Home >> Magazines >> Kalash
 • કેનેડામાં ભણવા માટે કયો કોર્સ પસંદ કરવો?
  કેનેડામાં ભણવા માટે કયો કોર્સપસંદ કરવો? The struggle youre in today is developing the strength you need for tomorrow. USAની અનિશ્ચિત ઇમિગ્રેશન પોલિસીને લીધે ગુજરાતમાંથી આ વર્ષે સપ્ટેમ્બર 2017નાં ઇનટેકમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કેનેડા આગળ ભણવા જવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છે. અત્યારે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ મૂંઝવણમાં છે કે કેનેડા જઈને કયો કોર્સ પસંદ કરવાથી ભવિષ્યમાં સારી ડિગ્રી મળ્યા બાદ સારી જોબ અને જો કેનેડામાં જ ભવિષ્યમાં સેટલ થવું હોય તો PRની શક્યતાઓ વધી જાય. તે આપણે એવા મુખ્યત્વે સાયન્સના બંને A અને B ગ્રૂપના, કોમર્સ અને...
  04:20 AM
 • ઇન્ડિયન નેવી NAI કેડરમાં ભરતી
  ઇન્ડિયન નેવી NAI કેડરમાં ભરતી ઇન્ડિયન નેવી શોર્ટ સર્વિસ કમિશનમાં નેવલ આર્મામેન્ટ સર્વિસમાં ભારતીય નાગરિકત્વ ધરાવતા અપરિણીત પુરુષ ઉમેદવારોની ભરતી થઈ રહી છે. ભરતી થનાર ઉમેદવારને સબલેફ્ટેનન્ટની પોસ્ટ ઉપર મહિને રૂ. 15600 -39100 (ગ્રેડ પે રૂ. 5400)ના સ્કેલમાં પગારધોરણ ઉપરાંત અન્ય કંઈ કેટલાય લાભ મળવાપાત્ર છે. લાયકાત : અહીં મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રોનિક્સ/પ્રોડક્શન/ઇન્સ્ટ્રુમેન્ટેશન/આઈ.ટી./કેમિકલ/મેટલરજી/ એરોસ્પેસ એન્જિિનયરિંગ શાખામાં 60 ટકા સાથે ઇજનેરી સ્નાતકની ડિગ્રી ધરાવતા અથવા ઇજનેરી...
  04:19 AM
 • હવે પરિણામ વિશે ચિંતા શાની?
  હવે પરિણામ વિશે ચિંતા શાની? રાકેશ બસસ્ટોપ પર ઊભો હતો. બસસ્ટોપ પર થોડા છૂટાછવાયાં સ્ત્રી-પુરુષો ઊભાં હતાં. રાકેશ દૂર સુધી ફેલાયેલી સડક પર બસની પ્રતીક્ષામાં નજર લંબાવી વારંવાર જોયા કરતો હતો. વચ્ચે વચ્ચે એ આસપાસ રહેલાં જાહેરાતનાં પાટિયાંઓ પર જે લખેલું હતું તે અમથું જ વાંચ્યા કરતો હતો. બારમા ધોરણની પરીક્ષા પૂરી થઈ હતી તો પણ એના ચહેરા પર પરીક્ષાનો ભાર ઊતરી ગયો હોય એવી નિરાંત ન હતી. સામે લાંબું વેકેશન પડ્યું છે એનો આનંદ પણ એને ન હતો. રહીરહીને એને પોતે પરીક્ષા આપી છે એનું પરિણામ શું આવશે એના...
