Home >> Madhya Gujarat >> Latest News >> Gandhinagar
 • સિવિલ ઓપીડીમાં ડાયાબિટીશના દર્દીઓને ઇન્સ્યુલીન મુકવાનંુ બંધ
  કેન્દ્રસરકાર આરોગ્ય સેવાઓને વધારે બહેતર બનાવવાની જાહેરાત કરી કરી રહી છે. પરંતુ જ્યાં છેલ્લા 17 વર્ષથી ભાજપની સરકાર છે તેવા ગુજરાતના પાટનગરમાં દિવા તળે અંધારા જેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે. સિવિલમાં સારવાર લેવા આવતા ડાયાબિટીશસના દર્દીઓને પહેલા ઓપિડીમાં ઇન્સ્યુલીન આપવામાં આવતા હતાં. પરંતુ સ્ટોક ખલાસ થઇ જતા માત્ર ઇન્ડોર દર્દીઓને ઇન્સ્યુલીન આપવામા આવી રહ્યું છે. દર્દીઓમા બાબતે ખુબ રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો કરાયો ત્યારથી વધારે પ્રમાણમાં...
  02:15 AM
 • શાળામાં કલા શિક્ષકોની ભરતી કરવા આંદોલનનુ રણશીંગુ રાજ્યનીઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં કલા શિક્ષકોની દોઢ દાયકાથી ભરતી કરવામાં આવી નથી. પરિણામે શિક્ષકો બેકાર બની ગયા છે. કલા શિક્ષક સંઘ દ્વારા સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે. કલા શિક્ષક સંઘે ચિમકી ઉચ્ચારી છેકે સરકાર દ્વારા ઓરમાયુ વર્તન કરવામાં આવે છે ત્યારે આગામી 10 માર્ચે આંદોલનનુ શસ્ત્ર ઉગામતા એક દિવસના ઉપવાસ કરશે. કલા શિક્ષક સંઘના પ્રમુખ પરેશભાઇ સેવકે કહ્યું કે સતત ધ્રુજતા વાઇબ્રન્ટ ગુજરાતમાં સરકારી શાળાઓ પણ વાઇબ્રન્ટ બની ગઇ છે....
  02:15 AM
 • ગુજરાતઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ (જીઆઇએસએફ)ના કર્મચારીઓ દ્વારા તાજેતરમાં પગાર વધારો અને કાયમી કરવાની માંગને લઇને રેલી કરવામાં આવી હતી. પરંતુ તેની સામે કોઇ કાર્યવાહી કરવામા નહીં આવતા ફરી માંગ બુલંદ કરવામાં આવી છે. કર્મચારીઓએ અન્ય રાજ્યની પેટર્ન પ્રમાણે અને મોંઘવારીને ધ્યાનમાં રાખી પગાર વધારો કરવાની માંગ દિપકસિંહ ચાવડાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. રાજ્યમા છેલ્લા દાયકા કરતા વધારે સમયથી જીઆઇએસએફના કર્મચારીઓ સરકારી કચેરીમાં ગાર્ડ તરીકે સેવા આપી રહ્યા છે. કર્મચારી આગેવાન...
  02:15 AM
 • ગાંધીનગરશહેર તથા આસપાસ બંધાઇ રહેલી રેસીડેન્સી તથા કોમર્શીયલ સાઇટો પર કામ કરતા મજુરોનાં વિજ શોકથી તથા પડી જવાથી અકસ્માતે મોતનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે સેકટર 25નાં જીઆઇડીસી વિસ્તારમાં બાંધકામ સાઇટ પર કામ કરતા 30 વર્ષિય યુવાનનું ધાબા પરથી પટકાતા મોત થયુ હતુ. સેકટર 25 જીઆઇડીસી વિસ્તારમાં કલ્પતરૂ કંપનીની પાછળ પ્લોટ નં એ/35 ખાતે બાંધકામ ચાલી રહ્યુ છે. જયાં શુક્રવારે સાંજનાં સુમારે અન્ય કારીગરો તથા મજુરોની સાથે દાહોદ જિલ્લાનાં સીમોડા ફળીયા, લખળા ગુજીયાનો રહેવાસી 30 વર્ષિય યુવાન પ્રકાશ...
  02:15 AM
 • ગાંધીનગરમાંગુજરાત વિધાનસભા ખાતે ચાલી રહેલા બજેટ સત્ર વચ્ચે તા 27મી ફેબ્રુઆરીનાં રોજ સત્યાગ્રહ છાવણીએ ધરણા, સભા તથા રેલી યોજવાની વિવિધ સંસ્થાઓ દ્વારા મંજુરી માંગવામાં આવી હતી. પરંતુ પોલીસ દ્વારા અખબાર યાદી જાહેર કરીને પ્રતિબંધ ફરમાવી દીધો છે. મંજુર વિનાં કાર્યક્રમ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગુજરાત રાજય આંગણવાડી કર્મચારી સંગઠન, ગુજરાત રાજય આશા વર્કર એશોસીએશન, કોન્ટ્રાક્ટ પધ્ધતીથી કામ કરતા કર્મચારીઓ સહિતનાં મંડળો, સંગઠનો, એશોસીએશનનો તથા સંસ્થાઓ...
