Home >> Madhya Gujarat >> Panchalmahal >> Lunavada
 • વિશ્વજળ દિવસ ૨૦૧૭ અંતર્ગત મહીસાગર જિલ્લા વાસ્મો દ્વારા લુણાવાડા નગરપાલીકા કોમ્યુનીટી હોલ ખાતે મહિલા સશક્તિકરણ વર્કશોપનુ આયોજન કર્યું હતું. પાણી સમીતીના અધ્યક્ષો, સરપંચ બહેનોને સંબોધન કરતા જિલ્લા વિકાસ અધિકારી રાજદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આપણે સૌએ પાણીની કિંમત સમજી તેનો સુચારૂ ઉપયોગ અને બગાડ અટકાવવા જરૂરી પગલા ભરવાની જરૂર છે. પાણીની સાથે શારીરીક સુખાકારી અને ગંદકી અટકાવી સ્વચ્છતા જેવી બાબતો ઉપર ભાર મુક્યો હતો. માનવ જીવન માટે પાણીનુ મુલ્ય ઘણુ છે તે સમજાવી આપણે અને આવનાર પેઢી...
  07:15 AM
 • લુણાવાડામાં પાલિકા પ્રમુખ નિવાસે રોડના 1 મહિનામાં છોતરાં નીકળ્યાં
  મળતી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયામાં તાજેતરમાં બનેલા રોડના ખાડા પડી ગયેલા ફોટા વાઇરલ થતાં પાલિકા પ્રમુખ પતિ મેદાનમાં ઉતર્યા હતા અને વળતો આક્ષેપ કરી તસ્વીરો મૂકનાર બ્રેકરથી ખાડા પડાવે છે તેમ જણાવતાં મામલો ઉગ્ર બન્યો છે. જો કે સોનીવાડ વિસ્તારના સો જેટલા દુકાનદારોએ આંદોલનની ચીમકી સાથે લેખિતમાં નીકોમાં પાણીના નિકાલમાં અડચણથી ગંદા પાણીના ભરાવાના પગલે રોગચાળાનો ભય તથા રોડના સુપરવાઇઝર નિમ્ન કક્ષાની કામગીરી બાબતે પાલિકામાં ટકાવારી આપવાની હોય છે તેવા જવાબો આપતા હોવાથી તેને બ્લેકલિસ્ટ કરી...
  07:15 AM
 • ફાગણ વદ-૧૪ના રોજ એકલિંગજી મહાદેવનો ભવ્ય પાટોત્સવ ઉજવાય છે. રાજસ્થાનમાં ઉદયપુર જિલ્લામાં આવેલું ભવ્ય કૈલાસપુરી એકલિંગજીનું મંદિર શ્રીનાથજી જતાં રસ્તામાં આવે છે મંદિર મેવાડના રાજ પરિવાર હસ્તક છે મંદિર બાપ્પા રાવલે બંધાવ્યું હતું. પ્રાપ્ત માિહતી અનુસાર, ફાગણ વદ-૧૪ના રોજ એકલિંગજી મહાદેવનો ભવ્ય પાટોત્સવ ઉજવાય છે. એકલિંગજી મેવાડરાજના શાસકદેવ છે મેવાડાના રાજવીઓ-મહારાણાઓ તેમના દિવાન તરીકે નિયુકત થયા હોય તેવા ભાવથી રાજ્ય શાસન ચલાવતા દેશભરમાં મેવાડથી વિસ્તારેલા બ્રાહ્મણોના ઈષ્ટદેવ...
  07:15 AM
 • મહીસાગર જિ. આરોગ્ય વિભાગની તપાસમાં બેદરકારી ઝડપાઇ ઓથવાડ પ્રા.આ.કેન્દ્રના ફિમેલ હેલ્થ વર્કરને ખુલાસો કરવા જણાવાયું મહીસાગરજિલ્લા આરોગ્ય વિભાગના એપેડેમીકલોજિસ્ટ ડો.હનીફ શેખ બાલાસિનોર તાલુકાના ઓથવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ચોરાડુંગરી વિસ્તારમાં મમતા દિવસ સંદર્ભે મુલાકાત લીધી હતી જેમાં આરોગ્ય કેન્દ્રના ફિમેલ હેલ્થ વર્કર એસ.બી.દરજી ગેરહાજર હતા.ઉપરાંત આઈઇસીમાં લોકજાગૃતિ અર્થેના કોઈ પણ બેનર પત્રિકાઓ લગાવેલ નહતી, બાયો મેડિકલ વેસ્ટની ડોલ હતી. ઈન્ફ્રન્ટ તેમજ સગર્ભા માતાને વજન કરવાના...