  04:16 AM
 • નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ફેલોશિપ
  નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ફેલોશિપ જિઓ સાયન્સીસ, અર્થ સાયન્સ, જિઓ ઇન્ફોર્મેટિક્સ,પાવર એન્જિનિયરિંગ, એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ, માઇનિંગ એન્જિનિયરિંગ, ડેવલપમેન્ટ સ્ટડીઝમાં સંશોધન કરી રહેલા લોકો પાસે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ દ્વારા ફેલોશિપ માટે અરજી મંગાવવામાં આવી છે. માઇનિંગ, કોલ પાવર પ્લાન્ટ, ક્લાઇમેટ મોડલિંગમાં પીએચડીની ડિગ્રી મેળવી હોય તથા ગેટ, સીએસઆઈઆર, યુજીસી નેટ જેવી પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારો અરજીપાત્ર ગણાશે. અરજી કરવાની છેલ્લી તા.30 એપ્રિલ,...
  04:15 AM
 • વેકેશનમાં કોર્સીસની પસંદગી
  વેકેશનમાં કોર્સીસની પસંદગી ડિયર સ્ટુડન્ટભીડુઓ એકેડેમિક વર્ષ દરમિયાન તો ડ્રીમ કારકિર્દીરૂપી મંજિલ તરફની યાત્રા સતત કરતાં જ હોય છે, પરંતુ વેકેશનમાં પણ યાત્રા ધીમી પણ મક્કમ ગતિથી ચાલતી જ રહે તેવા શુભ આશયથી વેકેશનની કરિયરલક્ષી ટિપ્સ અત્રે રજૂ કરી રહ્યા છીએ. -એવરગ્રીન ઈંગ્લિશ સ્પીકિંગ કોર્સ : ફોરેન એજ્યુકેશન, મેનેજમેન્ટ, P.R. જેવા ફિલ્ડમાં જવા ઇચ્છુકોએ ઈંગ્લિશ સ્પીકિંગ કોર્સ કરવો હિતાવહ છે, સાથોસાથ અંગ્રેજીમાં પ્રેક્ટિકલી વાતચીત કરતા રહેવાની ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય છે. -કમ્પ્યૂટર...
  04:12 AM
 • ખરી કસોટી હવે આવે છે
  ખરી કસોટી હવે આવે છે G PSC દ્વારા 1/2 સીધી ભરતીના ઉમેદવારોના ઇન્ટરવ્યૂ મહાસંગ્રામ સિરીઝના આ અંકમાં વર્તમાનમાં શિક્ષણજગત સાથે જોડાયેલા M.Aની પદવી ધરાવતો અને પ્રીલિમિનરી અને મેઇન પરીક્ષામાં અનુક્રમે ઇતિહાસ, ભૂગોળ અને સમાજશાસ્ત્ર વિષય ધરાવતા ઉમેદવારની ઇન્ટરવ્યૂ પ્રશ્નની સંભવિત સફર. Q ગુણવત્તાયુક્ત વસ્તી એટલે? Q અર્થશાસ્ત્રની દૃષ્ટિએ વસ્તી ગણતરીના કયા હેતુઓ છે? Q સમાજસેવાનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ કયું કહેવાય? Q ભારતમાં કૃષિ ક્રાંતિના ત્રણ તબક્કાઓ કયા કયા છે? Q ભારતમાં રહેલી યુવા વસ્તીનો...
  04:08 AM
 • કોન્ડમ વગર સમાગમ કરી લઉં છું
  કોન્ડમ વગર સમાગમ કરી લઉં છું સમસ્યા: મારી ઉંમર 65 વર્ષની છે. પત્નીની ઉંમર 58 વર્ષની છે. છેલ્લાં 5-6 વર્ષથી તેનું માસિક બંધ થઈ ગયેલું છે. પત્ની સાથે કોન્ડમ વિના સમાગમ ક્યારેક તક મળતાં કરી લઉં છું. તો ગર્ભ રહેવાની બીક ખરી? ઉકેલ: જો માસિક સદંતર એકાદ વર્ષથી બંધ હોય તો બાળક રહેવાની બિલકુલ શક્યતા રહેતી નથી. જેથી આપ બિલકુલ ચિંતા કર્યા વગર જ્યારે પણ બન્ને વ્યક્તિની ઇચ્છા હોય ત્યારે જેટલી પણ વખત સમાગમ માણવો હોય ત્યારે માણી શકો છો. નિરોધ અથવા બીજા ગર્ભનિરોધક સાધનનો આપે ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી. સમસ્યા:...
