Home >> Madhya Gujarat >> Latest News >> Panchmahal
 • છેવાડાના નાના માણસની પણ જરૂરિયાત પૂરી પડાય છે: મંત્રી
  હાલોલ :અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી છત્રસિંહ મોરીએ વણથંભી વિકાસ યાત્રા અંતર્ગત હાલોલ તાલુકાના નવાકુવા ગામે હાલોલ તાલુકાના રૂ. 99.96 લાખના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં રૂ.78.50 લાખના ખર્ચે તૈયાર થયેલ નવાકુવા ગામની પ્રાથમિક શાળા, રૂ. 5 લાખના ખર્ચે પ્રતાપપુરા ગામનો મુખ્ય રસ્તો, કથોલા ગામે બે નાળાના કામો, નવાગામનો આર.સી.સી. રોડ જેવા કામોનો સમાવેશ થાય છે. નવાકૂવામાં રૂ. 78.50 લાખના ખર્ચે શાળા બની રૂ. 5 લાખના ખર્ચે પ્રતાપપુરા ગામનો મુખ્ય રસ્તો બનશે નવાકુવા, કથોલા અને આસપાસના ગામોના...
  12:07 AM
 • સંજેલી :નવા બનેલા સંજેલી તાલુકામાં આજે નવીન તાલુકા ભવનનુ મંત્રી હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. સાથે સાંસદ દ્વારા નવા પોલીસ સ્ટાફ ક્વાર્ટસના લોકાર્પણની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થીત રહ્યા હતા. - વિવિધ કચેરીઓના આંટાફેરામાંથી મુક્તિ મળવાથી તાલુકાના લોકોમાં અનેરો આનંદ વ્યાપ્યો - નવા પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સના લોકાર્પણની જાહેરાત કરાઇ ઝાલોદ તાલુકાનું વિભાજન કરી સંજેલીને નવીન તાલુકાનો દરજ્જો તા.9/9/2013ના રોજ ગુજરાત સરકારએ સત્તાવાર જાહેરાત...
  12:05 AM
 • ભાદર નહેરના પાણીના પ્રશ્ને ઉપવાસની ચીમકી આપી હતી ગોધરા :લુણાવાડાના ઢેસીયા ગામ સહિત નજીકના આઠ ગામનાખેડૂતોને ભાદર નહેરના પાણીના પ્રશ્ને સમસ્યા નડીરહી છે. જેના નિરાકરણ માટે આગામી સમયમાં ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. પરંતુ વહીવટી તંત્ર દ્વારા તેઓને મંજુરી ન અપાતા નારાજગી છવાઇ છે. લુણાવાડાના ઢેસિયાના આઠ ગામોમાં ભાદર નહેરમાં પાણી લાવવા માટે છેલ્લા 15 વર્ષથી રજુઆતો કરે છે. હમણા સુજલામ સુફલામ નહેરથી નુરપુર નજીકથી ભલાડા સેવેરા તળાવ સુધી પાઇપ લાઇન માટે પાણી લયા તેવો વિકલ્પ મળેલ છે....
  April 19, 12:10 AM
 • મોરવા હડફ સ્થિત ડાંગરીયા સિંચાઇ તળાવનો ગેટ ત્રણ વર્ષથી ખખડધજ
  ગોધરા :ખેતીક્ષેત્રે પછાત ગણાતા મોરવા(હ) વિસ્તારમાં ડેમ સંચાલિત ડાંગરીયા સિંચાઇ તળાવનો ગેટ છેલ્લા ત્રણ વર્ષથી ખખડધજ છે.જેનાથી પાણી લીકેઝ થતા઼ અંદાજીત 540 હેકટર વિસ્તાર પાણીથી વંચિત રહે છે.આથી ખેડૂતો દ્રારા મરામત કરવા માંગ કરવામાં આવી છે. અન્યથા તા. 15મી જૂનથી ભૂખ હડતાઇની ચિમકી ઉચ્ચારાઇ છે. - તાત્કાલિક મરામત નહીં થાય તો તા. 15 જૂનથી ખેડૂતો દ્વારા ભૂખ હડતાલની ચીમકી - પાણી લીકેજ થતાં અંદાજિત 540 હેકટર વિસ્તાર પાણીથી વંચિત રહે છે મોરવા(હ) વિસ્તારમાં ડાંગરીયા સિંચાઇ તળાવનો ગેટ છેલ્લા 3 વર્ષથી બગડી...
  April 19, 12:05 AM
 • હાલોલના નિષ્ઠા વિદ્યામંદિર પાસે ટ્રેકટર-ડમ્પર ટકરાતાં 20ને ઇજા
