Home >> Madhya Gujarat >> Vadodara District
 • મૃતક 4 માસ જેલમાં જઈને આવ્યો હતો પિતરાઇબહેનને અગાઉ ભગાડી ગયેલા પ્રેમીની સાથે વડીલોએ સગાઇ નક્કી કરતાં નારાજ યુવકે ખંજરના ઘા ઝીંકી તેની કરપીણ હત્યા કરી હતી. હત્યારા યુવકને ઝડપી પાડી પૂછતાછ શરૂ કરી છે. વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે રહેતો 22 વર્ષીય જયેશ ઉર્ફે ભગો કેબિનમાં પરચૂરણ વસ્તુઓ વેચતો હતો. બાપોદ વિસ્તારમાં રહેતી સગીરા સાથે પ્રેમસંબંધ થતાં તેને ભગાડી ગયો હતો. કેસમાં તેના વિરુદ્ધ અપહરણ અને બળાત્કારનો ગુનો પણ નોંધાયો હતો. ચાર મહિના પહેલાં તે જેલમાંથી છૂટીને આવ્યો હતો. ત્યારબાદ...
  May 22, 04:00 AM
 • શહેરનાઓલ્ડપાદરા રોડ પર આજે સવારે નોકરી પર જઇ રહેલા વૃદ્ધને ટેમ્પો ચાલકે અડફેટે લેતાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. સિંધરોટના રાજુપુરા ગામે રહેતા પ્રતાપભાઇ અંબાલાલ પઢિયાર (ઉ.વ.60) આજે સવારે ઓલ્ડ પાદરા રોડ હેવમોર હોટલ પાસેથી પસાર થતા હતા ત્યારે પુર ઝડપે દોડતા ટેમ્પો ચાલકે તેમને અડફેટે લેતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવેલા પ્રતાપભાઇનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું.
  May 22, 03:50 AM
 • વડોદરા | ફોરવ્હીલ વાહનના કાચ પર બ્લેક ફિલ્મ લગાવવા પર પ્રતિબંધ હોવા છતાં મોટાભાગના વાહન ચાલકો આદેશનું પાલન કરતા નથી અને તેના કારણે કેટલીક વખત ફોર વ્હીલ વાહનમાં ગંભીર પ્રકારના ગુનાઓ આચરાતા હોય છે. જેને પગલે અંગે કાર્યવાહીની સૂચના આપવામાં આવતાં આજે જૂના પાદરા રોડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા કારની બ્લેક ફિલ્મ અંગે ચેકિંગ કરી કસૂરદાર સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ફોર વ્હીલ વાહનનની બ્લેક ફિલ્મનું ચેકિંગ કરવામાં આવશે
  May 22, 03:50 AM
 • ડભોઇ તીર્થે ગણિ-પંન્યાસપદ પ્રદાન સમારોહ સંપન્ન થયો
  ડભોઈતીર્થે છેલ્લા આઠ દિવસથી ઉજવાઈ રહેલા મહોત્સવમાં તા. 21 મે રવિવારના દિવસે જૈનાચાર્ય પૂ.રાજરત્નસૂરિ મહારાજ સાહેબ ના હસ્તે તેમના બે શિષ્યોને ગણિ-પંન્યાસપદ પ્રદાનનો તથા પાંચસો આયંબિલતપ સમાપનનો ભવ્ય સમારોહ યોજાયો હતો. જેમાં ડભોઈ ઉપરાંત વડોદરા, મુંબઈ, અમદાવાદથી હજારો ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં. વહેલી સવારે 6.00 કલાકે પાંચસો આયંબિલતપ નિમિત્તે જૈનાચાર્ય પૂ.રશ્મિરત્નસૂરિ મહારાજ સાહેબ સાહેબ તથા મુનિ યોગરત્નવિજય મહારાજ સાહેબ સહિત ચતુર્વિધ સંઘનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. જૈનાચાર્યે...
