સંતસાહિત્યના સર્જકો અને ઉપાસકોએ સમગ્ર પ્રજાની કેળવણીમાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. આ સાતત્યપૂર્ણ કેળવણીને કારણે ભારતીય સમાજ નિરક્ષર હોવા છતાં અભણ નથી અને ગરીબીમાં સબડવા છતાં આ સમાજે પોતાનું ગૌરવ અને પોતાની ગુણવત્તા ગુમાવ્યાં નથી.
ગુજરાતમાં દયારામ, રાજસ્થાનની મીરાં, બંગાળમાં વિદ્યાપતિ અને ચંડીદાસ અને આસામમાં શંકરદેવે વ્રજભાષામાં લખ્યું...
એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતો. ત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો.ઈશ્વર : ‘શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે ?’હું : ‘ના, મેં તમને બોલાવ્યા નથી. તમે કોણ છો ?’ઈશ્વર : ‘વત્સ ! હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક છું….ઈશ્વર છું.’હું : ‘હું કેવી રીતે માનું કે તમે ઈશ્વર છો ? તમારા જેવા તો ઘણા પોતાની જાતને અહીં ‘ભગવાન’...
સૂર્યના બરાડા સાંભળી શકાય
ચંદ્રના અજવાસનો રોજમેળ
દરિયામાં દરોડા પાડી
જપ્ત કરવામાં આવે
કોઇ તારો એમની વસતી ગણતરીનું પત્રક
ધરતી પર મોકલે
મેઘધનુષની નીચે
દોરનાર એનું નામ લખી દે
વાદળો પર લિટરનું લેબલ લગાવવામાં આવે
દિવસ-રાતનાં હાજરીપત્રક તપાસવામાં આવે
વરસાદની લિપિ ઉકેલી શકાય
તો
આખા વિશ્વને ખબર પડી જાય
કે
ઈશ્વર ગુજરાતી છે.
- ભાવેશ ભટ્ટ
ફૂલ કળીની ફોરમ વચ્ચે
માણસમાંથી મહેક થયો છું.
અફવા જેવો એ પણ છે તો
ઈશ્વર સાથે એક થયો છું.
કવચ-કુંડળ કુંતાને આપી
સાવ હળવો છેક થયો છું.
એક અજાણી લહેરી અડતાં
ખળભળ હું ક્ષણેક થયો છું.
ડુંગર પરના દેરા જેવો
એકલ-મલ અહાલેક થયો છું.
- રુદ્ર રાણા