Home >> Magazines >> Madhurima
 • ટ્રાવેલ એપ્સ બનાવશે તમારી ટ્રિપ યાદગાર
  ટ્રાવેલ એપ્સ બનાવશે તમારી ટ્રિપ યાદગાર -હિપમંક: વેકેશનમાં જો ફરવા જવાનો પ્લાન બનાવતા હો તો હિપમંક એપનો ઉપયોગ કરીને તમારી ટ્રિપ યાદગાર બનાવી શકાય છે. આ એપ ટ્રાવેલ બુકિંગ સર્વિસ માટે છે. આ એપ દ્વારા સરળતાથી ફ્લાઇટ, હોટેલનું બુકિંગ કરી શકાય છે. તેમજ ફરવાના સ્થળ પર હોટેલ શોધવાના હો તો આ એપ દ્વારા આસપાસની હોટેલનું લિસ્ટ મેળવી શકાય છે. ફ્લાઇટના ટાઇમિંગ પણ આ એપ ઉપર જોવા મળે છે. આ એપની વિશેષતા એ છે કે ફ્લાઇટના ભાવ સસ્તા થાય તો આ એપ નોટિફિકેશન મોકલે છે. આ એપ પર તમે જ્યાં ફરવા જવાના હો તેની આઇટેનરી મેળવી...
  April 24, 09:51 PM
 • ફીમેલનું ફિલ્મીકરણ-સમાજની માનસિકતાનું પ્રતિબિંબ
  ફીમેલનું ફિલ્મીકરણ-સમાજની માનસિકતાનું પ્રતિબિંબ આપણા દેશમાં હિન્દી તેમજ પ્રાદેશિક ફિલ્મ મહિલા સાથે થતાં ગુના માટે જવાબદાર છે. આ વિધાન આપ્યું છે મહિલા અને બાળ વિકાસનાં કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર મેનકા ગાંધીએ. પ્રાણીપ્રેમથી પ્રખ્યાત થયેલાં મેનકાજીએ ગોવા ખાતે તેમનાં વક્તવ્યમાં જણાવ્યું કે, મહિલા સાથે થતા બળાત્કાર જેવા દુર્વ્યવહારમાં ફિલ્મનાં દૃશ્યો પણ એટલાં જ જવાબદાર છે. તેમણે જણાવ્યું કે ફિલ્મોમાં સ્ત્રીનું ચિત્રાંકન વિચારીને અને વધુ સારી રીતે કરવું જોઈએ. આપણે ત્યાં મોટા ભાગની...
  April 24, 09:16 PM
 • માતા-પિતા અને ટીનએજર્સ
  માતા-પિતા અને ટીનએજર્સ ઘણાં માતા-પિતા કહેતાં હોય છે કે તેમનાં ટીનએજ સંતાનોનો અભિગમ સમજાતો નથી. ઘણીવાર તેઓ સારું વર્તન કરે, બધું જ અમારું માને, અમને થાય કે અમે દુનિયાનાં સૌથી નસીબદાર માતા-પિતા હોઈશું. તો કોઈક વખત બિલકુલ કહ્યામાં ન રહે, અયોગ્ય વર્તન કરે, એમ લાગે કે અત્યાર સુધી તેના માટે કરેલી મહેનત પર તે પાણી ફેરવી રહ્યા છે. તેના પર ખૂબ ગુસ્સો આવે. ખરેખર ટીનએજરનો અભિગમ કે વર્તન બદલાયાં નથી હોતાં, પણ માતા-પિતાની મન:સ્થિતિ અને તેઓની આજુબાજુનું વાતાવરણ બદલાયું હોય છે. જ્યારે માતા-પિતા કોઈ...
  April 24, 09:14 PM
 • વિલ યાને વસિયતનામું...
