Home >> Maharashtra
 • કોલ સેન્ટરકાંડના સૂત્રધાર સાગર ઠાકરનો સાગરીત દિલ્હીથી ઝબ્બે
  મુંબઈ: મુંબઈ અને અમદાવાદમાં ખોલેલા ગેરકાયદે કોલ સેન્ટરમાંથી અમેરિકન ટેક્સ અધિકારીને નામે કરચોર અમેરિકન નાગરિકોને ધાકધમકી આપીને 300 મિલિયન ડોલર સુધીની રકમ પડાવી લેવાની ઠગાઈ આચરવાના કૌભાંડના સૂત્રધાર સાગર ઠાકરનો સાગરીત આશિષ ચૌધરી નવી દિલ્હીથી ઝડપાયો છે. આશિષ ઘણા સમયથી સાગર સાથે કામ કરતો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં કૌભાંડ બહાર આવ્યું ત્યારથી તે ફરાર હતો. થાણે ક્રાઈમ બ્રાન્ચે તેને દિલ્હીમાંથી ઝડપી લીધા બાદ હવે તેને વધુ તપાસ માટે થાણે લાવવામાં આવશે. મીરા રોડ વિસ્તારમાંથી ચલાવવામાં આવતા...
  May 24, 01:45 AM
 • મુંબઈ: નોટબંધીની જેમ GSTને નિષ્ફળ ન બનાવશો
  મુંબઈ: પૂર્વતૈયારી અને નિયોજનના અભાવને લીધે નોટબંધીનો ધબડકો બોલાયો હતો. તેનો ફટકો સામાન્ય જનતાને ભોગવવો પડ્યો. જીએસટી બિલનો અમલ કરતી વખતે સરકારે નોટબંધી જેવા ધબડકાની પુનરાવૃત્તિ નહીં થાય તેનું ધ્યાન રાખવું જોઈએ, એમ વિધાનસભામાં વિરોધી પક્ષ નેતા રાધાકૃષ્ણ વિખેપાટીલે કહ્યું હતું. - GST યુપીએની જ સંકલ્પના હોવાથી વિરોધ નથી, પરંતુ... રવિવારે વિધાનસભામાં જીએસટી બિલ પર ચર્ચામાં ભાગ લેતાં તેઓ બોલતા હતા. ભાષણના આરંભમાં તેમણે જીએસટી સાથે ખેડૂતોને કરજમાફીની જાહેરાત કરવા માટે વિશેષ સત્ર ન...
  May 22, 04:16 AM
 • ખાદી ઉદ્યોગ પાંચ વર્ષમાં પાંચ કરોડ રોજગારી આપશે: ગિરિરાજ સિંહ
  મુંબઈ: ખાદી ઉદ્યોગ આગામી પાંચ વર્ષમાં 5 કરોડ લોકોને રોજગાર આપશે. ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ પંચ (કેવીઆઈસી)માં સૌર ઊર્જા પર ચાલતા ચરખા લાવવાની અમારી યોજના છે, જેથી રાષ્ટ્રભરમાં આગામ પાંચ વર્ષમાં પાંચ કરોડથી વધુ લોકોને તેના થકી રોજગાર આપી શકાશે. ખાસ કરીને વૃદ્ધ અને અશક્ત મહિલાઓ આ સૌર ઊર્જા પર ચાલતા ચરખા પર આસાનીથી કામ કરી શકશે, એમ મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગ (એમએસએમઈ) મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું હતું. ખાદી સાથે રેમન્ડે સહયોગ સાધવાથી હવે તેનું કોર્પોરેટાઈઝેશન થયું છે. ખાદીનું વેચાણ 2014માં રૂ....