  02:15 AM
 • ગાંધીનગરશહેરમાં તાપમાન વધતાં ઉનાળાની ઋતુનો અહેસાસ થવા લાગ્યો છે. મહત્તમ તાપમાન વધીને 33.5 ડિગ્રી નોંધાયુ છે. જો કે વાતાવરણમાં પલ્ટો આવ્યો હોવાથી તેમજ ગ્લોબલ વોર્મિંગના કારણે મહા શિવરાત્રીના તહેવાર અગાઉથી શહેરમાં ગરમીનો માહોલ પકડાઇ રહ્યો છે. તેના કારણે પંખા એને આસીનો ધમધમાટ ચાલુ થઇ ગયો છે. માર્ચ મહિનો હજુ શરૂ થયો નથી ત્યાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. ફેબ્રુઆરીના અતિમ અઠવાડિયાથી ગાંધીનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં ફેરફારો થઇ રહ્યો છે. જો કે વહેલી સવારે અને મોડી...
  02:15 AM
 • ગાંધીનગર | જિલ્લાનાભાજપના આગેવાનોને વિવિધ વિભાગમાં નિમણૂંક આપવામાં આવી છે. પ્રદેશ ભાજપ દ્વારા અલગ અલગ 10 પ્રકલ્પ અને 19 વિભગની રચના કરી છે. જેમાં ભાજપના આગેવાનોનો સમાવેશ કરાયો છે. ત્યારે જિલ્લામાંથી પૂર્વ જિલ્લા પ્રમુખ અને ગુડાના પ્રથમ ચેરમેન અશોક ભાવસારની નિમણૂંક કાર્યાલય આધુનિકરણમાં, શહેરના પ્રથમ મેયર મહેન્દ્રસિંહ રાણાની નમામિ ગંગે પ્રકલ્પમાં, તરૂણ બારોટની આઇટી વેબ સાઇટ અને સોશિયલ મીડીયા વ્યવસ્થામાં અને સંજીવ મહેતાની વિદેશ સંપર્ક વિભાગમાં કરવામાં આવી છે. ભાજપના 4 આગેવાનોની વિવિધ...
  02:15 AM
 • ગાંધીનગર | સર્વવિદ્યાલ કેળવણી મંડળ સંચાલિત એમ. બી. પટેલ ગર્લ્સ સ્કૂલની ધોરણ-7ની અંદાજે 300 વિદ્યાર્થિનીઓએ 22 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં બજેટ સત્રની કાર્યવાહી નીહાળી હતી. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સિંચાઈ મંત્રી નાનુભાઈ વાનાણી સાથે વિદ્યાર્થિનીઓએ શુભેચ્છા મુલાકાત લઈને ફોટો પડાવ્યાં હતા. MB પટેલ સ્કૂલની છાત્રાઓ વિધાનસભાની મુલાકાતે
  02:15 AM
 • ગાંધીનગર | ગાંધીગનરપાસેનાં કોલવડા ગામે રાવળવાસમાં પોલીસે બાતમીનાં આધારે દરોડો પાડતા મથુર રાવળનાં ઘરમાંથી વિમલ પાન મસાલાનાં થેલામાંથી વિદેશી દારૂની 6 બોટલ તથા 12 ટીન બિયર મળીને રૂ. 4200નો દારૂ મળી આવ્યો હતો. જેના આધારે મથુર રાવળની ધરપકડ કરી હતી. જયારે ચેતન રાવળ ઘરે મળ્યો નહોતો. પોલીસે બંને સામે પ્રોહીબીશનનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોલવડાનાં શખ્સની રૂ. દારૂ-બિયર સાથે ધરપકડ
  02:15 AM
 • સરકારદ્વારા ગત દિવસોમાં હુક્કાબાર પર પ્રતિબંધની કરવામાં આવેલી જાહેરાતની સાથે ઇન્ફોસીટી તથા રીલાયન્સ ચોકડી વિસ્તારમાં ચાલતા હુક્કાબાર આપમેળે બંધ થઇ ગયા હતા. ત્યારે પ્રમુખ આર્કેડમાં આવેલો મિયામી બ્લેચ કાફેનો હુક્કાબાર લાઇસન્સ વગર ચાલતો હોવાની બાતમીનાં આધારે ગાંધીનગર એલીસીબી ટીમે દરોડો પાડતા તમાકુ તથા ગ્રાહકો મળી આવ્યા હતા. જે અંગે એલસીબી પીએસઆઇએ ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર ગાંધીનગર એલસીબીનાં...
