Home >> National News >> In Depth
 • ઉગ્રવાદીઓને પોષનારા ચીનની મેલી મુરાદોને રોકશે પૂર્વોત્તરનો આ બ્રિજ!
  નેશનલ ડેસ્ક. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારના ત્રણ વર્ષ પૂરા થવાના અવસરે આસામમાં દેશનો સૌથી મોટો ઢોલા-સદિયા પુલનું ઉદ્ઘાટન કર્યું. માનવામાં આવે છે કે ચીનની વિરુદ્ધ વ્યૂહાત્મક રીતે ભારતની તૈયારની દિશામાં આ પુલની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. 9.15 કિમી લાંબા બ્રિજ જેનું નામકરણ ભૂપેન હજારિકા બ્રિજ તરીકે કરવામાં આવ્યું છે તે આસામના સુદૂર પૂર્વના વિસ્તારને અરુણાચલ પ્રદેશથી જોડે છે. સિક્યોરિટી એક્સપર્ટ્સ મુજબ, તેનાથી કેન્દ્રીય એજન્સીઓને નોર્થ ઇસ્ટમાં સક્રિય ઉગ્રવાદી સંગઠનો વિરુદ્ધ...
  May 27, 03:34 PM
 • મોદી રાજમાં વિવાદીત મુદ્દાઓ ઉકેલાયા કે વધુ ગૂંચવાયા? શું કહે છે ગુજરાત
  નેશનલ ડેસ્ક. 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતનું મુખ્યમંત્રીપદ છોડી દેશના વડાપ્રધાનના શપથ ગ્રહણ કર્યા. સત્તા સંભાળવાની સાથે જ તેમની સામે કેટલાક એવા પડકારો હતા જેને નજરઅંદાજ કરવા શક્ય નહોતા. પાકિસ્તાન દ્વારા કરાતી કાયરતાપૂર્ણ હરકતો હોય કે તેના દ્વારા જ આતંકવાદ થકી દેશમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ હોય, મોદી સામે આવા અનેક પડકારો રાહ જોઈને ઊભા હતા. કાશ્મીરનો સળગતો પ્રશ્નને લઈ મોદી સરકાર કયો અભિગમ અપનાવે છે તેની પર સમગ્ર વિશ્વની નજર હતી. અસહિષ્ણુતા, સાંપ્રદાયિક્તાને મોદી સરકાર પ્રોત્સાહન...
  May 26, 12:05 PM
 • મોદી@3: ગુજરાતની જનતા કયા 5 કાર્યોથી ખુશ, કયા કાર્યોથી નિરાશ?
  નેશનલ ડેસ્ક. 2014ની લોકસભા ચૂંટણીમાં દેશની જનતાએ 10 વર્ષની મનમોહન સિંહની યુપીએ સરકારને જાકારો આપ્યો હતો. તેના સ્થાને 12 વર્ષથી ગુજરાતના મુખ્યમંત્રી હોવા છતાંય સમગ્ર દેશમાં જેની લોકપ્રિયતાનો જુવાળ ઊભરો લઈ રહ્યો હતો એવા નરેન્દ્ર મોદીની આગેવાનીવાળા એનડીએને જંગી બહુમતથી વિજેતા બનાવ્યા હતા. હોમ ગ્રાઉન્ડ ગુજરાતમાં મોદી લહેર એવી ચાલી કે કોંગ્રેસ પોતાનું ખાતું પણ ન ખોલાવી શકી. સરકારના ત્રણ વર્ષ પૂરા થવાના અવસરે ભાસ્કર દ્વારા હાથ ધરવામાં આવેલા દેશવ્યાપી ઓનલાઈન સર્વેમાં બે લાખથી વધુ લોકોએ પોતાના...
  May 26, 11:39 AM
 • મોદી 3 વર્ષમાં સાબિત થયા '56ની છાતી' કે 'જુમલેબાજ'? ગુજરાતે આપ્યો જવાબ
  નેશનલ ડેસ્ક. દિલ્હી સલ્તનત પર આરૂઢ થયે મોદી સરકારના ત્રણ વર્ષ પૂરા થવાના અવસરે ભાસ્કર જૂથે સમગ્ર ભારતમાં ઓનલાઈન સર્વે દ્વારા જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો. મોદી સરકારની કાર્યશૈલી, નિર્ણયો લેવાની ક્ષમતાથી માંડી ચૂંટણી પહેલા આપેલા વચનો પૂર્ણ કરવામાં કેટલી સફળ રહી છે તેને લઈને કુલ 22 સવાલોની યાદી વાચકો સમક્ષ રજૂ કરવામાં આવી. આ સર્વેમાં 2 લાખથી વધુ લોકોએ પોતાના મંતવ્યો આપ્યા જે પૈકી 10 હજારથી વધુ ગુજરાતી વાચકોએ પણ મોદી સરકાર અચ્છે દિન લાવવામાં કેટલી સફળ રહી તે અંગે પોતાના પ્રતિભાવ આપ્યા. મોદી...