  May 22, 04:11 AM
 • યોગીને કરજમાફી ફાવી તો ફડણવીસને કેમ નહીં: પવાર
  મુંબઈ: ખેડૂતોને કરજમાફી આપવાનું ભગવા પહેરનારને ફાવ્યું તો જેકેટ પહેરનારને કેમ નહીં ફાવ્યું, એમ રાષ્ટ્રવાદીના જૂથ નેતા અજિત પવારે આજે વિધાનસભામાં જીએસટી પર ચર્ચામાં ભાગ લેતાં પ્રશ્ન કર્યો હતો. જીએસટીનું બિલ મંજૂર થયા પછી તમે જે આશ્વાસન આપ્યાં છે તે પૂરાં કરશો. કોઈના ભંડોળ પર પરિણામ થવા નહીં દેશો, એમ પણ તેમણે જણાવ્યું હતું. ખેડૂતોને કરજમાફી સંબંધે તમારો મિત્ર પક્ષ કહે છે, પેલી યોગી સરકાર છે આ નિરુપયોગી સરકાર છે તો તમે જ સાચું શું છે તે નક્કી કરો. અમારી પાસેથી ભૂલ થઈ તેથી જ અમે આજે વિરોધી...
  May 22, 04:09 AM
 • મુંબઈ-ગોવા વચ્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ તેજસ એક્સપ્રેસનો પ્રારંભ
  મુંબઈ: દેશની સૌથી ફાસ્ટ ટ્રેન અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ તેજસ એક્સપ્રેસ મુંબઈથી ગોવા વચ્ચે શરૂ થશે. આ ટ્રેન 22 મેથી સીએસટીથી કરમાળી (ગોવા) વચ્ચે દોડશે. જોકે, પ્રતિ ક્લવાક 200 કિ.મી.ની ઝડપે દોડવા માટે તૈયાર કરાયેલી આ ટ્રેન તેનો સૌપ્રથમ પ્રવાસ શરૂ કરે તેના એક દિવસ પૂર્વે જ કોઈ અજાણ્યા શખ્સોએ ભારતીય રેલવેની આ પ્રીમિયમ ટ્રેનની બારીના કાચ તોડી નાંખ્યા છે. - એક્સપ્રેસના પ્રારંભ પૂર્વે જ ટ્રેનના બારીના કાચ તોડાયા આ ટ્રેન દિલ્હીથી મુંબઈ પહોંચી ત્યારે તેની બારીઓના કાચ તૂટેલી હાલતમાં મળ્યા હતા....
  May 22, 04:01 AM
 • મુંબઈ: જાધવના મિત્રોની સવારે પૂજા, સાંજે ખુશી મનાવી
  મુંબઈ: અંતિમ ચુકાદો આવે નહીં ત્યાં સુધી કુલભૂષણ જાધવને ફાંસી આપી શકાશે નહીં એવો ચુકાદો આપીને આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનને આંચકો આપતાં મુંબઈ સહિત દેશભરમાં ખુશી વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે જાધવના મુંબઈના ઘરની બહાર ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરાઈ હતી. - પાક.માં કુલભૂષણ જાધવની ફાંસી અટકાવવા આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ કુલભૂષણ જાધવની તરફેણમાં આંતરરાષ્ટ્રીય કોર્ટનો ચુકાદો આવે એ માટે મુંબઈમાં રહેતા બાળપણના મિત્ર તુલસીદાસ પવાર અને અન્ય મિત્રોએ પૂજા કરી હતી. પૂજાના કેટલાક કલાકોમાં...
  May 19, 05:03 AM
 • મુંબઈ: રાષ્ટ્રપતિપદના ઉમેદવારનો પ્રસ્તાવ પવારે ઠુકરાવી દીધો
  મુંબઈ: રાષ્ટ્રપતિપદની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસનો મોટો આંચકો લાગ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બનવાનો પ્રસ્તાવ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ આપ્યો હતો. જોકે શરદ પવારે આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે. - રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા સોનિયા ગાંધીએ પવારને પ્રસ્તાવ મૂક્યો હતો એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે દાવો કર્યો હતો કે આ પ્રસ્તાવ ખુદ સોનિયા ગાંધીએ પવાર સામે મૂક્યો હતો. જોકે પવારે તે ફગાવી દીધો છે. સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે...