  04:06 AM
 • બીજાને ‘બતાવી’ આપવાની બળતરા
  બીજાને બતાવી આપવાની બળતરા માર્ચ એન્ડિંગની વાતો કરતા હતા ત્યાં એપ્રિલ એન્ડ આવી ચડ્યો. માત્ર ફાઇનાન્સિયલ યર બદલાવવાથી કામમાં નવું જોશ આવી જાય તે માનવું જરા વધુ પડતું છે. માર્ચ એન્ડનો થાક એપ્રિલ એન્ડ સુધી તો માંડ માંડ ઊતરે ત્યાં નવાં સમીકરણો અને નવી સમસ્યાઓ મોં ફાડીને ઊભાં હોય છે. અપ્રાઇઝલ ઇચ્છા મુજબનું ન હોય તો બીજે ક્યાંક જમ્પ મારવાની ઇચ્છાઓ કૂદકા મારે છે. માત્ર થોડા રૂપિયાનો પગાર વધારો સ્થિરતાનો ભોગ પળવારમાં લઈ લે છે. કોર્પોરેટ સ્ટ્રેસ કાળમુખું હોય છે. ગ્રોથની ભડભડતી ઇચ્છાનો ભોરિંગ...
  04:05 AM
 • વૃદ્ધાવસ્થામાં સર્જરી કરાવવી કે નહીં?
  માજીની ઉંમર 87 વર્ષ છે. આમ તો હરતાંફરતાં અને શરીરે સાજાંસારાં, પણ થોડા સમયથી માનસિક સંતુલન પર આછી અસર થઈ છે. ગાંડાઘેલા નથી કાઢતાં પણ નામ, ચહેરા, ઘટનાઓ ભૂલી જાય. ક્યારેક અડધી રાતે ઊઠીને નહાવા જતાં રહે, જમ્યાં કે નહીં એ યાદ ન રહે. પરિવારે માજી માટે ચોવીસ કલાકની બાઈ રાખી છે, જે સતત એમનું ધ્યાન રાખે, પરંતુ મોટો પગાર લઈને બહુ સારી કાળજી રાખનાર પણ આખરે માણસ છે. એને પણ ક્યારેક ઝોકું આવી જાય કે ધ્યાનચૂક થઈ જાય. આ કિસ્સામાં પણ આવું થયું. સહેજવાર માટે નજર હટી અને દુર્ઘટના ઘટી. માજી જઈને ટેબલ સાથે જોરથી...
  04:02 AM
 • બધા કરે એવું નહીં, કંઈક અલગ કરો : રાધાકિશન દમાની
  ડીમાર્ટના સંસ્થાપક રાધાકિશન દમાની સ્ટોક બ્રોકર, સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટર્સ અને રિટેલર છે. બોલ બેરિંગ્સના ટ્રેડિંગથી તેમણે શરૂઆત કરી હતી. તેમના પિતા સ્ટોક બ્રોકર હતા. પિતાના નિધન પછી 32 વર્ષની ઉંમરમાં તેમને પિતાનો કારોબાર સંભાળવો પડ્યો. જેનાથી તેઓ અજાણ હતા. ટ્રેડરમાંથી બ્રોકર બનવું તેમને રાસ ન આવ્યું. તેઓ સ્ટોક ઇન્વેસ્ટર બની ગયા. શેરમાર્કેટમાં કંપનીઓના પ્રમોટરોને બદલે તેના ઉત્પાદકોમાં સંભાવનાઓ જોતાં રોકાણ કર્યું. બહુરાષ્ટ્રીય કંપનીઓના શેરોમાં રોકાણ કરવાનું સારું ફળ તેમને મળ્યું. 80...
