Home >> Magazines >> Sunday Bhaskar
 • હૈદરાબાદ ભારતમાં છે, તે માટે સરદાર પટેલ અને ક. મા. મુનશી યાદ રહેશે
  હૈદરાબાદ ભારતમાં છે, તે માટે સરદાર પટેલ અને ક. મા. મુનશી યાદ રહેશે આક્ષણે મારા હૃદયમાં ભગવાન પરશુરામના વંશજ એવા ક. મા. મુનશી છવાઇ ગયા છે. તમે મુનશીજીની બધી નવલકથાઓ ઉપરાંત કૃષ્ણાવતાર જેવું ઉત્તમ પુસ્તક વાંચ્યું હોય, તોય તમને એમનો ખરો પરિચય છે એમ ન કહેવાય. તેઓ કેવળ સાહિત્યકાર ન હતા. એમને ખરેખર ઓળખવા હોય, તો તમારે એમનું પુસ્તક The End of An Era વાંચવું રહ્યું. સરદાર પટેલના વિશ્વાસુ સાથી તરીકે એમણે હૈદરાબાદને ભારતના સંઘરાજ્યમાં જોડવામાં જે સફળતા મેળવી તેની રોમાંચક કથા આ પુસ્તકમાં એમના જ શબ્દોમાં...
  May 19, 09:15 PM
 • નારી સન્માનની નીતિ કે સ્ત્રી અપમાનોની રીતિ?
  નારી સન્માનની નીતિ કે સ્ત્રી અપમાનોની રીતિ? અત્યારે એક એવા દેશમાં છું કે જ્યાં સમગ્ર શાસન નીતિનિયમો અને કાયદાપાલનથી ફર્સ્ટ ક્લાસ ચાલે છે. અહીં પ્રત્યેક માનવના આદર-સન્માન જાળવીને કડકમાં કડક કાયદાઓ અમલમાં છે. અહીંના ગુજરાતીઓ વચ્ચે સન્ડે લંચમાં ત્રણેક કલાક ગાળવાનું થયું ત્યારે વર્ષોથી ઓસ્ટ્રેલિયા વસતા પણ દિલથી ભારતીય અને ખાધેપીધે પાક્કા ગુજરાતીઓ થોડા વ્યથિત હતા. બે ગુજરાતીઓ મળે તો ભારતની કે ગુજરાતની વાતો ન કરે તો બીજું શું ચર્ચે? થોડા સમય માટે આવ્યો હોવાથી સૌ મારી પાસેથી જવાબની...
  May 19, 09:13 PM
 • આમ આદમી પાર્ટી-પ્રગતિ કે પડતી?
  આમ આદમી પાર્ટી-પ્રગતિ કે પડતી? આમ આદમી પાર્ટીના સર્વોચ્ચ અરવિંદ કેજરીવાલ સામે તેમના સાળાને ભ્રષ્ટાચાર કરીને ફાયદો પહોંચાડવાનો આક્ષેપ તથા આમ આદમી પાર્ટીના ભંડોળના ગોટાળા અંગે જે ફરિયાદો થઇ તેની તપાસ સીબીઆઈ કરે તેવા સમાચાર મળે છે. દિલ્હીની ચૂંટણીમાં ભાજપને ધોબીપછાડ આપ્યા પછી પંજાબ અને ગોવામાં શરમજનક હાર થઇ અને ગુજરાતમાં અનેક મનોમંથન પછી પણ પાર્ટીનું કોઈ સંગીન માળખું ઊભું ન કરી શકાયું તેથી મીડિયા મોગલો આમ આદમી પક્ષનું નામું નંખાઈ જશે તેવી, પિપરમિન્ટ ચગળવી ગમે તેવી આગાહીઓ કરવા લાગ્યા...
