Home >> Magazines >> Kalash
 • રામદેવપીરનું સમાધિસ્થાન: રામદેવરા
  ગુજરાત, રાજસ્થાનમાં લોકો અખૂટ શ્રદ્ધા-ભક્તિથી જેનું સ્મરણ કરે છે, તે રાજાધિરાજ શ્રી રામદેવજી મહારાજ (રામદેવપીર)ને કળિયુગમાં માનનારો વર્ગ વિપુલ પ્રમાણમાં છે. પોકરણગઢના રાજવી અજમલજી મહારાજની અતૂટ ભક્તિની ફલશ્રુતિ રૂપે શ્રીકૃષ્ણ ભગવાને તેમને ત્યાં રામદેવજી તરીકે અવતાર લીધો અેવી દંતકથા છે. રામદેવજી મહારાજે રામદેવરા ગામે સમાધિ લીધી તે તીર્થસ્થાને હજારો ભક્તો દર્શને આવે છે. રામદેવજી મહારાજને સપ્તરંગના નેજા (ધજા)ઓ સમાધિસ્થાને ચઢાવે છે. ભાદરવા માસમાં રામદેવરામાં ભવ્ય મેળો ભરાય છે. તે વેળા...
  March 21, 07:47 PM
 • જીવ હથેળીમાં લઈને જવું પડે તેવી જગ્યાઓ
  જીવ હથેળીમાં લઈને જવું પડે તેવી જગ્યાઓ ખતરનાક કે ડરામણી જગ્યાઓ ઘણા લોકોને ગમતી હોય છે, કારણ કે ત્યાં એક વિશેષ પ્રકારનો રોમાંચ તેમને અનુભવાતો હોય છે, પરંતુ રોમાંચની મજા ક્યારેક મોતની સજા પણ બની શકે છે. ક્યાંક ભૂત-પ્રેતના ડરે કે અન્ય કારણોસર જે-તે જગ્યા ખતરનાક બની છે. દુનિયાભરમાં એવી કેટલીયે જગ્યાઓ છે જ્યાં જવું હોય તો જીવ હથેળીમાં લઈને જવું પડે છે. હેલ ટાઉન : ભૂતિયા શહેર અમેરિકાના બોસ્ટનના ઓહાયા પાસે એક ગામ આવેલું છે જેને લોકો હેલ ટાઉન એટલે કે નરકના શહેર તરીકે ઓળખે છે. એક સમયમાં ગામમાં...
  March 21, 07:45 PM
 • જયલલિતા-શશિકલા : રહસ્યમય રિશ્તેદારી
  જયલલિતા-શશિકલા : રહસ્યમય રિશ્તેદારી વર્ષ 2016માં જ અવસાન પામેલાં જયલલિતા જે રીતે એમ.જી. રામચંદ્રનના પક્ષ અને પદને કિડનેપ કરી ગયાં હતાં, એ જ મનસૂબો તેમનાં સખી શશિકલાનો હતો, પણ એન ટાંકણે સુપ્રીમ કોર્ટે સજાની સુનાવણી કરી દેતાં શશિકલા સળિયા પાછળ ધકેલાઈ ગયાં છે. દક્ષિણ ભારતની ફિલ્મો અને તમિલનાડુના રાજકારણથી વાકેફ હશે એ લોકો જાણે છે કે આ આખો પ્રદેશ વ્યક્તિપૂજાની માનસિકતાવાળો છે. ડીએમકે પક્ષના સર્વેસર્વા કરુણાનિધિ હતા તો એમ.જી. રામચંદ્રન તેમાં ખાસ ચેલા જેવા. ગુરુથી છુટ્ટા પડીને એમજીઆરે...
