સંત નિરંકારી મશિનના વડા સદગુરુ બાબા હરદેવસિંહ જી મહારાજ (નિરંકારી બાબા)ના જન્મ દિવસ નિમિત્તે સંત નિરંકારી સત્સંગ ભવન ભુરાવાવ ગોધરામાં તા. ૨૩ ના રોજ ગુરૂ પૂજા દિન મહોત્સવ નિમિત્તે સંત નિરંકારી મશિન,દિલ્હીના સંત જયરામ થયપીયાલ મહારાજની અધ્યક્ષ્તામાં સવારે ૧૧ થી ૨ દરમિયાન સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં તમામ ધર્મપ્રેમી સહભાગી થઇ સંતવાણીનો લેવા ગોધરા શાખાના પ્રમુખ વિધ્યાબેનજીએ જણાવ્યુ છે.
ગોધરા શહેરની એલસીબી, એસઓજી સહિત પોલીસ મથકે ફરજ બજાવતા પાંચ પીએસઆઇની બઢતી સાથે પીઆઇ તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ ત્રણ નવા પીઆઇની બદલી પંચમહાલ જિલ્લામાં કરવામાં આવી છે. જેના આધારે જિલ્લામાં ખાલી પડેલી પીઆઇની જગ્યા હવે ભરાશે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પીએસઆઇની બઢતીની ચર્ચાઓ સંભળાતી હતી. દરમિયાન ગૃહ વિભાગ દ્વારા મંગળવારની મોડી...
ગોધરા પાલિકાની તાજેતરમાં મળેલી ત્રિમાસિક બેઠકમાં લેવામાં આવેલા બે મુદ્દા સામે વિરોધ પક્ષે વાંધો દર્શાવ્યો છે.તેમને તાત્કાલીક અસરથી સરકાર પાસેથી પાનમ પાણી યોજના પાલિકા હસ્તક લેવી જોઇએ તથા ઉપર દરના મકાનોને ટ્રસ્ટોની સંમતિ વગર તબદીલ કરવામાં આવશે તો સામાજિક ટ્રસ્ટોને મોટું નુકસાન થવાની ભિતિ વ્યક્ત કરી છે.
ગોધરા નગર પાલિકાની ગત સોમવારે...
લુણાવાડાના મોટા સોનેલા ગામે બાઇકને પંકચર થતાં અચાનક િસ્લપ ખાઇ જતાં સારવાર દરમિયાન ચાલકનું મોત થયું હતું. માહિતી મુજબ લુણાવાડાના ધનવંત શંકરભાઇ ગાંધી મોટર સાઇકલ લઇને તાલુકાના મોટા સોનેલા ગામેથી પસાર થતા હતા. અચાનક મોટર સાઇકલને પંકચર થતાં િસ્લપ ખાઇ ગઇ હતી. જેથી ચાલક ધનવંતભાઇને ગંભીર ઇજા પહોંચતાં સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું.