Home >> Maharashtra >> Latest News >> Mumbai
 • મુંબઈ: મહિલા પર ગેન્ગરેપ પછી પાંચમા માળેથી રહસ્યમય રીતે પટકાઈ
  મુંબઈ: મુંબઈમાં ઉત્તર પ્રદેશથી નોકરીને બહાને લાવવામાં આવેલી 27 વર્ષની મહિલા પર બે જણે ગેન્ગરેપ કર્યા પછી દક્ષિણ મુંબઈના એક મકાનમાંથી રહસ્યમય રીતે નીચે પડીને ગંભીર રીતે ઈજા પામી છે. બંને આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આજે પરોઢિયે આ મહિલા પાયધુની વિસ્તારના મકાનના એક ડક્ટમાં પડેલી મળી આવી હતી. તેને નજીકની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની પર ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે. ડીસીપી જ્ઞાનેશ્વર ચૌહાણે જણાવ્યું હતું કે ગેન્ગરેપનો ગુનો દાખલ કરીને બે જણની ધરપકડ કરાઈ છે. નોકરીને...
  March 18, 04:12 AM
 • બોલીવુડવાળાના મોઢામાં અત્યારે શા માટે બૂચ લાગ્યું છે: ઉદ્ધવ
  મુંબઈ: નાહિદ આફરીન પ્રકરણે શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બોલીવુડની ટીકા કરતા જણાવ્યું હતું કે હંમેશાં અસહિષ્ણુતા, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય વગેરે માટે ગળું ફાડનારા બોલીવૂડવાળાઓએ આ પ્રકરણે સગવડભર્યું મૌન ધારણ કર્યું છે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે છાતી પીટતા તમારા એ બોલીવુડવાળા પણ હંમેશાં અગ્રેસર હોય છે તો આફરીન પર થતા અન્યાય બાબતે તે બોલીવુડવાળાના મોઢામાં અત્યારે શા માટે બૂચ લાગેલ છે એવો સવાલ પૂછ્યો હતો. સામનાના તંત્રીલેખ થકી ઉદ્ધવ ઠાકરેએ પોતાનો સંતાપ વ્યક્ત કર્યો હતો. સંજય લીલા...
  March 18, 04:10 AM
 • સરકારને માથે 3 લાખ કરોડનું દેવું, બેન્કોમાં 1 લાખ કરોડની એફડી
  મુંબઈ: રાજ્ય સરકારને માતે રૂ. 3 લાખ કરોડનું દેવું છે ત્યારે તેના વિવિધ વિભાગોએ અનેક સરકારી બેન્કોમાં રૂ. 1 લાખ કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) રાખી હોવાનું બહાર આવ્યું છે નાણાં વિભાગે ઓચિંતાં જ તપાસ કરતાં આટલા મોટા પાયા પર એફડી હોવાનું બહાર આવ્યું છે. હવે આ રકમ નોન બેન્કિંગ ફાઈનાન્સ કોર્પોરેશન સ્થાપીને તેમાં જમા કરવાનો નિર્ણય નાણાં વિભાગી લીધો છે. કોર્પોરેશનમાં આ રકમ જમા થવા પર વિકાસકામો માટે તે ઉપલબ્ધ થઈ શકશે એવું ગણિત નાણાં વિભાગે બનાવ્યું છે. સરકારના વિવિધ વિભાગોએ રૂ. 50 કરોડથી અને કરોડો...
