V'DAY : ઈશ્ક કો હમ ઈશ્ક હી હમ સમજે નહીં ઔર એ ફિરાક!

 
Source: જવાહર બક્ષી     Designation: ગઝલકાર અને કવિ
 
 
 
| Email  Print Comment
 
 
 
 
http://unified.bhaskar.com/city_blogger_author_images/thumb_image/100182_thumb.jpg ઈશ્ક કો હમ ઈશ્ક હી હમ સમજે નહીં ઔર એ ફિરાક!
મેહેરબા ના મેરહબા ક્યાં ક્યાં સમજ બેઠે થે હમ
ફિરાક ગોરખપૂરી

પ્રેમ શબ્દ એટલા અર્થોમાં વપરાય છે જેટલા તેના વાપરનારા છે.
આપણે જેને પ્રેમ કહીયે છીએ તે પ્રેમ છે કે નહીં તેની તપાસ પણ કરતાં નથી.
બાળપણમાં કે પછી જે વ્યક્તિ, વસ્તુ કે પશુ તરફની લાગણી પ્રેમ કેહવાય છે.
યુવાનીમાં આકર્ષણ કે મોહને પ્રેમ કહીએ છીએ. આ જ પ્રમાણે
સાથ,સૌબત, સમર્પણ,ત્યાગ, વફાદારી વગેરે પ્રેમ ગણાય છે.

પ્રેમ એટ્લે આ કે તે એવી એક વાક્યની વ્યાખ્યાઑ હજારો છે.
માણસના અસ્તિત્વના ચાર સ્તર છે. આદિ ભૌતિક
એટ્લે દૈહિહ અને સામાજિક, આદિ દૈવીક એટ્લે
ચેતનાના મન, બુદ્ધિ અને અહંકારના
સ્વરૂપો તથા આદિ આત્મિક એટ્લે જન્મો જનમ યાત્રા કરતાં
આપના જીવનું શુદ્ધ સ્વરૂપ. ચોથો સ્તર એટલે
વિશ્વના દરેક આત્માનું મૂળ જેને પરમાત્મા કહી
શકાય તે. આપણા અસ્તિત્વનો મૂળ સ્વભાવ એટ્લે પ્રેમ.

વૈદિક સંસ્કૃતિ પ્રમાણે આખી દુનિયાનો આનદ અને આત્મા પરમાત્માનો આનદ
બંને માણવાના હોય છે. પૂર્ણમ અદહ પૂર્ણમ ઇદમ એટ્લે દરેકે બસો ટકા આનદ
લેવાનો હોય છે.
આદિ કવિ નરસિહ મેહતા કહે છે'વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ
થયો એ જ આ છે.
દરેક સ્તર પર પ્રેમનો અર્થ,આવિષ્કાર અને આનદ અલગ અલગ હોય છે એ માણતા માણતા
જયારે ચેતના શુદ્ધ થાય ત્યારે સાચા પ્રેમનો અનુભવ થાય છે. માં જેમ બાળકને
પ્રેમ કરે છે તેમ પરમાત્મા જેને
સૂફીઑ પ્રિયતમાં અથવા માશૂક કહે છે તે આશિકને પ્રેમ કરે છે.

આ પ્રેમની અનુભૂતિ કરવાની ક્ષમતા અથવા પાત્રતા કેળવવી એ જ
મોટો પુરુષાર્થ છે. એટ્લે એમ કહી શકાય કે પરમાત્મા એ દરેક જીવને
આનદ કરવાની સ્વતંત્રા આપી છે તે પ્રેમ છે.

પ્રેમ વ્યક્તિ ગત હોય કે વૈશ્વિક, પ્રેમ અનુભવ કરવો એ મનુષ્ય જીવનની
ધન્યતા છે. તેમાં પણ પ્રેમની લીલાનું રમતિયાળપણું
અને આનદ માણવો----બસ આ લીલા ચાલતી જ રહે. ચાલતી જ રહે ......પ્રેમ ની લીલા

'ભરપૂર હોઉ તોયે તને ઝનખ્તો રહું, તું આ ભર્યા ભર્યા પણ ને ઓળખી ન જાય

જવાહર બક્ષી

(ગુજરાતના જાણીતા શાયર અને ગઝલકાર )વાલ્કેશ્વર સ્થિત રહે છે.
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
7 + 7

 
Advertisement
 

Top News

 

Bollywood

 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

 

Jokes

 

Most Read

 
 

Photogallery