Home >> Madhya Gujarat >> Panchalmahal >> Halol
 • ગેરરીતિ | ઘોઘંબા તાલુકાના કાંટુ માલુ ગામના રસ્તાના કામમાં કોન્ટ્રાકટર દ્વારા મોટાપાયે ગેરરિતી આચરી ભ્રષ્ટાચાર કરતા કામ અટકાવ્યું
  ઘોઘંબાતાલુકાના કાંટુ માલુ ગામના રસ્તાના કામમાં કોન્ટ્રાકટર દ્વારા મોટાપાયે ગેરરિતી આચરી ભ્રષ્ટાચાર કરતા જાગૃત ગ્રામજનોએ રસ્તાનું ચાલતુ કામ બંધ કરાવી દેવામાં આવ્યુ હતુ. ઘોઘંબા તાલુકામાં રોડ રસ્તાનું કામ ચાલી રહયુ છે. રોડ રસ્તા બનાવવાના કામમાં કોન્ટ્રાકટર દ્વારા કામમાં ભ્રષ્ટાચાર કરાતો હોવાનું ગ્રામજનો દ્વરા ઉગ્ર રજુઆતો વારંવાર ઉચ્ચકક્ષાએ કરી હોવા છતાં તંત્ર કામ બાબતે આંખ આડા કાન કરતા કોઇ નકકર પગલા નહી ભરાતા વિસ્તારના રહીશો દ્વારા ભાજપા પ્રત્યે ભારે નારાજગી સાથે રોષ પ્રગટ કરી...
  03:35 AM
 • હાલોલ રોડ પર આવેલ પરફેકટ સ્કેપના ગોડાઉનમાં આગના બનાવ અંગે ફાયર ફાઇટરને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી 2 કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવતા હાશકારો અનુભવ્યો હતો. આગમાં ગોડાઉન માલીકને ભારે નુકસન થયાનું જાણવા મળે છે. હાલોલના પાવાગઢ રોડ પર ઘણા બધા ભંગારના ગોડાઉન અવેલા છે. તમામ ભંગારના વેપારીઓ અત્યંત જવલીત વસ્તુઓનું ભંગાર એકઠુ કરેછે. ગોડાઉનમાં છાશ વારે આગ લાગવાના બનાવ બને છે. છતા આટલા બધા ભંગારના ગોડાઉન હોવા છતાં અહીં કોઇ સેફટીની કોઇ સુવિધા ઉધી કરવામાં આવી નથી. જેને કારણે ગંભીર બનાવ બને તેવી શંકા...
  03:35 AM
 • SMC દ્વારા કાલોલ તા. પ્રા. શિક્ષણ અધિકારીને આવેદન
  કાલોલતાલુકાની પ્રાથમિક શાળાઓમાં શાળા વ્યવસ્થાપક સમિતિની રચના કરી છે. જેને લઇ શાળામાં ચાલતા અભ્યાસને લઇ બાળકો શિક્ષકો તથા વાલીઓ કંકલીતમાં રહી એક બીજાના વિચારોની આપ લે શાળામાં આપે છે. પરંતુ એસએસીની રચના તેમજ નિયમ મુજબની મિટીંગ થતા હોવાના આક્ષેપ સાથે એક આવેદનપત્ર કાલોલ તાલુકાના મધવાસ ગામના પ્રવિણભાઇ પર્વતભાઇ રાઠોડ દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આપવામાં આવ્યુ હતુ.તેમાં જણાવ્યુ હતુ કે પ્રાથમિક શિક્ષણ જાગૃતિ સમિતિ દરેક તાલુકાઆમેં મળી 175 ગામો તેમજ વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણની...
  03:35 AM
 • હાલોલતાલુકાના રાયણવાડીયા રોડના વળાંકમાં બે દિવસ પૂર્વે છકડાના ચાલકે કાબુ ગુમાવતા છકડો પલટી ખાતા બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં હાલોલના એક ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે વડોદરા સયાજી માં દાખલ કરાયો હતો. જયાં સારવાર હેઠળ તેનુ મોત થયુ છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હાલોલના લીમડી ફળીયામાં રહેતો આમીર ઇસ્માઇલ સરકાર ઉવ.23, તુફેલ તેમજ મુકેશ વાલજી મેઘવાળ છકડામાં બેસી પાવાગઢ તકફ આવી રહયા હતા. જયાં રાયણવાડીયા નજીક વળાંક પર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા છકડો રોડની સાઇડમાં પલટી ખાઇ...