  વિલ યાને વસિયતનામું... કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન આર્થિક રીતે પોતાની મૂડી ઊભી કરતી હોય છે અને આ સ્થાવર તથા જંગમ મિલકતનો કબજો પણ તેનો પોતાનો હોય છે. પોતાના જીવનકાળ દરમિયાન તેનો ઉપભોક્તા પોતે હોય જ, પણ પછી શું? આ વાત માનવીય લાગણી અને સામાજિક સંબંધના માધ્યમથી તે વ્યવસ્થા કરવા માગતી હોય છે. આ ઇચ્છાના લેખિત રૂપના દસ્તાવેજને આપણે વિલ તરીકે ઓળખીએ છીએ જેનું નિયમન ઇન્ડિયન સક્શેસન એક્ટ ભારતીય વારસાધારો સેક્શન 5 હેઠળ થાય છે. સમાજમાં ઘણા એવા કિસ્સાઓ જોવા મળે છે કે, વ્યક્તિએ પોતે પોતાના...
  April 24, 09:10 PM
 • કજિયાનું મોં કાળું
  કજિયાનું મોં કાળું સૈકાઓથી જાડા ઝીણા જન્મારાને ચાળું. ગમી ગયા આ શબ્દો. સાવ સાદા રૂઢિપ્રયોગ કજિયાનું મોં કાળુંથી શરૂઆત કરીને આખરે આતમની તાવણી સુધી પહોંચતી આ પંક્તિઓ ભાવકના અંતરમનને સ્પર્શે તેવી છે. વાત ક્યાં એક જનમની છે! શરીરો બદલાયા કરે છે ને સદીઓથી અંદર કંઈક મંજાતું રહે છે, ચળાતું રહે છે. જાડા ઝીણા શબ્દપ્રયોગ પણ આ ક્રિયાના સંદર્ભે ઉચિત જ પ્રયોજાયો છે. અંતની આ ફિલોસોફી શરૂઆતની તદ્દન ભૌતિક લાગતી બાબતને એક નવું જ પરિમાણ બક્ષે છે. કજિયો, ઝઘડો અહીં જાત સાથે છે. હળવાશ નથી અને આ ભારઝલ્લી...
  April 24, 09:08 PM
 • મોટો થયો તો અલગ થયો
  મોટો થયો તો અલગ થયો એક યુવતીએ વૃક્ષો પ્રત્યે પોતાના જોડાણને પુસ્તકનો ચહેરો આપ્યો છે. બાળપણમાં જે વાતોથી સૌથી વધારે ચિડાઈ જઈએ છીએ, તે છે રોજ-રોજ બ્રશ કરવું, નહાવું, તૈયાર થવું, વાંચવું અને રમવા માટે બહાર જવાના ખાસ સમયની રાહ જોવી અને હા, તેના માટે મોટાઓની મંજૂરી લેવા માટે મહેનત કરવી. એવામાં ખુલ્લા વાતાવરણમાં, માથું ઉઠાવીને, વગર કોઈ બંધને ઊભેલા ઝાડ બાળમનને પોતાનાથી વધારે આઝાદ લાગે તો ઉદ્વેગ ન થવો જોઈએ. એમાં વળી દિવસ-રાતનો પણ જેને ડર ન હોય, તો બાળક માટે આ વધારાની ખૂબી બની જતી હોય છે. વૃક્ષ રાત્રે...
  April 24, 09:03 PM
 • આથમતો તારો
  આથમતો તારો અશ્રુવેદનાને ચીરીને આથમતો વિશ્વાસ. બસ હવે શક્ય નથી ફરીથી ઊગવું! સૂરજ આથમ્યો! તોયે એનો તો સૂરજ ઊગ્યો જ કહેવાય ને આ તો નોકરી. સૂરજ આથમે ત્યારે જ કાળી રાત્રિનો એક સૂરજ ઊગે છે. ગુમનામીમાં ઘેરાયેલો એક રંગીન સૂરજ, જે કામિની જેવી રૂપજીવિકાઓના પેટના ખાડાને પૂરવા માટેનું માધ્યમ બની રહે છે. રોજ સવારે કામ પરથી આવીને ઘરની નજીક આવેલા મંદિરમાં એ થોડીવાર બેસતી. સૂર્યોદય જોઈને એક આશ સાથે ઊભી થઈ ને દૂધની થેલી લીધી ને ઘર તરફ ઉતાવળે પગલે ચાલવા લાગી. મનમાં ચિંતા એ જ, મમ્મીને સારું થઈ જાય. રાતે એની...
