ગેરી લિબોફના પુસ્તકનું શીર્ષક છે, ‘ડેર’, જેનો અર્થ થાય છે હિંમત. લેખક સ્પોર્ટ્સ કોચ અને મનોવૈજ્ઞાનિક છે. રમતના મેદાનમાં સફળ થવા માટે હિંમત જરૂરી છે તે જ રીતે જીવનમાં પણ આવા અભિગમની ભૂમિકા અગત્યની છે. રમતના મેદાન અને જીવનમાં સરખા નિયમો લાગુ પાડતા લેખકના વિચારો તપાસીએ.
નાનપણથી આપણા મનમાં નિષ્ફળતાનો એવો ભય બેસાડી દેવામાં આવે છે કે મહત્વના નિર્ણય...
સવારમાં સૌથી પહેલાં બધાં અખબાર પર ફટાફટ નજર નાખી લેવી હોય તો? હાજર છે મિડલ સ્ક્રોલ બટન! ફોલ્ડર પર એક ક્લિક કરશો એટલે એ ફોલ્ડરમાંની તમામ લિંકસ જુદી જુદી ટેબમાં એક સાથે ઓપન થવા લાગશે.
ચશ્માં નાકની દાંડીએ હોય અને તમે આખા ઘરમાં શોધતા હો એવું તમારી સાથે બન્યું છે? ઘણા સાથે બનતું હોય છે. એમાં સવાલ યાદશક્તિનો નથી હોતો, બેધ્યાનપણાનો હોય છે. તમારું ધ્યાન...
તાજેતરના ‘ધ સૌથ એશિયન ટાઇમ્સ’ દૈનિકમાં અંદરના પાને યાદી છે ‘ટોપ ફિફ્ટી કૂલેસ્ટ દેસીઝ ઓફ ૨૦૧૧.’ હવે ચરમ શરમજનક વાત એ છે કે તે ફિફ્ટીમાંથી મેબી ફાઇવની અમને ખબર હશે ને બાકીના અમારી આંખોના રડારની નીચે રમે છે!
બાયધવે, મુંબઇ-ગુજરાતમાં ગુજરાતીઓએ મદ્રાસી દોસ્સૈને ઢોસો કરીને વળી ઢો ઉપર સાકરની ગાંગડી જેવું મીંડું લગાડીને ઢોન્સો કરી દીધો છે, ને સાંબાર...
વધુ એક ઉત્તરાયણ ગઇ, પણ રોમાંચ હતો ખરો? અગાઉ બે પર્વ એવાં હતાં કે જ્યારે યુવાન હૈયાં એકબીજાને સરળતાથી મળી શકતાં હતાં. એક નવરાત્રી અને બીજું ઉત્તરાયણ. આજે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. યુવાન હૈયાંને આવા કોઈ પર્વની રાહ જોવી પડતી નથી. તેવી જ રીતે ઉત્તરાયણમાં પણ અગાઉ જેવો રોમાંચ રહ્યો નથી કારણ કે પહેલાંનાં જેવી નિર્દોષતા, આશ્ચર્ય, કૌતુક હવે જોવા મળતાં નથી....