  હાલોલ :મધ્યપ્રદેશના ધરમરાયથી સાવલીના લોટના એમપી વસાહતમાં હાલોલની ટ્રેકટરમાં બેસી લગ્ન પ્રસંગમાં જઇ રહેલાને હાલોલ વડોદરા ગોધરા બાયપાસ રોડ પર નિષ્ઠા વિદ્યામંદિર પાસે આ ટ્રેકટરને એક ડમ્ફરે ટકકર મારતા અકસ્માત સર્જાતા ટ્રેકટરમાં સવાર 20 ઉપરાંત ઇસમોને ઇજાઓ થવા પામી હતી. જેને લઇ રાહદારીઓ દ્વારા બે 108 અુમ્બ્યુલન્સ તથા ખાનગી વ્હીકલથી હાલોલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જે પૈકી 6ની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા. મધ્યપ્રદેશના ધરમરાય ગામે થી સાવલી તાલુકાના લોટના એમપી...
  April 19, 12:05 AM
 • દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલમાં બાળકોના નિષ્ણાત ડોક્ટર જ નહીં
  દેવગઢ બારિયા :દેવગઢ બારિયા સિવિલ હોસ્પિટલ આ વિસ્તારની મોટામાં મોટી હોસ્પિટલ આવેલી છે. અહીં રોજ દરેક નાની મોટી બીમારીઓના તેમજ અન્ય કેશો અને ડીલવરીના કેશો રોજ આવે છે. આ વિસ્તારના ગામોના લોકો અહીં જ દવા લેવા માટે આવતાં હોય તેવા સંજોગોમાં અહીં બાળ રોગ નિષ્ણાંતના ડોક્ટર ન હોવાથી અહીં નાના બાળકોની વ્યવસ્થીત સારવાર અને દવા ન મળતી હોવાથી આ હોસ્પિટલમાં બાળ રોગના નિષ્ણાંત ડોક્ટરની ખાલી જગ્યા ભરવા માટે લોક માંગ ઉઠી છે. - દેવગઢ બારિયા સિવિલ હોસ્પિટલ આ વિસ્તારની મોટામાં મોટી હોસ્પિટલ આવેલી છે -...
  April 18, 12:09 AM
 • લીમખેડામાં ટ્રકચાલક બાઇકને 3 કિમી સુધી ઢસડી ગયો : બાઇકચાલકનો આબાદ બચાવ
  લીમખેડા :લીમખેડાની ધાનપુર ચોકડી પાસે એક ટ્રકના ચાલકે એક બાઇકસવારને કચડી નાખવાના ઇરાદે ટ્રક હંકારી આવ્યો હતો. પરંતુ બાઇકચાલક સમયસૂચકતા સાથે બાઇક પરથી કૂદી પડતાં તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બાઇક ટ્રકના પાછલા ટાયરમાં ફસાઇ જતાં ટ્રક ચાલક બાઇકને ત્રણ કિલોમીટર દૂર સુધી ઢસડી ગયો હતો. - બાઇકસવારને કચડી નાખવાનો ઇરાદો: બાઇકચાલક કૂદી પડતાં બચી ગયો - બાઇક ટ્રકના પાછલા પૈડાઓમાં ફસાઇને દુર સુધી ઢસડાતી રહી રાત્રીનાં આઠેક વાગે લીમખેડાના બાંડીબાર ગામનાં અસરફભાઇની ટ્રક સાથે લીમખેડા-બારીયા રસ્તા...
  April 18, 12:08 AM
 • પંચમહાલમાં શૌચાલયના હજુ રૂ. 1.30 કરોડ લાભાર્થીઓને ચૂકવવાના બાકી
  ગોધરા :સ્વચ્છ ભારત મિશન હેઠળ પંચમહાલના ગ્રામ્ય વિસ્તારોમાં તૈયાર શૈાચાલય બાદ માર્ચ માસ પૂર્ણ છતાં મહેનતાણાના અંદાજિત ~1.30 કરોડના નાણાં નહી ચૂકવાતાં લાભાર્થીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. ચાલુ વર્ષે રૂ. 27.36 કરોડનો ખર્ચ થયો છે. 50 હજાર સુવિધા ઉભી કરવાના લક્ષ્યાંક સામે માત્ર 38708 શૌચાલયો નિર્માણ કરાયા છે. હજુ 11292 બાંધવાનો મોટો પડકાર પડતર રહ્યો છે. - 50000ના લક્ષ્યાંક સામે 38708 શૌચાલયો બનાવવામાં આવ્યા : હજુ 11292 બાકી - ચાલુ વર્ષે રૂ. 27.36 કરોડના ખર્ચે સુવિધા અપાઇ : હજુ સુધી મહેનતાણું બાકી હવે ઘેર ઘેર...