  May 19, 04:59 AM
 • મુંબઈ: ઈડી દ્વારા માલ્યાનું રૂ. 100 કરોડનું ફાર્મહાઉસ જપ્ત
  મુંબઈ: બેંકોના હજારો કરોડ રૂપિયા ડૂબાવીને ભારતથી પલાયન થઈ ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાને એન્ફોર્સમેંટ ડિરેકટરોટે જોરદાર ઝટકો આપ્યો હોઈ માલ્યાની માલિકીનું 100 કરોડ રૂપિયાની કિંમતનું રાયગઢ જિલ્લાના અલીબાગ ખાતેના ફાર્મહાઉસને તાબામાં લેવામાં આવ્યો છે. મની લોંડરીંગ પ્રકરણે ઈડીએ આ કાર્યવાહી કરી હતી. ફાર્મ હાઉસ માલ્યાની કંપની ફાર્મ્સ પ્રા. લિ.ના કબજામાં હતું અલીબાગના માંડવા ખાતે 17 એકર જમીન પર આ ફાર્મહાઉસ આવેલ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ ફાર્મહાઉસને તાત્પૂરતુ તાબામાં લેવામાં આવ્યું...
  May 19, 04:54 AM
 • જેલમાં વીઆઈપી ટ્રીટમેન્ટના આરોપ ખોટા: ભુજબળનો પત્ર
  મુંબઈ: ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં સબડી રહેલા છગન ભુજબળને જેલમાં વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી છે એવા આરોપ મંગળવારે સામાજિક કાર્યકર અંજલિ દમણિયાએ કર્યા હતા. તે આરોપો સામે વાંધો ઉઠાવતાં કાયદેસર કાર્યવાહી કરશે એવી ચીમકી છગન ભુજબળે આપી છે. દમણિયાએ વીઆઈપી સુવિધા અપાતી હોવાનો દાવો કર્યો હતો છગન ભુજબળ અને સમીર ભુજબળને જેલમં દારૂ, ચિકન સાથે શાહી મહેમાનગતી મળે છે એવો આરોપ દમણિયાએ કર્યો હતો. આ સંબંધમાં આજે મહારાષ્ટ્ર જેલ વિભાગ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે આ બધા આરોપ પાયાવિહોણા છે...
  May 19, 04:24 AM
 • મહારાષ્ટ્રમાં અનેક ઠેકાણે કમોસમી વરસાદ, ખેડૂતોને નુકસાનની ચિંતા
  (તસવીર પ્રતિકાત્મક) મુંબઈ: રાજ્યમાં મુંબઈ, નવી મુંબઈ, ધુળે, થાણે, કલ્યાણ, રાયગઢ, પુણે, સાતારા અને સિંધુદુર્ગમાં કમોસમી વરસાદ પડ્યો હતો. એના લીધે વાહનચાલકો સહિત નાગરિકોની હેરાનગતિ થઈ હતી. આ વરસાદને કારણે પાકનું નુકસાન થતું હોવાથી ખેડૂતો ચિંતામાં પડ્યા હતા. મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં પણ વરસાદ પડ્યો હતો. અચાનક પડેલા આ વરસાદને કારણે મધ્ય રેલવેને અસર થઈ હતી. એના લીધે ખરીદી માટે નીકળેલા નાગરિકો અને અન્ય પ્રવાસીઓની હેરાનગતિ થઈ હતી. જો કે રાજ્યમાં અનેક ઠેકાણે મોનસૂનપૂર્વ પડેલા કમોસમી...