  March 21, 07:38 PM
 • સુખદેવ: આદર્શવાદી ક્રાંતિકારી અને સંગઠનકર્તા
  સુખદેવ: આદર્શવાદી ક્રાંતિકારી અને સંગઠનકર્તા સુખદેવ અને ભગતસિંહનો જ્યારે પણ ભેટો થઈ જતો ત્યારે બંને વચ્ચે પંજાબ કોંગ્રેસની કાર્યપ્રણાલી અને તેના નેતાઓની પેંતરાબાજી, નૌજવાન ભારત સભાનું કાર્ય, ક્રાંતિકારી આંદોલનની સમસ્યાઓ, મજૂરોના સંઘર્ષ, એકબીજાએ વાંચેલાં પુસ્તકો અને તેના લેખકોની શૈલી, તેના વિચાર, નવી ફિલ્મો, અભિનેતાઓની એક્ટિંગ જેવા વિષયો પર કલાકોના કલાકો વાતો થતી. ભગતસિંહની સરખામણીએ સુખદેવ ઓછું વાંચતા, પરંતુ તેમની યાદશક્તિ સતેજ હતી. ફિલોસોફી કે અન્ય વિષયનાં પુસ્તકો વાંચવામાં...
  March 21, 07:27 PM
 • શહાદતના બેતાબ આશિક શિવરામ રાજગુરુ
  શહાદતના બેતાબ આશિક શિવરામ રાજગુરુ લાહોરના માલ રોડ પર પોલીસ સ્ટેશન બહાર નીકળીને બાઇક પર જેવો સોંડર્સ સવાર થવા જાય છે તેવામાં એક ગોળી તેના માથાને વીંધી જાય છે અને સોંડર્સ નીચે પડી જાય છે. પછી ભગતસિંહ આગળ વધીને છાતી પર ઉપરાછાપરી ગોળીઓ છોડીને સોંડર્સને માલ રોડ પર જડી દે છે. સોંડર્સનું માથું વીંધી જનાર એ પહેલી ગોળી શિવરામ રાજગુરુની રિવોલ્વરમાંથી છૂટી હતી. ક્રાંતિદળમાં જેમનો નિશાનો વખણાતો તે ભગવાનદાસ માહૌરે જ્યારે રાજગુરુની પ્રશંસા કરી ત્યારે રાજગુરુએ નિખાલસતાપૂર્વક કહ્યું કે, યાર મેં તો...
  March 21, 07:22 PM
 • ભગતસિંહ: કલાપ્રેમી વિચારક અને લડવૈયા
  ભગતસિંહ: કલાપ્રેમી વિચારક અને લડવૈયા આ ધરતી અને ધરતી પર પણ ભારતની આ પવિત્ર ભૂમિ મારું સ્વર્ગ છે, આ ભૂમિ પર ફરતી દરેક વ્યક્તિ મારા માટે દેવતા છે, ભગવાન છે. ભગવાન સાથે ભગવાનને લડાવતા અને મારા સ્વર્ગને નર્ક બનાવનારી શક્તિઓને સમાપ્ત કરીને વર્ગવિહીન સમાજ તરફ વ્યક્તિને આગળ વધારવાનો દરેક પ્રયત્ન, દરેક ડગલું મારો ધર્મ છે. આ શબ્દો છે ભગતસિંહના! 14 ફેબ્રુઆરીએ ભગતસિંહ અને સાથીઓને ફાંસી થઈ હતી કે સુનાવવામાં આવી હતી માટે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણીથી દૂર રહો જેવો જુઠ્ઠો અને વિચારહીન પ્રચાર સોશિયલ મીડિયા...
  March 21, 07:16 PM
 • એક તો બારમું, ઉપરથી વડીલો!
  એક તો બારમું, ઉપરથી વડીલો! તમે કોઈ દિવસ બારમાની પરીક્ષા આપી છે? જેણે આપી હોય એ જ જાણે છે કે એક્ઝામમાં પુછાયેલા સવાલોના જવાબો આપવા કરતાં પડોશ-પડોશનાં અને સગાંવહાલાંઓના વડીલોનો ત્રાસ સહન કરવો ભારે છે. આ તમામ વડીલો નવરાં હોય છે. બારમામાં હોવાની પીડા એ લોકો શું જાણે? એમને તો બસ, ફાંદ ઉપર હાથ ફેરવતાં કહેવાનું જ છે: સુચ્છેએએએ? તું તો બારમામાંને? વાંચવાનું કેવું ચાલે છેએ? પેપરો કેવાં ગયાંઆંઆંઅાં? અને પછી, આગળ કઈ લાઇન લેવાની છેએએએ? જોવાની વાત એ છે કે આપણે બારમું પાસ થયા પછી કોર્મસમાં ગયા, સાયન્સમાં...
