજન્ડા મુજબ જ બીજેપી કાર્ય કરી રહી છે. મોદી સરકારમાં મંત્રીઓની પસંદગીથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધી આરએસએસની પસંદગીને જ અંતિમ નિર્ણય...
  March 21, 02:06 PM
 • સતત ચોથા વર્ષે ગેટ્સ સૌથી ધનિક વ્યક્તિ, ટ્રમ્પ 208 રેન્ક નીચે ઉતર્યા
  નવી દિલ્હી/ ન્યૂયોર્ક : માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ ફરી એક વખત દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ યાદીમાં 208 રેન્ક નીચે ઉતર્યા છે. 86 અબજ ડોલરની સંપત્તિ સાથે ગેટ્સ સતત ચોથી વખત આ યાદીમાં ટોચ પર છે. યાદીમાં સમાવિષ્ટ અન્ય ધનિકો - આ યાદીમાં બીજા ક્રમ પર લિજન્ડરી ઈન્વેસ્ટર તથા ઓરેકલ ઓફ ઓક્લાહોમા તરીકે વિખ્યાત વોરન બફેટ છે. જેમની સંપત્તિ 75.6 અબજ ડોલર હોવાનું જણાવવામાં આવ્યું છે. - ટોપ-10ની યાદીમાં મોટાભાગે ટેક્નોક્રેટ અંત્રાપ્રેન્યોર...
  March 21, 11:14 AM
 • મોદી ચૂંટણી જીત્યા એ માઠા સમાચાર, સરળતાથી કરાર નહીં કરે- ચીન મીડિયા
  બીજિંગઃ ચીનના સરકારી મીડિયાએ કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં મોદીની પાર્ટીને મળેલી જબરદસ્તા જીતથી તેમનું 2019માં ફરી સરકારમાં આવવું અને પીએમ બનવું નક્કી જ છે. ચૂંટણીમાં તેમની જીત ચોક્કસ ભારતના વિકાસ માટે સારા સમાચાર છે પરંતુ બાકી લોકો માટે નહીં. મોદીની જીતથી એવો પણ અર્થ કાઢવામાં આવી રહ્યો છે કે બીજા દેશો માટે તેમની સાથે કોઈપણ પ્રકારના કરાર કરવા મુશ્કેલ થઈ જશે. સાથે જ આશા વ્યક્ત કરી છે કે, બંને દેશો વચ્ચે પ્રવર્તમાન સરહદ વિવાદને ઉકેલી શકાશે.  ઉત્તર પ્રદેશના વિજયનો ઉલ્લેખ  - ચીની સરકાર...
  March 17, 10:22 AM
 • શાહે ગુજરાત સહિતની ચૂંટણીઓમાં વિજય માટે ઘડ્યો GAME PLAN
  નેશનલ ડેસ્ક: ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમા પ્રચંડ બુહમત બાદ અમિત શાહ ઝંપીને બેસી નથી રહ્યાં. હવે તેમની નજર આગામી ચૂંટણીઓ પર છે. જેમાં દિલ્હીની MCD ચૂંટણીઓ, રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ અને 2019ની લોકસભા ચૂંટણીઓનો પણ સમાવેશ થાય છે ! દિલ્હી MCDની ચૂંટણીઓ માટે ગુજરાત મોડલ અપનાવશે શાહ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને સર કરવા માટે ગુજરાત મોડલ અપનાવવાનું નક્કી કર્યું. વ્યૂહરચના પ્રમાણે, ભાજપના નેતાઓએ વર્તમાન કોર્પોરેટર્સને સ્પષ્ટ કરી દીધું છે કે, મોટાપાયે વર્તમાન કોર્પોરેટર્સને ફરી ટિકિટ નહીં મળે....
  March 15, 04:55 PM
 • UP ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ, 2019માં પણ મોદી ફેવરિટ: US એક્સપર્ટ્સ
  વોશિંગ્ટન : પાંચ રાજ્યોની વિધાનસભામાં ભાજપને મળેલા વિજયની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. અમેરિકાના ટોચના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ભાજપનો વિજય દર્શાવે છે કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીઓ દરમિયાન પણ મોદી જ ભાજપની પ્રથમ પસંદ રહેશે. એટલું જ નહીં તેઓ સરકાર પણ રચશે. નિષ્ણાતોના અભિપ્રાય - જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં પોલિટિકલ સાઈન્સ એન્ડ ઈન્ટરનેશનલ અફેયર્સના આસિસ્ટન્ટ પ્રોફેસર એડમ જિગફિલ્ડના કહેવા પ્રમાણે, તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓના આધારે સ્પષ્ટ થાય છે કે, ભારતના રાજકારણમાં કોઈ...
  March 14, 11:58 AM
 • UP: રાજનાથના દીકરાથી મુલાયમની પુત્રવધૂ- 40 Hot સીટ પર કોની જીત?
  લખનઉ. યૂપી ચૂંટણીના પરિણામ સામે આવી ચૂક્યા છે. બીજેપી 15 વર્ષ બાદ સત્તામાં આવશે. આ ચૂંટણીમાં મુલાયમની પુત્રવધૂ અપર્ણાથી લઈને રાજનાથ સિંહના દીકરા પંકજ સિંહ સુધીના લોકોની ઈમેજ દાવ પર લાગી હતી. આજે divyabhaskar.com તમને આ 40 ચહેરાઓ વિશે જણાવવા જઈ રહી છે જેમાં કોણ જીત્યું અને કોણ હાર્યું.. 1# અપર્ણા યાદવઃ સીટ- લખનઉ કેન્ટ કેમ ચર્ચામાં- અપર્ણા મુલાયમ સિંહની પુત્રવધૂ છે. તેમની ટક્કર બીજેપી નેતા રીટા બહુગુણા જોશી સામ હતી. પહેલીવાર ચૂંટણી લડ્યા. મુલાયમે આ ચૂંટણીમાં માત્ર 4 રેલીઓ કરી હતી. જેમાં અપર્ણા માટે...
  March 13, 09:56 AM
 • UPમાં મુસ્લિમ ઉમેદવારો ન ઉતારી ખેલેલો મોદીનો દાવ ફરી રહ્યો સફળ!
  નેશનલ ડેસ્ક. ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને 1991ની ચૂંટણી કરતા વધુ રેકોર્ડ બ્રેક સફળતા પાછળ મોદીનું એક સમીકરણ પણ ચર્ચામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ પાર્ટીમાંથી એકપણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નહોતી. જ્યારે પાર્ટીએ આવો નિર્ણય લીધો હતો ત્યારે પક્ષના દિગ્ગજ નેતાઓ રાજનાથ સિંહ, ઉમા ભારતી અને મુખ્તાર અબ્બાસ નકવીએ મુસ્લિમોને ટિકિટ આપવી જોઈએ તેવી વકાલત કરી હતી. પરંતુ મોદી પોતાના નિર્ણય પર અફર રહ્યા હતા. ચૂંટણી પરિણામો સામે આવતા મોદી-શાહનું ગણિત સાચું પડી...
  March 12, 08:50 AM