  April 18, 12:07 AM
 • મોડેમોડે પંચમહાલમાં એપીએલ માટે 559 ટન ઘઉંના જથ્થાનું વિતરણ
  ગોધરા :પંચમહાલ જિલ્લામાં એપીએલ લાભાર્થીઓને અચાનક ઘઉં વિતરણ સહાય બંધ કરવામાં આવતાં ભારે ઉહાપોહ વચ્ચે પંદર દિવસ બાદ 559 ટન જરૂરિયાતમંદોમાં કચવાટ વ્યાપ્યો છે. ઉગ્ર માંગને પગલે એપ્રિલનો ફળવાયેલ જથ્થો નિયત વિતરણ થાય છે કે કેમ તેની આકસ્મિક તપાસણી શરૂ કરવામા આવતાં ફફડાટ વ્યાપ્યો છે. જેના ભાગરૂપ ડીએસઓ દ્વારા હાલ પાંચ દુકાનોમાં તપાસ હાથ ધરાઇ હતી. - માલ સગેવગે થવાની શક્યતાથી દુકાનોમાં તપાસ - એપ્રિલથી જથ્થો બંધ કરાતાં ઊહાપોહ થયો હતો બીપીએલની સાથે સાથે દર માસે પંચમહાલના અંદાજિત 137282 જેટલા એપીએલ...
  April 18, 12:04 AM
 • પાવાગઢ પર દબાણો ખુલ્લા કરવા આપેલી નોટિસથી વેપારીઓ ચિંતિત
  હાલોલ :યાત્રાધામ પાવાગઢ ડુંગર પર વિકાસના કામો હાથ ધરવા તંત્ર દ્વારા નાના મોટા વેપારીઓને સરકારી દબાણો ખુલ્લા કરવા ફટકારેલી નોટિસોને પગલે આગામી સમયમાં એકપણ વેપારી મોજૂદ ન રહે તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે હાથ ધરેલી દબાણ કાર્યવાહીને લઇને ખુદ વહીવટી તંત્ર અવઢવમાં મુકાયું હોય તેમ જાણવા મળે છે. - દબાણ કાર્યવાહીને લઇને ખુદ વહીવટી તંત્ર અવઢવમાં મુકાયું - ડુંગર પર એકપણ વેપારી મોજૂદ ન રહે તેવો ઘાટ સર્જાયો પાવાગઢ ડુંગર પર રહેલા તમામ દબાણો હટાવી લેવામાં આવે તો પાવાગઢ વેરાન બની જાય તેવી...
  April 17, 12:07 AM
 • - બાજરવાડાના સસ્પેન્ડેડ સરપંચે છેડતી કરી ચેનની લૂંટ કરી હતી - આરોપીને પકડવા મહિલાઓએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો ઝાલોદ :ઝાલોદમાં બાજરવાડાના સસ્પેન્ડેડ સરપંચ દ્વારા પંદર દિવસ પહેલાં છ મહિલાઓને પાણીની પિચકારીઓ અને બોટલ મારી છેડતી કરી ચેનચાળા કર્યા હતા તેમજ મહિલાના ગળામાંથી સોનાની ચેનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. નંદરાજ ઘરે આવવાનો હોવાની બાતમી મળતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ઝાલોદમાં 29 માર્ચે બપોરે શિવ મહાપુરાણ કથા સાંભળી મહિલાઓ ઘરે જતી...
  April 17, 12:06 AM
 • - ટેમ્પો બગડી જતાં રસ્તા નજીક ઉભા હતાં ત્યારે અન્ય ટેમ્પોએ ટક્કર મારી - 3 મજૂર ઘાયલ થતાં દવાખાને ખસેડ્યા, ટેમ્પોચાલક સામે ગુનો દાખલ દાહોદ :દેવગઢ બારિયા તાલુકાના કેલિયા ગામે પુરપાટ દોડાવીને એક ટેમ્પોના ચાલકે રસ્તા પાસે ઉભેલા ટેમ્પોને ટક્કર મારવા સાથે મજૂરોને પણ અડફેટે લીધા હતાં. તેમાં ગંભીર રૂપે ઘાયલ થયેલા બે મજૂરના મોત થયા હતાં. આ અંગે પોલીસે અકસ્માત માટે જવાબદાર ટેમ્પોના ચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. દેવગઢ બારિયાના કૂવા ગામના બંગલા ફળિયાના બુધાભાઇ નાયકા, શંકરભાઇ બારિયા,...
  April 17, 12:05 AM
 • હાલોલ પાસે કુંભારવાડામાં ઉભરાતી ગટરથી ગંદકીનું સામ્રાજ્ય