  April 28, 04:00 AM
 • ગ્રામપંચાયતનાતલાટી દ્રારા સ્થળ ઉપર જઇને પંચનામું કરીને રીપોર્ટ કાલોલ ટીડીઓને સોપેલ હતો.પણ હજુ સુઘી તંત્ર દ્વારા કોઇ કાયસ્વાહી થતા પુરુ માટી ચોરીનું પ્રકરણમાં મોટા માંથી સડોવાયા હોવાથી સમગ્ર પ્રકરણ ભીનું સકેલાઇ જવાની ભીતી સેવાઇ રહી છે.વેજલપુરમાં નવીન એપીએમસીની દુકાન બનાવામાં કોન્ટ્રાકટર દ્રારા મહિસા તળાવમાંથી 97 ટ્રેકટર માટી કોઇ પરવાગી વગર માટી ચોરી કરી હતી. બાબતે કાલોલ ના ડેરોલ સ્ટેશન ખાતે આવેલ એપીએમસીના ચેરમેને સમગ્ર બનાવ ગ્રામપંચાયત અને કોન્ટ્રાકટ વચ્ચેનો છે, તેમ કહીને હાથ ઉચા...
  April 28, 04:00 AM
 • જાંબુડી આવાસમાં રહેતાં પરિવારો પર મોતનું જોખમ
  વાત કરીએ પાયાની સુવિધાઓની તો કેન્દ્ર તેમજ રાજય સરકારનો અભિગમ છે કે છેડેથી છેવાડા સુધીના માનવીને પ્રાથમિક સુવિધાઓ મળવી જોઇએ. પણ હાલોલના જાંબુડી વિસ્તાર આવેલા આવાસોમાં રહેતા ગરીબ શ્રમજીવી પરિવારો માટે સરકારનું સૂત્ર વામણુ પુરવાર થઇ રહયુ હોય તેમ જયારથી આવાસો બન્યા છે ત્યારથી વર્ષોના વહાણા વિતી ગયા બાદ પણ આજ દિન સુધી પાલીકાના સત્તાધિશો કે સભ્યો સહિત કર્મચારી અહીંની દરકાર કરવા ફરકયા શુદ્ધા હોય ગરીબ પરિવારોને પાલીકા તંત્ર સામે રોષ વ્યકત કરી નિશાસા નાખવા સિવાય બીજુ કંઇપણ કરી શકવાનો અહેસાસ...
  April 28, 04:00 AM
 • હાલોલ શાકમાર્કેટમાં હરાજીથી આપેલા પથારા પર દુકાનો બની
  હાલોલ શહેર વિસ્તારમાં શાકભાજીની લારીઓ તેમજ ફેરી કરી શાકભાજીનું વિતરણ કરતા શ્રમજીવીઓને મદદરુપ થવાના હેતુથી હાલોલ નગર પાલીકા દ્વારા આશરે દસકા પહેલા એમ.એસ.હાઇસ્કુલની પાછળના ભાગે શાકમાર્કેટમાં પથારાની હરાજી કરી રૂ.20 હજાર ડિપોઝીટ ભરી પથારો આપવાનું આયોજન કરાયુ હતુ. પરંતુ જેતે વખતના પાલીકાના ભ્રષ્ટ સત્તાધિશોએ પોતાના મળતીયાઓના નામે ફાળવણી કરી દેવામાં આવી હતી. જેને લઇ ખરેખર જરુરિયાતવાળા શ્રમજીવીઓ બાકાત રહી જતા તેમને નિસાશા નાંખવાનો વારો આવ્યો છે. ત્યાર બાદ આટલેથી ઓછુ હોવાની હોય તેમ પાંચ...
