શિનોરના દિવેર ગામથી સુરાશામળ જવાના માર્ગે ગામ નજીકના કોતર પર નાળું બનાવવાનું કામ બે વર્ષ અગાઉ શરૂ થયા બાદ માટીકામ કરેલ માર્ગ બેસી ગયો હતો. જેથી જતાં લગભગ ૧૫૦ મીટર જેટલો રોડ બન્યો ન હતો. નાળું ન બનાવાથી શિનોરથી ડાયરેકટ પાલેજના માત્ર ૩૦ કિ.મીના ટૂંકા અંતરના માર્ગે વાહન ચાલકો ભારે આપદા ભોગવી રહ્યા છે. જ્યારે વાહન ચાલકોને દોઢ કિમીનો ફેરાવો ફરીને અવર-જવર કરવી પડે છે.
શિનોરથી પાલેજ જવા માટે જિલ્લા પંચાયત દ્વારા બે-ત્રણ વર્ષ પૂર્વે સુરાશામળથી દિવેર-રણાપુર થઇને ડાયરેકટ પાલેજ જવાનો ૩૦ કિ.મીનો રોડ...
પારડી તાલુકાના અરનાલા ગામે શેરડીના ખેતરમાંથી ગુરૂવારે સવારે એક દીપડી અને તેના બે બચ્ચા દેખાતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ સ્થાનિક રહીશોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા પાંજરૂ ગોઠવી દીપડી અને તેના બચ્ચાને ઝડપવાની કાર્યવાહી હાથ ધરી હતી.
પારડી તાલુકાના અરનાલા તેમજ આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ૨૦ દિવસથી દીપડી ફરતી હોવાની ચર્ચા ચાલી રહી...
શિનોર તાલુકાની ૨૯ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પૂર્ણ થતાં આગામી તા.૨૩ તથા ૨૪ના રોજ ઉપસરપંચની ચૂંટણી બાબતે પ્રથમ સભા માટે અધિકારીની નિમÒંક ડીટીઓ દ્વારા કરાયેલ છે.
શિનોર તાલુકાની વણીયાદ, નાનાકરાળો, મોટાફોફળીયા, દિવેર, ઝાંઝડ, સાધલી, શિનોર, સુરાશામળ, તરવા, બગળીયા, કુકસ, દામનગર, આનંદી અને ગરાડી ૧૪ ગામોમાં તા.૨૩-૧-ના રોજ પ્રથમ સભા ભરાનાર છે જ્યારે તા.૨૪ના રોજ...
શિનોર પંથકમાં કપાસનું વાવેતર અબલક કરવા છતા ઉપજમાં વ્યાપક ઘટાડો થવા પામ્યો છે. કપાસમાં મિલીબર્ગની જીવાતના ઉપદ્રવને લીધે કપાસની સીજન ટુકાઇ ગઇ છે. જ્યારે જીનીંગ ફેકટરીના મજુરોને પણ વ્યાપક અસર રોજગારી પર થવા પામી છે. કપાસનું ઉત્પાદન ઘટેલ છે. છતા સી.સી.આઇ દ્વારા કપાસની વેપારના વિસ્તારોમાં ખરીદી ન કરતા હોઇ કપાસના ભાવો પણ ખેડૂતોને ગત વર્ષ કરતા ૪૦...