Best of City

કેફે લિયોપોલ્ડ

કેફે લિયોપોલ્ડ નું નામ આવે એટલે મુંબઈગરા 26મી નવેમ્બરની રાત અને આતંકની અરેરાટીને જ પેહલા યાદ કરે એમાં કોઈ બેમત નથી . મુબઈના ઈતિહાસવિદ અમૃત ગંગરનું આ પ્રિય કેફે છે . લિયોપોલ્ડ કેફે 137 વર્ષ પેહલા જથ્થાબંધ તેલ વેચવાની દુકાન હતી, 1880-90 ના દાયકામાં લિયોએ તેનું સાંપ્રત સ્વરૂપ ધારણ કર્યું હશે . લિયોપોલ્ડ કેફેના હાલમાં માલિક છે ઝોરોસ્ત્રિયન ફરહાંદ જેહાની ને ફર્ઝાદ જેહાની . તેમના વડલા સાડાસાત દાયકાથી આ કેફે ચલાવતા આવ્યા છે . કેફેની દીવાલ પર હજી હોલીવુડના હીરો કે રોક સ્ટાર જેમ્સ ડીન અને એલ્વિસ પ્રેસલીના ફોટા તેમજ વિવિધ પ્રકારના બિયરની જાહેરાતોના ચિત્રો જોવા મળે છે .ઓસ્ટ્રેલિયન લેખક ગ્રેગરી ડેવિડ રોબર્ટ્સ તેમની નવલકથા "શાંતારામ"(2003)માં કરેલા દીર્ઘ ઉલ્લેખો પછી લિયોપોલ્ડ કેફેની નામના ઔર વધી ગઈ હતી . ત્રાસવાદી હુમલાના પાંચમા દિવસે જ લિયોપોલ્ડ કેફે ધમધમવા માંડ્યું હતું . લિયોપોલ્ડમાં થયેલા ત્રાસવાદી હુમલામાં ચાર વિદેશી , બે લિયોપોલ્ડના કર્મચારી સહીત 6 ભારતીય નાગરિકોનો ભોગ લેવાયો હતો . "શાંતારામ" નવલકથા આધારિત ફિલ્મનું પણ નિર્માણ થઇ રહ્યું છે . ગ્રેગરી ડેવિડ રોબર્ટ્સ કેફે લિયોપોલ્ડ ને કયારેક કોલાબા પોલીસ સ્ટેશન સામે આવેલા "અનઓફીસીશિયલ ફ્રી ઝોન કહે છે તો કયારેક તેને "બહુવિધ સમાજ" તરીકે વર્ણવે છે .

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
9 + 5

 
Advertisement

RECOMMENDED