  March 21, 07:12 PM
 • અનુવાદમાં સુંદર વફાદારી જોઈએ
  વિદેશી સાહિત્યનો માતૃભાષામાં અનુવાદ કરીએ છીએ ત્યારે બહુ ચોકસાઈ રાખવી પડે છે. અનુવાદ વિશે કહેવાય છે કે અનુવાદ એ સ્ત્રી જેવો હોય છે, વફાદાર હોઈ શકે અથવા સુંદર હોઈ શકે. પારકા પુસ્તકમાં જે અપરિચિત છે એને આપણા પરિચિત શબ્દોમાં એટલા કૌશલ્યપૂર્વક પ્રયોજવું જોઈએ કે શરૂઆતમાં લાગતી અપરિચિત સંકલ્પના જ આપણને પોતાના ઘર જેટલી જ પરિચિત લાગે. આધુનિક કવિતાના પ્રણેતા એઝરા પાઉન્ડ કહે છે કે, મૂળ કલાકૃતિ જેવું જ પરિણામ ભાષાંતર કરેલી કલાકૃતિએ સાધવું જોઈએ. ભાષાંતરના ત્રણ પ્રકાર છે. એકશબ્દસઃ ભાષાંતર, બીજું...
  March 21, 07:10 PM
 • એક વ્યક્તિની આસપાસ આખી જિંદગી હોય છે!
  એક વ્યક્તિની આસપાસ આખી જિંદગી હોય છે! તુ મારા વિશે વિચારે છે એ મને ગમે છે. પહેલો કોળિયો મોઢામાં મૂકતી વખતે હું જમ્યો હોઈશ કે કેમ એવું તને થાય છે ત્યારે મને પ્રેમનો ઓડકાર આવે છે. મારું હોવું તને તારા હોવા જેવું લાગે છે એ મને સ્પર્શે છે. ક્યાંક જતો હોય ત્યારે સંભાળીને જજે એવું તું કહે ત્યારે મને સારું લાગે છે. મોડે સુધી મને ઓનલાઇન જોઈને તારો મેસેજ આવે કે સૂઈ જા હવે ત્યારે મારી ઊંઘ ઊડી જાય છે. અડધી રાતે વીડિયો કોલ કરીને તને જોવાનું અને તારી સાથે વાત કરવાનું મન થઈ જાય છે. તું સૂઈ ગઈ હોઈશ એ વિચારે અટકી...
  March 21, 07:08 PM
 • કરાટે ચેમ્પિયન ઘરોમાં વાસણ માંજે છે
  કરાટે ચેમ્પિયન ઘરોમાં વાસણ માંજે છે 2009માં આખા દેશે અંજના પુરુષ્ટીને કરાટેની નેશનલ ચેમ્પિયન ખેલાડી તરીકે ઓળખી હતી, પણ આજે તેની ઓળખ એક કામવાળી બાઈ તરીકેની જ રહી ગઈ છે. અંજનાના કોચ ભુપેન્દર સિંહ કહે છે કે, અંજના ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે અને માંડ માંડ કરાટે શીખી શકી છે. તેની અંદર કરાટેનું ઝનૂન અને સ્ફૂર્તિ છે. જિંદગી તેને એક ચાન્સ આપે તો તે જરૂર કમાલનું પર્ફોર્મન્સ આપશે. નોએડામાં ભંગેલ ગામમાં રહેનારી અંજના પુરુષ્ટી સાંજની શિફ્ટમાં આશરે 7 વાગ્યે વાસણ માંજવા માટે સાઇકલ લઈને પોતાની...