  April 24, 08:59 PM
 • ગુજરાતની દીપા મલિક એટલે કવિ ચાવડા
  દીપા મલિક ભારત દેશને ગૌરવ અપાવનવારી એક એવી પેરા એથ્લીટ જેણે 2016માં યોજાયેલી ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેની આ સફળતાથી તે માત્ર ભારત દેશમાં જ નહીં પૂરી દુનિયામાં જાણીતું નામ બની ગઈ. ભારતની આ દીપા મલિકને તો તમે બધા ઓળખતા જ હશો, પરંતુ આજે અમે તમારો પરિચય કરાવવા જઈ રહ્યાં છીએ ગુજરાતની દીપા મલિક એટલે કવિ ચાવડા સાથે. કવિ ચાવડા એ એવી પેરાલિમ્પિયન એથ્લીટ છે જેણે નેશનલ લેવલે એક નહીં, પણ એકસાથે ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે. મૂળ જૂનાગઢની રહેવાસી કવિ ચાવડાએ થોડા સમય પહેલાં...
  April 24, 08:42 PM
 • આ મહિલાઓનાં નામે બોલે છે કલા સ્થાપત્યનો વારસો
  સાર્સેનિક શૈલીનું શાનદાર સ્થાપત્ય વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ વિશે એવું કહેવાય છે કે આ ભવ્ય મહેલ બ્રિટિશ રાજઘરાનાના બકિંગહામ પેલેસ કરતાં 3થી 4 ગણો મોટો આધુનિક મહેલ છે. સંસ્કાર નગરીની શાન સમા લક્ષ્મી વિલાસ મહેલનું નામ મહારાજા સયાજીરાવ ત્રીજાના પત્ની લક્ષ્મીબાઇ પરથી રાખવામાં આવ્યું છે. સાર્સેનિક શૈલીનું સ્થાપત્ય ગણાતો લક્ષ્મીવિલાસ પેલેસ 1890માં એક લાખ એંશી હજાર પાઉન્ડના ખર્ચે તૈયાર કરાયો હતો. તેનું બાંધકામ અને ઇન્ટીરિયરનું કામ 12 વર્ષ ચાલ્યું હતું. આવડો મોટો મહેલ માત્ર બે વ્યક્તિને...
  April 18, 06:21 PM
 • ઉનાળામાં ઠંડક આપતા ખોરાક
  ઉનાળામાં ઠંડક આપતા ખોરાક નાળામાં જાણે ઠંડક માટે એર કન્ડિશનર અને ઠંડાં પીણાંનો જ સહારો રહે છે અને એટલે જ કદાચ કુદરત માનવજાતની મદદ માટે કાયમ તૈયાર હોય છે. ઉનાળામાં જ એવાં શાકભાજી અને ફળ આવે છે. જેમાં પાણી પુષ્કળ હોય અને તેનો ઉપયોગ કરવાથી શરીર ઠંડક અનુભવે છેે માટે ઉનાળા દરમિયાન આવાં શાકભાજી અને ફળોનો ઉપયોગ બને તેટલો વધારી દેવો જોઈએ. -ફળનો ઉપયોગ: ફળફળાદિમાં પાણીનો ભાગ વધુ હોય છે. ઉપરાંત તેમાં શરીરને જરૂરી પોષકતત્ત્વો તે એન્ટિઓક્સિડન્ટ પણ છે અને શરીરને ઠંડક આપે છે. આવાં ફળોમાં દ્રાક્ષ, ખાસ...
  April 17, 10:28 PM
 • આ ગલે લગ જા...