  April 27, 03:50 AM
 • ભાસ્કરન્યુઝ | હાલોલ હાલોલમાંલાકડાનો બેન્સોમાં બપોરે આકસ્મીક આગ લાગી હતી. બેન્સોમાં સુકા લાકડાનો મોટો જથ્થો હોઇ તેમા આગ પ્રસરી જતા આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા નજીકમાં આવેલ સીએનજી ગેસ પંપને લઇ આસપાસના લોકો દોડી આવી આગ કાબુમા લેવાના પ્રયાસો હાથ ધરી પાલીકા ફાયર સ્ટેશનને જાણ કરી હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
  April 27, 03:50 AM
 • હાલોલ બજારમાં સ્વામિનારાયણ મંદિર ઉત્સવની તડામાર તૈયારીઓ ભકતો દ્વારા શરુ
  હાલોલ બજારમાં સ્વામિનારાયણ મંદિર ઉત્સવની તડામાર તૈયારીઓ ભકતો દ્વારા શરુ કરવામાં આવી છે. હાલોલ નગરમા઼ છેલ્લા ઘણા સમયથી ભકતો દ્વારા આગામી મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ કરી દેવામા઼ આવી છે. ઉત્સવને રંગારંગ બનાવવા ભકતો તનતોડ મહેનત કરી રહ્યા છે. -મકસુદ મલીક વિરપુર માં બુધવારે જયોતિ કલીનિકમાં આંખો, ડાયાબિટીશ માટેનો કેમ્પ યોજાયો હતો. જેમાં ડો.સી.એન.પટેલના દવાખાનામાં સ્વ.કમળાબેન રામાભાઇ પટેલના સ્મરણાંર્થે સ્વ.રામાભાઇ પટેલના પરિવાર તેમજ લાયન્સ કલબ બાલાશિનોર દ્વારા રાખવામાં આવ્યો હતો....
  April 27, 03:50 AM
 • દબાણની નોટિસ મળતા હાલોલના 13 પરિવારના માથેથી છત છીનવાશે
  હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પર આવેલ કાળીભોય વિસ્તારના આ13 પરિવારોને ત્રણ દિવ્સમાં કાચા મકાનો હટાવી લેવા આર એન્ડ બી વિભાગ દ્વારા નોટીસ બીજી વખત આપવામાં આવી છે. ત્યારે ગરીબ પરિવારોની છત છીનવાઇ જવાની હોવાની ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. છેલ્લા 30 કરતા વધારે વર્ષોથી કાચા મકાનો બનાવી પાલીકામાં ઉપર દળના હેડે નોંધણી કરાવી લાઇટ પાણીની સુવિધાઓ માટે આપવામાં આવી છે. અને પાલીકામાં દર વર્ષે આકારવામાં આવતા વેરા પણ ભરે છે. ત્યારે સરકારી જમીનમાં ઝુપડા બાંધી રહેતા પરિવારો થાય તો જાય કયાંω સરકાર પાવાગઢ...
  April 26, 02:50 AM
 • શ્રીહાલોલ તાલુકા નિવૃત કર્મચારી મંડળની ખાસ સાધારણ સભા તા.26 એપ્રિલને બુધવારના રોજ શ્રી સિદ્ધનાથ તરખંડા ખાતે સવારે 10:30 કલાકે રાખવામાં આવી હોવાનું એક અખબારી યાદીમાં જણાવ્યુ છે. મંડળના પ્રમુખ ગણપતસિંહ પરમારના જણાવ્યા અનુસાર નિવૃત કર્મચારી મંઢળના પ્રમુખ સ્વ.સોમસિંહ ડાભઇસિંહ ચાવડાની અંતિમ ઇચ્છાને માન આપી તેમના પુત્ર ધીરેન્દ્રસિંહ સોમસિંહ ચાવડાના સૌજન્યથી દાતા તરીકેનો લાભ લઇ આમંત્રણ પાઠવેલ છે. તેમની અંતિમ ઇચ્છાને માન આપી હાજર રહેલા વિનંતી કરાઇ છે. ખાસ સાધારણ સભામાં નિવૃત સભાસદોનું 75 વર્ષ...
