Home >> Maharashtra >> Latest News
 • તમારી સંઘર્ષ યાત્રા, અમારી સંવાદયાત્રા: CM
  પિંપરી: ખેડૂતોની આજની પરિસ્થિતિ માટે જેઓ જવાબદાર છે તેઓ સંઘર્ષયાત્રા કાઢી રહ્યા છે. ફક્ત સંઘર્ષ નામ આપવાથી સંઘર્ષ થતો નથી, એમ કહીને મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી પર હલ્લાબોલ કર્યો છે. પિંપરીમાં ભાજપની પ્રદેશ કાર્યકારિણીની પૂર્ણાહુતિ સમયે તેઓ કાર્યકરોને માર્ગદર્શન કરતા હતા. - લોકોના વિશ્વાસની કદર કરો, વિશ્વાસ ટકાવી રાખવો મુશ્કેલ વિરોધીઓની સંઘર્ષયાત્રા હશે તો અમે પણ સંવાદયાત્રા કાઢીશું. ફક્ત નામ આપવાથી સંઘર્ષયાત્રા થતી નથી. સંઘર્ષયાત્રા તો ગોપીનાથ...
  April 28, 03:56 AM
 • મુંબઈ: ફિલ્મમેકર રામુ સામે ધરપકડનું વોરન્ટ
  મુંબઈ: ફિલ્મની પટકથા ચોરીને મામલે દિગ્દર્શક રામગોપાલ વર્મા વિરુદ્ધ ઔરંગાબાદ સેશન્સ કોર્ટે બિનજામીનપાત્ર ધરપકડ વોરન્ટ જારી કર્યા છે. રામુની 2009માં અજ્ઞાત ફિલ્મ રિલીઝ થઈ હતી. જોકે આ ફિલ્મની કથા મારી હતી અને રામુએ તે ચોરી કરી છે, એવો આરોપ ઔરંગાબાદના મુસ્તાક મોહસીને કર્યો છે. મોહસીને કોર્ટમાં આ અંગે અરજી કરી હતી. તેની પર કોર્ટે રામુ અને નિર્માતા રોની સ્ક્રુવાલા વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યા છે. અજ્ઞાત ફિલ્મ પ્રદર્શિત થવા પૂર્વે મોહસીનને તેની સ્ક્રિપ્ટ રામુને આપી હતી. થોડા દિવસો પછી...
  April 28, 03:44 AM
 • રાજ્યમાં પેટ્રોલની મૂળ કિંમત 29, ટેક્સ 48
  મુંબઈ: પેટ્રોલના દરની બાબતમાં મહારાષ્ટ્ર હવે સૌથી મોંઘું રાજ્ય બની ગયું છે, કારણ કે હાલમં દેશમાં સૌથી મોઘું પેટ્રોલ મહારાષ્ટ્રમાં છે. કાચા તેલની કિંમતો અને ડોલર- રૂપિયાના એક્સચેન્જ દર જોતાં તેલ કંપનીઓ પ્રતિ લિટર રૂ. 29.54ને ભાવે પેટ્રોલ વેચે છે, પરંતુ સરકાર તેમાં વધુ રૂ. 48નો કર જોડીને પેટ્રોલનું વેચાણ કરે છે. મુંબઈના ગ્રાહકોને બધા કર સાથે પેટ્રોલ માટે રૂ. 77.50 ચૂકવવા પડે છે. આનો અર્થ ગ્રાહક પેટ્રોલ પર 153 ટકા ટેક્સ ભરે છે. ગ્રાહક રૂ. 47.96 પેટ્રોલ પર કર તરીકે આપે છે. મહારાષ્ટ્ર દેશનું સૌથી મોંઘુ રાજ્ય,...