  May 26, 01:00 AM
 • મોદીરાજ@3: ઇકોનોમી દોઢ ગણી વધી, કાગળ પર મોંઘવારી 4.9% ઘટી
  નેશનલ ડેસ્ક. મોદી સરકારને સત્તામાં આવ્યે લગભગ 1100 દિવસ થઇ ગયા છે. આ દરમિયાન અર્થવ્યવસ્થા 2013-14ની તુલનામાંદોઢ ગણી વધી ગઇ છે.આ સરકારના કાર્યકાળમાં છૂટક મોંઘવારી દર કાગળો પર 4.9 ટકા ઘટી છે, પણ તેનો સીધો લાભ લોકોને ઓછો મળ્યો છે. મોદી સરકારના કામકાજને સમજવા માટે ભાસ્કરે 13 મુખ્ય સેક્ટરમાંથયેલાં પરિવર્તનો અંગે વિભિન્ન એજન્સીઓ, નિષ્ણાતો અને સરકારના રિપોર્ટ્સને જોયાઅને જાણ્યું ત્રણ વર્ષમાં શું ફેરફાર થયા છે? એમ્પ્લોયમેન્ટ: એક કરોડ નોકરીનું વચન, ગયા વર્ષે વધી 2.13 લાખ - 1.35 લાખ નોકરીઓ આવી વર્ષ 2015માં મોદી...
  May 26, 01:00 AM
 • મોદી@3 વર્ષ: 3 પોઈન્ટનું એનાલિસિસ, 6 મુદ્દાઓ પર કેવું રહ્યું પર્ફોમન્સ
  નવી દિલ્હી: મોદી સરકારના 3 વર્ષ 26મેના રોજ પૂરા થાય છે. છેલ્લા 36 મહિનામાં સરકારે ઘણાં મહત્વના નિર્ણયો લીધા છે. જોકે, ઘણા નિર્ણયમાં તેમને અપેક્ષા પ્રમાણે પરિણામો નથી મળ્યાં. નોટબંધી અને સર્જિકલ સ્ટ્રાઈક ઉપર પણ સવાલ ઊભા થયા છે. તેમ છતાં તાજેતરમાં થયેલી ચૂંટણીઓમાં 5 રાજ્યમાંથી 4 રાજ્યમાં બીજેપીએ સરકાર બનાવી છે. આવા જ 6 મોટા મુદ્દાઓને મુદ્દાવાર સમજીએ અને તેમાં નિષ્ણાતોનો મત જાણીએ.... DB EXPERT પેનલ - રહીસ સિંહ, વિદેશી બાબતોના એક્સપર્ટ - સોમપાલ શાસ્ત્રી, પૂર્વ સભ્ય, પ્લાનિંગ કમિશન - વેદ પ્રતાપ વૈદિક,...
  May 25, 07:33 PM
 • જાધવને ફાંસીમાંથી રાહત અપાવવાનું 'એજન્ટ મિત્તલે' પાર પાડ્યું મિશન
  નેશનલ ડેસ્ક. ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને પાકિસ્તાની આર્મી કોર્ટ દ્વારા ફટકારાયેલી ફાંસી પર ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) તરફથી લગાવવામાં આવેલી રોક બાદ સમગ્ર દેશમાં વકીલ હરીશ સાલ્વેના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. જાધવ કેસમાં મળેલી સફળતામાં સાલ્વે જેટલી ક્રેડિટ મેળવવાના હકદાર છે તેના જેટલા જ હકદાર છે એજન્ટ મિત્તલ એટલે કે ભારતીય વિદેશ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી ડો. દીપક મિત્તલ. એજન્ટ મિત્તલે જાધવનો કેસ ICJમાં મજબૂત રીતે મૂક્યો - ડો. દીપક મિત્તલે ICJમાં ભારતીય પ્રતિનિધિમંડળની આગેવાની કરી...
  May 19, 01:53 PM
 • પ્રણવ મુખર્જીનું કોણ લેશે સ્થાન? રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કોનું પલડું છે ભારે?