  હાલોલ : હાલોલ પાવાગઢ રોડ પર આવેલા કુંભારવાડામાં રહીશોની ડપટ છેલ્લા કેટલાક સમયથી આપોઆપ ઉભરાતા ગંકદીનો માહોલ સર્જાય છે. જેને લઇને આસપાસના રહીશો ભારે દુર્ગંધથી ત્રસ્ત બની રહ્યા છે. અવારનવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઇ સાફસફાઇ હાથ ધરાતી નથી. - ગટરો ઊભરાતાં વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય : પાલિકામાં રજૂઆત કરવામાં આવ્યા છતાં સફાઇ નહીં - વારેઘડીએ ઉભરાતી ડપટો વેક્યુમ કલીનર દ્વારા ખાલી કરવા વિના મૂલ્યે સેવા આપવા માગ હાલોલ પાવાગઢ રોડ પર આવેલા કુંભારવાડામાં રહીશોની ડપટ છેલ્લા કેટલાક સમયથી...
  April 17, 12:05 AM
 • - તંત્રે સુધારેલી દરખાસ્ત રજૂ કરી: નવા સીમાંકનમાં મહિલા-પુરુષ ફિફ્ટી ફિફ્ટી : 12 ને બદલે 9 વોર્ડ થઇ શકે - 36 માંથી 18 મહિલા અને 18 પુરુષ ચૂંટાશે : મહિલા- પુરુષો સરખા હોવાથી બરાબરીનો જંગ જામશે દાહોદ :દાહોદ જિ.માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને અનુલક્ષીને રાજકીય પક્ષો તૈયારીમાં જોતરાઇ ગયા છે. ત્યારે નવા સીમાંકનની કાગડોળે રાહ જોવાય છે, તેવા સમયે દાહોદ સેવા સદન વિસ્તારમાં વોર્ડ ઘટવાની સાથે સુધરાઇ સદસ્યોની સંખ્યા હાલ જેટલી રહેવાની સંભાવના છે. પાલિકામાં પુરુષો ઘટશે અને મહિલાઓ વધશે તે સનાતન...
  April 17, 12:03 AM
 • - બે યુવકો ખરોદાથી અપહરણ કરી કોરા સ્ટેમ્પ પેપર પર સહીઓ કરાવી - ગુનો દાખલ કરી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી દાહોદ :દાહોદ શહેરમાં વ્યાજે આપેલા એક લાખ રૂપિયાના બાકી વ્યાજ માટે ખરોદાથી એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ સાથે કોરા સ્ટેમ્પ પેપર પર યુવક અને તેના પરિવારના લોકોની સહીઓ પણ કરાવી લેવાઇ હતી. વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા ત્રાસી ગયેલા યુવકે આપઘાત કરવા ઝેરી દવા ગટગટાવી લેતાં તેને સારવાર માટે દવાખાને દાખલ કર્યો હતો. આ અંગે દાહોદ તાલુકા પોલીસે બે સામે ગુનો દાખલ કરીને...
  April 16, 03:13 AM
 • ઝાલોદ : મુનખોસલામાં જીપ પલટતાં 1 મોત: 21 છાત્રો ઘાયલ
  ઝાલોદ :ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામની શાળામાંથી પરીક્ષા આપીને 22 છાત્રો જીપમાં બેસી પોતાના ઘરે જઇ રહ્યા હતાં. ત્યારે મુનખોસલા ગામે જ ચાલકે જોરદાર વળાંક લેતાં તેમાં સવાર તમામ છાત્રો નીચે ફંગોળાઇ ગયા હતાં. આ છાત્રો પૈકી ગંભીર રૂપે ઘાયલ એકનું મોત થયું હતું. જ્યારે અન્ય ઘાયલોને સારવાર માટે દાહોદ ખાતે ખસેડ્યા હતાં. આ ઘટનાથી ઉશ્કેરાયેલા ટોળાએ જીપને આંગ ચાંપી દેતાં ઉત્તેજના પ્રસરી ગઇ હતી. ઝાલોદ પોલીસે જીપના ચાલક સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. - શાળામાંથી પરીક્ષા આપીને છાત્રો ઘરે જતા...
  April 16, 03:05 AM
 • પાવાગઢ-ચાંપાનેરમાં 500 દબાણકર્તાને નોટિસ