  May 22, 03:45 AM
 • વડોદરા |ફોર વ્હીલ વાહનના કાચ પર બ્લેક ફિલ્મ લગાવવા પર પ્રતિબંધ હોવા છતાં મોટાભાગના વાહન ચાલકો આદેશનું પાલન કરતા નથી અને તેના કારણે કેટલીક વખત ફોર વ્હીલ વાહનમાં ગંભીર પ્રકારના ગુનાઓ આચરાતા હોય છે. જેને પગલે અંગે કાર્યવાહીની સૂચના આપવામાં આવતાં આજે જૂના પાદરા રોડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા કારની બ્લેક ફિલ્મ અંગે ચેકિંગ કરી કસૂરદાર સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ફોર વ્હીલ વાહનનની બ્લેક ફિલ્મનું ચેકિંગ કરવામાં આવશે
  May 22, 03:30 AM
 • એસીબી ફરિયાદીનું વિસ્તૃત નિવેદન પણ લેનાર છે 4 વિદ્યાર્થીઓના પ્રવેશ અંગેની અરજી પ્રવેશ કમિટીએ રદ કરી ગેરકાયદે બાંધકામમાં મનસુખ જવાબદાર : DDOનો રિપોર્ટ સુમનદીપ વિદ્યાપીઠના કરેલ બાંધકામની ફરીથી માપણી કરવામાં આવતા અન્ય બિનઅધિકૃત બાંધકામ પણ જણાઇ આવ્યું હતું તેવી નોંધ સાથે જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી પટેલે શનિવારે કલેકટર કચેરીમાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. અહેવાલ મુજબ,સુમનદીપ વિદ્યાપીઠમાં યુનિટમાં યુનિટ 1 થી 5નું બાંધકામ કરવામાં આવ્યું હતું અને...
  May 21, 03:50 AM
 • નવાયાર્ડસ્થિત નિશાન કારના શો રૂમમાં કર્મચારીએ 39 ગ્રાહકોના કાર સર્વિસના રૂા.2.48 લાખ લીધા બાદ કંપનીમાં જમા નહિ કરાવી છેતરપિંડી કરતાં ફરિયાદ નોંધાઇ છે. વાઘોડિયા રોડ ડભોઇ દશાલાડ વાડી પાસેના પ્લેનેટ વલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતો યુવરાજસિંહ દિલીપસિંહ ચૌહાણ નવાયાર્ડ રોઝીઝ ગાર્ડન પાસેના એક્યુટી નિશાન કારના શો રૂમમાં સર્વિસિંગનું કામ કરે છે. કંપનીમાં સર્વિસ કરાવવા માટે આવેલા 39 ગ્રાહકો પાસેથી યુવરાજસિંહે રૂા. 2,48,612 લીધા હતાં. જોકે, રૂપિયા કંપનીના એકાઉન્ટમાં જમા નહિ કરાવી અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા...
  May 21, 03:50 AM
 • જિલ્લાનાકરજણ તાલુકાની વેમાર ગ્રામપંચાયત અને માંગરોલ ગ્રામપંચાયતના સરપંચને ડીડી�” દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.કરજણ તાલુકાના માંગરોલ ગામના સરપંચ કિશોર પુરોહિત માર્ચ 2013થી સરપંચ તરીકે કાર્યરત હતા અને તેમની વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો.જેમાં, ગામની તળાવની માટી બહાર જતી હોવાની ફરિયાદ કરનાર પર હુમલો કરાયાનો આક્ષેપ હતો. જેથી, ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેવી રીતે,વેમાર ગામના સરપંચ નવનીત પટેલ પોતાની ફરજો...
