Home >> Magazines >> Kalash
 • મોદીની રાજવટનાં બે વર્ષનું સરવૈયું તો અખબારોએ અને અભ્યાસીઓએ પોતપોતાના અભિગમ અનુસાર કાઢ્યું, પણ મતદારો ખરેખર શું માને છે તે બાબતનો ફેંસલો તોળાઈ રહ્યો છે. ભાજપી સરકારનાં બે વર્ષ અંગે આમજનતાને જે કંઈ કહેવાનું છે તેની ઘડીઓ ગણાઈ રહી છે. છ મહિનામાં ભારતનાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. બની શકે તેટલી ચૂંટણીઓ એકસાથે યોજવાની હિમાયત મોદીએ કરી છે. બીજાં રાજ્યોમાં તો તેમના કહેવા પ્રમાણે થાય નહીં, પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી થોડા મહિના વહેલી કરાવી શકાય. રાજકારણી આગેવાનો માટે બોલ્યું...
  June 29, 04:46 AM
 • છીંડું શોધતાં લાધી પોળ જેવું થયું. ગયા અઠવાડિયે ગુજરાતી પત્રકારત્વમાં વપરાતા ચવાઈને ચુથો થઈ ગયેલા શબ્દોની ચર્ચા અહીં માંડી હતી એ પૂર્તિનાં પાનામાંથી બહાર નીકળીને સોશિયલ મીડિયામાં અઢળક ચર્ચાઈ. ઘણા મિત્રોએ સૂર પુરાવ્યો, ટાપશી પુરાવી, કોઈએ શાલિનતાથી એકાદ મુદ્દે અસહમતી દર્શાવીને હેલ્ધી ચર્ચા કરી. એ તત્ત્વમંથનમાંથી નીકળ્યો આ લેખ, સમુદ્રમંથનની જેમ. એમાં મંદાર પર્વતનો મંથનદંડ હતો અને શેષનાગને નેતરું બનાવવામાં આવ્યા હતા, આમાં કળશ મંથનદંડ અને સોશિયલ મીડિયા નેતરું બન્યા. ભાષા નદી જેવી હોય...
  June 29, 04:43 AM
 • વર્ષોનાં વર્ષો પહેલાં અમે બંધુવર બકુલ ત્રિપાઠી પાસે એમનું સરનામું માગેલું. એમના ચહેરા ઉપર અમદાવાદી મૂંઝવણ જોઈને અમે સ્પષ્ટતા કરી કે અમારે ઘરે આવવું નથી, માત્ર ટપાલ લખવા સરનામું માગીએ છીએ. ત્રિપાઠી સાહેબે તાળી માગતા હોય તેમ હાથ લંબાવી કહેલું કે બકુલ ત્રિપાઠી, નવરંગપુરા, અમદાવાદ એટલું લખશો તો પહોંચી જશે. નવરંગપુરામાં કોઈને પણ પૂછો તો બધા ઓળખે. તે વાત સાચી ન હોય ને નાહક ટિકિટના પૈસા ખર્ચાય તેના કરતાં અમે જાતે નવરંગપુરા જઈને એક કાકાને પૂછ્યું તો કાકાએ અમને પગથી માથા સુધી નીરખી સવાલ કર્યો,...
  June 29, 04:40 AM
 • ગ્લેમર વર્લ્ડમાંથી અંડરવર્લ્ડમાં જતી રહેલી મમતા કુલકર્ણીનું નામ બે હજાર કરોડ રૂપિયાના ડ્રગ સ્કેમમાં બહાર આવ્યું એ પછી તેણે મીડિયા સામે ચોખવટ કરી છે કે ડ્રગ માફિયા વિકી ગોસ્વામી મારો પતિ નથી, પણ માત્ર મિત્ર જ છે. વિકી ગોસ્વામીએ પણ કહ્યું કે મમતા મારી પત્ની નથી. મમતા કુલકર્ણી વિકી ગોસ્વામીની પત્ની છે કે નહીં એ વાત બાજુ પર રાખીએ પણ તેને અંડરવર્લ્ડ સાથે કોઈક સંબંધ તો છે જ એવું ઘણાં વર્ષોથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો માનતા રહ્યા છે. રાજકુમાર સંતોષીએ ચાયના ગેટ ફિલ્મ બનાવી ત્યારે તેમણે મમતા...
  June 29, 04:39 AM