  04:00 AM
 • ઈ-મેઇલની જરા અંદરની વાત
  ઈ-મેઇલની જરા અંદરની વાત ત મે ઈ-મેઇલનો કેવી રીતે ઉપયોગ કરો છો? પીસીમાં ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરીને તેમાં જીમેઇલ કે યાહૂની વેબમેઇલ સર્વિસને ઓપન કરીને તેમાં? અથવા, સ્માર્ટફોનમાં આવી કોઈ વેબમેઇલ સર્વિસની એપ ડાઉનલોડ કરીને તેમાં? તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ જો તમે પીસીમાં માઇક્રોસોફ્ટ આઉટલુક કે મોઝિલા થંડરબર્ડ જેવા ઈ-મેઇલ પ્રોગ્રામમાં તમારા મેઇલ્સ એક્સેસ કરતા હો તો તેને લગતી બે-ચાર વાત તમારે જાણી લેવી જરૂરી છે. તમે જાણતાં જ હશો કે ઈ-મેઇલ સર્વિસનો મુખ્યત્વે બે રીતે ઉપયોગ કરી શકાય છે,...
  03:56 AM
 • રજા, મજા અને સજા
  સમર વેકેશન યાને કિ ઉનાળાની રજાઓ એ આમ તો મોજ, મજા, મસ્તી કરવાનો સમય છે. પરીક્ષા પછી આ ગર્મી કી છુટ્ટિયોંના દિવસોમાં સ્કૂલોમાં કોલેજોમાં ભણનારાઓ સાવ નવરા ધૂપ બની જતા હોય છે. હવે એ લોકો નવરા પડે એટલે એમનાં મા-બાપ પણ નવરાં પડે. ટૂંકમાં, આ નવરાશના દિવસો છે, પણ આજકાલ એવું નથી. નવા જમાનાનાં મમ્મીઓ-પપ્પાઓ યાને કી, પેરેન્ટ્સો પોતાને ફ્રી ટાઇમ મળે એના માટે બાળકોને બિઝી કરી નાખતાં હોય છે. એમની આ મેન્ટાલિટીનો લાભ લેવા ચારે બાજુ જાતજાતના સમર કેમ્પનું આયોજન થવા માંડ્યું છે. જેમાં બાળકોને સવારથી સાંજ સુધી...
  03:54 AM
 • પેરુમલ મુરુગન પોંખાય છે ત્યારે...
  પેરુમલ મુરુગન પોંખાય છે ત્યારે... લેખકનો શબ્દદેહ-સર્જનો તેના મૃત્યુ પછી પણ જીવંત રહે છે અને એટલે જ લેખક મૃત્યુ પછી પણ ઘણાં વર્ષો સુધી જીવતો રહેતો હોય છે! પણ શું તમે એવા કમનસીબ સાહિત્યકારને જાણો છો, જેણે જીવતેજીવ પોતાનામાં રહેલા લેખકની હત્યા કરી દેવી પડી હોય? આ સાહિત્યકારનું નામ છે - પેરુમલ મુરુગન. આ તમિલ સાહિત્યકારે પોતાની નવલકથા મધોરુબગન માટે કટ્ટરવાદી હિન્દુ સંગઠનોની એવી સતામણી સહેવી પડી હતી કે પોતાનું ઘર-શહેર છોડવાં પડ્યાં અને પુસ્તક પાછું ખેંચવું પડ્યું, એટલું જ નહીં તેમણે એક લેખક...
  03:51 AM
 • લાઉડ સ્પીકરો ઉતરાવવા કોઈ આજાનબાહુ જોઈશે!
