Home >> Magazines >> Madhurima
 • ત્વચા ગોરી કરવાના ઉપાય
  ત્વચા ગોરી કરવાના ઉપાય આ જકાલ આપણે લોકો કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે સ્વયંની કાળજી રાખવાનું યાદ જ નથી આવતું. પરિણાણ? સ્કિન બરછટ અને કાળી પડી જાય, પછી ખબર પડે કે સ્કિન મૂળ જે કલરની હતી એનાથી સાવ જુદી થઈ ગઈ છે. પછી અફસોસ થાય છે કેે કામમાં આપણી જાતની સંભાળ લેવાનું પણ ભૂલી ગયા. તે પછી પણ આપણે તેની જરૂરી કાળજી લઈ શકતાં નથી, કારણ કે આજની આધુનિક દુનિયામાં કોઈની પાસે પોતાના માટે સમય જ નથી, તો કોઈ પાર્લર કે સલૂનમાં જઈને સમય ક્યાંથી આપે? તો હવે એનો પણ ઉપાય છે કે જેની પાસે પોતાના માટે સમય નથી, તે પોતાના...
  March 21, 06:56 PM
 • ડેશિંગ લુક પ્રદાન કરતાં ડ્રાઉઝર
  ડેશિંગ લુક પ્રદાન કરતાં ડ્રાઉઝર શીર્ષક વાંચીને બે મિનિટ માટે એમ લાગ્યુંને કે આ ટ્રાઉઝરના સ્થાને ડ્રાઉઝર છપાઈ ગયું છે? પણ ના, ખોટું નથી છપાયું. ડ્રાઉઝરની જ વાત આજે તમને કરવી છે, જે ફેશન વર્લ્ડમાં લેટેસ્ટ ઇનથિંગ ગણાય છે. આજકાલ મોટા ભાગની યુવતીઓના વોર્ડરોબમાં તમને એકાદ ડ્રાઉઝર તો જોવા મળશે જ. તમને થશે કે ડ્રાઉઝરની પ્રસ્તાવના તો ખૂબ કરી, પણ ડ્રાઉઝર એટલે કેવો ડ્રેસ? ડ્રાઉઝર એટલે ડ્રેસ અને ટ્રાઉઝરનું મિશ્ર સ્વરૂપ. ટ્રાઉઝર અથવા પેન્ટ સાથે લોંગ ટોપ, એલાઇન કુર્તી અથવા કુરતો પહેરો એ ડ્રાઉઝર....
  March 21, 06:52 PM
 • બેલ્ટ્સ આપે બેટર લુક
  બેલ્ટ્સ આપે બેટર લુક યુવતીઓ અનેક ડ્રેસ સાથે બેલ્ટ પહેરે છે, જેના લીધે તેમના ડ્રેસને સ્ટાઇલિશ અને તેમને સ્લિમ લુક પ્રાપ્ત થાય છે મોટાભાગની યુવતીઓ પોતાના વોર્ડરોબમાં એવી એક્સેસરિઝ રાખે છે જે તેમનાં મોટાભાગનાં આઉટફિટ સાથે મેચ થાય. આજે ઇન થિંગ બનેલા બેલ્ટ્સ પણ ફેશનિસ્ટાઓના વોર્ડરોબની પ્રથમ પસંદ બન્યાં છે. આમ તો બેલ્ટનો ટ્રેન્ડ બહુ પુરાણો છે, પણ અલ્ટ્રામોડર્ન યુગમાં યુવતીઓ બેલ્ટનો ઉપયોગ જીન્સથી માંડીને ટોપ, શર્ટ, ફ્રોક અને વનપીસ તેમ જ હવે તો ડ્રાઉઝર પર પણ કરે છે. એમાં પણ લાર્જ બક્કલ...