  April 27, 04:35 AM
 • મુંબઈ: નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) દ્વારા વર્તમાન વર્ષ માટે રૂ. 58,000 કરોડની પાક ધિરાણ યોજના જાહેર કરાઈ છે. ગયા વર્ષે આ રકમ રૂ. 52,000 કરોડ હતું. મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે આજે વાર્ષિક ક્રેડિટ સેમિનાર મિટિંગમાં બેન્કના સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું કે કમર્શિયલ બેન્કોનો સહભાગ વધી રહ્યો છે ત્યારે બિસ્માર હાલતમાં સબડતી જિલ્લા સહકારી બેન્કોને મજબૂત બનાવવાની જરૂર છે, કારણ કે સહકારી બેન્કોની આ હાલતને લીધે લોન વિતરણ લક્ષ્યને પહોંચી વળવાનું મુશ્કેલ છે....
  April 27, 04:24 AM
 • મુંબઇ: કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં જ પક્ષના મહાસચિવ ગુરુદાસ કામત પાસેથી ગુજરાતનો પ્રભાર છીનવીને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને સોંપી દીધો છે. ગેહલોતની મદદ માટે ત્યાં 3 સચિવોની પણનિયુક્તિ કરાઇ છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે કામતને લાંબા સમયથી ન બનતું હોવાનું કહેવાય છે. રાહુલ સાથે અણબનાવ એક કારણ, કામતનું તમામ હોદ્દા પરથી રાજીનામું તદુપરાંત, મુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણી અગાઉ બ્લોક અધ્યક્ષોની નિયુક્તિ બાદ કામતને મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષ સંજય...
  April 27, 04:23 AM
 • માલેગાંવ બ્લાસ્ટ કેસ: સાધ્વી પ્રજ્ઞાને 9 વર્ષે જામીન, પરીવારમાં ખુશીનો માહોલ
  મુંબઈ:બોમ્બે હાઈકોર્ટે 2008ના માલેગાંવ વિસ્ફોટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને જામીન આપી દીધા છે. જ્યારે તેમના સાથી આરોપી લે. કર્નલ પ્રસાદ પુરોહિતની અરજી ફગાવી દીધી છે. જસ્ટીસ રંજિત મોરે અને શાલિની જોશીની બેન્ચે સાધ્વી પ્રજ્ઞાસિંહને 5 લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. સાથે જ તેમને પાસપોર્ટ એનઆઈએને સોંપવાનો નિર્દેશ પણ આપ્યો છે. તેમને એવી પણ ચેતવણી આપી છે કે તે પુરાવા સાથે કોઈપણ પ્રકારના ચેડા કરવાનો પ્રયાસ ન કરે. જ્યારે પણ તેમને એનઆઈએ બોલાવે તે કોર્ટમાં હાજર...
  April 26, 03:21 AM
 • મોહન ભાગવત સમર્થ રાષ્ટ્રપતિ બની શકે છે: ઉદ્ધવ
  મુંબઈ:મનપૂર્વક મોહન ભાગવતનું નામ રાષ્ટ્રપતિ પદ માટે સૂચવ્યું છે. જો સમર્થ અને ગંભીર રાષ્ટ્રપતિ હોય તો શા માટે નહીં? એમ જણાવતા ઉદ્ધવ ઠાકરેએ રાષ્ટ્રપતિ પદ માટે મોહન ભાગવતના નામનો પુનરુચ્ચાર કર્યો હતો. મુંબઈમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા. 22 એપ્રિલ સુધી નોંધણી કરેલા ખેડૂતોની તુવેર ખરીદાશે : CM મનપૂર્વક મોહન ભાગવતનું નામ રાષ્ટ્રપતિ પદ માટે સૂચવ્યું છે. શરદ પવારની બાબતે બોલવું હોય તો તેઓ નરેન્દ્ર મોદીના ગુરુ છે એમ મોદીએ પોતે જણાવ્યું હતું. તેમને પદ્મવિભૂષણ આપ્યું. મને ખબર...
