Home >> Madhya Gujarat >> Vadodara District >> Bodeli
 • સીએનજીરિકશામાં ડ્રાઇવર સીટની નીચે છુપાવાયેલા દારૂના જથ્થા સાથે એસઓજી પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ભાગેલા રિકશા ચાલક પોલીસે પીછો કરી ઝડપી લીધો હતો. એસઓજી પીઆઇ એચ.એમ.વ્યાસને બાતમી મળી હતી કે એલેમ્બિક રોડ પર એફસીઆઇના ગોડાઉન પાસે રહેતા ડેનિસ મનુ મેકવાન અને સોહેબ મહેમૂદ શેખ દારૂનો જથ્થો લેવા સીએનજી રિકશા લઇને બોડેલી ગયા છે અને પોલીસને જાણ થાય તે માટે અંતરિયાળ રસ્તે પ્રવેશવાના છે. બાતમીના આધારે પોલીસે હાઇવેથી પરિવાર ચોકડી તરફ આવતા રસ્તા પર સાદા વેશમાં વોચ ગોઠવી હતી. બાતમીના આધારે રિકશા...
  April 23, 03:00 AM
 • કોંગ્રેસઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 1મેએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસી જનસભાને સંબોધશે. પ્રદેશ કોંગ્રેસે 3જીથી ખેડબ્રહ્માથી નવસર્જન આદિવાસી અધિકાર જનસભા શરૂ કરી હતી. પછી તા. 6 એપ્રિલના દાહોદ ખાતે બીજી જનસભા અને તા. 9મી એપ્રિલે છોટાઉદેપુરના બોડેલી ખાતે ત્રીજી જનસભા યોજવામાં આવી હતી.
  April 23, 03:00 AM
 • બોડેલી |છોટાઉદેપુર જિલ્લામાં તુવેર ખરીદીના સેન્ટરો પૈકી બોડેલીના સોસાયટી અને સંખેડાના બહાદરપુર અને કલેડીયા સબ યાર્ડમાં તુવેર ખરીદી બંધ રહેતા ખેડૂતો રોષે ભરાયા છે.કેમકે બોડેલી માં હજી ખેડૂતો પાસે 40 ટકા અને સંખેડા તાલુકા માં તો 70થી80 ટકા જેટલી તુવેર હજી ખેડૂતો પાસે વેચાણ કરવાની બાકી છે.તેથી બોડેલી બજાર સમિતિએ બહાદરપુર અને કલેડીયા માં તુવેર ની ખરીદી શરૂ કરવા માટે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે. ઉલ્લેખનીય છે કે તુવેરો આપવા અને તેના નાણાં લેવા ખેડુતો અનેક ધક્કા ખાધા છે. તુવેરની ખરીદી શરૂ કરવા...
  April 23, 03:00 AM
 • સંખેડા તાલુકાના ગોલાગામડી ખાતેથી ખાણખનીજ ખાતાએ ચાર ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો ઝડપી હતી. ઝડપાયેલી ટ્રકોને સેવાસદનની પાછળ મુકાવાઇ હતી. સંખેડા ગામની ભાગોળેથી પસાર થતી ઓવરલોડ રેતી ભરેલી ટ્રકોની સામે કાર્યવાહી કરવા માંગ થઇ છે. સંખેડા તાલુકાના ગોલાગામડી પાસે છોટાઉદેપુર ખાણખનીજ ખાતાની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઇ હતી. જેમાં બોડેલી તરફથી આવી રહેલી રેતી ભરેલી ટ્રકોની ચકાસણી કરતાં ચાર ટ્રકોમાં નિયત વજન કરતાં વધારે વજન ભરાયેલું જણાયું હતું.