 • મહંમદ અલી જેવા મહાન બોક્સરની આવી હાલત કરવી આસાન નહોતી. એ બોક્સર મહંમદ અલી પર પંચ ઉપર પંચ વરસાવી રહ્યો હોત. બીજો કોઈ બોક્સર હોત તો ક્યારનો ધરાશાયી થઈ ગયો હોત, પણ કોઈ અજબ સહનશીલતાના જોરે મહંમદ અલી માર ખાઈ રહ્યો હતો. એક પછી એક રાઉન્ડ પૂરા થઈ રહ્યા હતા. મહંમદ અલીનો માર ખાવાનો સિલસિલો ચાલુ જ હતો. દસમો રાઉન્ડ શરૂ થયો. પેલો હરીફ બોક્સર હવે થાકવા માંડ્યો હતો. એના રિફ્લેક્સીસ ધીમા પડી રહ્યા હતા. મહંમદ અલી એક તકની રાહ જોઈ રહ્યો હતો અને એ તક એને મળી. એણે પેલા બોક્સરના ચહેરા પર ઉપરાઉપરી પંચ ફટકાર્યા. એ બોક્સર...
  June 29, 04:37 AM
 • યરવડા જેલમાં હરિજનકાર્ય ન કરવા દેવાના મુદ્દે ગાંધીજીએ 1933માં આમરણ ઉપવાસ શરૂ કરેલા. અંગ્રેજ સરકારે ગભરાઈને ગાંધીજીને જેલમુક્ત કર્યા. ગાંધીજીએ પૂનામાં જ સર વિઠ્ઠલદાસ ઠાકરશીના પર્ણકુટી બંગલામાં રહેવાનો નિર્ણય કર્યો. ઉપવાસને કારણે તેમની તબિયત લથડી હતી. એક યુવાન ડૉક્ટરે તેમને દવાઓ આપી. ગાંધીએ પૂછ્યું, મારે તમારી સારવાર શા માટે લેવી જોઈએ? શું તમે મારા ચાળીસ કરોડ દેશવાસીઓને નિ:શુલ્ક સારવાર આપશો? પેલા યુવાન ડૉક્ટરે જવાબ આપ્યો, ના ગાંધીજી, હું તમામ દર્દીઓની મફતમાં સારવાર ન કરી શકું. હા, હું મો.ક....
  June 29, 04:36 AM
 • અમે એક વખત એક લીટીની ગઝલ લખી હતી. અેમાં લખ્યુંતું, જિંદગીના અજીબોગરીબ મોડ હોય છે. (એક લીટીની ગઝલને દાદ આપવા બદલ આભાર. વાહ વાહ માટે શુક્રિયા), પણ થોડા વખત પછી ખબર પડી કે જિંદગીની જેમ મોબાઇલ ફોનમાં પણ અજીબોગરીબ મોડ હોય છે. (આ અજીબની સાથે ગરીબ કોણે જોડ્યું છે એની ખબર પડે તો મોબાઇલ કરજોને પ્લીઝ.) આપણાં શરીરના એક અંગ જેવા બની ગયેલા મોબાઇલમાં સાઇલન્ટ મોડ, વાઇબ્રેશન મોડ, ફ્લાઇટ મોડ, નોર્મલ મોડ એવા બધા મોડ હોય છે. આ મોડની તો આપણને બધાયને ખબર છે જ, પણ મારા મોબાઇલમાં એક નવો, વધારાનો, વિચિત્ર મોડ છે એની હમણાં...
  June 29, 04:31 AM
 • ટેક્નોલોજી આપણા માટે છે કે આપણે ટેક્નોલોજી માટે છીએ? ક્યારેક થોડા સમય માટે પીસીમાં ઇન્ટરનેટ કનેક્શન ડાઉન થાય કે મોબાઇલ ઘરે ભૂલી ગયા હોઈએ ત્યારે આપણે સૌ જે રીતે આકુળવ્યાકુળ થઈ જઈએ છીએ એ જોતાં, ટેક્નોલોજીને આપણી ગુલામ બનાવવાને બદલે આપણે એના ગુલામ બની રહ્યા હોઈએ એવું લાગે છે, પણ લખી રાખો ખરી મજા ટેક્નોલોજીને આપણને અનુકૂળ બનાવવામાં જ છે. સ્માર્ટફોન અને પીસીમાં કોઈ ખરેખર સારી ટુ-ડુ સર્વિસનો લાભ લઈએ અને મહત્ત્વનાં કામની યાદી તેને સોંપી દઈએ તો એનાથી આપણે ટેક્નોલોજીના ગુલામ નથી બનતા. કામ યાદ...
  June 29, 04:29 AM