  લાઉડ સ્પીકરો ઉતરાવવા કોઈ આજાનબાહુ જોઈશે! મારો ધર્મ બહુ સાદો છે, મારો ધર્મ દયા છે - દલાઈ લામા ધર્મો મૌન બને પછી જ માનવતાનો અવાજ સાંભળી શકાય છે. ભૂખથી રડતાં બાળકનો અવાજ સંભળાય તે માટે અઝાન અને આરતીએ ઘોંઘાટ બંધ કરવો પડશે. નવરાિત્રને કારણે રાત્રે 12 વાગ્યા પછી ઊંઘી નહીં શકનારો અઝાનના કારણે સવારે ઝબકીને ચોક્કસ જાગી જ જાય. ધાર્મિક સ્પીકરોને આટલા લાઉડ થવાની શું જરૂર પડે છે? આટલા બધા ઘોંઘાટથી જો ભગવાન કે ખુદા ત્યાં હોત તો ચોક્કસ બહેરો થઈ ગયો હોત અથવા ક્યારનો ત્યાંથી નાસી છૂટ્યો હોત. આ મુદ્દો નવો...
  03:48 AM
 • પાકિસ્તાન દ્વારા પકડાતા કથિત ભારતીય જાસૂસોના ભેદભરમ!
  પાકિસ્તાન દ્વારા પકડાતા કથિત ભારતીય જાસૂસોના ભેદભરમ! કુલભૂષણ જાધવને પાકિસ્તાની કોર્ટે ફાંસીની સજા ફટકારી છે એ મુદ્દે ભારતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે કુલભૂષણ જાધવ ભારત વતી પાકિસ્તાનમાં જાસૂસી કરતા ઝડપાઈ ગયો હતો અને અમારી પાસે તેના પૂરતા પુરાવા છે. બીજી બાજુ ભારત કુલભૂષણ જાધવને નિર્દોષ ગણાવીને તેને છોડી મૂકવા માટે પાકિસ્તાન પર દબાણ લાવી રહ્યું છે. ભારતનો દાવો છે કે પાકિસ્તાની લશ્કરે કુલભૂષણનું અપહરણ કરીને તેને જાસૂસ ઠેરવી દીધો છે. પાકિસ્તાની મથરાવટી મેલી...
  03:45 AM
 • એક દેડકો બહુવિસ્તારા
  એક દેડકો બહુવિસ્તારા ગગનવાલા વાંકા વળીને નેટના ખૂણેખૂણેથી ડબલ ચશ્માં સાથે બિલોરી કાચ ધરીને ઇંડિયાવાચક સમાચાર ખોળ ખોળ કરે છે અને તે ક્રમે લોસ એન્જલસ ટાઇમ્સમાં મલિસા હીલી નામે ભદ્રમહિલા ઇમ્યૂનિટી નામે વિજ્ઞાન પત્રિકાને ટાંકતાં જણાવે છે કે એચવનએનવન (H1N1) ફ્લૂ જેને સ્વાઇન ફ્લૂ કહે છે, અને જે દૈત્ય દુનિયામાં વાર્ષિક 50 લાખ મનુષ્યોના પ્રાણ હરે છે, તેની રામબાણ દવા કેરળના બહુવિસ્તારા નામે દેડકાના શ્લેષ્મલ યાને મ્યુકસમાંથી બની શકશે. લવલી! ગગનવાલાના હૈડિયામાં શ્લેષ્મલ બનીને સુરેશ દલાલનું...
  03:44 AM
 • કોણ આ દુનિયાને બદલી રહ્યું છે? સુંદર બનાવી રહ્યું છે?
  કોણ આ દુનિયાને બદલી રહ્યું છે? સુંદર બનાવી રહ્યું છે? તમે સ્થાપિત નિયમોથી અલગ વિચારો છો? તમે નિયમો તોડી શકાય એવું વિચારો છો? તમે વ્યવસ્થા સામે પ્રશ્નો કરો છો? તમે બીજાથી અલગ વિચારો છો? તમે દિમાગને બદલે દિલથી વિચારો છો? તમે નવું કરીને નિષ્ફળ જાઓ છો? તમે ભૂલો કરો છો? દર વખતે નવી ભૂલ કરો છો? તમે મુક્ત રહીને કામ કરવા ટેવાયેલા છો? તમે જોખમ ઉઠાવીને કશુંક અલગ કરો છો? તમે સતત વિચારતા રહો છો? તમે કાગળ પર આડુંઅવળું કશુંક ચીતરતા રહો છો? તમે વિચારોમાં ખોવાઈ જાઓ છો? તમે કલ્પનાઓ દોડાવો છો? તમે પોતાની જાત પર...
