સાચો પ્રેમ એ ભૂત જેવો છે.

 
Source: પ્રવીણ સોલંકી     Designation: અભિનેતા, નાટયકાર,દિગ્દર્શક,સંવાદ લેખક
 
 
 
| Email  Print Comment
 
 
 
 
http://unified.bhaskar.com/city_blogger_author_images/thumb_image/100183_thumb.jpg મને નાટ્ય જગતમાં ઘણા પ્રલોભન મળ્યા પણ ટકી રહ્યો જ્યોતિ હું તારા પ્રેમને કારણે. જી હા આજે રંગમંચના તખતા પર મને 50 વર્ષથી વધુ સમય થયો પણ તડકા છાયડામાં મારી પત્ની કમ પ્રેયસી જ્યોતિ મારી પડખે ઊભી રહી છે કોઈ પણ અપેક્ષા વગર.

ધોરણ 9 માં હું જ્યોતિના પ્રેમમાં પડ્યો હતો,હું મુંબઈની સામાન્ય ચોલમાં રેહતા એક સામાન્ય ઘરનો દીકરો ને જ્યોતિ એક ધનાઢ્ય પિતાની દીકરી. કહાની પૂરી ફિલ્મી હે પર મારા નાનકડા ઘરને સ્વર્ગ બનાવ્યું મારી પ્રેમિકા કમ પત્ની જ્યોતિએ.
આ તો થઈ મારી પર્સનલ લાઇફની વાત પણ આજે વેલેન્ટાઇન ડે છે એટલે પ્રેમની વાત કરીએ.

પ્રેમનો એકરાર, સ્વીકાર,આભાર અને આવકારનો દિવસ એટલે પ્રેમ. પ્રેમ એ ઉત્તેજના પણ છે. એને ઓળખી ના શકાય કારણકે આભાસ છે. પ્રેમ,શણગાર,સેક્સ કોઈ કશાકથી ઉત્તેજના સાથે લાગણી થાય છે એને પ્રેમ નામ આપવામાં આવે છે પણ પ્રેમ નથી આર્કષણ છે.

પરિપક્વતા સાથે સમજણ અને લાગણી કેળવાય એટેલે પ્રેમ નામની સુવાસ મહેકવાનું શરૂ કરે છે. નાના લાલે શુદ્ધ પ્રેમનું નાટક લખ્યું હતું એનું નામ છે જયા જયંત. પ્રેમને નાના લાલે પરબ્રહ્મ સાથે સાકળ્યો છે.

લા મિજરેબલના પાત્રો જીન અને વાલજીન પણ મને ગમે છે. કનૈયાલાલ મુન્શીના મંજરી કાક મંજરી પણ ગમે છે .

માણસ પ્રેમ પામ્યા વગર જીવી શકે પણ કોઈને પ્રેમ કર્યા વગર રહી નથી શકતો. મન એ વાંદરું છે ગુલાટ મારવાનું ચૂકતું નથી એટલે કોઈ પ્રેમ કર્યા વગર કેવી રીતે રહી શકે.

પ્રેમને કે વેલેન્ટાઇન ડેને યુવાન હૈયાના પરિપ્રેક્ષ્યમાં જોવામાં કેમ આવે છે. પ્રેમ એ સર્વ વ્યાપી છે આબાલ વૃદ્ધ, પ્રેમી પ્રેમિકા પતિ પત્ની ભાઈ બહેન, માં દીકરો કોઈ પણ સગપણ ના નામ વગર દુનિયામાં જેનો વ્યાપ છે એનું નામ છે પ્રેમ. પ્રેમ એ ભાવ વાચક શબ્દ છે સંજ્ઞા વાચક નથી. એટલે બિનશરતી અપેક્ષા વગરનો પ્રેમ શરૂ થશે એટલે 365 દિવસ જીવનમાં પ્રેમી પ્રેમીકા ને પતિ પોતાની પત્નીને કેહશે 'તું જ મારી મોસમ'
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
2 + 9

 
(3)
Latest | Popular
 
Advertisement
 

Top News

 

Bollywood

 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

 

Jokes

 

Most Read