  May 21, 02:20 AM
 • વડોદરા |કાયાવરોહણના ખેડૂત પાસેથી રૂા. 15000ની લાંચ લેતાં પકડાયેલા ઇ-ધરાના નાયબ મામલતદાર અને વચેટિયા વકીલને રિમાન્ડ દરમિયાન શનિવારે ગાંધીનગર એફએસએલમાં લઇ જવાયા હતા. એસીબીએ નાયબ મામલતદારની મિલકતોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. નાયબ મામલતદાર કોઠિયાએ અત્યાર સુધી કવાંટ, સંખેડા, પાદરા, વડોદરા, સરદાર સરોવર નિગમ તેમજ ડભોઇ એમ જુદી જુદી જગ્યાએ ફરજ બજાવી છે. નાયબ મામલતદાર કોઠિયાની મિલકતોની તપાસ શરૂ કરાઇ
  May 21, 02:20 AM
 • દાગીના 30,500 ચાંદી 44,200 વડોદરાશાકભાજી (સયાજીપુરા) (20 િક.ગ્રા.ના ભાવ) બટાકા(દેશી) 200-360 ડુંગળી (લાલ) 80-220 ટામેટા 400-700 પરવર 600-800 તુવેરસીંગ 900-1100 કોબીજ 80-100 ગાજર 160-200 સરગવો 700-900 સુરણ 700-780 લીંબુ 800-1000 મેથીની ભાજી 800-1200 પાલખની ભાજી 200-300 તાંદલજાની ભાજી 200-300 સરગવો 300-340 દૂધી 80-120 ટીંડોળા 500-600 ફલાવર 300-400 ચોળી (દેશી) 400-600 ચોળાફળી 400-500 તુરીયા 400-450 ટામેટા 240-300 કેરી (દેશી) 120-140 કેરી (તોતાપુરી) 350-400 કેરી (રાજાપુરી) 200-240 હાથીખાનામાર્કેટયાર્ડ અનાજ -કઠોળના ભાવ ચોખા(પરીમલ)2300-2500 જીરાસાલ(ગુ-17) 3000-3300 ઘઉં ઘઉંટુકડી (સૌ) 1850-2450 ઘઉં લોકવન 1900-2700 ઘઉં ભાલીયા...
  May 21, 02:20 AM
 • ખેડૂત વિપુલ પટેલે ખરીદેલી જમીનની એન્ટ્રી માટે ડભોઇ ધરાના નાયબ મામલતદાર દેવેન્દ્રસિંહ અભેસિંહ કોઠિયાઅે રૂા. 25000ની લાંચ માગી તે પૈકીના રૂા. 10,000 લીધા હતા. બાકીના રૂા. 15000ની લાંચ નાયબ મામલતદારના ઇશારે ભાજપ અગ્રણી અશ્વિન પટેલના વકીલ પુત્ર હર્ષિલ પટેલ સ્વીકારતાં એસીબીના હાથ ઝડપાઇ ગયા હતા. એસીબીએ બંનેને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. શનિવારે એસીબીની ટીમ નાયબ મામલતદાર અને વકીલને ગાંધીનગર એફએસએલ ખાતે લઇ ગઈ હતી. બંનેના સાયકો એનાલિસિસ ટેસ્ટ, લેયર્ડ વોઇસ એનાલિસિસ ટેસ્ટ તેમજ સસ્પેક્ટ...
  May 21, 02:20 AM
 • પાદરાતાલુકાના મહુવડ ગામે રહસ્યમય સંજોગોમાં સળગી ગયેલી મહિલાનું શનિવારે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે વડુ પોલીસે લીધેલા અંતિમ નિવેદન અને મહિલાની ફરિયાદમાં મહિલાએ તેના પતિ દ્વારા તેને સળગાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જોકે હાલના તબક્કે પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો અદાલત દ્વારા કાઢી અકસ્માત મોતના કાગળો કરવા તજવીજ હાથ ધરી છે. મહુવડ ગામે રહેતાં રમીલાબેન રંગીતભાઇ ગોહિલપોતાના ઘરે ચૂલા પાસે દાઝી ગયાં હતાં. જે અંગે તેમણે પોલીસમાં નોંધાવેલી...