  02:15 AM
 • ગાંધીનગરજિલ્લાનાં દહેગામ તાલુકાનાં રખીયાલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં નોંધાયેલા એક દુષ્કર્મનાં એક કેસમાં દહેગામનાં ભાદરોડા ગામનાં ચેતનસિંહ અનોપસિંહ ઠાકોરને 7 વર્ષની કેદની સજા પડી હતી. કોર્ટના ચુકાદા બાદ ચેતનસિંહને સાબરમતી જેલમાં સજા કાપવા માટે મુકી આવવામાં આવ્યો હતો. દરમિયાન ચેતનસિંહને ગત વર્ષે જાન્યુઆરીમાં પેરોલ રજા મળી હતી. પરંતુ રજા પુરી થયે જેલમાં હાજર થવાનાં બદલે નાસી ગયો હતો. ગાંધીનગર એલસીબીની એબસ્કોન્ડર ટીમે દિશામાં નજર રાખીને આરોપી ચેતનસિંહને ગાંધીનગર શહેરનાં પ્રેસ સર્કલ...
  02:15 AM
 • સે.19માં સોડાની લારીની જગ્યા બાબતે સગા ભાઇનાં પરીવારો વચ્ચે મારામારી ગાંધીનગરશહેરનાં સેકટરોમાં સામાન્ય બાબતોને લઇને ઝઘડા વધી રહ્યા છે. પોલીસ ચોપડે પણ આવા બનાવો ચડી રહ્યા છે. ત્યારે સેકટર 19માં પીટીસી કેમ્પસ સામે સોડાનો ધંધો કરતા બે ભાઇનાં પરીવારો વચ્ચે લારીની જગ્યા બાબતે ઝઘડો તથા મારામારી થતા મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો. પોલીસે સામ સામે ફરીયાદ લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સેકટર 21 પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર સેકટર 19માં પીટીસી કેમ્પસની સામે સોડાની લારી રાખવા બાબતે બે...
  02:15 AM
 • ગામતળની જમીન હોય તેની દરખાસ્ત કરવા તલાટીને તાકીદ ચૂંટણી આવે તે પહેલાં ગામડાના માળખાકીય કામોની યાદ તાજી થઇ જાય છે વિધાનસભાનીઆગામી ચૂંટણીની અસર હવે સરકારી તંત્રોમાં દેખાવાની શરૂ થઇ ગઇ છે. તાજેતરમાં તલાટીઓની ખાસ બેઠક બોલાવીને તેમને જે ગામડાઓમાં ગામતળની જમીન હોય તેમાં ગામતળ માટેની દરખાસ્ત કરી દેવા તાકીદ કરવામાં આવી હતી. સાથે ગામતળની જમીન ઉપલબ્ધ હોય ત્યાં પ્લોટ પર ગરીબ આવાસ બાંધવા માટેની અરજીઓ સ્વીકારીને આગળ તાલુકા કક્ષાએ મોકલી આપવા કહેવામાં આવ્યું છે. શહેરી વિસ્તારોમાં તો ચૂંટણી...
  02:15 AM
 • મકાનભથ્થા અને 7મા પગાર પંચના લાભ સહિતના મુદ્દે એસ.ટી કર્મચારી મંડળની રાજકોટ ખાતે મળેલી બેઠકમાં 16મી માર્ચથી એક સાથે માસ સીએલ પર ઉતરી જવાનો નિર્ણય લેવાયો હતો. તેના પગલે ગાંધીનગર એસ.ટી ડેપોના કર્મચારીઓ પણ આંદોલનમાં જોડાવા તૈયારીઓ કરી રહ્યાં છે. જો કે અંગે આગામી બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. એસ.ટી નિગમના કર્મચારીઓ દ્વારા પગાર વધારા સહિતની માગણીઓ સરકાર સમક્ષ વારંવાર કરવામાં આવી હોવા છતાં કોઇ નિર્ણય લેવામાં આવતો નથી. તેના કારણે મનારાજ થયેલા કર્મચારી મંડળની સંકલન સમિતિની એક બેઠક તાજેતરમાં...