  March 18, 03:59 AM
 • મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદથી મૃત્યુ પામનારના કુટુંબને 4 લાખની મદદ
  સોલાપુરઃ રાજ્યમાં અનેક ઠેકાણે કમોસમી વરસાદને કારણે મૃત્યુ પામનાર વ્યક્તિના કુટુંબને 4 લાખ રૂપિયાની મદદ આપવાની ઘોષણા કૃષિ રાજ્યમંત્રી સદાભાઉ ખોતે કરી હતી. કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલ વ્યક્તિ ખેડૂત હશે તો એના કુટુંબીજનોને ગોપીનાથ મુંડે અકસ્માત વિમા યોજના અંતર્ગત 2 લાખ રૂપિયાની મદદ કરવાની સ્પષ્ટતા પણ તેમણે કરી હતી. સદાભાઉ ખોતે પંઢરપુરના કરાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો કયાસ કાઢ્યો હતો. એ સમયે કમોસમી વરસાદમાં મૃત્યુ પામનારા વ્યક્તિના વારસદારોને 4 લાખ રૂપિયાની મદદ...
  March 17, 03:06 AM
 • મહારાષ્ટ્રમાં બોર્ડનું પ્રશ્નપત્ર ફોરવર્ડ કરનારા પણ મુશ્કેલીમાં
  મુંબઈઃ બારમા ધોરણના પેપર વોટ્સએપ પર ફૂટી તા એ વાયરલ થયા પ્રકરણે વાશી પોલીસે કરેલી કાર્યવાહી બાદ અનેક જણે રાહતનો શ્વાસ લીધો હતો. પણ એ પછી મુંબઈના અનેક વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થાય અેવી શક્યતા છે. આ પેપર વોટ્સએપ પર ફોરવર્ડ કરનાર અનેક વિદ્યાર્થીઓ પર બોર્ડ કાર્યવાહી કરશે. પોલીસે આપેલા અહેવાલમાં જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલા હશે તેમને પર કાર્યવાહીનો દંડુકો ઉગામવામાં આવશે. રાજ્ય શિક્ષણ મંડળ તરફથી લેવામાં આવતી બારમા ધોરણની પરીક્ષા દરમિયાન મુંબઈ વિભાગમાંથી એક પછી એક ચાર પેપર...
  March 17, 03:01 AM
 • ભાજપનો યુટર્ન: BMCની વોર્ડ સમિતિના અધ્યક્ષની ચૂંટણી લડશે
  મુંબઈઃ મુંબઈ મહાપાલિકામાં મેયર પદ અને કોઈ પણ સમિતિની ચૂંટણી ન લડવાની ઘોષણા કરનાર ભાજપે યુટર્ન લેતા મહાપાલિકાની વોર્ડ સમિતિના અધ્યક્ષ પદની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. ભાજપમાં આ વખતે પ્રથમ વખત નગરસેવક તરીકે ચૂંટાઈ આવેલાની સંખ્યા વધુ છે. એમાંના અનેકને કમસે કમ વોર્ડ સમિતિના અધ્યક્ષ પદની સત્તા ભોગવી શકે એ માટે આ નિર્ણય લેવાયો હોવાનું સૂત્રોએ કહ્યું છે. મુખ્યમંત્રી ફડણવીસે મેયર પદ અને અન્ય સમિતિઓની ચૂંટણી ન લડવાની ઘોષણા કર્યા પછી ભાજપને મહત્ત્વની સમિતિઓ અને પદ મળવાની તક નગરસેવકોએ ગુમાવી...
  March 17, 02:24 AM
 • મુંબઈ: લોન માફી ચર્ચા માટે CM તૈયાર, વિપક્ષ નહીં
  મુંબઈ: ખેડૂતોને લોન માફી આપવાને મામલે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ ચર્ચા કરવા માટે તૈયાર છે એવી માહિતી સહકાર મંત્રી ચંદ્રકાંત પાટીલે આજે વિધાન પરિષદમાં કરી હતી. જોકે વિરોધી પક્ષના સભ્યોએ સરકાર તાત્કાલિક આ નિર્ણય જાહેર કરે એવી માગણી કરી હતી. - ખેડૂતોને લોન માફી મુદ્દે બંને ગૃહનાં કામકાજ ઠપ કર્યાં, શિવસેના પણ વિપક્ષ સાથે વિરોધમાં જોડાઈ પ્રશ્નોત્તરી કલાક દરમિયાન વિરોધી પક્ષ નેતા ધનંજય મુંડેએ જણાવ્યું હતું કે લાગલગાટ સાતમા દિવસે અમે ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફીની માગણી કરી રહ્યા છીએ....
