ભાસ્કર ન્યૂઝ . નડિયાદ
નડિયાદ તાલુકાના કણજરીમાં નડિયાદ અંધજન મંડળ દ્વારા જૈન સોશ્યલ ગ્રૃપ તથા એમ.વી.પટેલ સાયન્સ કોલેજ તથા ગુજરાત ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિષ્ણાંત તબીબ ટીમ દ્વારા દરદીઓની આંખોની તપાસણી કરાઈ હતી. તેમજ રાહતદરે ચશ્માનું વિતરણ કરાયું હતું. તદ્દઉપરાંત ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે અંધજન મંડળના પ્રમુખ રક્ષાબહેન મહેતા, પ્રોજેકટ ચેરમેન બી.એચ.લખમાણી, ભાસ્કર પટેલ, ચંદ્રકાન્ત પટેલ,...
ભાસ્કર ન્યૂઝ હિઁમતનગર
સાબરડેરીની સાધારણ સભા ગુરૂવારે ડેરીના ઓડીટોરીયમમાં મળી હતી. પરંતુ ગામડાઓની કેટલીક દૂધ મંડળીમાંથી આવેલા કેટલાક પ્રતિનિધિઓ સભામાં આવે તે પહેલાંજ કામકાજ પૂર્ણ કરી દેવાયાની જાહેરાત થઇ જતાં સભાનું કામકાજ પૂર્ણ થયા બાદ મંડળીના પ્રતિનિધિઓ અને પોલીસ વચ્ચે તું તું મેં મેં થતા ઉત્તેજના વ્યાપી ગઇ હતી.
ડેરીના ચેરમેન જેઠાભાઇ...
ભાસ્કર ન્યૂઝ હિઁમતનગર/મોડાસા
જિલ્લામાં સામાન્ય રીતે ચોમાસુ ૨૦મી જૂન સુધીમાં બેસી જાય છે. પરંતુ તે મોડુ થતાં જિલ્લાના ખેડૂતો અને આમ જનતા ચિંતામાં મુકાઇ ગઇ છે. દરમિયાન ગુરૂવારે જિલ્લામાં ચઢી આવેલા વાદળોને કારણે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં વરસાદ થવાની આશા બંધાવાની સાથે આનંદની લહેર વ્યાપી છે.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી...
નડિયાદ શહેરની સેન્ટ મેરીસ હાઇસ્કૂલના વિદ્યાર્થી સ્પંદન માસિકપત્ર ૫૦ અંક પૂર્ણ કરીને ૫૧મો અંકનું તા.૨૫મીના રોજ સવારે વમોચન કરવામાં આવશે. આ પ્રસંગે અમદાવાદ ધર્મપ્રાંત ધમૉધ્યક્ષ થોમસ મેકવાન, કેળવણીકાર તથા પ્રમુખ ડો. મોતીભાઇ પટેલ અને સેન્ટ મેરીસના આચાર્ય ફા.રોકી પિન્ટો તથા ફા.સિરિલ ડાયસ હાજર રહ્યાં હતાં.