  March 21, 06:49 PM
 • કોર્કનો ઉપયોગ કરીને ઘરને બનાવો સ્ટાઇલિશ
  કોર્કનો ઉપયોગ કરીને ઘરને બનાવો સ્ટાઇલિશ જેમ રોજ નવાં નવાં કપડાં પહેરીને આપણે નિતનવો લુક મેળવતાં હોઈએ છીએ. તેમ ઘરને પણ જાતજાતની વસ્તુઓથી સજાવવા અથાગ મહેનત કરવામાં આવતી હોય છે. કેટલાક ઘરને યુનિક લુક આપવા માટે ઇન્ટીરિયર ડેકોરેટર્સની મદદ લેતા હોય છે અને ઘરને ક્રિએટિવ લુક આપતા હોય છે, પરંતુ જો તમારે વિના મૂલ્યે કોઈની પણ સલાહ લીધા વગર તમારા ઘરને સ્ટાઇલિશ ટ્રીટમેન્ટ આપવી હોય તો તમે કોર્કનો ઉપયોગ કરી શકો છો. હોમ ડેકોરેશનના માર્કેટમાં કોર્કનો નવો ટ્રેન્ડ ચાલ્યો છે. કોર્ક એટલે ખાલી બોટલનું...
  March 21, 06:47 PM
 • સિંગલ પેરેન્ટને સપોર્ટ કરતી સોશિયલ સિસ્ટમ્સ
  34 વર્ષની વર્કિંગ વુમન સાવની સાત વર્ષની પુત્રી સાન્વીની માતા છે. તેના લાઇફ પાર્ટનરનું કાર એક્સિડન્ટમાં અકાળે અવસાન થાય છે અને સાવની તેના વગર સાવ સૂની પડી જાય છે. તેને શરૂઆતમાં એક વર્ષમાં એકલતાભરી નીરસ, માયૂસ જિંદગીને મેનેજ કરવામાં થોડી મુશ્કેલી પડે છે. વળી, એકલેપંડે દીકરી સાન્વીને ઉછેરવાનું કામ તેના માટે અઘરું બની જાય છે. એ દરમિયાન તે સોશિયલ મીડિયા દ્વારા સિંગલ પેરેન્ટિંગ ગ્રૂપ અને સપોર્ટ સિસ્ટમ વિશે માહિતી મેળવે છે. તે એનો સહારો લે છે અને ચોગમ પથરાયેલી ઉદાસી ફગાવીને તે સાથીદાર વિના પણ...
  March 21, 04:23 AM
 • ફાટેલા ધાબળાનું બાર્ગેનિંગ સેશન
  ફાટેલા ધાબળાનું બાર્ગેનિંગ સેશન અલા, જલદી હેંડો ક! કેટલી વાર? મનેય વળી હુ હુજ્યું, તે તમને બોલાબ્બા રઈ. સવિતામાસીનાં વચનો સાંભળીને હંસામાસી દોડ્યાં. એટલે એમને જોતાંવેંત સવિતામાસીએ હિંગ-ગરમ મસાલાથી વઘાર કર્યો. બહુ થાંથાં ભૈસાબ તમે તો! નાકે આખી પોળ ભેગી થઈ ગઈ છે ને તમે... મનેય હડફેટે લીધી, તને વળી અલગથી આમંત્રણ આપવાનું છે? હું મૂંગી મૂંગી એમની સાથે જોડાઈ, પણ પછી કદાચ એમને થયું હંસામાસીને ખબર તો પડવી જ જોઈએ કે એ ખરેખર વાંકમાં છે એટલે ઉમેર્યું, આ ધાબળા વેચવાવાળો છ મહિને એક વાર દેખા દે છે. ઘેરબેઠાં...
  March 21, 04:20 AM
 • પિગ્મેન્ટના ક્ષેત્રે મેળવી સફળતા
  પિગ્મેન્ટના ક્ષેત્રે મેળવી સફળતા મૂળ કેરલનાં પણ અમદાવાદમાં જન્મેલાં શ્રીદેવી જ્યારથી સમજણાં થયાં ત્યારથી મોટાં થઈને બિઝનેસ કરવાનું નક્કી કરી લીધું. બિઝનેસ પણ એવો કે જેમાં મહિલાઓએ પ્રવેશ કર્યો ન હોય, તેથી તેમણે પિગ્મેન્ટના બિઝનેસમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. એ માટે બી.એસસી. કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો. 21 વર્ષની વયે પિગ્મેન્ટ બનાવવાનું શરૂ કર્યું. શ્રીદેવી કહે છે, પિગ્મેન્ટ એ એવો પદાર્થ છે જેનો ઉપયોગ જાતજાતના કલર બનાવવા માટે થાય છે. એ પછી દીવાલ પર લગાવવાનો કલર હોય કે કપડાં રંગવાનો....