  March 16, 02:58 AM
 • CM કરજ માફીના મુદ્દે PM પાસે નિવેદન આપે: શિવસેના
  મુંબઈ: ખેડૂતોની કરજમાફીના સંદર્ભે શિવસેનાના મંત્રીઓએ બુધવારે મુખ્યમંત્રીની મુલાકાત કરી હતી. આ બેઠકમાં શિવસેનાના પરિવહન મંત્રી દિવાકર રાવતે કરજમાફીના બાબતે મુખ્યમંત્રીએ વડાપ્રધાન સમક્ષ નિવેદન કરવું એવી માગણી કરી હતી. એ પછી વડાપ્રધાન જે જવાબ આપશે એ મહારાષ્ટ્રની જનતાને જણાવવું એવી માગણી શિવસેનાએ કરી હતી. વડાપ્રધાનના જવાબ પર જ સભાગૃહનું કામકાજ ચાલવા દેવું કે નહીં એ અમે નક્કી કરશું એમ રાવતે જણાવ્યું હતું. ખેડૂતોની કરજમાફીના સંદર્ભે શિવસેનાના મંત્રીઓ પણ વડાપ્રધાનને ટૂંક સમયમાં મળશે....
  March 16, 02:55 AM
 • વિધાનમંડળમાં બહુમતી સિદ્ધ કરવા માટે વિરોધી પક્ષને ભાજપને પડકાર
  મુંબઈ: રાજ્યમાં ભાજપના નેજા હેઠળની સરકારને શિવસેના ટેકો આપે છે કે કેમ તે વિશે શંકા ઉપસ્થિત કરીને વિધાન પરિષદમાં વિપક્ષી નેતા ધનંજય મુંડેએ આજે વિધાનમંડળમાં ભાજપને બહુમતી સિદ્ધ કરવા માટે પડકાર્યો હતો. રાજ્યપાલ વિદ્યાસાગર રાવના 6 માર્ચે પ્રથમ દિવસે થયેલા ભાષણ પર આભાર વ્યક્ત કરતો ઠરાવ પર ચર્ચા માટે આજે ગૃહનું કામકાજ શરૂ થયું ત્યારે મુંડેએ જણાવ્યું હતું કે જો શિવસેના સરકારને ટેકો આપતી ન હોય અને ખેડૂતોને લોન માફી માટે માગણી કરતી હોય તો રાજ્યપાલનું ભાષણ ગેરબંધારણીય ઠરે છે. યુતિના બંને...
  March 16, 02:52 AM
 • લોકમાન્ય ટિળકનાં વારસ મુક્તા ટિળક પુણેનાં મેયરપદે
  પુણે: પુણે મહાપાલિકાના મેયર પદ પર બુધવારે અપેક્ષા મુજબ ભાજપના મુક્તા ટિળક બિરાજમાન થયા હોઈ પુણેના ઈતિહાસમાં પ્રથમ વખત મહાપાલિકામાં કમળનું ફૂલ ખીલ્યું છે. મુક્તા ટિળક લોકમાન્ય બાળ ગંગાધર ટિળકના પ્રપૌત્ર શૈલેષ ટિળકના ધર્મપત્ની છે. પુણે મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપે ન ભૂતો ન ભવિષ્યતિ કામગિરી કરીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી. ભાજપના 98 નગરસેવક ચૂંટાઈ આવ્યા હતા. તેથી બુધવારે મેયર પદની ચૂંટણી ફક્ત ઔપચારિકતા હતી. મુક્તા ટિળકની ઉમેદવારી જાહેર થઈ ત્યારે જ તેમના ગળામાં મેયર પદની માળા નિશ્ચિત હતી....