  March 24, 03:15 AM
 • વિદ્યાર્થીઓની ફી બાકી હોઇ પરીક્ષાના ફોર્મ ભર્યા હતા મહિસાગરજિલ્લાના બાલાસિનોર તાલુકાના જોરાપુરા ગામે આવેલી કૈવલજ્ઞાન વિદ્યામંદિરમાં ધોરણ-૧૦ની પરીક્ષા શરૂ થવાના ટાણે ગ્રામ વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓની ફી બાકી હોવાના મામલે પરીક્ષાનું ફોર્મ ભરવાનો મામલો તેમજ 14 જેટલા વિધાર્થીઓને રિસીપ્ટ રોકી રાખવાના મામલે તપાસ બાદ મહીસાગર જિલ્લા શિક્ષણ વિભાગે શાળાની માન્યતા રદ કરવાની ભલામણ રાજય શિક્ષણ વિભાગને કરતાં જિલ્લાના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કૈવલજ્ઞાન વિદ્યામંદિર શાળામાં...
  March 24, 03:15 AM
 • લુણાવાડામાંલૂંટ અને (ચેઇન સ્નેચીંગ)નો બનાવ પંચશીલ હાઇસ્કૂલ આગળ હાઇવે ઉપર બન્યો હતો. જે અનુસંધાને મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.મહેશ નાયકે લુણાવાડા વિભાગના એએસપી મયુર પાટીલ તથા સ્ટાફને બનેલા ગુનાઓ તાત્કાલિક શોધી કાઢવા તાકીદ કરી હતી. જે અંગે પોસઇ લુણાવાડાએ તાત્કાલિક નાકાબંધી કરી વાહન ચેકીંગ કરતા હતા. ત્યારે એક ઇસમ સિગ્નલી તરફથી વિરણીયા ચોકડી થઇ લુણાવાડા તરફ આવવાનો હોવાથી પોલીસે ત્યાં આડાસો ઉભી કરી હતી. અને વર્ણનવાળી મોટર સાઇકલ આવતાં તેને રોકી બાઇક ચાલક વિનોદનાથ મદારી(ઉવ.20, રહે.કોઠબા)ને...
  March 24, 03:15 AM
 • જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત સમાન કામ, સમાન વેતનની માંગ સાથે મહીસાગરજિલ્લાના ગ્રામ વિકાસની પાંચ સ્તંભ યોજનામાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓની સમાન કામ, સમાન વેતન અને જોબ સિક્યોરિટીની માંગણીને લઈને સરકારી કચેરીઓમાં હડતાલ શરૂ કરેલ છે. અંગે કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે. ઉપરાંત જીલ્લામાં ચાર જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યું અને અન્ય તાલુકાઓમાં ટીડીઓ ને આવેદનપત્ર પાઠવ્યું છે. જિલ્લાના કરાર આધારિત તથા આઉટ ર્સોસિંગ રોજમદાર કર્મચારીઓની માંગણી ના...
  March 23, 03:35 AM
 • લુણાવાડાગુજરાત ઈકોલોજી કમીશન, વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર ગાંધીનગર ધ્વારા પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી વિષે રાજયવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું.ગુજરાત ઈકોલોજી કમિશનના સભ્ય સચિવ એસ.કે.ચતુર્વેદી, નિયામક એ.સી.સંપત તથા સીનીયર મેનેજર નિશ્ચલ જોશી ધ્વારા અભિયાનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આધુનિક જીવનશૈલી લીધે પર્યાવરણ પર લીધેલું ભારણ ગ્લોબલ વોમિંગ તેમજ પર્યાવરણીય સમસ્યાઓનો ઉકેલ આવે તે માટે આપણે આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવવા કુદરતી સ્ત્રોતો, ઉર્જા...