 • જન્મથી લઈને મૃત્યુ સુધી હૃદય ધબકતું રહે છે. આ જ અંગની ખૂબ જ સારસંભાળ જરૂરી છે. કાર્ડિયોવાસ્ક્યુલર રોગ મોટે ભાગે ઢળતી ઉંમરમાં થતા હતા, પરંતુ આજે યુવાઓમાં પણ એન્જિયોગ્રાફી અથવા હાર્ટ સર્જરી કરવી પડી રહી છે. કાર્ડિયાક કેરને પોકેટ સાઇઝ મોબાઇલ હાર્ટ મોનિટર સંકેતે સરળ બનાવી છે. એક એન્જિનિયર દંપતી રાહુલ અને નેહા રસ્તોગીએ દુનિયાના સૌથી નાના, સૌથી કિફાયતી અને ઉપયોગમાં બહુ સરળ એવું હાર્ટ મોનિટર સંકેત શોધ્યું છે. સંકેતના સર્ક્યુલર સ્પોટ પર અંગૂઠો મૂકતાંની સાથે જ ઈસીજી (ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી)...
  June 29, 04:27 AM
 • મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલના રજિસ્ટ્રાર તરીકે હમણાં એક આયુર્વેદિક ડોક્ટરની નિમણૂક થઈ. રાજ્યના એલોપથિક ડોક્ટરો ધૂંઆપૂંઆ છે. એમનો વાંધો વાજબી છે. આયુર્વેદ અને હોમિયોપથી ભણેલા ડોક્ટરો ઍલોપથીની દવાઓ પ્રિસ્ક્રાઇબ કરે છે, એની સામે મેડિકલ કાઉન્સિલ વર્ષોથી વિરોધ કરતી આવી છે. એ લોકો આને ક્રોસપથી (crosspathy) કહે છે. વારતહેવારે આવા વૈદરાજો સામે ફરિયાદો, કેસીસ પણ થતા રહે છે, પણ હવે સરકારે આયુર્વેદિક ડોક્ટરને મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલના રજિસ્ટ્રાર બનાવી દીધા. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (મહારાષ્ટ્ર)...
  June 29, 04:26 AM
 • અનુશ્રીનો સવાલ ઇન્ટરેસ્ટિંગ હતો. શું આપણા ફૂડની મૂડ ઉપર અસર થાય? ચોક્કસ થાય મેં ડિટેલમાં વાત કરી. જનીનતત્ત્વો ઉપરાંત આપણો ખોરાક આપણા શારીરિક અને માનસિક બંધારણ પર અવશ્ય અસરો જન્માવે છે. ખાસ કરીને જો મનદુરસ્તીની વાત કરીએ તો આપણી લાગણીઓ, બુદ્ધિ, તર્કશક્તિ અને સમજશક્તિ. આ બધાનો સંબંધ ન્યુરો-કેમિસ્ટ્રી સાથે છે અને એ રાસાયણિક પ્રક્રિયાઓ ખોરાક દ્વારા ચોક્કસ અસર પામે છે. આયુર્વેદમાં સ્પષ્ટપણે સાત્ત્વિક, રાજસિક અને તામસિક આહાર તે મુજબની પ્રકૃતિ અને વર્તન સાથે સંકળાયેલો છે, એમ મનાય છે. સિરોટોનીન,...
  June 29, 04:25 AM
 • સમસ્યા: ડોક્ટરસાહેબ મારી ઉંમર 75 વર્ષની છે. શારીરિક તંદુરસ્તી સારી છે, પણ છેલ્લાં પાંચ વર્ષથી ઉત્થાનશક્તિમાં ઘણો ફેર પડી ગયો છે. ઇચ્છા થાય છે, પણ કંઈ કરી શકતો નથી. ગોખસ, કૌચા પાઉડર ઘણા દિવસ લીધાં. બજારમાં મળતી આયુર્વેદિક દવાઓ પણ ચાલુ છે, પણ કાંઈ જ ફરક નથી. હવે આપ સાહેબ કોઈ ઇલાજ બતાવશો. ઉકેલ: પુરુષમાં ઉંમરની સાથે સેક્સ પાવરમાં થોડી શિથિલતા ચોક્કસ આવતી જાય છે. સાથે એ પણ એટલું જ સાચું છે કે તે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જાતીય જીવન માણવા કાબેલ હોય છે. ભલેને પછી તે સો વર્ષનો કેમ ના હોય! જોકે સમાગમની...
  June 29, 04:24 AM