  March 16, 02:36 AM
 • શિવસેનાએ રાજ્ય સરકાર છોડી દેવી જોઈએ : મુંડે
  મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસપરિષદમાં વિપક્ષના નેતા ધનંજય મુંડેએ માગણી કરી હતી કે ખેડૂતોને કરજ માફીના મુદ્દે શિવસેનાએ તેમના ધારાસભ્યોને ગૃહમાં આક્રમક વલણ અપનાવવાનું જણાવવાના બદલે ભાજપના નેતૃત્વની મહારાષ્ટ્ર સરકારમાંથી નીકળી જવું જોઈએ. ખેડૂતોને કરજ માફીની માગણી કરતાં શિવસેનાના ધારાસભ્યો વેલમાં ધસી આવે છે જ્યારે તેમના જ પક્ષના લોકો આ જ સરકારમાં મંત્રીપદ પર બિરાજમાન છે. આ બધું શું છે. આ શિવસેનાનું બેવડું વલણ છે. ઉલ્લેખનીય છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેમના નેતાઓને ખેડૂતોને કરજ...
  March 15, 03:24 AM
 • ખેડૂતોને લોન માફી માટે બજેટ સત્ર યોગ્ય સમય : કોંગ્રેસ
  મુંબઈઃ ચાર દિવસ હોળીની રજા પછી આવતીકાલથી વિધાનમંડળનું બજેટ સત્ર બુધવારથી પાછું શરૂ થઈ રહ્યું છે ત્યારે ખેડૂતોને લોન માફી અપાવવા માટે વિરોધી પક્ષ કોંગ્રેસે વધુ આક્રમક બનવાનાં એંધાણ આપ્યાં છે. વિધાનસભામાં વિરોધી પક્ષ નેતા રાધાકૃષ્ણ વિખે- પાટીલે જણાવ્યું હતું કે વર્તમાન બજેટ સત્ર લોન માફી જાહેર કરવા માટે યોગ્ય સમય છે. મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે એવું કહ્યું હતું કે સરકાર લોન માફીની વિરુદ્ધ નથી, પરંતુ તે યોગ્ય સમયે જાહેર કરાશે. તેમાં ટાંકીને રાધાકૃષ્ણ આક્રમક બન્યા છે. આવતીકાલે...
  March 15, 03:11 AM
 • મુંબઈ: મુંબઈગરા હવે પ્રતીકાત્મક બાંદરા વરલી સી લિંકની પાર્શ્વભૂમાં સમુદ્રમાં તરતી હોટેલમાં ખાઈ- પી શકશે. શહેરમાં પ્રથમ તરતી હોટેલ અથવા ફ્લોટેલનું શનિવારે સાંજે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને હસ્તે ઉદઘાટન થયુ હતું. આ ફ્લોટેલ બાંદરા વરલી ટોલ પ્લાઝા નજીક છેલ્લા થોડા મહિનાઓથી લાંગરવામાં આવ્યું છે અને સીલિંક નજીક જેટ્ટીથી તેમાં જઈ શકાય છે, ટોલ પ્લાઝાથી 500 મીટર દૂર છે. આ ફ્લોટેલ એબી સેલેસ્ટિયલ યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં બંધાયું છે. CM ફડણવીસને હસ્તે ઉદઘાટન થયું, દરિયામાં ભોજનનો સ્વાદ...