  March 23, 03:35 AM
 • બાલાસિનોરશ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના ઉપક્રમે બે દિક્ષાર્થીઓની ભવ્ય શોભાયાત્રા નગરમાં વાજતે ગાજતે નિકળી હતી. બરાબર સાડા ત્રણ દશકા બાદ પાંત્રીસ વર્ષે નગરમાં દીક્ષાર્થીઓની શોભાયાત્રામાં જૈન સંપ્રદાયના અનુયાયીઓ મોટી સંખ્યામાં જાડાયા હતાં.દીક્ષાર્થી પાર્થકુમાર ઉ.વ.ર૧ અને જીલકુમારી ઉ.વ.૧૯ નું જૈન સંઘમાં ઉપક્રમે મ.સા.મુકિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં બન્ને દીક્ષાર્થીઓનું સન્માન કરી મ.સા.આર્શીવચન પાઠવ્યા હતાં. શોભાયાત્રામાં છત્રી નૃત્યએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું...
  March 23, 03:35 AM
 • બાલાસિનોરતથા વિરપુર તાલુકાના નમનાર જુથ તથા ખેરોલી જુથ પાણી પુરવઠા યોજનાના કામ કરતા રોજમદારોને સરકારના પરીપત્રો મુજબના લાભ મળતા મહિસાગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યાનુસાર બાલાસિનોર તથા વિરપુર તાલુકાના નમનાર જુથ પાણી પુરવઠા યોજના તથા ખેરોલી જુથ પાણી પુરવઠા યોજનામાં ર૦૦૧થી સતત રોજમદાર તરીકે ફરજ બજાવતા રોજમદારોને સરકારમાં વારંવાર રજુઆત કરવા છતાં નામદાર ઓદ્યોગિક અદાલત, નડીયાદના 24-04-2015ના રોજ કરેલ હુકમમાં (1) શ્રમયોગીઓને નોકરીમાં જાડાયા ત્યારથી...
  March 23, 03:35 AM
 • મહીસાગરજિલ્લાના વિરપુર તાલુકામાં કોયલાના ઉપરના વિસ્તારમાં લુપ કેનાલ કાઢી ડેભારી, ઘાટડા, દાંતલા, ખાટા-કોયડમ, વઘાસ-સાલૈયા, ધોરાવાડાથી લીમરવાડા સુધીનું આયોજન સરકારમાં કરવા સૈધ્ધાંતિક મંજૂરી મળી છે.તેમાં ખેડૂતોની જમીનો બગડે તે રીતે અન્ડર ગ્રાઉન્ડથી પાઈપલાઈનો દ્વારા જેમ ઈડર તાલુકામાં સરકારે જે વ્યવસ્થા કરી છે.તે મુજબ લુપ કેનાલ દ્વારા 200થી 300 મીટર અંતરે અથવા યોગ્ય લાગે તેટલા અંતરે કુવા બનાવી પાણી આપે તેવી વ્યવસ્થા કરવા જણાવેલ છે. તેટલું નહીં પણ વરધરા ગામેથી પૂર્વ બાજુએ ખાંટના...
  March 23, 03:35 AM
 • બાલાસિનોરકેળવણી મંડળ સંચાલિત કમલા બાળમંદિરના નાના નાના ભૂલકાંએ પ્રથમવાર યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમને વાલીઓ, નગરજનોએ અભિનંદન પાઠવ્યા હતાં. મુખ્ય મહેમાન ઐયુબભાઈ સુલેમાનભાઈ હાસમવાળાએ બાળકોને રૂ.૧ર૦૦૦નું ઈનામ, કેળવણી મંડળના પ્રમુખ પ્રવીણભાઈ દેસાઈએ નાના નાના ભૂલકાઓના અદ્ગભુત પર્ફોમન્સને બિરદાવતા ભાગ લેનાર દરેક બાળકને રૂ.૧૦૦ કેળવણી મંડળ તરફથી ઈનામ સહિત કાર્યક્રમમાં વાલીઓ, દર્શકો તરફથી ઈનામોની જાહેરાતથી ભૂલકાઓને તેમને તૈયાર કરનાર કમલા બાળમંદિરની પ્રીતિ કાછીયા સહિત શિક્ષિકાઓનો...
