Best of City

ચાણોદ

વડોદરાથી થોડે દૂર પિકનિક કરવાનો ઇરાદો હોય તો શહેરથી અંદાજે 55 કિલોમીટર દૂર નર્મદાના કિનારે આવેલું ચાણોદ તમારુ સ્વાગત કરવા તૈયાર છે. ચાણોદને ચાંદોદ નામથી પણ ઓળખવામાં આવે છે અને પિતૃશ્રાદ્ધ માટે પ્રખ્યાત છે. ચાણોદમાં ઓરસંગ અને નર્મદા નદીનો સંગમ થાય છે. અહીંયા નદી પર અનેક જગ્યાએ પાકા પગથિયાવાળા ઘાટ બાંધવામાં આવેલા છે. એક ઘાટ પરથી બીજા ઘાટ પર જવા માટે તેમ જ સંગમસ્થળે પહોંચવા માટે હોડીઓની સુવિધા ઉપલબ્ધ છે. ચાંદોદમાં કર્મકાંડની વિધિ તો થાય છે પરંતુ આ સ્થળ એટલું જ રમણીય પણ છે. અહીંયા આવેલા મંદિરો પણ જોવા લાયક છે. ચાંદોદ ખાતે ડભોઇથી નેરોગેજ ટ્રેન ગાયકવાડી શાસન હતું ત્યારથી ચાલે છે. નર્મદા નદીના કાંઠે આવેલા તમામ તીર્થો ઉત્તમ મનાય છે પરંતુ ચાંદોદને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. દરેક મહિનાની પૂનમ અને અન્ય તહેવારોમાં આ તીર્થસ્થાને લોકો દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ સ્થાને પિતૃ-તર્પણ પિતૃ શાંતિ માટેની પિતૃ-શ્રાદ્ધ નારાયણબલી, કાગબલી તથા કાલસર્પની ધાર્મિક વિધિ કરાવી ભાવિકો સંતૃપ્ત થતાં રહેલા છે.

Address: વડોદરાથી 55 કિલોમીટર દૂર

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
6 + 3

 
Advertisement

RECOMMENDED