  May 19, 09:10 PM
 • બોક્સર બખ્તાવર
  બોક્સર બખ્તાવર ટેલિવિઝન સ્ક્રીન પર કાળા લિબાસમાં ચુસ્ત અને સ્ફૂર્તિલાં બખ્તાવર ભુટ્ટોને જોતાં જ મને જૂનાં સંભારણાંઓ ઘેરી વળ્યાં, જ્યારે મેં તેમને પા પા પગલી માંડતાં જોયાં હતાં. એ વખતે બેનઝીરને હજું તાજાં તાજાં વડાપ્રધાન પદેથી હટાવાયાં હતાં અને હું ઉર્દૂ મેગેઝિન શીનાં એડિટર તરીકે કરાચીથી ઇસ્લામાબાદ આવેલી, જેથી બીબીનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ લઈ શકું. ઇસ્લામાબાદનો માહોલ જબરદસ્ત હતો અને બીબી લીડર ઑફ ધ ઓપોઝિશનની ચેમ્બરમાં હાજર હતાં. બીબી મારા સવાલોના જવાબો આપી રહ્યાં હતાં. જોકે, બીબીની...
  May 19, 09:08 PM
 • ‘નયા દોર’થી રચાયો નવો આયામ
  નયા દોરથી રચાયો નવો આયામ વિખ્યાત ફિલ્મકાર સઈદ મિર્ઝા અને અઝીઝ મિર્ઝાના પિતા અખ્તર મિર્ઝાએ નયા દોરની વાર્તા લખી હતી. બી.આર. ચોપરાએ આ ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો ત્યારે મહેબૂબ ખાને આ ફિલ્મની વાર્તા માટે ચેતવ્યા પણ હતા. એ સમયે મહેબૂબ સાહેબ મધર ઈન્ડિયા બનાવી રહ્યા હતા. તેઓ નયા દોરની કહાનીને તાંગે વાલે કી કહાની કહેતા હતા અને એવું માનતા હતા કે આ પ્રકારની કહાની પર બનનારી ફિલ્મ સુપરફ્લોપ સાબિત થશે અને બનાવનાર તો દેવાળિયો જ થઈ જશે. મહેબૂબ સાહેબે ચોપરા સાહેબને આ સલાહ જૂના મિત્ર અને વ્યવસાયે સિનિયર...
  May 19, 09:07 PM
 • શું ફાંસીની સજા અમાનવીય છે?
  શું ફાંસીની સજા અમાનવીય છે? ઘાતકીપણાની હદ વટાવી દેનાર નિર્ભયાના ચાર બળાત્કારીઓને ફરમાવવામાં આવેલી ફાંસીની સજા સર્વોચ્ચ અદાલતે મંજૂર રાખી ત્યારે બચાવ પક્ષના વકીલે આખરી દલીલમાં કહ્યું કે ગાંધીના ભારતમાં ફાંસીની સજા યથાયોગ્ય નથી. આ કેસની બાબતમાં ગાંધીજીનું નામ વાપરવું અઘટિત છે. ગાંધીજીએ પાપની શિક્ષા વાજબી ઠરાવી છે અને તેમણે નાનકડી ભૂલ કરનારને પણ અતિ કઠોર સજા ફરમાવવાના અનેક દાખલા આપી શકાય. આ શિક્ષાઓમાં શારીરિક હિંસા કરતાં પણ અનેક ગણી વધારે ક્રૂર માનસિક હિંસાનો પ્રભાવ જોવા મળે છે. પણ...
  May 19, 09:01 PM
 • આ છે જાતે અનુભવેલું, સંવેદનસભર સિઆચેન
  આ છે જાતે અનુભવેલું, સંવેદનસભર સિઆચેન આપણા ગૌરવનું એવું છે. કોઈ ટોણો મારે ત્યારે યાદ આવે કે પછી કોઈ ચગડોળે ચડાવે ત્યારે. બાકી, એક ગુજરાતી પત્રકાર, હર્ષલ પુષ્કર્ણા, વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર એવા સિઆચેનની એકલપંડે મુલાકાત લે, સિઆચેન બેઝ કૅમ્પથી ઉપર, 19 હજાર ફીટથી પણ વધુની ઊંચાઈએ આવેલી કેટલીક ચોકીઓનો હૅલિકોપ્ટરમાં બેસીને આંટો મારી આવવાને બદલે, ટ્રેકિંગ કરીને જાય (અને એમ કરનાર સંભવતઃ પહેલા ભારતીય પત્રકાર બને), આખી સાહસયાત્રા તે સૈન્યના હિસાબે ને જોખમે-તેમની પર બોજ બનીને પાર પાડવાને બદલે,...