  April 25, 03:20 AM
 • હાલોલનીજનરલ મોટર્સ ઇન્ડીયા દ્વારા 1 લી મે મજુર દિવસના દિવસે 600 કાયમી અને 1500 હંગામી કામદારોને છુટા કરવામાં આવનાર છે.જેના કારણે કામદારોમાં ઉગ્ર રોષની લાગણી વ્યાપી જવા પામી છે.અને આગામી સમયમાં કામદારો દ્વારા આંદોલન કરવામાં આવનાર છે. ગુજરાત સરકાર દ્વારા યોગ્ય દરમ્યાનગીરી કરવાના કારણે ગુજરાતમાં 1લી મે મજુર દિવસના દિવસે જનરલ મોટર્સ ઇન્ડીયા હાલોલના 600 જેટલા કાયમી કામદારો તેમજ 1500 જેટલા હંગામી કર્મચારીઓ બેરોજગાર બનશે.જનરલ મોટર્સ એમ્પલોઇઝ યુનિયન દ્વારા વારંવાર સરકારને દરમ્યાનગીરી કરી...
  April 25, 03:20 AM
 • 500 ઉપરાંત આધારકાર્ડની કામગીરી કરાઇ : 220 મહિલાઓના બેંક ખાતા ખોલવામાં આવ્યા
  હાલોલતાલુકા કક્ષાનો સેવાસતુ કાર્યક્રમ હાલોલ તાલુકાના ગોપીપુરા ગામે હાલોલ પ્રાંતઅધિકારી એ.કે.ગૌતમતથા નાયબ મામલતદાર મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ગોપીપુરા ગ્રામ પંચાયતન સરપંચ રામચંદ્ર પરમાર તથા ગ્રામજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ગોપીપુરા ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં 500 ઉપરાંત આધારકાર્ડની કામગીરી કરાઇ હતી. જયારે 22 વિભાગોના અધિકારીઓ દ્વારા 800 ઉપરાંત લાભાર્થીઓને લાભ આપવામા આવ્યો હતો. પ્રધાનમંત્રી ઉજવવલા યોજન હેઠળ ભારત ગેસ એજન્સી દ્વારા 30 જેટલી મહિલાઓને...
  April 23, 03:15 AM
 • ઘોઘંબાનાપાંચપથરાની 20 વર્ષીય યુવતીએ તેના પરિવારજનો લગ્ન પ્રસંગમાં ગયા હતા. પરંતુ તે લગ્નમાં ગઇ અને તેના માતા પિતા પરત આવ્યા ત્યારે તે ખાટલામાં બેભાન અવસ્થામાં હતી. તેને હાલોલ ખાતે સારવાર માટે લાવવામાં આવી અને વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં લઇ જવાતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ. ઘોઘ઼બા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
  April 23, 03:15 AM
 • પુષ્ટીસંપ્રદાયના સ્થાપક પ્રણેતા અને ભકિત માર્ગના વિકાસ માટે પ્રગટ થયેલ નારાદાદિ પરંપરાના મુર્ધન્ય આચાર્ય શ્રીમદ વલ્લ્ભાચાર્યજી (શ્રી મહાપ્રભુજી) આપી 540 વર્ષ પૂર્વે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશના ચંપારણ્ય ગામે થયો હતો. ચૈત્રવદ એકાદશીના શુભ દિવસે શ્રી મહાપ્રભુજી પ્રાગટય થયુ હતુ. માત્ર દશ વર્ષની ઉંમર માત્ર ધોતી ધારણ કરી ખુલ્લા પગે ચાલીને ભારત ભ્રમણ કર્યુ હતુ. તેમને આખા ભારતની ત્રણ વખત પરિક્રમા કરી હતી. દરમ્યાન ગોકુલમાં ગોવિંદઘાટ ઉપર શ્રીમદ ભાગવતનો પ્રારંભ કર્યો હતા. ત્યારે રાત્રે સાક્ષાત...
  April 23, 03:15 AM
 • ગાંધીનગરએસઆરપી ગ્રુપમાં ફરજ બજાવતા અને વડોદરા નાગરવાડા વિસ્તારમાં ફરજ પર મુકાયેલા પાવાગઢના રણછોડભાઇ હિમતભાઇ સોલંકીને જવાનો માટે શાકભાજી લેવા ગયા હતા. જયાં હૃદયરોગનો હુમલો આવતા તેઓનું મોત નીપજયુ હતુ. પાવાગઢના મુળ વતની રણછોડભાઇ હિમતભાઇ સોલંકી ઉવ.56, ગાંધીનગર એસઆરપી ગ્રુપમાં નોકરી કરતા હતા. છેલ્લા કેટલાક સમય તેઓને વડોદરા નાગરવાડા ખાતે ફરજ પર મુકાયા હતા. તેઓ એસઆરપીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ જવાનોની મેસ માટે શાકભાજી લેવા વડોદરા શાકમાર્કેટમાં ગયા હતા. ત્યારે હૃદયરોગનો હુમલો થતા...
