સંગીતને પોતાના જીવનમાં ઘૂંટી જીવન અને સંગીતને સીધી લીટી પર મૂકી સંગીત ક્ષેત્રે ટોચના સ્થાને પહોંચનાર મધુકરભાઈ ઉપાધ્યાયે પોતાના વારસામાં પણ સંતાનોને સંગીતનું સિંચન કર્યું છે. નિષેધાત્મક મનોવૃત્તિમાં સમય-શક્તિ વેડફ્યા વગર સાધના કરતા રહી, મંચનો મોહ ન રાખી કલાક્ષેત્રે ટૂંકો રસ્તો છે જ નહીં તેથી ધીરજ રાખવા મધુકરભાઈ સોનેરી સલાહ આપે છે....
પરખ : લોક સાહિત્ય અને ભજનનો હરતો ફરતો ભંડાર એટલે માયાભાઈ આહિર. મુળનામ માયાભાઈ વિરાભાઈ આહિર, જન્મ તા.૧૬-૦૫-૧૯૭૨, જન્મ સ્થળ : મહુવા તાલુકાના બોરડા ગામ પાસેનો આહિરોનો નેસ, કુંડવી ગામ, પ્રાથમિક અને માધ્યમિક ૧૦ ધોરણ સુધીનું જ ભણતર અનુક્રમે કુંડવીમાં-બોરડામાં અને ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં લીધું. ભણતર પછીનું ગણતર તેણે લોકસાહિત્યના ડાયરામાંથી...
ચારણી અને લોક સાહિત્યની આગવી છટાથી લોકોને મંત્રમુગ્ધ કરવા સ્વયં ભગવતી જ પોતાના કંઠમાં બિરાજમાન હોય તેમ ગઢવી પરિવારે જીવનમાં ડાયરાઓ અને જાહેર કાર્યક્રમોની હારમાળાઓ સર્જી દીધી છે. ગુજરાત અને તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રની આગવી લોક સંસ્કૃત્તિને ધબકતી રાખવામાં ગઢવી બંધુઓનું અમૂલ્ય પ્રદાન રહ્યું છે. ઈ.સ. ૧૯૨૯ પછી રાજદરબારોમાં રહેલા ચારણ કવિઓએ...
માત્ર ભાવનગર જ નહીં પણ સમગ્ર દેશ-વિદેશમાં ગાિયકી ક્ષેત્રે મુકેશની ખોટ પૂરી કરનારા કોણ ? એટલે તરત જ એક જ જવાબ મળે કમલેશ આવસિત્થ. આ સપ્તકલાના સાચા સાધક આજે પણ ગાિયકી ક્ષેત્રે નવા આયામો સર કરવા પ્રતબિદ્ધ છે.
નામ : ડૉ.કમલેશ આવસત્થી.
જન્મ : ૧૯૪૫માં સાવરકુંડલામાં જન્મ.
અભ્યાસ : અભ્યાસ M.Sc.P.hd. ભાવનગર યુનિ. કેમેસ્ટ્રી ભવનના પૂર્વ વ્યાખ્યાતા. બે પુત્રો...