  April 26, 03:12 AM
 • મુંબઈ: આદર્શ કૌભાંડમાં ચવ્હાણ સામે કાર્યવાહી યોગ્ય
  મુંબઈ: કરોડો રૂપિયાના આદર્શ સોસાયટી કૌભાંડમાં માજી મુખ્યમંત્રી અને હાલ કોંગ્રેસના સાંસદ અશોક ચવ્હાણ સામે કાર્યવાહી કરવા માટે રાજ્યપાલે આપેલી મંજૂરીની રાજ્ય સરકારે આજે હાઈકોર્ટમાં તરફેણ કરીને આ પગલું રાજકીય પ્રેરિત નથી અને અનધિકૃત પણ નથી એમ સ્પષ્ટ કર્યું છે. રાજ્યપાલે નોંધ કરી છે કે પ્રથમદર્શી અરજદારે (ચવ્હાણ) આદર્શ સોસાયટીમાં મેમ્બરશિપના રૂપમાં નિકટવર્તી સંબંધીઓને લાભ કરાવ્યો હતો અને તે સંબંધી ફાઈલો હાથ ધરી હતી એ સ્થાપિત થાય છે, એવું સરકારે એફિડેવિટમાં નોંધ્યું છે. - હાઈકોર્ટમાં...
  April 21, 04:12 AM
 • મુંબઈ: સાગરના હોંગકોંગની બેંકમાં 18 કરોડ જમા થયેલા
  મુંબઈ: મુંબઈ, અમદાવાદમાં કોલ સેન્ટર થકી કરચોર અમેરિકન નાગરિકોને અમેરિકન ટેક્સ અધિકારીને નામે કોલ કરીને કરોડો રૂપિયા વસૂલ કરનાર સૂત્રધાર શેગી ઉર્ફે સાગર ઠક્કરના હોંગકોંગની બેન્કના ખાતાંમાં 18 કરોડ જમા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બુધવારે તેને થાણેની કોર્ટમાં હાજર કરાતાં જ્યુડિશિયલ કસ્ટડી આપવામાં આવી છે. હવે તેને 2 મેના રોજ ફરી કોર્ટમાં હાજર કરાશે. હાલમાં તેની સુરક્ષાનાં કારણોસર તળોજા જેલમાં રાખવામાં આવ્યો છે. શેગી સૂત્રધાર હોવાથી તેની ઊલટતપાસમાં અનેક રહસ્ય ખુલ્લાં થશે એવી શક્યતા...
  April 21, 04:04 AM
 • મુંબઈ: 17 વર્ષીય સગીરા સાથે 8 હેવાનો દ્વારા સામૂહિક દુષ્કર્મ, પાંચની ધરપકડ
  મુંબઈ: ભાયંદરમાં એક સગીરા પર આઠ જણે સામૂહિક દુષ્કર્મ કર્યું હોવાની ખળભળાટજનક માહિતી બહાર આવી છે. છેલ્લા આઠ મહિનાથી આ સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હતું. આરોપીમાંથી એક સગીર કિશોર છે. નવઘર પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ આરોપીની શોધ ચાલુ છે. એક 17 વર્ષની સગીરા પર તેના જ વિસ્તારના આઠ જણ અમાનુષ રીતે છાશવારે દુષ્કર્મ કરતા હતા. સગીરા અઢી મહિનાની ગર્ભવતી થયા પછી આ વાત સામે આવી હતી. આ પછી સગીરાનાં માતા- પિતાએ ગુરુવારે રાત્રે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ સંબંધે પોલીસે સગીરાના જ...