  May 19, 08:58 PM
 • ઈંગ્લેન્ડની રાણીથી માંડી, જાપાનીસ રોયલ ફેમિલી ગૂઢ શક્તિમાં માનતાં
  ઈંગ્લેન્ડની રાણીથી માંડી, જાપાનીસ રોયલ ફેમિલી ગૂઢ શક્તિમાં માનતાં ફૂલ કે સાથ કાંટે ફૂલ કે સાથ કાંટે ઈસલિયે હૈ કિ દુનિયા સૌંદર્ય કો દેખે તો પર છૂ ન સકે પ્રકાશ કે સાથે તાપ ઈસલિયે હૈ કિ દુનિયા ઉસે પાયે તો પર રખ ન સકે - કવિ નીરજ (કાવ્યસંગ્રહ દદી દીયા હૈ) આજે માનવીઓ અને કુદરત ભેગાં મળીને તેની આસપાસ કઠિન સમસ્યા પેદા કરે છે, સાથે માનવીને તે સમસ્યા ઉકેલવા ગૂઢ જ્ઞાન પણ આપે છે. આ ગૂઢ જ્ઞાનની વાતને ડો. લ્યાલ વોટ્સનના નામના સર્વશક્તિનું જ્ઞાન ધરાવતા વિજ્ઞાનીએ તેના પુસ્તક સુપર નેચરમાં ઉલ્લેખી છે....
  May 19, 08:55 PM
 • સ્લો ટ્રાવેલના એ દિવસો
  જીવનનો ઉતારચડાવ જીવનનો પ્રવાહ જેવો પણ હોય એનો પ્રતિકાર કર્યા વિના જો સ્વીકારી લેવાય તો જીવન સહજ બની જાય છે. કોઇ પણ સ્થિતિનો સ્વીકાર કરી લેવો એટલે સંઘર્ષનો અંત. જો સંઘર્ષ નથી તો પછી તણાવ પણ નથી. ભગવદ્ ગીતાની વ્યાખ્યા પ્રમાણે જે વ્યક્તિ સુખ અને દુ:ખ બંને પ્રત્યે સમદૃષ્ટિ રાખી શકે છે તે સ્થિતપ્રજ્ઞ છે, અર્થાત્ એની બુદ્ધિ સ્થિર છે. આવી વ્યક્તિ સંજોગોથી વિચલિત થતી નથી. શાહ અઝીમાબાદી આ શેરમાં પોતાની આવી માનસિક સ્થિતિ આ રીતે રજૂ કરે છે- મિલનની રાત (શબે-વસ્લ) તારે જવું હોય તો જા અને વિયોગની રાતને...
  May 19, 08:53 PM
 • ઉનાળામાં પાર્ટનર સાથે માણો બમણી મજા
  ઉનાળામાં પાર્ટનર સાથે માણો બમણી મજા ગયા અંકમાં આપણે વાત કરી હતી કે ઉનાળાના તાપમાં પાર્ટનર સાથે તમે કેવી રીતે આનંદ માણી શકો છો! તમારા પાર્ટનર સાથે મળીને ઠંડક મેળવવા માટે તમે નવી નવી રીતનો ઉપયોગ કરી શકો છો. ઠંડક મેળવવાની રીતો અજમાવો : તમારા ફ્રિઝરના ખૂણામાં પડેલી આઈસટ્રેને બહાર કાઢવાનો આ શ્રેષ્ઠ સમય છે. ફોરપ્લે દરમિયાન આઈસક્યુબનો ઉપયોગ કરો. પાર્ટનરના આવેગોની ગરમી દ્વારા તેને પીગળવા દો. પહેલા તો આઈસક્યુબ્સને તમારા મોઢામાં રાખી તમારા પાર્ટનરની વક્ષઃસ્થળ, પેટ, ખભા, પીઠ તથા કમર સહિતના તેને...