 • સવાલ: મારી પુત્રી અને તેનાે પતિ બંને અમેરિકામાં એરપોર્ટ ઉપર 6 મહિનાના વિઝા મળ્યા પછી ત્યાં રહ્યાં છે. 6 મહિનાનો સમય પૂરો થઈ ગયો છે અને તેમ છતાં તેનાે પતિ ઇન્ડિયા પાછાે આવવા માગતાે નથી. મારી પુત્રી તેના પતિથી ખુશ નથી, તો શું કરવું? - એક વાચક, અમદાવાદ જવાબ : તમારા જમાઈએ કાયદા વિરુદ્ધનો નિર્ણય કર્યો છે, પરંતુ તમારી પુત્રીએ તેને સમજાવી ઇન્ડિયા પરત આવવું જોઈએ. પતિ ના માને તો એકલાંય પાછાં આવતા રહેવું. સવાલ: મારી સિસ્ટર અમેરિકાની સિટિઝન થયેલી છે. હવે તે મારા માટે, હસબન્ડ માટે અને 13 વર્ષના પુત્ર માટે...
  June 29, 04:22 AM
 • All progress takes place outside the comfort zone - Michael John Bobak ફ્રાન્સ યુરોપનો સૌથી વિશાળ દેશ છે. ફ્રાન્સની રાજધાની પેરિસ છે. ભારતના સિનેમાજગત માટે પણ પેરિસ આકર્ષણનું કેન્દ્ર છે. ફ્રાન્સ કલા સંસ્કૃતિ અને ખાણીપીણીની સંસ્કૃતિ માટે જાણીતું છે. ફ્રાન્સ દુનિયાનો ઔદ્યોગિક ક્ષેત્રે અને ધન સંપત્તિ ક્ષેત્રે પ્રતિષ્ઠા ધરાવતો દેશ છે. હમણાં જ UNESCO દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ ફ્રાન્સ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે ત્રીજા નંબર પર આવતો સૌથી વધારે આકર્ષક દેશ છે. ફ્રાન્સ પેટ્રોલિયમ, બાયોટેક્નોલોજી, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી,...
  June 29, 04:20 AM
 • સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ સ્ટડિઝના પેપરમાં પૂછાતા કાયદાઓ કે એક્ટ વિશે જાણીએ. જે દેશોમાં RTI નથી ત્યાંના વહીવટીતંત્ર/શાસનની હાલત સ્પષ્ટપણે તેની ઉપયોગિતા સિદ્ધ કરે છે. ભારતના પરીપ્રેક્ષ્યમાં RTI 2005માં જન્મ થવાથી હજુ બેબી સ્ટેજમાં એટલે કે સંક્રાંતિકાળ ગણી શકાય. રેલ્વેની ટ્રેન પાટા બદલતી હોય ત્યારે પણ ખળભળાટ થાય તો આ તો સમગ્ર દેશનો વહીવટ (ટ્રેક) બદલી રહ્યો છે. RTIના માધ્યમથી તે આજના સમયમાં પુરવાર થઈ રહ્યું છે. સને 2005થી 2015 માત્ર 10 વર્ષનો RTIનો સમયગાળો સંક્રાંતિકાળ છે RTIનો આધાર છે. રેકર્ડ...
  June 29, 04:16 AM
 • પબ્લિક રિલેસન્સ (P.R.) એટલે કે જનસંપર્કના ક્ષેત્રમાં રોજગારીની તકો ઝડપથી ઉદ્દભવે છે. આથી P.R.ના ફિલ્ડમાં કારકિર્દી બનાવવા ઇચ્છુકોને પોતાનો અભ્યાસક્રમ પૂરો કરતાં જ ચટ મંગની ઔર પટ બ્યાહની જેમ તરત જ જોબ મળી જાય છે. P.R.ની જરૂરિયાત આજના સ્પર્ધાત્મક યુગમાં વ્યક્તિગત પેઢી, કંપની, નાનાં-મોટાં ઓર્ગેનાઇઝેશન, N.G.O. વગેરે દરેક પ્રકારના વેપાર-ધંધા-ઉદ્યોગો પોતે વિશ્વસનીય અને આધારભૂત છે, તેવું દર્શાવવા માગતા હોય છે. આથી તેઓને P.R. (પબ્લિક રિલેસન્સ) એજન્સીઓની મદદ લેવી પડે છે. P.R. એજન્સીઓ મીડિયાનાં વિવિધ ક્ષેત્રોમાં...
  June 29, 04:13 AM