  April 16, 03:05 AM
 • ભીમ આધાર એપ લોન્ચ, હવે માત્ર અંગૂઠાના નિશાનથી પેમેન્ટ કરો: મોદી
  નાગપુર: ડૉ. આંબેડકરની 126મી જન્મ જયંતી નિમિત્તે નાગપુરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં કહ્યું હતું કે અંગૂઠો નિરક્ષરતાનું પ્રતીક હતો. હવે તે શક્તિનું કેન્દ્રબિંદુ બનશે. કેશલેસ ઇન્ડિયા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભીમ આધાર એપ લોન્ચ કરી હતી. રિટેલર્સ અને મર્ચન્ટ્સ માટે શરૂ આ એપની મદદથી માત્ર આંગળીનું નિશાન લગાવીને પેમેન્ટ કરી શકાશે. બીજી વ્યક્તિને ભીમ એપથી જોડો તો રૂ.10 બોનસ : યોજના 14 ઓક્ટો. સુધી સાથે જ તેમણે કહ્યું હતું કે બીજી વ્યક્તિને ભીમ એપ સાથે જોડવા પર 10 રૂપિયા બોનસ મળશે....
  April 15, 05:30 AM
 • મુંબઈ: પર્યટન સ્થળોએ પણ ગરમી વધતાં સહેલાણીઓ હેરાન
  મુંબઈ: રાજ્યના ઠંડી હવાનાં પર્યટન સ્થળો પણ ઉનાળામાં તપી રહ્યાં હોઈ મહાબળેશ્વર, અલીબાગ, દહાણુ અને ગોવા જેવાં પર્યટન સ્થળોએ પણ ગરમી વધી હોવાથી પર્યટકો હેરાન થઈ ગયા છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પારાએ ચાલીસનો આંકડો વટાવી દીધો હોઈ તાપમાન ઘટવાની શક્યતા નથી. ઉલટાનું આગામી એકબે દિવસમાં કોકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ગોવામાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થવાનો અંદાજ પ્રાદેશિક હવામાન વિભાગે વ્યક્ત કર્યો હતો. રજાના દિવસોમાં પર્યટકો હીલ સ્ટેશને એટલે કે ઠંડી હવાના ઠેકાણે જવાનું પસંદ...
  April 15, 05:22 AM
 • મુંબઈ: દરિયાઈ સુરક્ષા વધારવા યુકે-ભારતીય નેવીનું આદાનપ્રદાન
  મુંબઈ: બે દેશ વચ્ચે દરિયાઈ સુરક્ષા, નૌકા દળોનો સહકાર અને સંરક્ષણ વધારવા તથા ઈન્ડો- પેસિફિક પ્રદેશમાં મોજૂદ વાતાવરણમાં આપસી તાલમેલ ધારવા માટે યુનાઈટેડ કિંગડમ (યુકે) અને ભારતીય નૌકા દળ વચ્ચે આજે મહત્ત્વપૂર્ણ ચર્ચા યોજાઈ હતી. યુકેના સંરક્ષણ મંત્રી સર માઈકલ ફેલોનની આગેવાનીમં બાર સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે મુંબઈમાં ભારતીય નૌકા દળની મુલાકાતે આવ્યું હતું. આ સમયે વેસ્ટર્ન નેવલ કમાન્ડના પ્રમુખ વાઈસ એડમિરલ ગિરીશ લુથરા સાથે આ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાનું આદાનપ્રદાન કરાયું હતું....
  April 14, 03:25 AM
 • મુંબઈ: સ્થૂળતાને બીમારી તરીકે જાહેર કરનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય
  મુંબઈ: સ્થૂળતાની સર્જરીના મોટા દૂષણને નાબૂદ કરવા અને તેની સામે લડવા માટે ભારતમાં ડાયાબીસિટી પર એશિયા પેસિફિકનું સૌથી વિશાળ કોન્ક્લેવ યોજવા માટે સંપૂર્ણ સુસજ્જ છે. આ ત્રણ દિવસનું કોન્ક્લેવ ઈન્ટરનેશનલ ફેડરેશન ફોર ધ સર્જરી ઓફ ઓબેસિટી એન્ડ મેટાબોલિક ડિઝઓર્ડર્સ (આઈએફએસઓ)ના ઉપક્રમે સોસાયટી ઓફ ઈન્ડિયા (ઓએસએસઆઈ) દ્વારા આયોજિત કરાશે, જે ગોવામાં 21-23 એપ્રિલ, 2017ના રોજ યોજાશે. આ અવસરે બોલતાં સ્થૂળ સામે લડવાના કાજને ઉપાડી લેનાર આઈએફએસઓ- એપીસી 2017ના આયોજન સચિવ ડો. જયશ્રી તોડકરે જણાવ્યું હતું કે...
