કપડવંજ તાલુકાના થવાદ ગામની સીમમાં એક આધેડ શિક્ષક કૂવામાં પડી જવાથી તેઓનું મૃત્યુ નીપજ્યુ હતું. આ આધેડનો મૃતદેહ ફાયરબ્રિગેડના જવાનોએ બે કલાકની જહેમદ બાદ બહાર કાઢયો હતો. આ બનાવ સંદર્ભે કપડવંજ રૂરલ પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે થવાદ ગામમાં રહેતા અને દંતાલી પ્રાથમિક શાળાના શિક્ષક રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલ બુધવારે ગામની સીમમાં આવેલા ખેતરમાં ગયા હતા. તેઓ મોડી સાંજ સુધી ઘરે પરત નહીં આવતાં શોધખોળ આરંભી હતી. ત્યારે ખેતરમાં...
નડિયાદ રેલવે સ્ટેશનેથી મળેલી દસ વર્ષની નેહાનું એક માસ બાદ પિતા સાથે મિલન
નડિયાદ રેલવે સ્ટેશનેથી મળેલી કિશોરીનું ઉત્તરપ્રદેશમાં રહેતાં તેનાં પિતા સાથે મિલન થતાં ભાવવિભોર દ્રશ્યો સર્જાયાં હતા. અમદાવાદ વડોદરા મેમુ ટ્રેનના લેડિઝ કમ્પાર્ટમેન્ટમાંથી ૨જી મેના રોજ એક દસ વર્ષીય પરપ્રાંતિય કિશોરી મળી આવી હતી. આ સંદર્ભે રેલવે પોલીસે આ બાળકીનો...
કાળઝાળ ઉનાળામાં વ્યાસવાસણાની પ્રજાએ પંચાયતની સભા બોલાવીને પ્રજાએ ૨૫મીથી પ્રતિક ઉપવાસના આંદોલનનો લીધેલો નિર્ણય
કપડવંજ તાલુકાના વ્યાસવાસણા ગામમાં પીવાના પાણીની સમસ્યા દિન-પ્રતિદિન વિકટ બનતી જાય છે. પ્રજાજનોએ છેવટે ગ્રામપંચાયતની ખાસ સભા બોલાવીને સમસ્યાના નિરાકરણ માટે ઉપવાસ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ૨૫મેથી ૨૭ મે દરમિયાન કપડવંજ...
વિરપુરમાં તાલુકા કોંગ્રેસ કાર્યકરોના સંમેલનમાં કોંગેસના રાજ્ય સરકાર પર આકરા પ્રહાર
ગુજરાત રાજ્યની ભાજપ સરકાર માત્ર ઉત્સવો જ ઉજવી રહી છે. આ સરકારમાં કાયદો અને વ્યવસ્થા કથડી ગઇ છે, તેમ અમૂલ ડેરીના ચેરમેન તથા ધારાસભ્ય રામસિંહ પરમારે વિરપુરમાં યોજાયેલા કોંગ્રેસના કાર્યક્રમમાં જણાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને જિલ્લા...