  નેશનલ ડેસ્ક. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ જુલાઈ 2017માં પૂરો થઈ રહ્યો છે. તે પહેલા નવા રાષ્ટ્રપતિને લઈને રાજકીય ચર્ચાઓ વધવા લાગી છે. જ્યાં બીજેપી પોતાના ઉમેદવાર પસંદ કરવાને લઈને વિચાર-વિમર્શ કરી રહી છે. તેની સામે એકજૂથ વિપક્ષ એવા ઉમેદવારની શોધમાં છે જેની પર તમામ પક્ષોમાં સામાન્ય સહમતિ હોય. સોનિયા ગાંધી બીમારીના કારણે લાંબા સમયથી સક્રિય રાજકારણથી દૂર હતા જે રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને સક્રિય થયા છે અને વિપક્ષી પાર્ટીઓને એકજૂથ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. મોદી સરકારને રાષ્ટ્રપતિ...
  May 18, 02:39 PM
 • મોદીરાજ@3: એ 14 કારણો જેના કારણે 'મોદી લહેર' થઈ વધુ મજબૂત
  નેશનલ ડેસ્ક. 16 મે 2014ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા જેના કારણે ભારતના ઈતિહાસમાં પહેલીવાર બીજેપીને જંગી બહુમત મળ્યું. બીજેપીને જનતાએ આપેલો પ્રેમ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લહેરને આભારી હતો. મોદી સરકારે સત્તા સંભાળવાની સાથે જ અનેક પહેલ સફળતાપૂર્વક હાથ ધરી જેને કારણે સરકારના ત્રણ વર્ષ પૂરા થવા છતાંય મોદીની લોકચાહના ઘટવાને બદલે અનેકગણી વધી છે. વિપક્ષ પણ મોદી લહેરમાં સતત વધી રહેલી ભરતી જોઈને અસમંજસમાં છે. કોઈ રાજ્યના મુખ્યમંત્રીની પીએમ બનવાની પહેલી ઘટના -...
  May 17, 02:36 PM
 • 60 લાખથી 1 કરોડ ચાર્જ કરતા સાલ્વેએ જાધવને બચાવવા લીધી માત્ર 1 રૂપિયો ફી!
  નવી દિલ્હી. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં ફટકારવામાં આવેલી ફાંસીની સજા વિરુદ્ધ ભારત તરફથી દલીલો રજૂ કરી રહેલા જાણીતા વકીલ હરીશ સાલ્વે માત્ર 1 રુપિયાની ટોકન ફી પર કામ કરી રહ્યા છે. આ ખુલાસો વિદેશ મંત્રી સુષમા સ્વરાજે કર્યો છે. સિનિયર વકીલ હરીશ સાલ્વેએ સોમવારે ICJમાં ભારત તરફથી કુલભૂષણ જાધવના બચાવામાં જોરદાર દલીલો રજૂ કરી હતી. પાકિસ્તાનની મિલિટ્રી કોર્ટે જાધવને ફાંસીની સજા ફટકાર્યા બાદ માત્ર ટોકન ફી લઈને હરીશ સાલ્વેએ જાધવને બચાવવાનું બીડું ઝડપ્યું છે....
  May 16, 03:00 PM
 • 'ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર'થી ભારતને ભીંસમાં મૂકવાનો કારસો!
  નેશનલ ડેસ્ક. બેઈજિંગમાં 14 અને 15 મે દરમિયાન યોજાનારા વન બેલ્ટ વન રોડ (OBOR) ફોરમમાં હવે અમેરિકા પણ સામેલ થશે. અમેરિકાએ અચાનક યૂ-ટર્ન લેતા ચીનના OBOR ફોરમમાં સામેલ થવાનો નિર્ણય લેતા ભારત પર દબાણ વધી ગયું છે. ભારતે ચીનના OBOR સમિટમાં પોતાના પ્રતિનિધિ ન મોકલવાનો નિર્ણય લીધો છે. ભારત માનતું આવ્યું છે કે ચીને પોતાની આ પરિયોજના માટે વિશ્વાસનો માહોલ ઊભો નથી કર્યો અને તેનું સૌથી મોટું ઉદાહરણ ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) છે. ચીન અને અમેરિકા શું કરી રહ્યા છે સાંઠગાંઠ? - મહત્વપૂર્ણ છે કે આ બેઠકમાં 50થી...
  May 14, 10:09 AM
 • 19 વર્ષ પહેલા US સેટેલાઇટ પણ પોખરણ વખતે ખાઈ ગયા હતા ગોથું!