  April 21, 04:00 AM
 • શહેરમાંછેલ્લા 46 વર્ષથી કારેલીબાગ વિસ્તારમાં ઉર્સ યોજવામાં આવે છે. જેમાં ગુજરાત તથા અન્ય રાજ્યના વિવિધ પ્રદેશોમાંથી મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેતાં હોય છે. વર્ષે તો વિદેશથી પણ કેટલાક લોકો આવ્યા હતાં. તેમ હક મોઈન બાબાએ જણાવ્યું હતું. ઉર્સમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મની 18 કૌમના લોકો આવે છે. શાકાહારી લોકો માટે અહિંયા શાકાહારી વાનગીઓ અલગથી બનાવવામાં આવે છે. 125 મણ ભાત બની શકે એવો મોટો દેગ અહિંયા આવેલો છે. જે અજમેર શરીફ અને વડોદરા સિવાય આખા ભારતમાં ક્યાંય નથી. વડોદરા શહેરની આસપાસના ગામળાઓ બોડેલી,...
  April 19, 02:40 AM
 • શહેરમાંછેલ્લા 46 વર્ષથી કારેલીબાગ વિસ્તારમાં ઉર્સ યોજવામાં આવે છે. જેમાં ગુજરાત તથા અન્ય રાજ્યના વિવિધ પ્રદેશોમાંથી મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેતાં હોય છે. વર્ષે તો વિદેશથી પણ કેટલાક લોકો આવ્યા હતાં. તેમ હક મોઈન બાબાએ જણાવ્યું હતું. ઉર્સમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મની 18 કૌમના લોકો આવે છે. શાકાહારી લોકો માટે અહિંયા શાકાહારી વાનગીઓ અલગથી બનાવવામાં આવે છે. 125 મણ ભાત બની શકે એવો મોટો દેગ અહિંયા આવેલો છે. જે અજમેર શરીફ અને વડોદરા સિવાય આખા ભારતમાં ક્યાંય નથી. વડોદરા શહેરની આસપાસના ગામળાઓ બોડેલી,...
  April 19, 02:40 AM
 • એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા ગુજરાતમાધ્યામિક અને ઉચ્ચતર માધ્યામિક શિક્ષણ બોર્ડની એચએસસી અને એસએસસી બોર્ડની પરીક્ષાઓનાં પેપર ચકાસણીની કામગીરી હાલમાં ચાલી રહી છે. તેવા સમયે શિક્ષકો પેપર તપાસવા માટે હાજર નહી રહેતાં હોવાની ફરિયાદો પણ ઉઠી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના અંગ્રેજી વિષયનાં પેપર તપાસવા માટે બોડેલી કેન્દ્ર ખાતે 25 થી 30 જેટલા શિક્ષકો હાજર રહ્યા હતા. શિક્ષકોની ઘટ પડતા અન્ય હાજર શિક્ષકો પર ભારણ વધી જવા પામ્યું હતું. બોર્ડ દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવતાં નથી.
  April 16, 03:50 AM
 • બોડેલીમાં10ના ચલણી સિક્કા દુકાનદારો પાસેથી બેંકોવાળા સ્વીકારતા નથી પરિણામે દુકાનદારોએ પણ ગાહકો પાસેથી 10 ના સિક્કા લેવાનું બંધ કર્યું છે. હાલ 10ના સિક્કાને લઈને નગરમાં અવિશ્વાસનો માહોલ ઉભો થયો છે. ઘણા દુકાનદાર પાસે આવા 10 સિક્કા પડ્યા છે.જે ગ્રાહકો લેતા નથી. હવે સિક્કા દરેક વેપારી પાસે 1000 થઈ 10000 સુધી પડ્યા છે.હમણાં એક દુકાનદાર રૂપિયા 5000 ના 10 ના સિક્કા લઈને બેન્ક માં ખાતા માં ભરવા ગયો ત્યારે કોઈ બેન્ક સિક્કા લેવા તૈયાર હતું.