  March 21, 07:01 PM
 • નાણાંનો ઉપયોગ મૂર્તિ નહીં, પણ સમાજ માટે
  નાણાંનો ઉપયોગ મૂર્તિ નહીં, પણ સમાજ માટે આપણે મૂર્તિપૂજક લોકો છીએ અને દેવોની જોડાજોડ માણસોની મૂર્તિઓની પણ પૂજા કરતા થયા છીએ. છેલ્લાં કેટલાંક વર્ષથી આવી મૂર્તિઓને વધારે ને વધારે મોટી બનાવવાની હરીફાઈ ચાલી રહી છે. ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં જગ્ગી વાસુદેવ સદ્્ગુરુએ 112 ફૂટ ઊંચી આદ્યયોગી શંકરની પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાને કર્યું અને યોગનાં ગુણગાન ગાયાં. ભગવાન શંકરની મુખાકૃતિની કોઈ અધિકૃત પ્રતિમા કે વર્ણન આપણી પાસે નથી, તેથી આ મૂર્તિની મુખાકૃતિ કલાકાર કે સદ્્ગુરુની મરજી પ્રમાણે...
  March 15, 04:05 AM
 • જે દેશનો ન થયો તે મારો શું થશે?
  જે દેશનો ન થયો તે મારો શું થશે? કયા બાપને પોતાનો દિકરો વ્હાલો ન હોય? છતાં સગો દિકરો જ્યારે દેશદ્રોહી કામ કરે ત્યારે તેનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી શકે એ બાપને સલામ કરવી પડે. ઉત્તર પ્રદેશનાં લખનઉમાં સૈફુલ્લાહ ખાન નામના આતંકવાદીને 11 કલાકના એન્કાઉન્ટરના અંતે ઠાર મરાયો ત્યારે તેના પિતા સરતાજ ખાને જે દેશનો ન થયો તે મારો દિકરો ન હોઇ શકે કહીને તેનો મૃતદેહ પણ સ્વીકાર્યો નહીં. એન્કાઉન્ટર ચાલતું હતું ત્યારે ફોન કરીને તેને સમજાવવાનો પ્રયત્ન કરનાર તેના સગા ભાઇએ પણ આવું જ વલણ રાખ્યું હતું. કદાચ...
  March 15, 04:02 AM
 • ‘લાઇક ફાર્મિંગ’ : ધરમ કરતાં ધાડ
  લાઇક ફાર્મિંગ : ધરમ કરતાં ધાડ હવે લગભગ બધા પાસે સ્માર્ટ ફોન છે અને હવે દરેક જણ ને જણી તેમજ અંકલ કે આન્ટી ને કઝિન બ્રધરો ને ફ્રેન્ડો ફેસબુક ઉપર છે. તમારા ફેસબુકના પાને દંપતીઓના, ફૂલોના ગજરાના, સુવાક્યોના, ભગવાનના ફોટા તેમજ સૂર્યોદયનાં ચિત્રો સાથે ન્યૂઝ ફીડમાં હૃદય કકળાવી મૂકે તેવા કરુણ ફોટાઓ પણ દેખા દે છે; બે નાકવાળું ભૂલકું, કારમી ઈજાગ્રસ્ત બાળકી, પગ વિનાનો સોલ્જર. સાથે વિનંતી હોય છે કે તમે લાઇક કે શેર કરશો તો દરેક વાર માર્ક ઝુકરબર્ગ ચિલ્ડ્રન્સ હોસ્પિટાલમાં પાંચપાંચ ડોલરનું દાન કરશે. કમ...
  March 15, 03:59 AM
 • સોશિયલ મીડિયા આશીર્વાદ પણ અને અભિશાપ પણ!