  May 19, 08:50 PM
 • જાપાનીઓના મગજમાં સ્પીડનું એન્જિન
  જાપાનીઓના મગજમાં સ્પીડનું એન્જિન કોંકણી, મરાઠી, હિન્દી જેવી ભાષાઓના સાહિત્યસર્જક રવીન્દ્ર કેલેકર જાપાન ગયા હતા. ત્યાં એક મિત્રે એમને જણાવ્યું કે જાપાનના લોકોના જીવનની ગતિ ખૂબ વધી ગઈ છે. એમના મગજમાં જાણે સ્પીડનું એન્જિન લગાવ્યું છે. સમય જતાં એમના મગજનો તનાવ એટલો વધી જાય છે કે આખું એન્જિન તૂટી જાય છે. આ કારણે એમનામાં માનસિક રોગોનું પ્રમાણ વધી ગયું છે. કામના અસહ્ય બોજ હેઠળ દબાયેલા જાપાની લોકોમાંથી ઘણા હાર્ટ અેટેક, સ્ટ્રોક જેવી બીમારીથી મૃત્યુ પામ્યા છે. એ પ્રકારનાં મૃત્યુ માટે જાપાનમાં...
  May 19, 08:48 PM
 • સ્પર્ધાની લમણાઝીકમાં પડ્યા વગર આગળ વધો
  સ્પર્ધાની લમણાઝીકમાં પડ્યા વગર આગળ વધો અનેક ધર્મગ્રંથો, તત્વજ્ઞાની, સંતો, મહાપુરુષોએ લોકોને બીજા પ્રત્યે સમભાવ-પ્રેમાનંદ રાખવાની તો ઘણી વાતો કરી છે. જગદીશચંદ્ર બોઝ જેવા વૈજ્ઞાનિકે તો વનસ્પતિ પર પ્રયોગ કરીને પુરવાર કરેલું કે વનસ્પતિમાં પણ ચેતન છે અને એ પણ પ્રેમ કે તિરસ્કારની ભાષા સમજે પણ આપણે આપણાં મનોવલણો કે પૂર્વગ્રહોથી બહુ ઓછા મુક્ત થઇ શકીએ છીએ. પ્રેમ અને પોઝિટિવ વર્તન માણસને જીવવાનું બળ પૂરું પાડે છે, એ આપણને સમજાતું જ નથી. અતિરેક નુકસાનકારક છે એ સમજવું પડે, તો તમારે કોઇની સાથે...
  May 19, 08:46 PM
 • અજય સોની અને વિજય સોનીની વાર્તાઓ
  અજય સોની અને વિજય સોનીની વાર્તાઓ નવલિકાચયન 2013 માં વિજય સોનીની વાર્તા વૃદ્ધ રંગાટી બજાર અને 2014ના નવલિકાચયનમાં અજય સોનીની વાર્તા ક્લોક ટાવર અને ચામાચીડિયાં પસંદગી પામી છે. પસંદગી કરનાર પણ વાર્તાકારો છે: ગિરીશ ભટ્ટ અને મુનિકુમાર પંડ્યા. પ્રકાશન પરિષદનું. આ બંને વાર્તાઓ સામાજિક નિસબત ધરાવે છે. રંગદર્શી થઇને વાચકને લોભાવવાને બદલે ઠંડે કલેજે વાસ્તવિકતાની ઝાંખી કરાવી છે અને એમાંથી બહાર આવવાના વિધાયક સંકેત પણ મૂક્યા છે. નિરૂપણમાં ઘનતા છે. નવલેખકોમાં આવી ક્ષમતા છે એ જોઇને રાજી થવાય છે. બંને...
  May 19, 08:33 PM
 • ‘આઈ લવ યુ’ જેવા પાવરફુલ બીજા કયા ત્રણ અક્ષર છે?