  May 13, 11:26 PM
 • મુંબઈ: વિવેક ઓબેરોયે શહીદોના કુટુંબને 25 ઘર દાનમાં આપ્યા
  (વિવેક ઓબેરોય) મુંબઈ: અભિનેતા વિવેક ઓબેરોયે ડ્યુટી નિભાવતી વખતે માર્યા ગયેલા સીઆરપીએફના 25 જવાનોના કુટુંબોને ઘર આપ્યા હતા. થાણે જિલ્લામાં વિવેકની કંપની દ્વારા બાંધવામાં આવેલ રેસિડેન્સિયલ પ્રોજેક્ટમાં આ ઘર આવેલા છે. આ વર્ષે 11 માર્ચના છતીસગઢના સુકમામાં નક્સલવાદીઓના હુમલામાં માર્યા ગયેલા સેંટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના 3 શહીદ જવાનો સહિત કુલ 4 કુટુંબને ઘર આપવામાં અાવ્યા છે અને બાકીના 21 ઘર પેરામિલિટરી ફોર્સને ટૂંક સમયમાં આપવામાં આવશે એમ સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું...
  May 13, 11:21 PM
 • મુંબઈ: 12,000 કરોડના દરિયાઈ માર્ગ પ્રકલ્પને કેન્દ્રની આખરી મંજૂરી
  મુંબઈ: શહેરના મહત્ત્વાકાંક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ રૂ. 12,000 કરોડના ટોલ ફ્રી દરિયાઈ માર્ગને કેન્દ્રના પર્યાવરણ ખાતાની આખરી મંજૂરી મળી ગઈ છે. આ 30 કિમી લાંબો દરિયાઈ માર્ગ બે તબક્કામાં બાંધવામાં આવશે. પ્રથમ તબક્કો દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવથી બાંદરાના કાર્ટર રોડ સુધી રહેશે, જ્યારે બીજો તબક્કો બાંદરાથી કાંદિવલી દરિયાઈ માર્ગ રહેશે. આ તબક્કાને પણ બીજો સી-લિંક મળવાની શક્યતા છે. - 30 કિમી લાંબો દરિયાઈ માર્ગ બે તબક્કામાં બંધાશે નેપિયનસી રોડ હાજી અલીથી પ્રકલ્પ પર બાંધકામ શરૂ થશે....
  May 13, 04:46 AM
 • મુંબઈ: ચોમાસામાં પાણી ન ભરાય એ માટે પાલિકા 313 પંપ લગાવશે
  મુંબઈ: ચોમાસામાં મુંબઈ શહેર અને ઉપનગરોમાં ઠેકઠેકાણે પાણી ભરાઈ જવાથીતળાવ જેવી સ્થિતિ નિર્માણ થાય છે. પરિણામે ટ્રાફિક જામ થવાથી મુંબઈગરાઓએ વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મહત્ત્વનું એટલે ભરાયેલા પાણીનો નિકાલ પણ થતો નથી અને ઠેકઠેકાણે લગાડવામાં આવેલા પાણી ઉલેચવાના પંપ કામ કરતા નથી. પણ આ વર્ષે ચોમાસામાં મુંબઈમાં પુર જેવી પરિસ્થિતિ નિર્માણ ન થાય અને સ્થિતિ સુધરે એ માટે મુંબઈ મહાપાલિકાએ 313 ઠેકાણે પાણી ઉલેચવાના પંપ લગાડવાનો નિર્ણય લીધો છે. - ભાયખલા, દાદર, હિંદમાતા સહિત પશ્ચિમના ઉપનગરોમાં...
