ડાકોર નગર પાલિકા દ્વારા નગરમાં વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં જુની કોર્ટ પાસે સાત લાખ લીટરની ક્ષમતા વાળી ટાંકી અને ગાંઘી બાગ બનાવવામાં આવેલ છે. આ પાણીની ટાંકી તથા બાગનું સોમવારે ૧૧ વાગે લોકાપર્ણ સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેલા સંસદીય સચિવ સુંદરસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ રાકેશભાઇ રાવના હસ્તે પાણીની ટાંકી તથા બાગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ બિમલભાઈ શાહ, પાલિકા પ્રમુખ રાજેશભાઇ પટેલ, ચીફ ઓફિસર...