  April 14, 03:14 AM
 • જાધવ મૃત્યુદંડની સજા અંગે પાક સામે કેન્દ્ર કડક પગલાં લે: ઉદ્ધવ
  મુંબઈ: પાકિસ્તાની કોર્ટે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને મૃત્યુ દંડની સજા સંભળાવી તે અંગે પ્રતિક્રિયામાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે પાક સામે કડક પગલાં લેવા જોઈએ. પાકિસ્તાની લશ્કરી કોર્ટે સોમવારે જાધવને જાસૂસ ઠરાવીને મૃત્યુદંડની સજા સંભળાવી. પાકિસ્તાનને પરિણામો ભોગવવાની ધમકી આપીને અથવા લાગણીઓ દર્શાવીને કોઈ પરિણામ નહીં આવે. હવે કાયમી પાઠ ભણાવવા માટે સીધાં પગલાં લેવાનો સમય આવી ગયો છે. જાધવને વહેલામાં વહેલી તકે ભારતમાં પાછો લાવવો જોઈએ, એમ તેમણે બાંદરાના પોતાના...
  April 13, 04:11 AM
 • ‘ચૂંટણી જોડાણ પ્રવર્તમાન રાજકીય સ્થિતિ મુજબ જ કરાય’: કોંગ્રેસ
  મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસ સરકાર વિરુદ્ધ બધા જ બિન- ભાજપી પક્ષોનું મોટું ગઠબંધ બનાવવાની એનસીપીની હિમાયતને તેના સાથી પક્ષ કોંગ્રેસે હલકામાં લીધી છે. રાજ્યના બધા વિરોધી પક્ષો હાલમાં એકત્ર આવ્યા તેનું કારણ ખેડૂતોને લોનમાફી અપાવવાનું હતું. તે ચૂંટણીના ગઠબંધનનો હિસ્સો નથી. હાલમાં લોનમાફી માટે સરકાર પર દબાણ લાવવા માટે બધા વિરોધી પક્ષોએ એકત્ર આવીને સંઘર્ષ યાત્રા કાઢી હતી. હવે મહારાષ્ટ્રમાં ભાજપ વિરુદ્ધ મહાસંગઠનની રાષ્ટ્રવાદીની હાકલ વિરોધી પક્ષોની આ એકતા કૃષિ કટોકટીને ધ્યાનમાં લેતાં...
  April 13, 04:01 AM
 • મુંબઈ: જાધવના કુટુંબને આઘાત, અજ્ઞાત સ્થળે રવાના
  મુંબઈ: કથિત જાસૂસી પ્રકરણે કુલભૂષણ જાધવને પાકિસ્તાનની લશ્કરી કોર્ટે ફાંસીની સજા સંભળાવ્યાથી એમના કુટુંબીઓને આઘાત લાગ્યો હતો. આ ઘટના પછી જાધવનું કુટુંબ મુંબઈથી બહાર અજ્ઞાત સ્થળે રવાના થઈ ગયું હતું. તેમનું કુટુંબ મુંબઈમાં પવઈ ખાતે રહેતું હતું. કુલભૂષણ જાધવ પર લશ્કરી કોર્ટમાં કાર્યવાહી થઈ શકે છે અને એમના સરબજીત જેવા હાલ થઈ શકે છે એની કલ્પના જો કે જાધવના કુટુંબીઓને હતી એવી માહિતી તેમના મિત્રો દ્વારા આપવામાં આવી હતી. જાધવના માતા, પત્ની, પુત્ર અને પુત્રી રવિવારની રજા હોઈ પુણેથી મુંબઈ આવ્યા...