  May 13, 04:38 AM
 • મુંબઈમાં નાળાસફાઈનાં કામ પૂરાં થવા અશક્ય: ઉદ્ધવ ઠાકરે
  મુંબઈ:મુંબઈમાં નાળાસફાઈનાં કામ કયારેય પૂરાં થઈ શકતાં નથી એવો દાવો શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કર્યો હતો. તેમ જ નાળાસફાઈ પરથી આ વર્ષે ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ ઉદ્ધવ ઠાકરેએ ફગાવી દીધો હતો. શહેરમાં નાળાસફાઈ મુદ્દે શિવસેનાએ હાથ હેઠા મૂક્યા નાળાસફાઈના કામ કયારેય પૂરા થઈ શકતા નથી. નાળાસફાઈ વરસાદથી પહેલાં અને પછી પણ ચાલુ હોય છે. તેથી નાળાસફાઈ એ શબ્દપ્રયોગ ખોટો છે. આ સતત ચાલુ રહેનારી પ્રક્રિયા છે. તેથી વરસાદથી પહેલાં જે કામ કરવાના છે તે પૂરા કરવામાં આવશે. ગયા વર્ષે મુંબઈમાં પાણી...
  May 11, 06:39 AM
 • મુંબઈ: રૂ. 836 કરોડના કૌભાંડમાં EDએ કરી સુરતના ઉદ્યોગપતિની ધરપકડ
  મુંબઈ: મની લોન્ડરિંગ કેસની તપાસમાં ઈડીએ દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી બે જણની ધરપકડ કરી છે. સૌપ્રથમ કેસમાં ઈડીએ સુરત સ્થિત આર. બૈદની રૂ. 836.29 કરોડની બેન્ક ઓફ મહારાષ્ટ્ર લોન ઠગાઈ કેસમાં મની લોન્ડરિંગ કરવામાં ભૂમિકા માટે ધરપકડ કરી છે. તેના પર ચાલક સે માલક સ્કીમ હેઠળ ડ્રાઇવરોના નામે વાહનોની ખરીદી માટે કરોડોની લોન લઈ છેતરપિંડી કર્યાંનો આક્ષેપ છે. બૈદ મેસર્સ સિદ્ધિ વિનાયક લોજિસ્ટિક લિમિટેડનો પ્રમોટર અને ડાયરેક્ટર છે. બૈદના નિર્દેશથી તેના ડ્રાઈવરો માટે ચાલક સે માલક નામે યોજના માટે...
  May 11, 02:54 AM
 • મુંબઈ: KEMનો ફતવો, રાજકારણીઓને VIP ટ્રીટમેંટ આપો
  મુંબઈ: મોદી સરકાર દ્વારા દેશમાં વીઆઈપી કલ્ચર બંધ કરવા માટે નેતાઓની ગાડીઓ પરની લાલબત્તીઓ દૂર કરવામાં આવી છે ત્યારે કેઈએમ અથવા મહાપાલિકાની અન્ય હોસ્પિટલોમાં સારવાર માટે આવતા રાજકારણી અને અન્ય મહત્ત્વની વ્યક્તિઓને વીઆઈપી ટ્રીટમેંટ આપવાનો ફતવો કેઈએમ હોસ્પિટલે કાઢ્યો છે. વિધાનસભ્યો, મેયર સહિત 40 વીઆઈપીઓ પર અથવા તેમણે મોકલેલા દર્દીઓ પર પ્રથમ સારવાર કરો. તેમને પ્રથમ પ્રાધાન્ય આપીને તેમને સરસ ટ્રીટમેંટ આપો એવો આદેશ કેઈએમના ડીન અને મહાપાલિકા હોસ્પિટલોના સંચાલક ડોકટર અવિનાશ સુપેએ કાઢ્યો છે....
  May 10, 05:37 AM
 • મુંબઈ: થાણેના ઠાકુર્લીમાં 48 વર્ષીય મકાનના ઠેકેદાર કિશોર ચૌધરીને આજે સવારે 10 શૂટરોએ 17 ગોળીઓ છોડીને ઠાર માર્યો હતો, જ્યારે તેનો ભાગીદાર ઘાયલ થયો છે. વેપાર દુશ્મનાવટને લઈને આ હત્યા કરવામાં આવી હોવાનો પોલીસનો અંદાજ છે. ઠાકુર્લીમાં શિવ અમૃત બિલ્ડિંગ ખાતે ચૌધરીએ મકાનના નવીનીકરણનો ઠેકો હાથમાં લીધો છે. બુધવારે સવારે તે સાઈટ પર આવ્યો હતો. આ સમયે 10 હથિયારધારીઓ સાઈટ પર ધસી આવ્યા હતા. કિશોર ચૌધરી કશું વિચારે તે પૂર્વે જ તેમણે ધડાધડ ગોળીઓ છોડવાનું શરૂ કર્યું હતું, જેમાં ચૌધરીના માથામાં આઠ અને છાતીમાં 9...