  May 21, 02:20 AM
 • બોડેલી તાલુકાના ગાંધીનગર ખાતે દર ત્રીજા દિવસે માત્ર દસ મિનિટ પાણી આવતું હોવાથી લોકો પરેશાન
  પાણી માટે મહિલાઓએ ચક્કાજામ કર્યો ગામના સરપંચે આવીને દરમિયાનગીરી કરતાં મહિલાઓ રસ્તો છોડવા માટે તૈયાર થઈ હતી પ્રાપ્ત માહીતી અનુસાર છોટા ઉદેપુરના કેટલાક ગામોમાં પાણી ખૂબ વિકટ સમસ્યા સર્જાવા પામી છે. એક તરફ સુરજદાદાનો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જાય છે. ત્યારે જીવ માત્રને પાણી વિના ચાલતું નથી. છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ ઓછો થતાં પાણીની સમસ્યા વધી હોવાનું જણાઈ રહ્યું છે અને ભર ઉનાળામાં સમસ્યા વિકટ બની જાય છે. અને પાણી વિના જીવન જીવવું મુશ્કેલ બની જાય છે. બોડેલી તાલુકાનાં ગાંધી નગર ગામમાં...
  May 21, 02:05 AM
 • ડભોઈખાતે આયોજિત જૈન મહોત્સવમાં શનિવારે વર્ધમાન વિદ્યા અનુષ્ઠાન, સિદ્ધચક્ર મહાપૂજન તથા કુમારપાળ મહાઆરતી અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભુજીની ભવ્ય અંગરચનાના મનોરથ પણ મહોત્સવ અંતર્ગત યોજાયા હતા. શનિવારે બપોરે સિદ્ધક્રમ પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે ભવ્ય વરઘોડા સાથે સમ્રાટ કુમારપાળ મહાઆરતીમાં લોકોએ ભક્તિભાવ સાથે ભાગ લીધો હતો. રવિવારે મહોત્સવ અંતર્ગત બે પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે. ઉપરાંત શાનદાર વરઘોડા અને ગુલાલબંદોલીનાં અનુષ્ઠાનો યોજાશે.
  May 21, 02:05 AM
 • લાંચના કેસમાં મનસુખ શાહ, ભરત સાવંત અને અશોક ટેલરની ધરપકડ કરાઇ હતી જ્યારે મનસુખ વતી વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી રૂપિયા ખંખેરનાર ડો. ધ્રુવીલ શાહનો હજુય પત્તો મળતો નથી. એસીબીની ટીમે અગાઉ ધ્રુવીલને ત્યાં તપાસ કરી તો ઘરના કંપાઉન્ડમાં લાકડાના કબાટ પાછળ સંતાડેલા રૂા. 1.75 લાખ મળી આવ્યા હતા. એસીબીમાં ફરિયાદ કરનાર વિદ્યાર્થિનીના વાલી પાસે પણ તેણે અગાઉ લાંચના રૂપિયા બાબતે વાતચીત થઇ હોવાનું બહાર આવ્યું હતું. એસીબીએ ચાર્જશીટમાં પણ ડો. ધ્રુવીલનો ઉલ્લેખ કર્યો હતો. એસીબીએ વારંવાર પ્રયાસ કરવા છતાં ડો....
  May 20, 03:55 AM
 • દાગીના 30,500 ચાંદી 44,200 વડોદરાશાકભાજી (સયાજીપુરા) (20 િક.ગ્રા.ના ભાવ) બટાકા(દેશી) 200-360 ડુંગળી (લાલ) 80-220 ટામેટા 400-700 પરવર 600-800 તુવેરસીંગ 900-1100 કોબીજ 80-100 ગાજર 160-200 સરગવો 700-900 સુરણ 700-780 લીંબુ 800-1000 મેથીની ભાજી 800-1200 પાલખની ભાજી 200-300 તાંદલજાની ભાજી 200-300 સરગવો 300-340 દૂધી 80-120 ટીંડોળા 500-600 ફલાવર 300-400 ચોળી (દેશી) 400-600 ચોળાફળી 400-500 તુરીયા 400-450 ટામેટા 240-300 કેરી (દેશી) 120-140 કેરી (તોતાપુરી) 350-400 કેરી (રાજાપુરી) 200-240 હાથીખાનામાર્કેટયાર્ડ અનાજ -કઠોળના ભાવ ચોખા(પરીમલ)2300-2500 જીરાસાલ(ગુ-17) 3000-3300 ઘઉં ઘઉંટુકડી (સૌ) 1850-2450 ઘઉં લોકવન 1900-2700 ઘઉં ભાલીયા...