  આ ગલે લગ જા... દરેક માતા-પિતા પોતાના સંતાન પર વહાલ વરસાવતાં હોય છે. હા, તેમની વહાલ કરવાની રીત અલગ હોઈ શકે છે. મોટા ભાગે મમ્મા નાની અમથી વાતે સંતાનને પ્રેમાળ રીતે ભેટતી હોય છે એટલે કે હગ કરતી હોય છે. છોકરું ઘરમાં હાલતાં-ચાલતાં પડી જાય ત્યારે તરત જ તેની મમ્મા દોડીને સંતાનને તેડી લે છે ને વહાલપૂર્વક તેને છાતીસરસું ચાંપી દે છે. રડતું શિશુ પળવારમાં શાંત થઈ જાય છે. હોમમેકર મમ્મી પાસે તો હગ કરવા, બાળકો સાથે સમય વિતાવવા, ખુશી વ્યક્ત કરવા માટે પૂરતો સમય હોય છે, પણ વર્કિંગ વુમનને સમયનાં બંધનો નડે છે. બિઝી...
  April 17, 08:40 PM
 • સોશિયલ મીડિયા ઉપર જોબ શોધો છો?
  સોશિયલ મીડિયા ઉપર જોબ શોધો છો? જો તમે તમારા ફિલ્ડ રિલેટેડ જોબ શોધવા માગતાં હો, તો સોશિયલ મીડિયા ઉપર જોબ સર્ચ કરી શકો છો. હવે એ જમાનો ગયો કે સારી નોકરી મેળવવા માટે અખબારો ઉપર નિર્ભર રહેવું પડતું હતું અથવા તો કોઈની ઓળખાણ લગાવવી પડતી હતી, કારણ કે ત્યારે જોબની વેકેન્સી ક્યારે આવી અને ગઈ તેના માટે આ જ વિકલ્પ હતો, પરંતુ ટેક્નોલોજી ઘણી આગળ વધી ગઈ છે. હવે નોકરી સોશિયલ મીડિયા ઉપર મળી જાય છે. સોશિયલ મીડિયા પર નોકરી મેળવવા શું કરવું? -શરૂઆત કરવી છે જરૂરી સૌથી પહેલાં એપ્લિકેશન લેટર સારી રીતે લખવો....
  April 17, 08:35 PM
 • ઘર અને ઓફિસ રહે વ્યવસ્થિત
  ઘર અને ઓફિસ રહે વ્યવસ્થિત મોસમ બદલાઇ ગઇ છે અને હવે તો એવી ગરમી પડી રહી છે કે ઘરમાં એ.સી. અને એ.સી. ન હોય તો પંખા વિના ચાલતું નથી. ઓિફસમાં પણ એ.સી. ચાલુ થઇ ગયા છે. ઊનના કપડાં ધોવાઇને ઠેકાણે મૂકાઇ ગયાં છે અને તેનું સ્થાન ઊનાળામાં પહેરવાના કપડાંએ લઇ લીધું છે. બીજા શબ્દોમાં કહીએ તો, ફરી એક વાર બીનજરૂરી વસ્તુઓની સફાઇ કરવાનો સમય આવી ગયો છે. હવે એવી જગ્યા નક્કી કરો જ્યાં તમે કોઇ વસ્તુ નહીં રાખો. એ જગ્યા નિશ્ચિત કરો જ્યાં તમે વધારાની કોઇ વસ્તુ નહીં મૂકો અને એક જગ્યા એવી નક્કી કરો જે સહેલાઇથી વ્યવસ્થિત રહી...