  March 21, 04:18 AM
 • પતિ હજી પણ તેમની પ્રેમિકા સાથે સંબંધ રાખે છે...
  પતિ હજી પણ તેમની પ્રેમિકા સાથે સંબંધ રાખે છે... -પ્રશ્ન : અમારાં લગ્ન થયાં ત્યારે મારા પતિને એક યુવતી સાથે પ્રેમ હતો. એમણે મને પહેલી જ રાતે આ વાત કરી હતી, પરંતુ મેં મનોમન માન્યું હતું કે મારા પ્રેમથી એ યુવતીને ભુલાવી દઈશ. મારી આ માન્યતા ખોટી પડી અને મારા પતિ હજી પણ એ યુવતીને પ્રેમ કરે છે. એની સાથે ઘણી વાર રાત પણ રોકાય છે. મારે શું કરવું? ઉત્તર : તમારા પતિએ પોતાના પ્રેમની વાત તમને કહી એ એક રીતે સારું કર્યું, કેમ કે એમણે તમને અંધારામાં નથી રાખ્યાં. તમે પ્રેમથી એમને તમારા કરવાનું વિચાર્યું એમાં પણ કંઈ...
  March 21, 04:16 AM
 • વંધ્યત્વ માટે પુરુષોમાં કયાં કારણો જવાબદાર હોય છે?
  વંધ્યત્વ માટે પુરુષોમાં કયાં કારણો જવાબદાર હોય છે? વંધ્યત્વ માટે ઘણાં બધાં કિસ્સાઓમાં સ્ત્રીઓને બદલે પુરુષો જવાબદાર હોય છે. એટલે જ વંધ્યત્વની સારવાર માટે આવતાં પતિ-પત્નીમાંથી પહેલી તપાસ પતિની કરવી જરૂરી બને છે. એનું મુખ્ય કારણ એ છે કે પુરુષોની જનનેન્દ્રિય શરીરની બહાર હોવાથી બાહ્ય તપાસ સરળ હોય છે, જ્યારે સ્ત્રીઓમાં કરાતાં મોટા ભાગના પરીક્ષણો આંતરિક હોય છે. વળી, તે વધુ ખર્ચાળ પણ હોય છે. માટે સૌ પ્રથમ પુરુષની યોગ્ય તપાસ કરીને તેનો રિપોર્ટ મેળવી લેવો બહુ જરૂરી બને છે. જો તે રિપોર્ટ તદ્દન...
  March 21, 04:15 AM
 • પરીક્ષાર્થીની આત્મકથા
  પરીક્ષાર્થીની આત્મકથા મારું નામ રવિ છે. આવતા અઠવાડિયે મારી પરીક્ષા શરૂ થઈ જશે. મને ખબર નથી કે મારી તૈયારી કેવી છે, કેવાં પેપર નીકળશે, હું કેવું લખી શકીશ. મનમાં ખૂબ જ બીક લાગે છે. પેટમાં ફાળ પડી રહી છે. ક્યારેક તો રાતે ઊંઘ પણ બરાબર નથી આવતી. મારા મનમાં ઘણા બધા વિચારો ચાલી રહ્યા છે. આજે મને બધું તો યાદ નથી, પરંતુ લગભગ પાંચમા વર્ષે હું ભણવા બેઠો હતો. તે વખતે મારાં મમ્મી-પપ્પાએ બધાને પેંડા વહેંચ્યા હતા. મારા પપ્પા આમ તો એક બેન્કમાં ક્લાર્ક તરીકે કામ કરતા હતા અને મારી મમ્મી ઘરકામ કરતી હતી. મારાં...