  સોશિયલ મીડિયા આશીર્વાદ પણ અને અભિશાપ પણ! અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં રહેતો 33 વર્ષીય યુવાન ફ્રેડરિક જે બોડી સફળ અભિનેતા બનવા માટે ઉધામા કરતો હતો. ગયા જાન્યુઆરી મહિનામાં એક યુવતીએ તેની સામે રેપની કોશિશની ફરિયાદ કરી. તેની ધરપકડ થઈ. ફ્રેડરિક બીજે દિવસે એક લાખ ડોલરના જામીન પર બહાર આવ્યો. એ ઘટનાના ત્રણ દિવસ પછીની વહેલી સવારે તેણે ફેસબુક પર લાઇવ ટેલિકાસ્ટિંગ શરૂ કર્યું. તેણે ફેસબુક પર વ્યૂઅર્સને કહ્યું કે હું હમણાં આપઘાત કરવાનો છું એ તમે લાઇવ જોઈ શકશો. ફેસબુક પર ફ્રેડરિકના ફ્રેન્ડ લિસ્ટમાં...
  March 15, 03:56 AM
 • જે પરીક્ષામાંથી મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા
  જે પરીક્ષામાંથી મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા પપ્પા મને માફ કરો. હું તમારી અપેક્ષાઓ પૂરી કરી શકી નથી. આવતા જન્મે પૂરી કરીશ. (પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતાં આત્મહત્યા કરનાર પુત્રીએ િપતાને સંબોધીને લખેલી સ્યુસાઇડ નોટ.) બેન્ઝિનના છ અણુઓ કેવી રીતે ગોઠવાય છે તે મોડી રાત સુધી જાગીને ગોખેલું, શક ક્ષત્રપોની વંશાવલી કડકડાટ યાદ કરી નાખેલી, કાટખૂણા અને એવા બીજા અનેક વર્ષોથી પુસ્તકોમાં કાટ ખાતા રહેલા ખૂણાના સરવાળા, બાદબાકી વગેરે યાદ કરવામાં આંખો વાંકીચૂકી થઈ ગયેલી. પ્રકાશસંશ્લેષણ આ લોકો કોઈ સાદો...
  March 15, 03:52 AM
 • હારીને કમાનારા બાજીગરો
  હારીને કમાનારા બાજીગરો ચૂંટણીમાં આજકાલ બૂથ સ્તરે માઇક્રો મેનેજમેન્ટની બોલબાલા છે. તેમાં માત્ર એક એક મતદારને મનાવવા કે પોતાના તરફ વાળવાના પ્રયાસો ઓછા, પરંતુ વિરોધી ઉમેદવારના સંભવિત મતોને કોઈ પણ રીતે કાપવાના પ્રયાસો કરવામાં આવે છે. આ પ્રયાસોમાં હાથા બને છે - અપક્ષ ઉમેદવારો અને નાના-પરચૂરણ પક્ષો. ઉત્તર પ્રદેશની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં નેતાઓ અને પક્ષોની હારજીતમાં પરચૂરણ પક્ષોની શું ભૂમિકા હતી, એની ભાગ્યે જ ચર્ચા થતી હોય છે. ચૂંટણી પરિણામો પહેલાં જ...
  March 15, 03:49 AM
 • હોળીથી ભાગનારા હીરો
  હોળીથી ભાગનારા હીરો હોળી- આ તહેવાર માટે સ્કૂલમાં એવું ભણાવવામાં આવતું હોય છે કે હોળી એ રંગોનો તહેવાર છે, પ્રેમ અને દોસ્તીનો ઉત્સવ છે. સ્કૂલની આ વાતને સમર્થન આપતું એક માર્મિક ગીત પણ છે. ખૂબ જ સફળ નીવડેલી અત્યંત ધાર્મિક ફિલ્મ શોલેમાં સંત વીરુ બાપુએ ભાવપૂર્વક ગાયેલા આધ્યાત્મિક ગીતના હૃદયસ્પર્શી શબ્દો હતા કે, હોલી કે દિન, દિલ ખિલ જાતે હૈં, રંગોં મેં રંગ મિલ જાતે હૈં...ગિલે શિકવે ભૂલ કે દોસ્તોં દુશ્મન ભી ગલે મિલ જાતે હૈં. મારા વાલીડાવ હોળી એ રંગોનો તહેવાર છે એ વાત સાચી, પણ એ દિવસે લોકો એકબીજાને જે...