  - માંચીથી માતાજીના મંદિર સુધીના રસ્તાઓની આજુબાજુ થયેલા દબાણો : 30 એપ્રિલની મુદત રાખી - આગામી સમયમાં વિકાસ માટે લીધેલાં પગલાંને લઇને નાના મોટા વેપારીઓમાં ફફડાટ હાલોલ :વર્લ્ડ હેરીટેઝમાં 10 વર્ષ પહેલા સમાવેશ પામેલા ચાંપાનેરના અને યાત્રાધામ પાવાગઢના વિકાસ માટે માંચીથી લઇ માતાજીના મંદિર સુધીના રસ્તાઓની આજુબાજુ કરાયેલા ગેરકાયદેસર દબાણકર્તાઓને દબાણો હટાવી લેવાની મામતલદાર હાલોલ દ્વારા આશરે 500 જેટલા દબાણ કરનારાઓને નોટીસ અપાતા નાના મોટા વેપારીઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઇ છે. જોકે અાગામી મુદત...
  April 16, 02:44 AM
 • ગોધરાની કેન્દ્રિય વિદ્યાલયમાં ધો.1માં પ્રવેશ પ્રક્રિયા હાથ ન ધરાતા ઉહાપોહ
  (તસવીર:ગોધરામાં આવેલી શાળાની તસવીર. ) -ક્રમશ વર્ગો બંધ થવાના ભણકારા : ભુલકાંઓને શિક્ષણથી વંચિત રહેવાનો વારો -સાંસદ દ્વારા જમીન ફાળવણી કરવાની તૈયારી : વર્ગ ચાલુ રાખવા મંત્રાલયને પત્ર લખાયો ગોધરા:ગોધરાની કેન્દ્રિય વિધ્યાલય માટે જમીનની અછતે ઉચ્ચસ્તરીય સૂચના બાદ ચાલુ વર્ષથી ધો.1ની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઇ નથી.છેલ્લા નવ વર્ષ ચાલતી સંસ્થાના એકાએક ક્રમશ વર્ગો બંધ થવાના ભણકારા વાગી રહ્યા છે. મહત્વના શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવતાં વાલીઓમાં ઉહાપોહ મચાવ્યો છે.જ્યારે સાંસદ દ્રારા જમીન...
  April 15, 01:05 AM
 • -તા.18મીએ મંત્રી કાંતિભાઇ ગામીતના હસ્તે ખાત મુહૂર્ત ગરબાડા:ગરબાડા ખાતે ચાલી રહેલી ભુગર્ભ ગટર યોજનાની કામગીરી મોહણખોબ તળાવ આધારીત પાણી પુરવઠાની યોજનાની પાઇપ લાઇનની કામગીરી સહિત નળ લાઇનની કામગીરી હાલમાં અધુરી છે. તો બીજી તરફ કરોડોના ખર્ચે ગામમાં નવીન રોડ બનાવવા માટે રા.ક.ના મંત્રીના હસ્તે રોડના ખાતમુરત કરવામાં આવશે. આ સંદર્ભે નગરજનોમાં ચાલતી ચર્ચા મુજબ અગાઉની અધુરી યોજનાની કામગીરી તો હાલમાં થઇ નથી અને રોડના કામનું ખાતમુરત કરાઇ રહ્યું છે. વહેલી તકે મોહણખબ યોજના નળ લાઇન તથા...
  April 15, 12:08 AM
 • ગરબાડા:જેસાવાડામાં માઉઝર અને બે કારતૂસ સાથે યુવાન ઝડપાયો
  (તસવીર:હાથ બનાવટની માઉઝર પીસ્તોલ અને જીવતા કારતુસ સાથે ઝડપાયેલો યુવાન) -પોલીસે રૂ.46,200નો મુદ્દામાલ જપ્ત કર્યો ગરબાડા:ગરબાડા તાલુકાના જેસાવાડામાં રાત્રીના પેટ્રોલીંગ દરમિયાન એક બાઇક સવારની શંકાના આધારે પુછપરછ કરી તલાશી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટની માઉઝર પીસ્તોલ તથા બે જીવતા કારતુશ મળી આવતાં ખળભળાટ મચ્યો છે. પોલીસે યુવક સહિત બાઇક તથા તેની પાસેનો મોબાઇલ મળી કુલ રૂા.46,200નો મુદ્દામાલ કબજે કરી કાયદેશરની કાર્યવાહિ હાથ ધરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર...
  April 15, 12:07 AM

 
Advertisement
 
 

Top News

 

Bollywood

Advertisement
 

Cricket

 

Interesting News

 

Business

 

Jeevan Mantra

 

 

Jokes

 

Most Read

 

Photogallery