  March 21, 04:13 AM
 • તૂ ના ચલેગા તો ચલ દેંગી રાહેં
  તૂ ના ચલેગા તો ચલ દેંગી રાહેં 1970ની એક ફિલ્મ સફરમાં ઇન્દિવરે લખેલું એક ગીત, નદિયા ચલે, ચલે રે ધારા, ચંદા ચલે, ચલે રે તારા, તુજકો ચલના હોગા. બહુ જ લોકપ્રિય થયેલું. કલ્યાણજી-આનંદજીએ સ્વરબદ્ધ કરેલું અને મન્ના ડેએ ગાયેલું આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે. હિન્દી સિનેમાનાં ગીતોની કવિતાઓ ઉપર આપણે ભાગ્યે જ ધ્યાન આપીએ છીએ. એ ફિલ્મી ગીતો આપણા માટે ગીતો જ બની જાય છે. ગણગણવા માટેના કે ફિલ્મમાં જોયેલાં દૃશ્યો સાથે યાદ કરવા માટેનાં ગીતો. એ ગીત સાથે જોડાયેલી કવિતા કે એની સાથે જોડાયેલા વિચારો આપણે ભાગ્યે જ...
  March 21, 04:11 AM
 • પતિ ઘણી વાર મારી સાથે જબરદસ્તી કરે છે
  -પ્રશ્ન : મારા પતિને અઠવાડિયામાં બેથી વધારે વાર સાથ માણવા જોઈએ છે. હું એ માટે ના નથી કહેતી, પણ ક્યારેક મને પણ થોડો આરામ જોઇએ છે. હું ના કહું તો એ મને જબરદસ્તી કરે છે. મારે એમને કેવી રીતે મારી સ્થિતિ વર્ણવવી? ઉત્તર : કેટલાક પુરુષોને જાતીય આવેગ વધારે હોવાથી તેમને વધારે વાર સાથ માણવાની ઇચ્છા થતી હોય છે. પત્ની તરીકે તમે એમને પૂરતો સહકાર આપો છો તે યોગ્ય છે, પરંતુ એમણે તમારી સ્થિતિનો વિચાર કરવો જોઈએ. જો એ તમારી સાથે જબરદસ્તી કરતા હોય તો એક વાર શાંતિથી તમારી સ્થિતિ વિશે પતિને જણાવો. તમારા પતિ ચોક્કસ...
  March 21, 04:09 AM
 • સ્માર્ટ પેરેન્ટ્સ માટે પેરેન્ટિંગ એપ્સ
  સ્માર્ટ પેરેન્ટ્સ માટે પેરેન્ટિંગ એપ્સ -વ્હાઇટ નોઇસ એપ: સિંગલ પેરેન્ટને ઉપયોગી એવી આ સારી એપ છે. આખો દિવસ ઘર અથવા ઓફિસમાં કામ કર્યા બાદ પેરેન્ટને રાત્રે સારી ઊંઘ મળે તે ખૂબ જરૂરી છે, પરંતુ ઘણા બાળકો રાત્રે ઊંઘતાં ન હોવાથી માતા-પિતાની ઊંઘ પણ બગડતી હોય છે. વ્હાઇટ નોઇસ એપની ખાસ વાત એ છે કે તેમાં એવું સંગીત વાગે છે જેથી બાળકને તરત ઊંઘ આવી જાય. ધીમા અને ઝડપી વરસાદનો અવાજ, પાણીનો અવાજ. આવા અનેકવિધ અવાજ બાળકના મગજને શાંત કરી દે છે. રડતાં બાળકો પણ શાંત થઈ જાય છે. આ સંગીતને સાંભળતાં બાળક ઊંઘમાં સરી પડે છે....
  March 21, 04:07 AM
 • શું ડિપ્રેશન અને ચોકલેટને સંબંધ છે?