  April 17, 08:33 PM
 • પતિ ઝડપથી થાકી જાય છે
  પતિ ઝડપથી થાકી જાય છે -પ્રશ્ન : મારી બહેનપણીનાં લગ્ન થઈ ગયાં છે, છતાં એ જે યુવાનને પ્રેમ કરતી હતી, તેની સાથે હજી પણ સંબંધ રાખે છે. એ હવે માતૃત્વ ધારણ કરવાની છે. આ ગર્ભ કોનો હશે તે એને જાણવું છે. એ કેવી રીતે ખબર પડે? ઉત્તર : સૌથી પહેલી વાત તો એ કે તમારી બહેનપણીએ લગ્ન પછી પણ પ્રેમી સાથે સંબંધ રાખવાની જરૂર નહોતી. એણે પોતાના પતિ સાથે દગો કર્યો છે અને પ્રેમીની પણ જિંદગી બરબાદ કરી છે. હવે જ્યારે એ માતૃત્વ ધારણ કરવાની છે, ત્યારે કોનો ગર્ભ છે એ જાણીને કોઈ અર્થ નથી. સંતાન ગમે તેનું હોય પણ માતા માટે તો સંતાનનું...
  April 17, 08:30 PM
 • સાથ માણતાં ગર્ભ રહી જવાનો ભય રહે છે
  સાથ માણતાં ગર્ભ રહી જવાનો ભય રહે છે પ્રશ્ન : મારાં લગ્નને ત્રણ વર્ષ થયાં છે. અમે બંને જોબ કરતાં હોવાથી સંતાન ન થાય તે માટે પ્લાનિંગ કર્યું છે. તે માટે મારા પતિ નિરોધનો ઉપયોગ કરે છે, પણ મને ડર લાગે છે કે તે ફાટી જાય અને ગર્ભ રહી જાય તો? આવું બની શકે? યોગ્ય સલાહ આપશો. ઉત્તર : તમારો ડર સાચો છે. ઘણી વાર વધારે પડતા ઘર્ષણથી નિરોધ ફાટી જાય એવું બને છે અથવા ક્યારેક આવી ખામીયુક્ત પ્રોડક્ટ પણ આવતી હોય છે. એવામાં જો તમારા પતિ સાવચેત ન હોય અને તમે ગર્ભ ધારણ કરી લો એવું બને. તમે સતત આ ડર સાથે સાથ માણવાને બદલે...
  April 17, 08:29 PM
 • ઘરની વસ્તુઓ વેચવામાં ઉપયોગી એપ્સ
  ઘરની વસ્તુઓ વેચવામાં ઉપયોગી એપ્સ 5 માઇલ્સ: તમારા માટે બિનઉપયોગી ઘરની વસ્તુઓને ઓનલાઇન સેલ કરવા માગતાં હો તો આ એપ બેસ્ટ છે. જોકે, એપનું નામ વાંચીને સમજી જ ગયા હશો કે તમારા લોકેશનથી 5 માઇલ સુધી તમે કોઈને પણ વસ્તુ સેલ કરી શકો છો. તેવી જ રીતે કોઈ વસ્તુ ખરીદવા માગતાં હો તો 5 માઇલની અંદર રહેલી વસ્તુ જ ખરીદી શકાય છે. જીપીએસને ઓન કરીને આમાં તમારા વિસ્તારનો પિનકોડ નાખીને વસ્તુની આપ-લે કરી શકાય છે. આ એપમાં ચેટિંગની સુવિધા પણ છે. આ એપમાં રિવ્યૂનો વિકલ્પ પણ છે. વસ્તુ લેતા પહેલાં ખરીદનાર અને વેચનારના રિવ્યૂ...
  April 17, 08:26 PM
 • વંધ્યત્વ અને પુરુષ
  વંધ્યત્વ અને પુરુષ શગુફ્તાએ બૂરખો હટાવ્યો અને મારી સાથે વાત કરવાની શરૂઆત કરી, મેડમ, મેરી શાદી કો દો સાલ હોને વાલે હૈ. અભી તક મૈં એક બાર ભી... મુસલમાન ઔરત હતી. કદાચ પહેલી વાર ગાયનેકોલોજિસ્ટ પાસે આવી હશે. એટલે શરમાઈને અટકી ગઈ, પણ એની આંખો બધું કહી રહી હતી. એને ગર્ભ રહેતો ન હતો. સાદી ભાષામાં એને વંધ્યત્વ કહે છે, પણ હવે તો અલ્પશિક્ષિત લોકો પણ વંધ્યત્વ કરતાં ઇન્ફર્ટિલિટી કે સ્ટરીલિટી જેવા અંગ્રેજી શબ્દો વધુ સમજતાં થઈ ગયા છે. મેં પૂછ્યું, હું ગુજરાતીમાં વાત કરું તો ચાલશેને? હા, બહેન! હું બી.એ. પાસ છું....
