Best of City

તાજમહાલ હોટેલ

થોભો , અહીં ફક્ત પ્રવેશ ગોરાઓ માટે જ છે એમ કેહવામાં આવતા", દુખી થવાને બદલે પડકાર ઝીલી લઇને ઝોરોસ્ત્રિયન જમશેદજી ટાટાએ મનમાં ગાઠ વાળી કે, બ્રિટીશર કરતા વધુ આલીશાન હોટેલનું તેઓ નિર્માણ કરાવશે . ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિનો સામનો સત્યાગ્રહના હથિયારથી કર્યો હતો, પણ જમશેદજીએ તો સંકલ્પશક્તિ દ્વારા અંગ્રજોનું નાક કાપીને ગૌરવ સમી તાજ હોટેલ ઉભી કરીને ભારતીયોને સન્માન અપાવ્યું . આમાં મુંબઈગરાનું સ્વાભિમાન ને દેશપ્રેમ પણ તો ખરો જ . સંશોધકના મત મુજબ એ વખતના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના બ્રિટીશ તંત્રીના સુચનથી જમશેદજી ટાટાએ તાજ મહાલ હોટેલ બાંધી હતી . આ પાંચ સિતારા હોટલનું મકાન 1903ના વર્ષમાં બંધાઈ ચુક્યું હતું . એટલે 107 વર્ષ પેહલા 16 ડીસેમ્બર 1903ના દિવસે તેમાં સૌ પ્રથમ મેહમાનો પ્રવેશ્યા હતાં . તેના ઇન્ડોસારાસેનિક શૈલીના સ્થાપત્ય ભવ્ય મકાનમાં જુદી જુદી કક્ષાનાં કુલ 565 ઓરડાઓ છે . આ મકાનના મૂળ ભારતીય આર્કિટેક હતાં સીતારામ ખાંડેરાવ વૈદ્ય અને ડી . એન . મિર્ઝા . પછી એ પ્રોજેક્ટને પૂરો કરનાર હતા બ્રિટીશ ઈજનેર ડબલ્યુ એ . ચેમ્બર્સ . મકાનને બાંધનારા પારસી સજ્જનનું નામ હતું ખાનસાહેબ સોરાબજી રતનજી કોન્ટ્રેકટર . હોટેલની મધ્યનો જે સુંદર દાદરો છે જેને ફ્લોટિંગ સ્ટેરર્કેસ કહે છે . તેની ડીઝાઇન સોરાબજી બાવાએ કરી હતી . એ વખતે હોટેલના નિર્માણનો ખર્ચ અઢી લાખ પાઉન્ડ થયો હતો

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
9 + 4

 
Advertisement

RECOMMENDED