  May 10, 05:33 AM
 • મુંબઈ: સેનાના 3 ફેરફાર ભાજપે સ્વીકાર્યા, રાજ્યમાં જીએસટીનો માર્ગ મોકળો
  મુંબઈ: રાજ્યમાં જીએસટીનો સુધારેલ પ્રસ્તાવ મંજૂર થવાનો માર્ગ મોકળો થયો હતો. શિવસેનાએ સૂચવેલા 3 ફેરફાર ભાજપે માન્ય કર્યા પછી જીએસટીને ગ્રીન સિગ્નલ મળ્યું હતું. જીએસટી સંદર્ભે નાણા મંત્રી સુધીર મુનગંટીવાર અને શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે ચર્ચા થઈ હતી. શિવસેનાએ સૂચવેલા 3 ફેરફાર માન્ય કરવામાં આવ્યા બાદ જીએસટીનો સુધારેલ પ્રસ્તાવ મંજૂર થવાનો માર્ગ મોકળો થયો હતો. મુંબઈ મહાપાલિકાને નિયમિત રૂપિયા મળે, રૂપિયાની માગણી માટે રાજ્ય સરકાર સમક્ષ દરેક વખતે હાથ લાંબો કરવો ન પડે અને દર વર્ષે જે...
  May 10, 05:28 AM
 • મુંબઈ: વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરવા ઉદ્ધવનો વિધાનસભ્યોને આદેશ
  મુંબઈ: ઉત્તર પ્રદેશમા યોગી અને રાજ્યમાં બિન- ઉપયોગી સરકાર છે, એવી આકરી ટીકા શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે કર્યા પછી ગુરુવારે પક્ષના વિધાનસભ્યોની બેઠકમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાના આદેશ આપ્યા હતા. - ભાજપ નેતૃત્વની રાજ્ય સરકાર યુઝલેસ છે - ખેડૂતોને કરજમાફી મુદ્દે રસ્તા પર ઉતરવાની શિવસેનાની ભાજપને ચીમકી મુંબઈમાં ગુરુવારે શિવસેનાના વિધાનસભ્યોની બેઠક યોજાઈ હતી. જીએસટી માટે આગામી 20 મી મેના રોજ વિધાનમંડળનું વિશેષ સત્ર યોજાઈ રહ્યું છે. આ પાર્શ્વભૂમાં આ બેઠક...
  May 5, 03:53 AM
 • યુપી- મહારાષ્ટ્ર ATS દ્વારા ત્રણ ISI એજન્ટોની મુંબઈમાં ધરપકડ
  મુંબઈ: પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈના બે એજન્ટોની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ્સ (એટીએસ) દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં આ ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી ગુરુવારે આપવામાં આવી હતી. 37 વર્ષીય કુરેશી હવાલા ઓપરેટર છે એજન્ટોમાં અલ્તાફ કુરેશીની બુધવારે રાત્રે દક્ષિણ મુંબઈના મસ્જિદ બંદર વિસ્તારમાંથી જ્યારે બીજા એજન્ટ જાવેદ ઈકબાલની ગુરુવારે સવારે આગ્રીપાડાના યુસુફ મંઝિલ બિલ્ડિંગમાંથી ધરપકડ કરવામાં આવી છે. 37 વર્ષીય કુરેશી હવાલા...
  May 5, 03:49 AM