Home >> Madhya Gujarat >> Vadodara District >> Sankheda
 • સંખેડા| સંખેડાસરપંચ અને તેમની પેનલના ત્રણ સભ્યોની ગેરહાજરીમાં પચાયતનું 21.59 લાખ રૂપિયાની પુરાંતવાળા બજેટને બહાલ કરાયું હતું. ડેપ્યુટી સરપંચના અધ્યક્ષસ્થાને યોજાયેલી મીટિંગમાં સભ્યોએ બહુમતીથી બજેટ બહાલ કર્યું હતું. સંખેડા ગ્રામ પંચાયતનું બજેટ જો બહાલ રખાય નહીં તો આખી બોડી સુપરસીડ થાય એવી શક્યતા હતી. જેથી બાબતે પંચાયતના ડેપ્યુટી સરપંચ સહિતના 11 સભ્યો દ્વારા મીટિંગ બાબતે તેમજ બજેટ બાબતેની રજૂઆત કરતાં મીટિંગ યોજવા માટેનો આદેશ કર્યો હતો. સંખેડામાં સરપંચની ગેરહાજરીમાં પંચાયતનું...
  March 29, 02:15 AM
 • પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ખાણ-ખનીજને લગતા પ્રશ્નમાં કોંગ્રેસના સંખેડાના ધારાસભ્ય ધીરૂભાઇ ભીલે વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે અમારા વિસ્તારમાં રેતીની ચોરી થાય છે. ચોર પકડાતા નથી અને પકડાય તો કોઇ કાર્યવાહી થતી નથી. સ્થિતિ એવી થઇ ગઇ છે કે અમારે ત્યાં રહેવું કઇ રીતે , રેતીની રૂ 16 કરોડની ચોરી થઇ હતી, આમછતાં કોઇ કાર્યવાહી થતી નથી. આઠ બ્લોકની હરાજી નથી થઇ, છતા રેતી કાઢવામાં આવે છે તેવો ફરિયાદ પણ તેમણે કરી હતી. મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્થાનિક અધિકારીઓ કડક કાર્યવાહી કરે તેવી વ્યવસ્થા કરાશે તેવી...
  March 17, 03:25 AM
 • આજેતુવેરની ખરીદી બહાદરપુર સબયાર્ડમાં નહી થતા વિફરેલા ખેડૂતો રસ્તે ઉતર્યા. બારદાન અભાવે ખરીદી બંધ કરાઇ હતી.ખેડૂતોએ ગોલાગામડી ખાતે ચક્કાજામ કર્યો.પોલીસે 40 ખેડૂતોની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી. સંખેડા તાલુકાના બહાદરપુર સબયાર્ડ ખાતે તુવેરની ખરીદી નહીં થતા ખેડૂતો આજે રસ્તે ઉતર્યા હતા.આજે વહેલી સવારે ખેડૂતો બહાદરપુર સબયાર્ડમાં તુવેર વેચવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પણ બપોર સુધી ખરીદી નહીં થતા ખેડૂતોનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. ખેડૂતોએ તંત્રના કાન ખોલવા માટે આજે...
  March 8, 03:50 AM
 • સંખેડાતાલુકા નજીક આવેલા રૂસ્તમપુરા પાસે ડભોઇ,વાઘોડીયા અને ચાંદોદ પોલીસ સ્ટેશન હદમાં પકડાયેલા રૂપિયા 92.06 લાખ રૂપિયાના દારૂનો નાશ કરાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર વિતેલા વરસ દરમિયાન ડભોઇ પોલીસ સ્ટેશનની હદનો રૂપિયા 43 લાખનો દારૂ, વાઘોડીયા પોલીસ સ્ટેશનની હદનો 49 લાખ રૂપિયાનો અને ચાંદોદ પોલીસ સ્ટેશનનો રૂપિયા 6 હજારનો દારૂ ઝડપાયો હતો. તમામ દારૂના વિવિધ બ્રાંડના જથ્થાનો નાશ કરવા માટે સંખેડા તાલુકાના માલુ નજીક આવેલા રૂસ્તમપુરામાં લવાયો હતો.અહીંયા એસડીએમ કે એસ.પટેલ, ડીવાયએસપી એસ.એલ.ભટ્ટ તેમજ...
  February 19, 05:05 AM
 • છોટાઉદેપુરજિલ્લાના કુંભાણી ગામે ઝડપાયેલી ગુટખા ફેક્ટરી વીજળીથી નહી પણ જનરેટરથી ચાલતું હોવાનુ MGVCLની તપાસમાં બહાર આવ્યું હતું. એકસાઇઝ વિભાગે દરોડા પાડીને કૌભાંડને ઝડપ્યું હતું. તેજગઢ નજીક કુંભાણી ગામે કેટલાય સમયથી ડુપ્લિકેટ ગુટખા બનાવવાનું કારખાનું ખાનગી રાહે ચાલતું હતું. જે બાબતેની જાણ થતા એકસાઇઝ વિભાગ તેમજ અન્ય તંત્રે પોલીસ સાથે રાખીને વિવિધ બ્રાન્ડના ડુબ્લીકેટ ગુટખા બનાવવાનું કારખાનું ઝડપી કાઢ્યું હતું.ગુટખાના કારખાનામાં વિવિધ મશીનરીનો ઉપયોગ થતો હતો.
  February 19, 05:05 AM
 • છોટાઉદેપુરાખાતે યોજાયેલા વનબંધુ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, કુદરત અને જંગલ આદિજાતિઓની જીવનધારા છે. પોતાના વિકાસ માટે તેના ઉપયોગના નિર્ણયો લેવાના વિશેષ અધિકારો આદિજાતિ ભાઇઓને આપવા આજે હું આવ્યો છું એવા શબ્દો સાથે મુખ્યમંત્રીએ છોટાઉદેપુરમાં યોજાયેલા આઠ જિલ્લાઓના વન અને વનબંધુ કલ્યાણ મેળામાં ગુજરાત પંચાયતની જોગવાઇઓ અધિનિયમ હેઠળ પેસા નિયમો-2017ના રાજ્યમાં અમલીકરણના શુભારંભની શકવર્તી ઘોષણા કરી હતી. પેસાના કાયદાના અમલથી રાજ્યના 50 આદિજાતિ તાલુકાઓની 2584 ગ્રામ...
  January 20, 05:30 AM
 • વડોદરા | સંખેડા તાલુકાના વડીયા ગામની આધેડ મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેણીનું સારવાર દરમિયાન વડોદરા એસ.એસ.જી. હોસ્પીટલમાં મૃત્યું થયું હતું.વડીયા(બિ) ગામની સુધીલાબેન ઇશ્વરભાઇ વસાવા (ઉ.વ.56) તા.20મીના રોજ સાંજના પોતાના ઘરે કોઇ ઝેરી દવા પી લીધી હતી.જેથી તેણીને પહેલા સારવાર અર્થે સંખેડા રેફરલ હોસ્પીટલમાં લઇ જવાઇ હતી.અહીયા પ્રાથમિક સારવાર બાદ તેણીને વધુ સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી.હોસ્પીટલમાં લઇ જવામાં આવી હતી. અહીયા સારવાર દરમિયાન તેણીનું મૃત્યું થતા બાબતે એસ.એસ.જી.હોસ્પીટલ દ્વારા...
  December 26, 04:30 AM
 • સંખેડાપાસેના ગામમાં ખેતરમાં કામ કરી રહેલી મહિલા સાથે બળજબરી કરીને દુષ્કર્મ કરનારા શખ્સને વડોદરાની સેશન્સ અદાલતે 10 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. ઉપરાંત 3000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 2015ના વર્ષમાં સંખેડા પાસેના ગામમાં બનેલી ઘટનાની વિગતો મુજબ મહિલા સવારે 9 વાગ્યાના અરસામાં ખેતરમાં કામ કરવા ગઇ હતી અને તેનો પતિ પણ મજૂરી કરવા ગયો હતો. દરમિયાન મહિલાના ઘરની સામે રહેતો નીલેશ નગીન બારિયા ત્યાં આવ્યો હતો અને મહિલાને ખેંચીને લઇ ગયા બાદ દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયો હતો. મહિલાએ બૂમાબૂમ કરતાં તેનો પતિ આવી...
  December 23, 02:10 AM
 • સંખેડામાં 400 વર્ષ જૂની ક્રાફ્ટસ પ્રેક્ટિસ નિહાળો
  જો તમે શહેરની નજીક ક્રાફ્ટી ગેટ-અવેનું પ્લાનિંગ કરી રહ્યાં હો તો સંખેડા ચૂકવા જેવું બિલકુલ નથી. સંખેડા ફર્નિચર માટે ફેમશ છે પરંતુ ત્યા ક્રાફ્ટના ફર્નિચર ઉપરાંત પણ ઘણું છે. લેકર પેઇન્ટના વુડ ક્રાફ્ટ અને ફર્નિચર માટે જાણીતુ સંખેડા સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ ધરાવે છે. ઓરસંગ નદીના કાંઠે વસેલુ કલાત્મક ગામ શહેરથી માત્ર 53 કિલોમીટર જેટલું દૂર થાય છે. સંખેડા-ડભોઇથી 20 કિલોમીટર દૂર આવેલુ છે જે છોટાઉદેપુર જિલ્લામાં સ્ટેટ હાઇવે 11 પર આવેલું ગામ છે. સંખેડામાં તમે જાવ તો ક્રાફ્ટસમેનના અદભૂત કામ અને...
  December 16, 03:00 AM