  March 23, 03:35 AM
 • લુણાવાડા : મહીસાગરજિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી જાણે શરૂ થઇ ગયું છે. કુદરતે જાણે હીટર ચાલુ કરી દીધી હોય તેમ અચાનક ગરમીનો પારો ઉંચકાઈ ગયો છે. બપોરે એકદમ ગરમી પડતા લોકો અત્યારથી બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. હવામાન વિભાગનું કહેવું છે કે રાજસ્થાનમાં સર્જાયેલ એન્ટી સાયક્લોન સરક્ર્યુલેશનના લીધે સૂકા ભેજ વિહીન પવનથી ગરમીનું પ્રમાણ વધશે.
  March 23, 03:35 AM
 • લુણાવાડા : લુણાવાડામાં મધવાસ દરવાજા તરફ જતાં વાડી મહોલ્લાની સામે રોડને અડકીને આવેલી એમજીવીસીએલ ની વીજ ડીપી ભયજનક બનતા અકસમાતનો ભય જણાઈ રહ્યો છે. છતાં એમજીવીસીએલના અધિકારીઓ, કર્મચારીઓને તે નજરમાં આવતી નથી. દિવસ દરમિયાન ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર અકસ્માત સર્જાય તેવો ભય સર્જાયો છે ત્યારે વીજ તંત્ર તાકીદે તેની સલામતીની વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી છે.
  March 23, 03:35 AM
 • ફતેપુરાતાલુકાના પાટવેલથી ગાંધીનગર જતી એસ.ટી. બસ એકાએક બંધ કરી દેવાતાં તાલુકામાંથી ગાંધીનગર અભ્યાસ અર્તે જતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ઉભી થઇ છે. એસ.ટી. બસ તાત્કાલિક પુન: ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામેલ છે. જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના પાટવેલથી સવારના સાડા પાંચ વાગ્યાના સમયે ઉપડી ગાંધીનગર જતી હતી. અને એસ.ટી. બસમાં તાલુકાના ફતેપુરા, નાનીરેલ, કુમાના મુવાડા, નાની મોટી નાંદુકણ, કંકાસીયા, બારીયાની હાથોડ, આમલીખેડા, બલૈયા, ગવાડુંગરા, રૂપાખેડા જેવા કુલ 19 જેટલા ગામડાના ગાંધીનગર ખાતે...
  March 22, 03:50 AM
 • લુણાવાડાનાજુના કાછીયાવાડ, મોટા ડબગરવાડ, નુરાની કોલોની, મધવાસ દરવાજા સહિતના લઘુમતી વિસ્તારો લુણાવાડા પાલિકાના કોંગ્રેસી શાસનમાં વિકાસથી વંચિત જણાઈ રહ્યા છે લાંબા સમયગાળાથી પ્રજા ઉબડ-ખાબડ રસ્તાઓ અને ગટરોના ગંદા પાણીથી પ્રજા હેરાન પરેશાન થઇ ગઈ છે. આના જાગૃત રહીશોમાં ચર્ચાઇ રહ્યા મુજબ કોર્પોરેટરો કોન્ટ્રાકટરો બની ગયા છે અને વિકાસ કોનો થઈ રહ્યો છે તે પણ જણાઈ રહ્યું છે. કાગળ પરના અઢળક કામો પણ સ્થળ પરની ઓછી ગુણવત્તાના કારણે જણાતા નથી જ્યાં રસ્તાની જરૂર નથી અથવા તો સારા રસ્તાઓ છે ત્યાં લાખો...