  April 17, 08:25 PM
 • ડિલ્યુઝનલ ડિસઓર્ડર
  ડિલ્યુઝનલ ડિસઓર્ડર હમણાં એક બા રડતાં રડતાં પોતાની વાત કરી રહ્યાં હતાં. હા, બા એટલા માટે કહ્યું કે તેમની ઉંમર લગભગ 65 વર્ષ આસપાસની હતી. આપણે તેમને કમળાબા તરીકે ઓળખીશું. કમળાબહેનની મુખ્ય ફરિયાદ તેમના પતિ કરસનકાકા માટે હતી. રડતાં રડતાં તેમણે કહ્યું કે, આ કાકાને તો હવે શું કહેવું? આ ઉંમરે આવું બધું બોલતાં, વર્તન કરતાં તેમને શરમ નથી આવતી. થોડીક તો બોલવામાં લાજ-શરમ જેવું રાખવાનું હોય કે નહીં. મારે તેમની સાથે રહેવું જ નથી. માંડ માંડ તેમને શાંત પાડ્યાં અને આખી વાત વિસ્તારથી જણાવવા માટે કહ્યું....
  April 17, 08:23 PM
 • સમાનતા એટલે સરખા હક્ક, યસ, પણ સરખી જવાબદારી નહીં?
  સમાનતા એટલે સરખા હક્ક, યસ, પણ સરખી જવાબદારી નહીં? તમે જે કહ્યું એનાથી મારી વાઇફને બહુ દુ:ખ થયું છે. એ રડી રહી છે. એક જણે બીજી વ્યક્તિને કહ્યું. વાત તદ્દન પ્રોફેશનલ અથવા બિઝનેસ સાથે જોડાયેલી હતી. આપેલા વચન મુજબ કામ ન થાય કે કહ્યા મુજબ વસ્તુ ડિલિવર ન થઈ શકે તો ક્લાયન્ટને ફરિયાદ કરવાનો અધિકાર હોય જ. ફક્ત બિઝનેસના ઉસૂલ નહીં, પણ કાયદો પણ કન્ઝ્યૂમર પ્રોટેક્શનની વાત કરે છે. આમાં જ્યારે સ્ત્રી કર્મચારી સાથે કામ કરવાનું હોય ત્યારે એક વિચિત્ર પ્રકારની મુશ્કેલી નડે છે! સામાન્ય રીતે પોતાની જાતને...
  April 17, 08:19 PM
 • બાળકો માતા-પિતા પાસેથી શું શીખશે?
  બાળકો માતા-પિતા પાસેથી શું શીખશે? તમે ઘણી વાર વાંચ્યું હશે કે બાળકો માતા-પિતાની સલાહ માનતાં નથી, પણ તેમના વર્તનને અનુસરે છે. આજે આપણે એ જ ચર્ચા કરીશું કે માતા-પિતાનું કયું વર્તન અથવા કઈ આદતો બાળકોની મન:સ્થિતિ પર વધુ અસર કરે છે. અમારી પાસે ઘણી વાર માતા-પિતા બાળકોને લઈને આવે અને તેમના વિશે ફરિયાદો કરે ત્યારે અમારા રૂમમાં અમારી સામે જ બાળકોને સલાહ આપવાનું શરૂ કરી દેતાં હોય છે. જો બેટા સાંભળ, ડોક્ટર સાહેબ કહે છે કે બહારનું બહુ નહીં ખાવાનું, ઘરનું બનાવેલું જ ખાવાનું, રોજ બે વખત બ્રશ કરવાનું વગેરે....
  April 17, 08:14 PM