  March 12, 12:11 AM
 • મુંબઈ: હોળી અને ધુળેટીના આનંદ પર કોઈ અનુચિત ઘટનાનો ઓછાયો ન પડે એ માટે આ વર્ષે સુરક્ષા માટે વિશેષ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. શહેરના સંવેદનશીલ પરિસરોમાં પોલીસની વિશેષ ગાડીઅો સતત ફરતી રહેવાની હોઈ દારૂડિયાઓને અંકુશમાં રાખવા વિશેષ નાકાબંધી ઝુંબેશ પણ ચલાવવામાં આવશે. હોળી અને ધુળેટીના દિવસે મહિલાઓની સુરક્ષા બાબતે વિશેષ કાળજી લેવામાં આવશે. મહિલાઓ પર રંગ નાખવો, તેમની છેડતી કરવી જેવી ઘટનાઓ પરથી અનેક વખત વિવાદ ઊભા થાય છે. ખાસ કરીને રેલવે, બસમાંથી પ્રવાસ કરતી મહિલાઓ પર રંગીન પાણી ભરેલા ફૂગ્ગા...
  March 12, 12:06 AM
 • રામગોપાલ વર્મા જેવા લોકોની જગ્યા જેલમાં જ છે: ઉદ્ધવ
  મુંબઈ: ફિલ્મ નિર્માતા રામગોપાલ વર્માએ મહિલા દિવસે મહિલા વિશે કરેલા વિવાદગ્રસ્ત ટ્વીટ સામે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ આકરું વલણ લીધું છે. રામગોપાલ જેવા લોકોને મહારાષ્ટ્રમાં માથું ઊંચું કરીને જીવવાનો કોઈ અધિકાર નથી. તેમની જગ્યા જેલમાં જ છે એ પારદર્શક સરકારે ધ્યાનમાં રાખવું જોઈ એમ કહીને ઉદ્ધવ ઠાકરેએ સરકારને પણ ચીમટો ભર્યો છે. સૈનિક પત્નીના કરેલું અપમાન જેટલું ઘૃણાસ્પદ છે વર્મા, સંજય લીલા ભણસાલી અને ભાજપના સસ્પેન્ડેડ વિધાનસભ્ય પ્રશાંત પરિચારકે મહિલાઓની કરેલી બદનામીની ટીકા...
  March 11, 04:20 AM
 • પૈસો જીત્યો, કામ હારી ગયું, આ છેલ્લી હાર: રાજનું દુ:ખ
  મુંબઈ: ગત મહાપાલિકાની ચૂંટણીમાં મનસેએ જોયેલી છેલ્લી હાર હશે, એવો દાવો કરીને મનસે પ્રમુખ રાજ ઠાકરેએ 2019ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવાનો આદેશ આપ્યો છે. આ જ રીતે કરેલાં વિકાસકામો અને ચૂંટણીનો કોઈ સંબંધ હોતો નથી એ બાબત મારા ધ્યાનમાં આવી હોઈ આ પછીની ચૂંટણી જીતવા માટે જે જરૂરી છે તે બધું જ મનસે પણ કરશે, એમ કહીને ચૂંટણીની આડમાં શિવસેના અને ભાજપ પર પણ અપ્રત્યક્ષ રીતે ટીકા કરી હતી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના 11મા સ્થાપના દિવસે પાર્ટીના પ્રમુખે વ્યક્ત કરી પીડા મનસેના 11મા સ્થાપના દિવસે...
  March 11, 04:16 AM
 • મુંબઈ: બારમા ધોરણનું કોમર્સનું વધુ એક પેપર ફૂટ્યું
  મુંબઈ: બારમા ધોરણની પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટનાઓ અટકતી નથી. મુંબઈમાં શુક્રવારે બારમા ધોરણની કોમર્સ શાખાનું બુક કિપિંગ એન્ડ એકાઉન્ટન્સીનું પેપર ફૂટી ગયું હતું. કાંદીવલીમાં ડો. ટી.આર. નરવણે કોલેજમાં આ ઘટના બની હતી. વિદ્યાર્થીઓને પૂછપરછ માટે તાબામાં લેવામાં આવ્યા બારમા ધોરણની કોમર્સ શાખાનું પેપર શુક્રવારે હતું. પણ પરીક્ષા કેન્દ્ર ડો. ટી.આર. નરવણે કોલેજમાં બે વિદ્યાર્થીઓ 11.30થી 11.45ના સુમારે આવ્યા હતા. તેમના પર સંશય જતા તેમની તપાસ કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓની ફોન બુકમાં બુક કિપિંગ...
