Best of City

મુંબઈ ડબ્બાવાળા

ડબ્બાવાળાઓની આ કામગીરી એટલી સચોટ છે ક દર ૧૬ લાખ ડબ્બામાંથી માત્ર એક જ ડબ્બો ખોટા વ્યક્તિને પહોંચે છે.કોઈ પણ જાતની ટેકનોલોજી વગર તેઓ આ કામ કરી શકે છે કારણકે તેમને કયો ડબ્બો કોનો છે અને ક્યાં પહોંચાડવાનુ છે તે યાદ રાખવાની આદત પડી ગઈ છે.ડબ્બાવાળાઓએ તાજેતરમાં રેલ્વે સમક્ષ મુંબઈની ટ્રેનોના લગેજ કંપાર્ટમેન્ટમાં સવારના બે કલાકના રીઝર્વેશનની માંગણી કરી છે.જેથી લોકોના ટીફીનની હેરફેર કરવામાં તેમને સરળતા રહે. -૧૯૯૦માં ડબ્બાવાળા ટીફીન પહોંચાડવા માટે એક મહિનાના ૨ રૃપિયા લેતા હતા.આજે તેઓ મહિને ૪૦૦ રૃપિયા ચાર્જ કરે છે.જે મોંઘાવારીના જમાનામાં પ્રમાણમાં તો સસ્તુ જ કહી શકાય. --૧૨૦ વર્ષના ઈતિહાસમાં ડબ્બાવાળાઓએ ક્યારેય હડતાળ પાડી નથી.માત્ર એક વખત અન્ના હજારેના સમર્થનમાં તેઓ હડતાળ પર ઉતર્યા હતા અને તે પણ લોકોના કહેવા પર. ---દરેક ડબ્બાવાળો રોજ પોતાના માથા પર જે ટીફીનો ઉંચકીને ચાલે છે તેનુ વજન ૭૦ કીલો જેટલુ થવા જાય છે.ડબ્બાવાળાઓની પ્રામાણીકતા પર મુંબઈગરાઓને સહેજ પણ સંદેહ નથી.ઘણી વખત ગૃહિણીઓ પોતાના પતિ મોબાઈલ ભુલી ગયા હોય તો તે ટીફીનના એક ખાનામાં મુકીને ઓફીસમાં ડબ્બાવાળા થકી પહોંચાડે છે. ---ડબ્બાવાળા વર્ષમાં માત્ર બે જ વખત એકાદશી અને મહાશીવરાત્રી એમ માત્ર બે તહેવાર માટે રજા લે છે. ---મુંબઈ સીવાય અન્ય કોઈ પણ શહેરમાં ડબ્બાવાળા આ વ્યવસાય કરી શકે તેવી કોઈ શક્યતા નથી.કારણકે મુંબઈમાં લોકલ ટ્રેન લોકોની લાઈફલાઈન છે અને ડબ્બાવાળાઓનો વ્યવસાય પણ તેના પર જ નિર્ભર છે. ---છેલ્લા ૨૦ વર્ષથી ડબ્બાવાળાઓના ગ્રાહકોમાં વધારો કે ઘટાડો નોંધાયો નથી.

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
10 + 6

 
Advertisement

RECOMMENDED