 • ઇન્ડિયન આર્મીમાં 10+2 ટેક્નિકલ એન્ટ્રી અંતર્ગત 90 અપરિણીત પુરુષ ઉમેદવારોની ભરતી થઈ રહી છે. ભરતી થનાર ઉમેદવારે કુલ 5 વર્ષની તાલીમ મેળવવાની રહેશે. સફળતાપૂર્વક તમામ તાલીમ પૂરી કરનાર ઉમેદવારને ઇજનેરી ડિગ્રી એનાયત કરવામાં આવશે. લાયકાત : ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સમાં એગ્રિગેટ 70 ટકા માર્ક્સ સાથે ધોરણ 12 પાસ. વયમર્યાદા : ઉમેદવારની વય સાડા સોળથી સાડા ઓગણીસ વર્ષ હોવી જરૂરી છે. શારીરિક ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા સહિત ભરતી અંગેની વિશેષ માહિતી તથા ઓનલાઇન અરજી માટે જુઓ વેબસાઇટ...
  June 29, 04:08 AM
 • યુનાઇટેડ કિંગ્ડમની દે મોન્ટફોર્ટ યુનિવર્સિટી દ્વારા એમએસસી, એમબીએ, ઇન્ટીરિયર ડિઝાઇનિંગ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની અરજીઓ મંગાવાઈ રહી છે. જે અંતર્ગત એમએસસી કમ્પ્યૂટિંગ માટે એક, ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ માટે એક, એમએ ઇન્ટીરિયર ડિઝાઇનિંગ માટે એક, એમબીએ માટે બે એમ કુલ પાંચ વિદ્યાર્થીઓને પ્રત્યેકને પાંચ હજાર પાઉન્ડની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ માટે તા. 19 જુલાઈ સુધી અરજી કરી શકાશે. લાયકાત અને અન્ય વિગતો http://www.dmu.ac.uk/international/en/your-country/india/india.aspx લિંક પરથી મળશે.
  June 29, 04:06 AM
 • આવિશ્વમાં વસતા પ્રત્યેક માણસની વિચારવાની રીત અલગ અલગ હોય છે અને તે મુજબ એનું માનસિક વ્યક્તિત્વ હોય છે. ઘણી વાર એવું બનતું હોય છે કે કોઈ વ્યક્તિમાં ખાસ કશી આવડત ન હોય તો પણ દેખાવ એવો કરે કે એ સૌથી શ્રેષ્ઠ છે. એનાથી ઊલટું, કેટલાક પાસે ઘણી આવડત હોય તો પણ એમને પોતાનામાં વિશ્વાસ ન હોય. અંજલિ બીજા પ્રકારની છોકરી છે. ક્યારેક એને એવો વિચાર આવી જાય છે કે પોતે અન્ય જેવી ચાલાક અને હોશિયાર નથી. પરીક્ષા આવે ત્યારે પણ એને એક પ્રકારનો ભય ઘેરી વળે છે કે એ પરીક્ષામાં સારી રીતે ઉત્તર લખી શકશે નહીં. અંજલિના પપ્પાએ...
  June 29, 04:05 AM
 • એક છે ગઝલ જે તળમાં છે, મુશાયરે નહીં, ડહોળાય છે સતત ને કદી આછરે નહીં. અશરફ આ કેવી હેલી જે વરસી છે ઘર ઉપર, ભીંજાય ઓરડા ને કશું છાપરે નહીં. - અશરફ ડબાવાલા પહેલા વરસાદનો રોમાંચ અજબ હોય છે. એક એક છાંટો જાણે શાતાનો શણગાર અને તરબતર તૃપ્તિ બનીને આવે છે. કોરા ધાકોરપણાનો વિદાય સમારંભ અને વર્ષારાણીની વેલકમ પાર્ટી યોજાય છે. ભીનપની ભરચકતાને આવકારવા આખી સૃષ્ટિ તયનાત હોય છે. સોનામહોર જેવા છાંટાની એન્ટ્રીની સાથે જ મલકાટ વ્યાપી જાય છે અને પાલનપુરના અત્તરને પણ આંટી મારે એવી અજીબ સુગંધ વાતાવરણમાં વ્યાપી જાય છે....
  June 29, 04:03 AM

 
Advertisement
 
 

Top News

 

Bollywood

Advertisement
 

Cricket

 

Interesting News

 

Money

 

Jeevan Mantra

 

 

Jokes

 

Most Read

 

Photogallery