  શું ડિપ્રેશન અને ચોકલેટને સંબંધ છે? ડિપ્રેશન અને વજનને સીધો સંબંધ છે. વજનનો વધારો વધુ પડતા ખાવાના કારણે થઈ શકે છે. વધુ પડતી ચોકલેટ ખાવાના કારણે વજન વધી શકે છે. ચોકલેટમાં આવેલાં એન્ટિઓક્સિડન્ટને કારણે હેલ્થમાં ફાયદા થાય છે. ડિપ્રેશન અને ચોકલેટ વચ્ચેની કુદરતી અસર સમજી શકાતી નથી. વધુ પડતી ચોકલેટ ખાવાથી ડિપ્રેશનના પેશન્ટને શરૂઆતમાં તો સારું જ લાગે છે, પરંતુ તે લાંબા ગાળાનો ફાયદો આપતી નથી. ડાર્ક ચોકલેટ ખાવાથી શરૂઆતમાં તો સારું જ લાગે છે. ઘણી વખત અમુક ટાઇપના ડિપ્રેશનમાં પેશન્ટને ગળ્યું...
  March 21, 04:05 AM
 • વુમન કાર્ડ : વિશેષતા છે, વિવશતા નહીં
  મિસ્ટર જોહર એક સ્ત્રીને સ્ત્રી હોવા માટેની શરમ શા માટે મહેસૂસ કરાવે છે? મારે તો વુમન કાર્ડ કે વિક્ટિમ કાર્ડની કોઈ જરૂર નથી પડી, પરંતુ આ પ્રકારના શબ્દપ્રયોગ દરેક સંવેદનશીલ અને જરૂરિયાતમંદ મહિલા માટે નિરાશાજનક છે. વુમન કાર્ડ હોવાને કારણે કોઈ સ્ત્રી ઓલિમ્પિકના મેડલ કે નેશનલ એવોર્ડ નથી લાવી શકવાની. અરે! હું તો ગળાકાપ સ્પર્ધામાં મારી બદમાશીનું કાર્ડ પણ વાપરી શકું. અહીં વાત મેં કયું કાર્ડ વાપર્યું કે નથી વાપર્યું એની નથી, સ્ત્રીની જાતિ(જેન્ડર)ના અપમાનની છે. મારી લડત વ્યક્તિ કરણ જોહર સાથે નહીં,...
  March 21, 04:03 AM
 • બાળક માતા-પિતાને બધું કહે તે માટે શું કરવું?
  ચાર વર્ષના પર્વનાં મમ્મી કહેતાં હતાં કે મને તે સ્કૂલમાં શું થયું કે શું ભણાવ્યું તે કહેતો નથી. તે ઘરે આવે પછી કેટલા પ્રેમથી હું તેની સાથે બેસું, નાસ્તો કરાવું અને પૂછું કે આજે સ્કૂલમાં શું નાસ્તો આપ્યો હતો કે ટીચરે કઈ વાર્તા કહી તો કશું બોલે નહીં. દરેક માતાને થાય જ કે પોતાનું બાળક તેની બધી વાતો પોતાની સાથે કરે, પણ બાળક નથી કહેતું. જ્યારે બાળકને બહુ પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે તે બોલતું બંધ જ થઈ જશે. પર્વનાં મમ્મીને સલાહ આપવામાં આવી કે તે સ્કૂલેથી આવે એટલે તમે પ્રશ્નો પૂછવાનું બંધ કરો. તેની...