  March 15, 03:45 AM
 • જીમેઇલમાં કરો સ્માર્ટ સર્ચિંગ
  જીમેઇલમાં કરો સ્માર્ટ સર્ચિંગ જીમેઇલનો સાદો ઉપયોગ કરવાને બદલે તેમાં ઓપરેટર્સને કામે લગાડી જુઓ આજની સ્માર્ટ ટેક્નોલોજીનો તમે કેવોક ઉપયોગ કરો છો? જો તમે ફક્ત યૂઝર હશો તો સ્માર્ટફોનમાં વોટ્સએપ, યુટ્યૂબ વગેરેથી તમારું કામ ચાલી જતું હશે, પણ જો તમે સિરિયસ યૂઝર હશો તો હજી પણ તમારે જીમેઇલની ખાસ્સી જરૂર પડતી હશે! એમાંય જો સ્માર્ટ યૂઝર હશો તો તો પીસી અને સ્માર્ટફોન બંનેમાં તમે જીમેઇલનો કસ કાઢતા હશો! જો તમે આ કેટેગરીમાં આવતા હશો તો તમે કદાચ જીમેઇલના નવા અવતાર સમાન ઇનબોક્સનો પણ ઉપયોગ કરી જોયો હશે....
  March 15, 03:41 AM
 • દેશની સૌથી મોટી ફ્રેશ ફ્રૂટ્સ કંપનીના સ્થાપક
  દેશની સૌથી મોટી ફ્રેશ ફ્રૂટ્સ કંપનીના સ્થાપક દુનિયામાં ચીન પછી ફળોત્પાદનમાં આપણો દેશ બીજા ક્રમે આવે છે, પણ અસંગઠિત સપ્લાયને કારણે ફળોના માર્કેટિંગ અને ગુણવત્તામાં આપણે બહુ પાછળ પડી ગયા છીએ. પાછલા એક દશકામાં ખાનગી ક્ષેત્રના સપ્લાયરોએ આ ક્ષેત્રમાં એન્ટ્રી લઈને સ્થિતિ સુધારવાનું શરૂ કર્યું છે. આવી જ એક કંપની છે મુંબઈની આઈએનઆઈ ફાર્મ્સ પ્રા. લિ. દેશની આ સૌથી મોટી ફ્રેશ ફ્રૂટ્સ કંપની ફળોની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરે છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવે છે અને પેકેજિંગ કરીને ઘરેલુ તથા વિદેશી...
  March 15, 03:27 AM
 • હજીયે કોઈ છોકરાનાં મા-બાપ આ સવાલ પૂછે છે?
  હજીયે કોઈ છોકરાનાં મા-બાપ આ સવાલ પૂછે છે? એક જમાનામાં સંતાનોનાં લગ્નની વાત ચાલતી હોય ત્યારે છોકરાવાળા તરફથી એક પ્રશ્ન પૂછવાનું સામાન્ય હતું- છોકરીને જમવાનું બનાવતાં આવડે છે? છોકરીના વડીલો, ખાસ કરીને માતાને આ વાતની ખાસ ચિંતા રહેતી. છોકરીને જોવા માટે લોકો ઘેર આવે અને એમને ચા-નાસ્તો પીરસાય ત્યારે આ બધું બેબીએ જાતે બનાવ્યું છે એવું સીધી કે આડકતરી રીતે કહીને કન્યાની પાકકલાના પુરાવા આપી દેવાતા. છોકરી માત્ર ભણેલી નથી, કામેકાજે પણ એટલી જ હોશિયાર છે, એવું કહેવાય ત્યારે એનો મૂળ અર્થ એ નીકળતો કે એને...
  March 14, 10:11 PM