Best of City

મુંબા દેવી

મુંબા દેવીના દર્શન વગર મુંબઈની યાત્રા અધૂરી ગણાય છે. મુંબઈની કુળદેવી છે માં મુંબા દેવી. કરોડો મુંબઈગરાની શ્રદ્ધાનું પ્રતિક છે મુંબા દેવી મંદિર. આ શક્તિ મંદિરનું મૂળ સ્થાન એટ્લે વિકટોરિયા ટર્મિનસ એટ્લે વીટી સ્ટેશન. આ વીટી સ્ટેશન જ્યાં છે ત્યાં પેહલા બોરી બંદર હતું. મુંબઈ ટાપુ પર રેહતા કોળી માછીમારોની દેવી એટ્લે માં મુંબા. એક લોકવાયકા મુજબ મુંબારકા નામના ક્રૂર દૈત્યએ જ્યારે શહેરને રંજાડવાનું શરૂ કર્યું એટલે શહેરવાસીઑએ બ્રહ્માજીને આજીજી કરી સૃષ્ટિના સર્જક બ્રહ્મદેવએ પોતાના શરીરમાથી અષ્ટભુજા દેવીને ઉત્પન્ન કરી. દેવીએ મહાકાય મુંબારકા નામના અસુરને માત કર્યો,માંની શક્તિને હારી ગયેલા મુંબારકા એ દેવીને અરજ કરી કે માં પોતાની શક્તિના પ્રતિકરૂપે એક મંદિરનું સર્જન કરે અને મંદિરના નામમાં પણ તેના નામનો સંકેત હોય. કેટલાક માં મુંબાના મંદિરની ઉત્પત્તિ વર્ષ 1675 ની આસ પાસ હોય એવું માને છે. મરાઠી શબ્દ મુંબા સંસ્કૃત મહા-અંબા પરથી આવ્યો છે તેવું લોકો માને છે. મહા અંબા પરથી મુંબાઇ થયું, આઈ એટ્લે માં. મુંબઈ ટાપુ પર રેહનારા મૂળ કોળી માછીમારો અને મીઠું પકવનારા અગરીયા સમુદાયોની મુંબા કુળદેવી હતી.

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
1 + 6

 
Advertisement

RECOMMENDED