  આઈ લવ યુ જેવા પાવરફુલ બીજા કયા ત્રણ અક્ષર છે? સવાલ: સિક્કા ગોળ અને નોટ ચોરસ કેમ હોય છે? - શ્વેતા લીલા (રાજકોટ) જવાબ: ત્રિકોણ સિક્કા ખિસ્સામાં વાગે અને ષટ્કોણ નોટો ગણતાં ન ફાવે. સવાલ: તમે આટલા સરસ જવાબ કેવી રીતે આપી શકો છો? -અજય મેવાડા (અમદાવાદ) જવાબ: ખોટું બોલવામાં મારી માસ્ટરી છે એટલે. સવાલ: છોકરીઓ મોઢે દુપટ્ટો ઢાંકી વાહન કેમ ચલાવે છે? - આનંદ ભાવસાર (અમદાવાદ) જવાબ: અકસ્માત ઓછા થાય એના લીધે. સવાલ: શું પહેલાં આવે? મરઘી કે ઇંડું? - શિવાની યાદવ (પાલનપુર) જવાબ: હું શાકાહારી હોટલનો વેઇટર છું. નોનવેજ...
  May 19, 08:28 PM
 • તાડોબા-અંધારી ટાઇગર રિઝર્વ
  તાડોબા-અંધારી ટાઇગર રિઝર્વ વાઘને જોવા માટે ભૂતકાળમાં ભારતનાં કંઇ કેટલાંય રાષ્ટ્રીય ઉદ્યાનોની મુલાકાત લીધેલી. પણ કાઝીરંગા હોય કે માનસ, રણથંભોર હોય કે કાન્હા કે પછી બાંધવગઢ, મારે અને વાઘને લેણું જ નથી. પ્રાણી સંગ્રહાલયમાં તો વાઘ જોયેલા પણ અત્યાર સુધી જંગલના વાઘ તો મારા માટે ઝાંઝવાના નીર સમાન જ છે. હું મારા મિત્રોને પણ કહેતી કે, આમ ને આમ વાઘ જોયા વગર જ હું મરી જઇશ કે શું? સી.એન. વિદ્યાલયમાં મારી સાથે અભ્યાસ કરતી નીતિ દવે હાલમાં મહારાષ્ટ્રના યવતમાળ ખાતે જિલ્લા સરકારી વકીલ તરીકે કાર્યરત છે. એ...
  May 19, 08:28 PM
 • આપણું તો ભૈ એવું, છાપાનું સર્ક્યુલેશનેય ઓછું ને ભૂલો પણ ઓછી...
  આપણું તો ભૈ એવું, છાપાનું સર્ક્યુલેશનેય ઓછું ને ભૂલો પણ ઓછી... લગ્ન માટે કહેવાય છે કે તે સ્વર્ગમાં નક્કી થાય છે ને એની વિધિ પૃથ્વી પર થાય છે. જોકે કેટલીકવાર બને છે એવું કે સ્વર્ગમાં નક્કી થયેલ લગ્ન એક નાની, અતિ ક્ષુલ્લક વાતને કારણે થઇને પૃથ્વી સુધી પહોંચતામાં જ તૂટી પડે છે. ઉત્તરપ્રદેશના મૈનપુરી ખાતે એક ટ્રેજિ-કોમિક કિસ્સો બની ગયો. આજથી સેંકડો વર્ષ પૂર્વે દેશી રાજાઓની મોઢે ચડાવેલી રાજકુંવરીઓ લગ્નઇચ્છુક રાજકુમારોની લગ્ન અગાઉ અઘરી પરીક્ષા લેતી, એ પરીક્ષામાં ઉમેદવાર પાસ થાય તો કુંવરી તેના...
  May 19, 08:26 PM
 • પર્રિકર સામે બળવાનો સિલસિલો શરૂ
  પર્રિકર સામે બળવાનો સિલસિલો શરૂ ગોવામાં મુખ્યમંત્રીપદે ભાજપના મનોહર પર્રિકરની સરકારને બેઠાને હજુ ગણતરીના જ મહિનાઓ થયા છે તે દરમિયાન જ તેમની વિરુદ્ધ બળવો થયો હોવાના અહેવાલ આવ્યા છે. જોકે, મનોહર પર્રિકરે પોતાની રીતે બળવો દાબી દીધો હતો. કૉંગ્રેસ દ્વારા ભાજપના કેટલાક ધારાસભ્યો તથા ભાજપના સાથી પક્ષોનો સંપર્ક કરી પર્રિકરને ઊથલાવી દેવાનું કાવતરું ઘડાયું હતું. કૉંગ્રેસના આંતરિક ડખાને કારણે જ મનોહર સરકાર બચી ગઈ હોવાનું મનાય છે. ગોવાના પ્રભારી તરીકે દિગ્વિજયસિંહની હકાલપટ્ટી બાદ નવા આવેલા...