  April 22, 03:05 AM
 • હાલોલ અને કાલોલ બાર એસો. દ્વારા વિરોધ કરાયો
  બારકાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા આપેલા પત્ર મુજબ પ્રપોઝડ બીલ નં.266 લોકસભામાં મુકવામાં આવેલ છે. જે લોકસભામાં મંજુર થાય તે માટે હાલોલ બાર એસોશિએશન દ્વારા કોર્ટના કામકાજથી અળગા રહી બીલની હોળી કરી હતી. હાલોલ બાર એસો. દ્વારા એક મિટીગ બોલાવી તેમાં ઠરાવ મંજુર કરાયો હતો. અને ઠરાવ મુજબ આવેદનપત્ર હાલોલ સિવિલ કોર્ટ જજ તથા મામલતદારને આપવામાં આવ્યુ છે. હાલોલ બાર એસો.પ્રમુખ હરિશભાઇ હેલૈયા, ઉપપ્રમુખ ચંદ્રવદનભાઇ વરીયા તથા સેક્રેટરી દિનેશકુમાર રાઠોડ સહિત બાર એસોશિએશનના તમામ સભ્યોએ વકીલો વિરુદ્ધના બીલની...
  April 22, 03:05 AM
 • હાલોલના ટીંબી... ટેમ્પોઆવી પહોંચતા તેને ઉભો રાખી જોતા એક સમય ટેમ્પોના પાછળના ભાગમાં ખાલીખમ કઇ પણ નહી દેખાતા પોલીસ પણ અચંબામા પડી ગઇ હતી. પરંતુ બુટલેગરને ખબર હતી કે પોલીસની આંખમાં ધુળ નાંખવા ટેમ્પોમાં પાછળના ભાગે નીચે ખાના બનાવી ઉપર પ્લોટો લગાવી હોવાની માહિતી પણ પોલીસ પાસે પહેલાથી હતી. જેને લઇ ટેમ્પો ઇકો કાર સહિત ઝડપાયેલા ચારેવને હાલોલ પોલીસ મથકે લવાયા હતા. જયાં પાછળના ભાગેની પ્લોટો ખોલતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. પોલીસ પણ ચોંકી ગઇ હતી. જેમાં બનાવેલા ખાનામાં વિદેશીદારુની 140 પેટીઓ મળી આવી હતી....
  April 21, 04:10 AM
 • ઘોઘંબાતાલુકામાં બે અલગ અલગ બનાવોમાં આકસ્મિક મોત થતા ઘોઘંબા અને દામાવાવ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસના ચક્રોગતિમાન કર્યા છે. એકે ઝેર પીધા બાદ મોત થયુ જયારે એકને ઝેરી સાપ કરડતા મોત થયુ હતુ. બંનેવ મોત ઝૈરને લઇને થયા હતા. અંગે મળતી માહિતી મુજબ દામાવાવ પોલીસ મથકની હદમાં આવેલ ખરખડી ગામની ગામની પરણીત મહિલા નયનાબેન પ્રવિણચંદ બારીયાનાઓએ ગત રોજ તા.19ને બુધવારે બપોરે બે વાગ્યાના અરસામાં તેના ઘરે દકોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પીવા બાદ તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હાલોલ ખાનગી...
  April 21, 04:10 AM
 • પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી આધેડનું સારવાર દરમ્યાન મોત થતા પોલીસે 3 વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હાલોલતાલુકાના રાહતળાવ ગામે સરકારી કુવા પાસે રહેતા ઇસમે આજથી સવા મહિના પહેલા પડોશીના ખેતરમાં શૌચક્રિયા કરવા જતા માલીકે મારા ખેતરમાં શૌચક્રિયા કરવા કેમ આવ્યો તેમ કહી ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યાર બાદ સારવાર દરમ્યાન તેનું મોત નીપજતા પોલીસ હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ કરી હોવાનું જાણવા મળે છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હાલોલ તાલુકાના રાહતળાવ ગામે...
  April 20, 04:50 AM