  03:41 AM
 • કાશ્મીરના કોકડાની ગૂંચ જૂની છે
  કાશ્મીર ભડકે બળે છે. હંમેશાં ધૂંધવાતું, સળગતું રહ્યું છે અને આપણી આંખ જોઈ શકે તેટલા ભાવી કાળમાં તો આ ચરુ હંમેશાં ઉકળતો રહેવાનો છે. કાશ્મીરને રાષ્ટ્રભક્તિ સાથે જોડી દેવામાં આવ્યું છે અને ભાવનાના ઉછાળામાં આ સમસ્યા અંગે તટસ્થતાપૂર્વક વિચારવાનું અને આચરવાનું અશક્ય બનતું જાય છે. ભારતના ઉત્તર દખ્ખણે આવેલા કાશ્મીર અને હૈદરાબાદ વિસ્તાર અને વસ્તીની દૃષ્ટિએ મોટાં રજવાડાં ગણાય અને પરિસ્થિતિ પરસ્પર વિરોધી. કાશ્મીરમાં મુસ્લિમોની વસ્તી મોટી, પણ રાજા હિન્દુ અને હૈદરાબાદમાં હિન્દુઓ બહુમતિમાં પણ...
  03:36 AM
 • સંવાદનું સૌંદર્ય
  સંવાદનું સૌંદર્ય સેલિબ્રિટી સાથે કરેલી વાતો કરતાં મિત્રો સાથે પસાર કરેલી રાતો વધુ યાદગાર હોય છે જિંદગી ઝખ્મની ઓઢણી છે, પણ એમાં કોઈ, ગમતી શક્યતાનું સર્જન થાય ત્યારે સૌંદર્યના સિદ્ધાંતો કરતાં સંવાદનું સૌંદર્ય વધુ મહત્ત્વનું હોય છે. મન, મગજ, હૃદય અને આત્મા એકસૂત્રી બનેે છે. - ડૉ. માસુંગ ચૌધરી વાતચીતથી આગળ વધાય છે અને સંવાદથી નજીક અવાય છે. બોલચાલથી આગળ વધીએ એટલે સંવાદનો ઓટલો મળે છે. વાતોની વાટે અભી બોલા, અભી ફોક આવી શકે છે, પરંતુ સંવાદમાં તો તેરે નૈના મેરે નૈનો સે...ની ઋજુતા હોય છે. સંવાદ એ...
  April 25, 09:49 PM
 • સિકંદરનું મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજી
  સિકંદરનું મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજી આજે મેનેજમેન્ટના સિદ્ધાંતો વિશે ઘણું જ લખાય છે અને એ સ્વીકારાઈ પણ ગયા છે. વિશ્વ ઇતિહાસમાં અમુક એવી પ્રતિભાઓ થઈ ગઈ છે જેમણે પોતાના જાત અનુભવથી સિદ્ધાંતો ઘડ્યા અને એમનો અમલ કરી સફળતા મેળવી. ઈસવીસન પૂર્વે વિશ્વવિજયની કલ્પના કરનાર સિકંદરની રણનીતિનો અભ્યાસ પાર્થ ઘોષના પુસ્તક એલેક્ઝાન્ડર: આર્ટ ઓફ સ્ટ્રેટેજીમાં રજૂ કરાયો છે. પિતા ફિલિપના અકાળે અવસાન બાદ કુમળી વયે રાજા બનેલા સિકંદરે કઈ રીતે રાજ્ય કારભાર ચલાવ્યો તેનું અહીં વિશ્લેષણ કરાયું છે....
  April 25, 09:31 PM