  April 12, 04:25 AM
 • મુંબઈ મહાપાલિકામાં કોંગ્રેસ વિપક્ષનું પદ મેળવશે
  મુંબઈ: કાયદાના સાણસામાં સપડાયેલ મહાપાલિકાના વિરોધી પક્ષ નેતા પદનો ગૂંચ આખરે ઉકેલાઈ છે. મહાપાલિકાના કાયદા ખાતાએ નગરસેવકોની સંખ્યાબળમાં ત્રીજા ક્રમે રહેલા પક્ષને વિરોધી પક્ષ નેતા પદ આપી શકાશે એવી સલાહ આપી હતી. તેથી 32 નગરસેવકો ધરાવતા કોંગ્રેસને વિરોધી પક્ષ નેતા પદ મળવાનો માર્ગ ખુલ્લો થયો હતો. વરિષ્ઠ નગરસેવક રવિ રાજા કોંગ્રેસમાં વિરોધી પક્ષ નેતા પદના દાવેદાર છે. કાયદા વિભાગની મંજૂરીથી મહાપાલિકામાં વિપક્ષ નેતાપદનું કોકડું ઉકલ્યું મહાપાલિકા ચૂંટણીમાં દ્વિતિય ક્રમે રહેલા અને 82...
  April 12, 04:19 AM
 • મુંબઈ: સાગરની બહેન રીમાની ધરપકડ કરવા થાણે પોલીસના પ્રયાસ
  મુંબઈ: મુંબઈ તેમજ અમદાવાદમાં બેઠાં બેઠાં અમેરિકન નાગરિકોને કરચોરી કર્યાની ધાકધમકી આપીને નાણાં પડાવવાના કરોડો રૂપિયાના કૌભાંડમાં પકડાયેલા સાગર ઠક્કર પછી હવે થાણે પોલીસ તેની બહેન રીમાને શોધી રહી છે. રીમા રાજસ્થાનમાં છે અને ટૂંકમાં જ અમે તેની ધરપકડ કરીશું એમ પોલીસે કહ્યું હતું. 2012માં રીમાએ કોલ સેન્ટરના ધંધાનાં નાણાકીય સૂત્રો સંભાળ્યા હતાં. આથી આ લેણદેણ વિશે તેની પાસેથી વધુ જાણકારી મેળવવા તેની ધરપકડ કરવી જરૂરી છે. દરમિયાન યુએસ નાગરિક જેરી નોરિસ પેમેન્ટ કરવા માટે ઉપયોગ કરાતી યુએસ સ્થિત...
  April 12, 04:13 AM
 • મુંબઈ: થ્રી ઈડિયટ્સ જેવો કિસ્સો, વ્હોટ્સ એપની મદદથી ટ્રેનમાં કરાવી પ્રસૂતિ
  મુંબઈ: થ્રી ઈડિયટ્સની યાદ અપાવે તેમ એક પ્રસૂતિ એક્સપ્રેસ ટ્રેનમાં કરાઈ હોવાની ઘટના નાગપુરમાં બની છે. પ્રસૂતિ કરાવનાર વિદ્યાર્થી એન્જિનિયરિંગનો નથી, પરંતુ ભાવિ ડોક્ટર છે. ઉપરાંત તેણે સ્કાઈપ પર નહીં પરંતુ તેના ઉપરીઓ સાથે વ્હોટ્સ એપના માધ્યમથી માર્ગદર્શન લઈને પ્રસૂતિ પાર પાડી. એમબીબીએસના અંતિમ વર્ષમાં ભણતા વિપિન ખડસેએ અમદાવાદ- પુરી એક્સપ્રેસમાં એક મહિલાની સફળતાથી પ્રસૂતિ કરી. આ મહિલાએ બાળકને જન્મ આપ્યો છે.વિપિન નાગપુરની સરકારી તબીબી કોલેજ અને હોસ્પિટલના પદવીના છેલ્લા વર્ષમાં છે....
  April 11, 03:43 AM