  નેશનલ ડેસ્ક. આજથી 19 વર્ષ પહેલા એટલે કે 11 મે 1998ના રોજ રાજસ્થાનના પોખરણમાં ભારતે બીજું પરમાણુ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ એટલા માટે મહત્વપૂર્ણ હતું કારણ કે તેનાથી સમગ્ર દુનિયા સામે ભારતની છબી એક મજબૂત દેશ તરીકે ઊભી થઈ હતી. સૌથી વધુ આશ્ચર્ય અને આંચકો લાગ્યો હતો અમેરિકાને. કારણ કે અમેરિકન સ્પાઇ સેટેલાઇટ્સ પણ ભારતની પરમાણુ પરીક્ષણની યોજનાની કોઈ કડી મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ પરીક્ષણ પહેલા અમેરિકન સ્પાઇ સેટેલાઇટ્સ દ્વારા ભારત પર સતત નજર રાખવામાં આવતી હતી. પરંતુ તેમ...
  May 11, 06:10 PM
 • સલમાનને 5 મિનિટમાં જામીન અપાવનારા સાલ્વે કુલભૂષણ જાધવને બચાવી શકશે?
  નેશનલ ડેસ્ક. પાકિસ્તાની જેલમાં કેદ કુલભૂષણ જાધવની ફાંસીની સજાના અમલ પર ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) કામચલાઉ રોક લગાવી દીધી છે. જાધવને પાકિસ્તાનની આર્મી કોર્ટે જાસૂસીના દોષી કરાર કરીને મોતની સજા સંભળાવી છે. ભારતે પાકિસ્તાની આર્મી કોર્ટના આ ચુકાદા વિરુદ્ધ ICJમાં 8 મેના રોજ અપીલ કરી હતી. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ કરીને કહ્યું હતું કે સિનિયર એડવોકેટ અને દેશના સૌથી મોંઘા વકીલ એવા હરીશ સાલ્વે ઈન્ટરનેશલ કોર્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સલમાન ખાનને માત્ર પાંચ મિનિટમાં જામીન...
  May 10, 05:22 PM
 • કેજરીની પડતીનું કાઉન્ટડાઉન! વિશ્વાસ-મિશ્રા વિવાદ શું AAPને ભૂંસી નાખશે?
  નેશનલ ડેસ્કઃ અત્યાર સુધી ટાર્ગેટ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મંત્રી અને ધારાસભ્યો રહેતા હતા. આ વખતે કેજરીવાલ પોતે જ આરોપોથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં કથિત ફેલાયેલો સડો અને પાર્ટીની અંદર ચાલી રહેલા તીવ્ર સત્તા સંઘર્ષને જોતા એવી આશંકા તો પહેલાથી જ હતી કે કેજરીવાલ પર હુમલો પાર્ટીની અંદરથી જ થશે. કુમાર વિશ્વાસ અને હવે કપિલ મિશ્રાના ઘટનાક્રમ બાદ વિવાદોમાં સપડાયેલી કેજરીવાલ સરકાર અને આમ આદમી પાર્ટીને વધુ નુકસાન પહોંચાડવાની બીજેપી કોઈ તક નહીં છોડે....
  May 8, 05:01 PM
 • USમાં એન્ટ્રી હવે વધારે કડક, વિઝા પહેલા માંગી શકે છે FB-ઈ-મેઈલની વિગત
  નવી દિલ્હી. અમેરિકા માટે વીઝા એપ્લિકેશન કરનારા કેટલાક લોકો પાસેથી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની માહિતી માંગવામાં આવી છે. યૂએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ આ લોકોના સોશિયલ મીડિયા પરનું વર્તન, ઈમેલ એડ્રેસ અને ફોન નંબરની તપાસ કરવા માંગે છે. અમેરિકા જવા માંગતા લોકો પર કડક નજર રાખવાની ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની પહેલ હેઠળ આ પ્રકારના પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે.         એપ્લિકન્ટસ પાસેથી આ માહિતી માંગવા પાછળનું કારણ શું? - સૂચિત માહિતી તે વિઝા એપ્લિકન્ટ્સ પાસેથી માંગવામાં આવશે જેમની ઓળખ વધુ...
  May 6, 10:54 AM
 • ભારતના પેરા કમાન્ડો Vs પાકની BAT: એક સામી છાતીએ તો બીજો કાયરતાથી લડે
  નેશનલ ડેસ્ક. 18 સપ્ટેમ્બર 2016ના રોજ કાશ્મીરના ઉરી આર્મી કેમ્પ પર થયેલા ઘાતકી આતંકી હુમલાનો બદલો લેવા ભારતે 29 સપ્ટેમ્બરે PoKમાં સામી છાતીએ સર્જિકલ સ્ટ્રાઇક કરી જવાનોની શહીદીનો બદલો લીધો હતો. તાજેતરમાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમે (BAT) મછલી સેક્ટરમાં ઘાત લગાવીને કાયરતાપૂર્વકનો હુમલો કર્યો જેમાં બે જવાન શહીદ થયા. પાકિસ્તાને ઘાતકી શિરચ્છેદ કરતા ફરી બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ ભારતના પેરાટ્રૂપર્સ છે જેઓ સામી છાતીએ હુમલો કરે છે,...