  March 21, 04:01 AM
 • સુપ્રીમ કોર્ટનો 2016નો યાદગાર લેન્ડમાર્ક ચુકાદો
  સુપ્રીમ કોર્ટનો 2016નો યાદગાર લેન્ડમાર્ક ચુકાદો ઘરેલુ હિંસાના કાયદાના અમલથી સ્ત્રીઓને કાનૂની રક્ષાનો વિશાળ માર્ગ મળી આવ્યો છે. અત્યાર સુધી માત્ર આર્થિક બાબત અને એ પણ બહુ મર્યાદિત અર્થમાં કાયદો કામ કરતો, પણ આ કાયદાના અમલીકરણ બાદ હવે ભોગ બનેલી સ્ત્રીને આર્થિક કે સુવિધાની સાથોસાથ શાબ્દિક અને માનસિક હિંસા સામે પણ કવચ પૂરું પાડ્યું છે. એમાં પણ વખતોવખતના ચુકાદાથી એક નવું જ પ્રગતિકર રૂપ મળી આવે છે. સામાન્ય રીતે આપણે ત્યાં એ કહેવત છે કે, સ્ત્રીની દુશ્મન સ્ત્રી જ હોય છે. આની પાછળ પુરુષપ્રધાન...
  March 21, 03:59 AM
 • તારો ચહેરો
  તારો ચહેરો જ્યારે તું ફાનસના મેશ જામેલા કાચને રાખથી ઘસી ઘસીને ઉજાળતી ત્યારે મને રાખ અને ઉજાસની વચ્ચેનો સંબંધ સમજાતો... સાચું કહું? તું ગઈ તારી પાછળ ફાનસ ગયું ને ઘરનું અજવાળું પણ... અત્યારે હું નીકળ્યો છું ગુજરીમાં શોધવાને તારું એ કાચવાળું ફાનસ જો તે મળી જાય તો કેવું સારું! કારણ... તે ફાનસના કાચમાં જોવો છે મારે બા તારો ચકચકિત ચહેરો. }સુરેશચંદ્ર રાવલ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી જેને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે છે, મા એક એવી લક્ઝરી છે. થાળી પીરસીને રાહ જોતાં થાકથી ઝોકાં ખાતી મા પર...
  March 21, 03:57 AM
 • ઓલ ડિલિટ
  પન લાચાર અને વિવશ થાય ત્યારે એ કમજોર થઈ જાય છે કે પછી એ કમજોર થઈ ગયા પછી લાચારી અને વિવશતા અનુભવતું હશે? શહેરના ઊબડખાબડ રસ્તા પરથી પસાર થતી રિક્ષામાં બેઠાં બેઠાં અર્પણાએ વિચાર્યું. એનું શરીર પણ સ્થિર નહોતું એના મનની જેમ જ. ઘરેથી પોસ્ટઓફિસ જવાનો આ જ એક રસ્તો હતો. જોકે, બીજી વાતો અર્પણાનું મન ડહોળી નાખવા માટે પૂરતી હતી. પોતાના કરિયાવર માટે બાપુજીએ પગારમાંથી કપાવેલા રૂપિયાની બચતનું ખાતું કેવા ચોઘડિયે ખોલાવ્યું હશે કે અર્પણાની લગ્નની વાત વિસરાઈ ગઈ અને એ બચત ધીરે-ધીરે કરીને બાપુજીની અસાધ્ય...
  March 21, 03:52 AM
 • જે દીર્ઘ છે, તેને લઘુ કેવી રીતે કહેવાય?
  જે દીર્ઘ છે, તેને લઘુ કેવી રીતે કહેવાય? એક વાર્તા વાંચી, જેમાં એક યુવતીની વ્યથાનું વર્ણન હતું. અનેક પાનાંઓમાં એ વ્યથિત યુવતીનું મન કેવા કેવા ચડાવ-ઉતાર અનુભવી રહ્યું હતું, એ કેવા વિચારો આવવાથી શું અનુભવતી હતી એનું વિસ્તૃત વર્ણન હતું. લગભગ આખી વાર્તામાં જ્યાં પણ ઘટનાક્રમ બદલાતો, પાત્રોના વિચારોનો પ્રવાહ પાનાં પર વિસ્તૃત રીતે વહેતો. અનેક જગ્યાએ તો એવું લાગ્યું કે જાણે કોઈ સજીવ પાત્રની વિચારસરણીનો સામનો કરી રહ્યો હોય અને એક સંવાદ સધાઈ રહ્યો હોય, લાંબો, અત્યંત રોચક અને બાંધી લેનારો. આ વાર્તા...
  March 21, 03:49 AM