  April 13, 04:55 AM
 • સંખેડાતાલુકાના ગોલાગામડી પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં એક મોટર સાઇકલ ચાલકે ત્રણ શ્રમજીવી મહિલાને હડફેટમાં લેતાં તેમાં એક શ્રમજીવી મહિલાનું મોત નિપજ્યું હતું. બાઇકચાલક અકસ્માત સર્જીને નાસી છુટ્યો હતો. ગોલાગામડીમાં લગ્ન હોઇ 10 એપ્રિલની સાંજે ગોલાગામડીની સાત મહિલાઓ વાસણ સાફ કરવાની મજૂરીના કામે ગયા હતા. ત્યાં કામે ગયેલી મહિલાઓ રાત્રીના અઢી વાગ્યાના સુમારે પરત ગોલાગામડી જવા માટે ચાલતા નીકળ્યા હતા. તે દરમિયાન બહાદરપુર તરફથી એક બાઇકચાલકે પૂર ઝડપે વગર લાઇટે આવી રસ્તા પર ચાલતી...
  April 13, 04:55 AM
 • મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે જૈનાચાર્ય પૂ.નરરત્ન સૂરિશ્વરજીના આશીર્વાદ સાથે શ્રી અલકાપુરી જૈન સંઘ તેમજ શહેરના અન્ય જૈન સંઘો દ્વારા આદિવાસી વિસ્તાર બોડેલી પંથકના 70 થી વધુ ગામોમાં જરૂરિયાતમંદોને વસ્ત્રો તેમજ વાસણોનું વિતરણ કરાયું હતું. શહેરના 30 જૈન સંઘોના સેન્ટરો પર 5 દિવસમાં 10 હજાર કિલોગ્રામ વસ્ત્રો એકત્ર કરાયા હતા.રવિવારે મહાવીર જન્મ કલ્યાણક પ્રસંગે બોડેલી વિસ્તારના ગામોમાં વસ્ત્રો, વાસણોનું વિતરણ કરાયું હતું.
  April 11, 02:50 AM
 • ભગવાનમહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે જૈનાચાર્ય પૂ.નરરત્ન સૂરિશ્વરજી મહારાજના આશીર્વાદ સાથે શ્રી અલકાપુરી જૈન સંઘ તેમજ શહેરના અન્ય જૈન સંઘો દ્વારા આદિવાસી વિસ્તાર બોડેલી પંથકના 70 થી વધુ ગામોમાં જરૂરિયાતમંદોને વસ્ત્રો તેમજ વાસણોનું વિતરણ કરાયું હતું. શહેરના 30 જૈન સંઘોના સેન્ટરો પર 5 દિવસમાં 10 હજાર કિલોગ્રામ વસ્ત્રો એકત્ર કરાયા હતા. ઉપરાંત નવા વાસણો પણ સ્વીકારવામાં આવ્યા હતા.શહેરમાંથી એકત્ર થયેલા વસ્ત્રો તેમજ વાસણો ભરેલી 3 ટ્રક આદિવાસી વિસ્તાર બોડેલી માટે શનિવારે રવાના કરાઇ હતી....
  April 11, 02:50 AM
 • મહેલોલની મુવાડી ખાતે શનિવારે આઇપીએલની મેચમાં સટ્ટાબેટીંગમાં વોંટેડ જાહેર કરવામાં
  મહેલોલની મુવાડી ખાતે શનિવારે આઇપીએલની મેચમાં સટ્ટાબેટીંગમાં વોંટેડ જાહેર કરવામાં આવેલા આરોપી ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર અને તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા પ્રવિણસિંહ ચૌહાણ આજે બોડેલી ખાતે કોંગ્રેસ દ્વારા યોજાયેલી નવસર્જન આદિવાસી અધિકાર સભામાં સ્ટેજ પર શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકીની પાછળ (સર્કલમાં) બેઠેલો નજરે ચઢતાં ચર્ચાનો વિષય ઉભો થયો હતો. સટ્ટા બેટિંગનો આરોપી કોંગ્રેસી અગેવાનો સાથે સરાજાહેર દેખાયો
  April 10, 03:50 AM
 • સંખેડા: સંખેડાબ્રાંચ કેનાલમાં બોડેલી તાલુકાના આઠ જેટલા ગામોના ખેડૂતોએ પાણી લેવા માટે નર્મદાની મેઇન કેનાલના ગેટ વણિયાદ્રી પાસે ખોલીને પાણી છોડ્યું હતું. મકાઇના પાકને બચાવવા ખેડૂતોએ પાણી જાતે લીધું હતું. આશરે 300 જેટલા ખેડૂતોએ હલ્લાબોલ કરીને કેનાલના ગેટ ખોલી નાખ્યા હતા. તા.31મી માર્ચના રોજ નર્મદાની કેનાલોમાં તંત્ર દ્વારા પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું. સંખેડા તાલુકામાં સિંચાઇ માટે પાણી ચાલુ રાખવાની તાતી જરૂરિયાત છે.