  March 11, 04:11 AM
 • આખા મહારાષ્ટ્રને ભિખારી બનાવીશ, શિવસેના વિધાનસભ્યની તુમાખીથી વિવાદ
  મુંબઈ: ભાજપ વિધાનસભ્ય પ્રશાંત પરિચારકે સરહદ પરના જવાનોની પત્ની વિશે વિવાદાસ્પદ વક્તવ્ય કરવાથી વિધાનસભામાં જોરદાર હંગામો ચાલુ હોઈ બીજી તરફ શિવસેનાના વિધાન પરિષદના વિધાનસભ્ય તાનાજી સાવંતના વાંધાજનક વક્તવ્યનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે. એક વાર હું મહારાષ્ટ્રને ભિખારી બનાવીશ પણ હું ભિખારી થઈશ નહીં એવું વક્તવ્ય સાવંતે એક મેળાવડાને સંબોધિત કરતા કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. તેથી સાવંત અડચણમાં મૂકાય એવી શક્યતા છે. ચૂંટણીમાં પ્રચાર દરમિયાન બોલતા સાવંતનો જીભ પર કાબૂ...
  March 10, 03:32 AM
 • મુંબઈ: સની લિયોની મુદ્દે રામુ-આવ્હાડ વચ્ચે ટ્વીટર યુદ્ધ
  મુંબઈ: વિશ્વ મહિલા દિને દિગ્દર્શક રામગોપાલ વર્માએ મહિલાઓ સંબંધે કરેલ એક ટ્વિટને કારણે વિવાદ નિર્માણ થયો હોઈ આ ટ્વિટને કારણે થાણેના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ અને રામગોપાલ વર્મા વચ્ચે બરાબરની જામી હતી. રામગોપાલ વર્માએ આવ્હાડ જેવા વિદૂષક બીજાએ શું બોલવું એ નક્કી કરશે એવું વિધાન કર્યું હોવાથી આ વિવાદ વધુ વકરે એવી સંભાવના છે. માફી નહીં માગો તો તમારા વિરુદ્ધ હું ફરિયાદ કરીશ વિવાદાસ્પદ ટ્વિટ કરનારા રામગોપાલ વર્માએ માફી માગવી નહીં તો આગામી પરિણામ માટે તૈયાર રહેવું. અમે કાયદો હાથમાં...
  March 10, 03:30 AM
 • મુંબઈ: ડોંબિવલીમાં ઝિંગાટ ગીત વગાડવા સામે મારામારી, 5ની ધરપકડ
  મુંબઈ: ગયા વર્ષે યુવા પેઢી ઝીંગાટ ગીત પર જબરદસ્ત ફિદા થઈ ગઈ હતી. આ જ ગીત એક લગ્નની પાર્ટીમાં મોટા રક્તપાતનું કારણ બન્યું હતું. ઝીંગાટ ગીત વગાડવું કે જય જય મહારાષ્ટ્ર એના પરથી શરૂ થયેલા ઝઘડામાં બે જૂથોએ એકબીજા પર ચાકુ અને કુહાડીથી વાર કર્યા હતા. ડોંબીવલીના સાગાવ ગામમાં રહેતા રતન મ્હાત્રેના પુત્રના લગ્ન નિમિત્તે એક પાર્ટી રાખવામાં આવી હતી. ત્યાં આ ઘટના બની હતી. પાર્ટીમાં આવેલા મહેમાનો મદ્યપાન કરીને રાતભર ડીજેના તાલે ઝૂમ્યા હતા. પરોઢિયે વરરાજાના મિત્રોને ઝીંગાટ ગીત પર નાચવું હતું. પણ આ ગીત...
  March 10, 03:15 AM