  May 19, 08:06 PM
 • શા માટે દરેક માણસે પોતાને આવડે એવું લખવું જોઈએ?
  શા માટે દરેક માણસે પોતાને આવડે એવું લખવું જોઈએ? સંવેદનાઓ ઉપર કોઇ ચોક્કસ લોકોનો ઇજારો નથી હોતો. દરેક માણસમાં સંવેદનાઓ હોય જ છે. દરેક વ્યક્તિ માટે મા મહાન જ હોય છે. બધા માટે પિતા ફર્સ્ટ રોલ મોડેલ હોય છે. તમામ લોકો માટે દીકરી વહાલનો દરિયો જ હોય છે. દરેક પ્રેમી માટે એની પ્રેમિકા વિશ્વની સૌથી સુંદર સ્ત્રી હોય છે. દરેક પ્રેમિકા માટે એનો પ્રેમી બેસ્ટ પર્સન હોય છે. આપણામાં સતત કોઇ વ્યક્તિ ધબકતું હોય છે અને આપણે પણ કોઇ માટે જિંદગીનું કારણ હોઇએ છીએ. કોઇ હોય છે જેને આપણાથી બહુ મોટો ફેર પડે છે. આપણું હાસ્ય...
  May 19, 07:53 PM
 • કુલભૂષણ જાધવ કેસ લડાઈ હવે શરૂ થઈ
  કુલભૂષણ જાધવ કેસ લડાઈ હવે શરૂ થઈ અઢાર વર્ષ પછી પાકિસ્તાન ફરી એકવાર ઇન્ટરનેશનલ કોર્ટમાં બેકફૂટ પર આવી ગયું છે. 10 ઑગસ્ટ 1999માં કચ્છ સરહદે ઊડતા એક વિમાનને ઇન્ડિયન એરફોર્સે તોડી પાડ્યું હતું. જેમાં પાકિસ્તાની નેવીના 16 જવાનો માર્યા ગયા હતા. ભારત સામે પાકિસ્તાને ઇન્ટરનેશનલ કોર્ટ દાવો માંડ્યો હતો અને કહ્યું હતું કે ભારતે અમારી સીમાની અંદર ઘૂસીને વિમાન તોડી પાડ્યું છે એટલે આ 16 જવાનોના મૃત્યુના વળતર પેટે 60 મિલિયન ડૉલર ભારતે અમને આપવા જોઇએ. એ વખતે ઇન્ટરનેશનલ કોર્ટમાં ચારેક વખત સુનાવણી થઇ અને આખરે...
  May 19, 07:50 PM
 • એફબી પર અજમાવવા જેવી એક જરૂરી ટ્રીક!
  એફબી પર અજમાવવા જેવી એક જરૂરી ટ્રીક! ફેસબુકમાં મોટા ભાગના લોકો સાથે આવું બનતું હોય છે વધુ ને વધુ મિત્રો બનાવવાની ઉતાવળમાં, આપણને જે કોઈ વ્યક્તિ ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલે એને આપણે પ્રેમથી એક્સેપ્ટ કરીએ છીએ, ઘણી વાર એ વ્યક્તિને બિલકુલ જાણતા ન હોઈએ તો પણ. મિત્રોની સંખ્યા વધે છે, એ શરૂઆતમાં સારું લાગે છે, પણ ધીમે ધીમે સમસ્યા સર્જાવા લાગે છે. સામાન્ય રીતે, ફેસબુકની ગોઠવણ એવી છે કે ફેસબુક પર એક્ટિવ કોઈ પણ વ્યક્તિ તમને શોધીને ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલી શકે છે. તમે ઇચ્છો તો સેટિંગ્સમાં...
  May 19, 07:48 PM