  May 20, 03:05 AM
 • વડોદરા | ભવ્યપ્રતિષ્ઠા મહોત્સવમાં ડભોઈ તીર્થે જિનેશ્વર પ્રભુનો પ્ર‌વેશ મહોત્સવ યોજાયો હતો. જૈનાચાર્ય પૂ.રાજરત્નસૂરિ મહારાજ પોતાના શ્રમણ - શ્રમણીવૃંદની ઉપસ્થિતિમાં શાંતિનાથ ભગવાનના નવા શિખરબદ્ધ જિનાલયની અને ત્રણ ગુરુમંદિરોની પ્રતિષ્ઠા સહિતના વિવિધ નવ ધર્મ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ચૌદ દિવસીય મહોત્સવમાં શુક્રવારે તા. 19 મે ના રોજ ત્રણ વિશિષ્ઠ પ્રસંગો યોજાતાં ડભોઈ તથા વડોદરા સહિતના વિવિધ પ્રદેશોથી હજારો ભક્તો ઉમટ્યાં હતાં. શાંતિનાથ ભગવાન અને અન્ય જૈન પ્રતિમાઓની...
  May 20, 02:30 AM
 • {રોકડનાથ સુંદરકાંડ પરિવાર દ્વારા આનંદનો ગરબા. અમીન ફળિયા, બાજવા પાસે, કરચિયા ગામ. રાત્રે8.30 કલાકે {ઓમ્સાંઇરામ સુંદરકાંડ પરિવાર દ્વારા સુંદરકાંડ,એ/9, બાલાજીનગર, વાઘોિડયા રોડ. રાત્રે8.30 કલાકે
  May 19, 04:15 AM
 • એસીબીની ટીમે લાંચ કેસમાં પકડાયેલા નાયબ મામલતદાર એ.ડી. કોઠિયાની ઓફિસ તેમજ વાઘોડિયા રોડ ગુરુકુલ સોસાયટી સ્થિત કૃષ્ણધામ સોસાયટીના મકાનમાં સર્ચ કર્યું હતું. સર્ચ દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત વકીલ હર્ષિલ પટેલના મકાનનું સર્ચ કરવાની પણ કવાયત હાથ ધરી હતી.
  May 19, 04:15 AM
 • વડોદરાપાસે આવેલા પીપળિયા ગામમાં ડૉ.મનસુખ શાહ દ્વારા સુમનદીપ વિદ્યાપીઠ માટે એન.એ.કરાયેલી જમીનોના ઉપયોગની તપાસનો હુકમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરાયો હતો. તપાસમાં તા.પં. અને જિ.પં. દ્વારા એન.એ.કરાયેલી જમીનમાં મનસુખ શાહ દ્વારા શરતોનો ભંગ કરી ગેરકાયદે બાંધકામ કરાયું હોવાનું સપાટી પર આવ્યું છે. તપાસનો રિપોર્ટ કલેકટર અને રાજ્યના મહેસુલ વિભાગને મોકલી અપાયો છે. વાઘોડિયા તાલુકાના પીપળિયા ગામ ખાતે 1999 માં કે.એમ.શાહ ડેન્ટલ કોલેજ અસ્તિત્વમાં આવી હતી. 2003 માં શ્રીમતી ભીખીબહેન કાનજીભાઇ શાહ...
  May 19, 04:15 AM