તમે મકરસંક્રાંતિ નિમિતે કેસર અને તલના લાડુ જરૂરથી બનાવજો

 
Source: સંજીવ કપૂર     Designation: માસ્તર શેફ
 
 
 
| Email  Print Comment
 
 
 
 
http://unified.bhaskar.com/city_blogger_author_images/thumb_image/100172_thumb.jpg ઉતરાયણનું પર્વ નજીક છે મકરસંક્રાંતિ નિમિતે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતી પરિવારોમાં તલના લાડુ અને ચીક્કી બનાવવામાં આવે છે. વાચકો અને ગૃહિણીઓને ખાસ કહું તો મેરઠની રેવડી, લોનાવાલા દિલ્હી અને રાજકોટની ચીક્કી પણ મશહુર છે. તો ચાલો શરુ કરીએ તલ અને કેસરના કોમ્બીનેશન લાડુ બનાવવાની
પેહલા તલને સાફ કરી લો. એક પેન લઇ એને ગેસ ઉપર ગરમ કરવા મુકો.
ત્યાર બાદ પેનમાં તેલને ગરમ કરો, તેલ ગરમ થાય એટલે એમાં
તલને હલકા બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. તલ શેકાઈ જાય એટલે એને
મિક્સીમાં પીસી લો. બીજી કઢાઈમાં માવાને હલકો બ્રાઉન થાય ત્યાં સુધી
રેહવા દો. તમે માવાને માઇક્રોવેવમાં પણ રાખી શકો છો.
માવા,પીસાયેલા તલ,બુરું, ખાંડ, એલચી પાવડર અને કાજુના ટુકડાને
ભેગા કરી દો. કેસરને એક નાની વાડકીમાં થોડું ગરમ કરો એ ઠંડુ પડે પછી એને ઉપરમાં મિશ્રણમાં ભેળવી દો. ધ્યાન રાખો કે મિશ્રણને વારંવાર ચમચાથી હલાવશો નહિ. તમે મિશ્રણને સીલીકોન સીટ ઉપર મૂકીને પણ લાડુના મિશ્રણને વાળી શકો છો. તમે ટેબલ ટેનીસના બોલના આકારના લાડુ પણ બનાવી શકો છો કે એનાથી મોટા આકારના લાડુ પણ બનાવી શકો છો.
તલ અને કેસરની સુગંધથી મોઢામાં પાણી આવે એ સ્વાભાવિક છે તો રાહ
કોની જુઓ છો પતંગ ચગાવતા ને લાડુ ખાતા ઉતરાયણની મજા માનો.

સામગ્રી
કેસર (એક નાની કટોરી)
તલ (ધોયેલા સફેદ )(૩ કપ )
માવો (૧/૨ કપ )
બુરું (૩ કપ )
ખાંડ (સ્વાદ અનુસાર )
કાજુ ૧૦૦ ગ્રામ
નાની એલચી (બારીક વાટવી )

આ ફૂડ બ્લોગના લેખક સંજીવ કપૂર ભારતનામશહુર શેફ છે અને ઉદ્યોગ સાહસિક પણ છે. તેમનો ફેમસ ફૂડ શો ખાના ખઝાના ગૃહિણીઓનો ફેવરીટ શો હતો. આ ફૂડ શો નું પ્રસારણ
૧૨૦ દેશોમાં થતું હતું.
સંજીવ કપૂરનું ફૂડ ફૂડ
ચેનલથી તો લોકો પરિચિત છે.
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
7 + 10

 
Advertisement
 

Top News

 

Bollywood

 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

 

Jokes

 

Most Read