Best of City

પાવાગઢ

પિકનિકની પિકનિક અને સાથે ધાર્મિક યાત્રા પણ થઇ જાય તેવું સ્થળ પાવાગઢ વડોદરાથી માત્ર 50 કિલોમીટરના અંતરે આવેલું છે. પાવાગઢ પર્વત પર વિશ્વ પ્રસિદ્ધ મહાકાળી માતાનું મંદિર આવેલું છે. ગુજરાતમાં સમુદ્રતળથી 2930 ફૂટની ઉંચાઈ ધરાવતો પાવાગઢ પર્વત પૌરાણિક છે. ધાર્મિક કથા અનુસાર વર્ષો પહેલા પાવાગઢમાં પતઇ કુળના રાજા રાજ્ય કરતા અને તેઓ મહાકાળીના ભક્ત હતાં અને મહાકાળી આ કુળની ભક્તિથી પ્રસન્ન થઇ નવરાત્રી દરમિયાન અહીં ગરબા રમવા આવતાં. પતઇ કુળના શાસક રાજા જયસિંહે એક વખત નવરાત્રીમાં મદિરાપાન કર્યું અને રૂપ બદલીને ગરબા રમતા માતાજીને જોઈ મોહિત થઇ ગયો તથા માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું. મહાકાળી માતાએ ઘણું સમજાવ્યા બાદ પણ રાજા જયસિંહ સમજ્યો નહી અને માતાજીએ કોપાયમાન થઇને રાજાને શ્રાપ આપ્યો કે આગામી છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે. બાદમાં મહંમદ બેગડાએ જયસિંહને હરાવી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં મુંઘલ સામ્રાજ્યના પાયા નંખાયા. એક માન્યતા અનુસાર પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠમાં થાય છે અને અહીં સતિનાં સ્તનનો ભાગ પડ્યો હોવાનું કહેવામાં આવે છે. ગુજરાતના તમામ મહત્ત્વના શહેરો સાથે પાવાગઢ માર્ગો વડે જોડાયેલું છે. વડોદરાથી દર 30 મિનિટે પાવાગઢ જવા માટેની બસ મળી રહે છે. પાવાગઢ અને વડાદરા વચ્ચેનું અંતર માત્ર 30 માઈલનું જ છે. પાવાગઢ જનાર યાત્રાળુઓએ પર્વતની તળેટીના બસ સ્ટેન્ડે ઉતરીને પર્વત ઉપર માંચી સુધી ચઢાણ કરવાનું રહે છે. જ્યાંથી યાત્રાળુ ઈચ્છે તો રોપ-વે કેબલ કાર દ્વારા પર્વતના શિખરે મંદિરમાં જઈ શકે છે. અથવા પર્વતના પગથિયા પગપાળાં ચઢી શકે છે. ગુજરાતના અન્ય શક્તિપીઠની જેમ, પાવાગઢની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય આસો (ઓક્ટોબર) તથા ચૈત્રી નવરાત્રિનો ગણાય છે. આ બંન્ને ગાળામાં લાખો શ્રદ્ધાળુઓ માતા મહાકાળીના ચરણોમાં શીશ નમાનીને માતાજીનું શરણ માંગે છે. મહાકાળી મંદિર જવાના માર્ગમાં છાસિયા તળાવ અને દુધિયા તળાવ એવા બે તાળાવો પણ આવે છે. સમગ્ર ભારતના હિંદુ નાગરિકો મહાકાળી માતાજીમાં અખૂટ શ્રદ્ધાં અને વિશ્વાસ ધરાવે છે. ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકો પાવાગઢના મહાકાળી માતાજી પ્રત્યે વિશેષ પૂજ્યભાવ અને આદરભાવ ધરાવે છે.

Address: વડોદરાથી 46 કિલોમીટર દૂર

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
7 + 1

 
Advertisement

RECOMMENDED