  May 3, 03:11 PM
 • US - ઉત્તર કોરિયા વચ્ચે યુદ્ધના એંધાણ સમયે ટ્રમ્પે NSAને કેમ મોકલ્યા ભારત?
  નેશનલ ડેસ્ક. અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) એચઆર મેકમાસ્ટરની ભારત મુલાકાત અનેક દ્રષ્ટિએ સૂચક માનવામાં આવી રહી છે. ભારતના એનએસએ અજીત ડોભાલની માર્ચ મહિનામાં અમેરિકા પ્રવાસ બાદ થોડા અરસામાં જ મેકમાસ્ટરની પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન ઉત્તર કોરિયા-અમેરિકા સાથે વધી રહેલા તણાવ સંદર્ભે ચર્ચા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ચીન અને રશિયાનું ઉત્તર કોરિયા તરફી વલણ સામે એશિયન દેશોનું સમર્થન મેળવવાનો અમેરિકાના પ્રયાસ હોવાના ક્યાસ પણ લગાવવામાં આવી રહ્યા છે....
  April 19, 09:56 AM
 • એશિયાના સૌથી લાંબા બ્રિજને ખુલ્લો મૂકશે મોદી, સુરક્ષાને લઈ કેમ મહત્વપૂર્ણ?
  નેશનલ ડેસ્ક. બ્રહ્મપુત્ર નદી પર બની રહેલો અને ભારત માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવતો ઢોલા-સદીયા બ્રિજ જ્યારે બનીને તૈયાર થઈ જશે ત્યારે આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે પ્રવાસ કરવામાં 4 કલાકનો સમય બચશે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ 12 એપ્રિલની દિલ્હીની મુલાકાત દરમિયાન પીએમ મોદીને મળ્યા હતા ત્યારે મે મહિનામાં બ્રિજનું ઉદ્ઘાટન કરવાનું આમંત્રણ આપ્યું છે. અરુણાચલ પ્રદેશમાં આવેલી ચીન સરહદે લશ્કર કાર્યવાહી વધારવામાં આ બ્રિજ કડી રૂપ સાબિત થશે જેના કારણે ચીનના પેટમાં તેલ રેડાય તે સ્વાભાવિક...
  April 15, 12:54 PM
 • પાકિસ્તાની જાસૂસ હબીબના ગુમ થવા સાથે કુલભૂષણની ફાંસીનો શું છે સંબંધ?
  નેશનલ ડેસ્ક. શું નેપાળમાં ભારતીય સરહદની પાસે પાકિસ્તાની આર્મીના નિવૃત્ત અધિકારીના ગુમ થવાનો મામલો કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં આપવામાં આવેલી ફાંસીની સાથે જોડાયેલો છે? જાધવને ફાંસીની સજા સંભળાવવાના એલાનના થોડા દિવસ પહેલા પાકિસ્તાની આર્મીના નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ મુહમ્મદ હબીબ ગુમ થયા હોવાના અહેવાલ પાક મીડિયામાં આવ્યા હતા. ભારત અને પાકિસ્તાન, બંને દેશોના મીડિયાએ બંને ઘટનાઓનો એકબીજા સાથે લિંક હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેનું એક કારણ એવું માનવામાં આવે છે કે જાધવને કિડનેપ કરવા પાછળ...
  April 13, 03:01 PM
 • ફાંસીની સજાથી બચવા કુલભૂષણ પાસે હવે કયા કાયદાકીય વિકલ્પ બચ્યા છે?
  નેશનલ ડેસ્ક. ઈન્ડિયન નેવીના નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં ફાંસીની સજા આપવામાં આવી છે. સોમવારે જ્યારે આ અહેવાલ સામે આવ્યા ત્યારથી પાકિસ્તાની આર્મી કોર્ટની એકતરફી કાર્યવાહી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ભારતીય સંસદના બંને ગૃહોમાં પણ જાધવની મુક્તિ અંગે સરકાર કોઈપણ કિંમતે પ્રયાસ કરશે તેવું આશ્વાસન આપ્યું છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ત્યાં સુધી કહ્યું કે, જો કુલભૂષણને ફાંસી આપવામાં આવશે તો બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો પર માઠી અસર થઈ શકે છે. ભારત સરકાર પોતાના બનતા પ્રયાસ...
  April 12, 02:41 AM