  March 22, 03:50 AM
 • જુમ્મા મસ્જિદમાં દારૂની મહેફિલ બાદ 4નો સિક્યુરિટી પર હૂમલો
  પવિત્રયાત્રાધામ પાવાગઢ ખાતે આવેલી ઐતિહાસીક જુમ્મા મસ્જિદમાં ચાર શખ્સોને દારૂની મહેફિલ કરતા રોકનાર પુરાતત્વ વિભાગના સિકયુરીટી જવાન પર હૂમલો કર્યો હતો. ફરજ પરના જવાને પોલીસને જાણ કરતાં તમામની અટક કરવામા઼ આવી હતી. અને મામલતદાર સમક્ષ રજૂ કરાતા જામીન મુક્ત કર્યા હતાં. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દારુબંધીનો કડક અમલ થઇ રહયો છે. ત્યારે પાવાગઢ ખાતે જુમ્મા મસ્જીદમાં રાત્રીએ દારુની મહેફીલ માણનારા તત્વોને ફરજ પરના સિકયુરીટી જવાન પ્રવિણભાઇ ચારણે રોકતા આરોપીઓએ તેઓ પર હુમલો કરી ગણવેશ ફાડી...
  March 22, 03:50 AM
 • યુપી અને ઉત્તરાખંડમાં ભાજપને પ્રચંડ બહુમત સાથે સત્તા મળી છે તો બહુમત હોવા છતાં ગોવા અને મણીપુરમાં ભાજપે સરકાર બનાવી અને કોંગ્રેસને વધુ એક ધોબી પછડાટ આપી સત્તા વિહોણી કરી મુકી છે. હવે આગામી મીશન ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે. નરેન્દ્ર મોદીનું વાવાઝોડુ કહો કે મેજીક કે પછી અમિત શાહની રણનીતી. તમામ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે મચી પડશે. તેમાં પણ હવે કાર્યકરોને પ્રજાના ઘેર ઘેર પહોચી સાથે જોડવાના પ્રયાસ શરૂ કરી દેવા હાઇકમાન્ડ દ્વારા નિર્દેશ આપી દેવાયા છે. મિશન ૧૫૦ માટે ભાજપે કવાયત શરૂ...
  March 21, 04:05 AM
 • મલેશિયામાં ફસાયેલા વિરપુરના 5 યુવાનો પરત ફરતાં ઉત્સવનો માહોલ
  મહિસાગરજિલ્લાના વિરપુર તાલુકામાં રહેતા ધોરી મહંમદ ઈરશાદ (ઉ.વ.ર૧), ચૌહાણ ઈરફાન ગુલામભાઈ (ઉ.વ.રર), શાકીરભાઈ શેખ (ઉ.વ.ર૩), ધોરી ઝાકીરભાઈ (ઉ.વ.ર૪) તથા શકીલમીયાં (ઉ.વ.ર૬)એ મલેશિયા જવા માટે અલીણાના એજન્ટનો સંપર્ક સાધ્યો હતો. તમામ પેપર વર્ક પૂર્ણ કરી યુવકોને વિઝા મળી જતાં ગત તા.૧૮મીના રોજ યુવકો વિરપુર અને વસોથી મલેશિયા જવા નીકળ્યા હતા.આ યુવકો હૈદરાબાદથી યુવકો મલેશિયા પહોંચવાના હતા. હૈદરાબાદ પહોંચ્યા ત્યાં સુધી યુવકો સતત પરિવારજનોના સંપર્કમાં હતા, પરંતુ રાત્રિના ૧૦ વાગ્યા પછી યુવકોનો કોઈ ફોન આવ્યો હતો....
  March 20, 04:10 AM
 • લુણાવાડાની કલરવ વિધામંદિરમાં એસએસસી બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે વિજ્ઞાન અને ટેક્નોલૉજીના વિષયના પ્રશ્નપત્રમાં લુણાવાડાની કલરવ વિધામંદિરમાં બ્લોક નં. 64માં શેખ અબ્દુલ કાદર જીલાની હાસીમ રજાક નામનો ડમી વિધાર્થી પઠાણ અમજદખાનની જગ્યાએ પરિક્ષા આપી ગેરરીતિ આચરી રહ્યો હતો. આની જાણ સ્થળ સંચાલક પ્રકાશગીરીને થતાં ફરિયાદ નોંધાવી હતી.
  March 19, 03:15 AM