  April 9, 02:50 AM
 • વણિયાદ્રીમાં નર્મદા કેનાલ પાસે ખેડૂતોનો હલ્લાબોલ
  સંખેડાબ્રાંચ કેનાલમાં બોડેલી તાલુકાના આઠ જેટલા ગામોના ખેડૂતોએ પાણી લેવા માટે નર્મદાની મેઇન કેનાલના ગેટ વણિયાદ્રી પાસે ખોલીને પાણી છોડ્યું હતું. મકાઇના પાકને બચાવવા ખેડૂતોએ પાણી જાતે લીધું હતું. આશરે 300 જેટલા ખેડૂતોએ હલ્લાબોલ કરીને કેનાલના ગેટ ખોલી નાખ્યા હતા. તા.31મી માર્ચના રોજ નર્મદાની કેનાલોમાં તંત્ર દ્વારા પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું. બોડેલી ઉપરાંત સંખેડા તાલુકાના અનેક ગામોના ખેડૂતો સિંચાઇ માટે તા.30 મી એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવાની તાતી જરૂરિયાત છે. વિસ્તારમાં મકાઇ તેમજ...
  April 9, 02:50 AM
 • શિવરાજપુર ભાટ ગામ નજીક 
 જંગલમાં દવ ફાટી નીકળ્યો
  હાલોલબોડેલી રોડ પર આવેલા શિવરાજપુર ભાટગામ નજીક જંગલમાં મોડી સાંજે અચાનક આગ લાગતા અફડા તરડી નો માહોલ સર્જાયો હતો.આગ વિકરાળ સ્વરૂપ સાથે પવન ભળી જતાઆગ નજીકમાં આવેલ જી.એમ.ડી.સી માઇન્સની પ્રાઇવેટ સર્વે નંબરમાં પ્રસરી જતા આગે રોદ્ર સ્વરૂપ ઘારણ કરતા આગવી જવાળાઓ દુર દુર સુઘી દેખાતી હતી. બનાવની જાણ થતા હાલોલ મામલતદારે ફાયર ફાઇટર અને સ્ટાર્ફે ઘટના સ્થળે પહોવા આદેશ અપાયા હતા. જો કે આસપાસના ગામના લોકો અને જી.એમ.ડી.સી દ્રારા આગ બુઝાવવા ના પ્રાથમિક પ્રયાસ કરાયા હતા. આગ ત્રણેક કલાક ની જહેમત બાદ કાબુમાં...
  March 28, 02:45 AM
 • સંખેડા |સંખેડા તા.માં આજે છોટાઉદેપુર ખાણ ખનિજ ખાતાના કર્મચારીઓ તપાસ અર્થે આવ્યા હતા.આ તપાસ માટે કર્મચારીઓ સંખેડા તાલુકાના લોટીયા પાસે હતા.તે દરમિયાન બોડેલી તરફથી આવતી રેતી ભરેલી 2 ટ્રકોને અટકાવીને તેમની પાસેથી રોયલ્ટી પાસ માગતા મળી નહોતી.જેથી ટ્રકોના ડ્રાઇવરોની રેતી ક્યાંથી ભરી લાવ્યાએ બાબતેની પૂછપરછ કરતા તેઓ બોડેલી તાલુકાના પીઠા પાસેથી ભરી લાવ્યા હોવાની વિગતો જાણવા મળી હતી.આ સિવાય કર્મચારીઓ સંખેડા નજીકથી પણ એક ટ્રક ઝડપી પાડી હતી. સંખેડા તાલુકામાંથી રોયલ્ટી ભર્યા વગરની ત્રણ ટ્રકો...
