મહેમદાવાદ સોમવાર પ્રાર્થના મંડળ અને રામરોટી સેવા ટ્રસ્ટ તથા મોગરની શંકરા આઈ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મોહનભગત સેવાશ્રમમાં બે નેત્ર નિદાન અને સારવાર કેમ્પ યોજાયા હતા. આ કેમ્પમાં ૪૦૦થી વધુ દર્દીઓનું નિદાન કરીને ૪૧ દર્દીઓને નેત્રમણી સાથેની શસ્ત્રક્રિયા મોગર હોસ્પિટલમાં કરવામાં આવી હતી. શંકરા આઈ હોસ્પિટલ દ્વારા મહેમદાવાદમાં દર માસે એક વિશાળ નેત્રયજ્ઞનું આયોજન મોહનભગત સેવાશ્રમમાં કરવામાં આવશે.