  March 19, 02:55 AM
 • સંખેડા |સંખેડાની નાગરિક સહકારી બેંક લી.ની તા.19મીએ 11 ડિરેક્ટરો માટેની ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં બેંકના 4650થી વધુ મતદારો મતદાન કરશે. ગત ચૂંટણીની સરખામણીમાં ચૂંટણીમાં 402 વધુ નવા બનેલા મતદારોના મતો નિર્ણાયક સાબિત થશે.સંખેડા ગામની ધી સંખેડા નાગરિક સહકારી બેંક લિ.ના 11 ડિરેક્ટરોની મુદત પુરી થતાં તેની ચૂંટણી માટે 22 ઉમેદવારો સામસામે ચૂંટણી લડી રહ્યા છે. વડોદરા,નસવાડી, ચલામલી, બોડેલી અને અન્ય ગામોમાં બેંકના મતદારો છે. આજે સંખેડાની નાગરિક સહકારી બેંક લિ.ની ચૂંટણી યોજાશે
  March 19, 02:55 AM
 • સંખેડાનીસબટ્રેઝરીને બોડેલી ખાતે ખસેડવાની કાર્યવાહી બાબતે સંખેડાના આગેવાનોએ સંખેડા બંધનું એલાન આપી આજે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. સંખેડા ખાતે છેલ્લા 50 વરસથી કાર્યરત સબટ્રેઝરીને હાલમાં બોડેલી ખાતે ખસેડવા માટેની કાર્યવાહી હાથ ધરાયેલી છે. સંખેડાથી સબટ્રેઝરી બોડેલી ખસેડાવાથી સંખેડા ખાતેના 1200થી વધુ પેંશનર્સ,પાંચ જેટલા નોટરી, વકીલો, બેંકો તેમજ સ્ટેમ્પ વેંડર વગેરેને ખૂબ મુશ્કેલી પડી શકે છે. બોડેલી નવો બનેલો તાલુકો છે ત્યાં તમામ નવી કચેરી આપવામાં આવેલી છે. જેથી અમો ગ્રામજનોની...
  March 15, 02:55 AM
 • બોડેલીબજાર સમિતિમાં હોળી- ધુળેટી પર્વને અનુલક્ષીને રવિવારથી રવિવાર સુધી સપ્તાહ માટે કપાસની જાહેર હજારી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેથી 20મીને સોમવારથી રાબેતા મુજબ હરાજી શરૂ થનાર છે તેવું માર્કેટ સુત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે હોળી- ધુળેટી પર્વનું આદિવાસી સમાજમાં ખાસ મહત્વ છે. આદિવાસી ખેડૂતો કપાસ લઇને આવશે નહીં. પર્વ અગાઉ કપાસની ધૂમ આવક રોજ જોવા મળી હતી. શનિવારે પણ 274 ગાડીની આવક વચ્ચે 5650 પ્રતિ ક્વીન્ટલના ભાવ પડયા હતા.
  March 13, 04:00 AM
 • છોટાઉદેપુરજિલ્લા શિક્ષક સંઘની કારોબારી બેઠક બોડેલી તાલુકાના કોસીન્દ્રા મુકામે પ્રાથમિક શાળામાં યોજાઇ હતી. મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. દિપકભાઇ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયેલી કારોબારીમાં જિલ્લાના હોદ્દેદારો, તાલુકા પ્રમુખ અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મિટીંગનું પ્રોસીડીંગ વાંચ્યા બાદ નવા ઠરાવો કરવામાં આવ્યા જિલ્લા શિક્ષક સંઘનું છોટાઉદેપુર ભવન નિર્માણ માટેની મંજુર લેવાઇ હતી.
  March 12, 02:05 AM