  02:15 AM
 • ગાંધીનગર |ગાંધીનગર પાસેનાંલેકાવાડા ગામે રહેતો યુવાન મહેશ મનસુખભાઇ દંતાણી ગામનાં યુવાન મિત્ર કરણ મનુભાઇ દંતાણી સહિત સાથે લગ્નમાં ગયો હતો. જયાં કરણે સોડામાં દારૂ ભેળવીને મહેશને પીવડાવી દીધા બાદ આરોપી કરણે સેકટર 8નાં કોલેજ રોડ પર મહેશ સાથે ઝઘડો કરીને રીક્ષામાંથી ધક્કો મારીને પછાડીને માર મારતા મહેશને સિવિલમાં દાખલ કરાયો હતો. લેકાવાડાનાં યુવાનને દારૂ પિવડાવીને માર માર્યો
  02:15 AM
 • બચાવ | કેન્દ્રિય યુનિવર્સિટીમાં ફરજ બજાવતા પ્રોફેસરે માનવ સંશાધનના ચેરમેનને કુલપતિ બારીની ફરિયાદ કરતા સસ્પેન્ડ કરાયા હતા
  શહેરનાસેક્ટર 29માં આવેલી કેન્દ્રિય યુનિવર્સિટીમાં ફરજ બજાવતા અર્થશાસ્ત્રના એસોસિએટ પ્રોફેસર ડૉ.જય પ્રકાશ પ્રધાનને કુલપતિ દ્વારા સસ્પેન્ડ કરાયા છે. યુનિવર્સિટીના વિદ્યાર્થી આલોકકુમારે આક્ષેપ કરતા કહ્યુ કે પ્રો. પ્રધાનને પ્રમોશન આપવામા આવતુ હતુ. પરિણામે યુજીસીના ચેરમેનને કુલપતિ બારીની ફરિયાદ કરતા તેમની સામે રોષ રાખતા ફરિયાદ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ દ્વારા પ્રોફેસરને બચાવવા ધરણા કરવામાં આવ્યા હતા. જેમાં દિલ્લીથી બે પ્રોફેસર પણ જોડાયા હતા. વિદ્યાર્થી આલોકકુમારે કહ્યુ કે...
  02:15 AM
 • ગુજરાતસરકારનાં વિવિધ વિભાગો દ્વારા ભાંગરા વાટવાની પ્રથા કાયમી બની ગઇ છે. ત્યારે ગાંધીનગરનાં આંગણે શરૂ થઇ રહેલા વસંતોત્સવનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા મુકવામાં આવેલા સમાચાર ભાંગરો વાટવામાં આવ્યો છે. ગત 1મી ફેબ્રુઆરીએ ‘ન્યૂ’ની ટેગથી અપડેટ કરીને મુકવામાં આવેલા સમાચારમાં ગત વર્ષોનું લખાણ મુકીને વિઝીટરને ગોટાળે ચડાવી દેવાયા છે. જેનાં કારણે સરકારી વિભાગની ચોક્કચાઇ અને આબરૂનાં લીરા ઉડી રહ્યા છે. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ આયોજીત વસંતોત્સવ તા 27મી...
  02:15 AM
 • મહિલાસુરક્ષા માટે સરકારે કાયદા કડક કરવા છતા મહિલાઓ પર સાસરીયા દ્વારા શારિરીક અને માનસીક ત્રાસનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે મહેસાણાની પરણીતાએ સાસરીયા દ્વારા લગ્નનાં ખર્ચ પેટે રૂ. 10 લાખ દહેજ પેટે માંગણી કરીને શારિરીક તથા માનસીક ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હોવાની ફરીયાદ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ડભોડા પોલીસ સ્ટેશને ઝીરો નંબરથી મોકલતા ડભોડા પોલીસે તપાસ હાથ ધરી છે. મહેસાણાનાં દેવરાસણ ગામે પિયરમાં રહેતા અશોકભાઇ શાંતિલાલ સથવારાનાં પુત્ર પૂજાબેન ઉર્ફે પલકબેન...
  02:15 AM
 • સેક્ટર28ના વિસ્તારમાં ગટર ઉભરાવાની કાયમી સમસ્યાનો અંત લાવવા માટે આખરે માર્ગને જોડતી મેઇન ગટર લાઇન સાથે જોડાણ આપી દેવાનો નિર્ણય લેવાની સાથે રૂપિયા 50 લાખના ખર્ચે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. બે મહિનામાં કામ પૂર્ણ થવાની ધારણા હોવાથી વધુમાં વધુ બે મહિનામાં સેક્ટર 28 ઉપરાંત આદિવાડા અને જીઆઇડીસી વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાનું સમાધાન મળી જશે. પાટનગર યોજના વિભાગના ઇજનેરી સુત્રોમાંથી જાણવા મળ્યાં પ્રમાણે વિસ્તારમાં ગટર ઉભરાવાની વર્ષો જુની સમસ્યાનો અંત હવે ગણતરીના દિવસોમાં આવી જશે....
  02:15 AM
 • સ્માર્ટસિટી પ્રોજેક્ટમાં જેનો સમાવેશ કરવામાં આવ્યો છે તેવા ગાંધીનગર સિટી વાઇફાઇની યોજનામાં ઓપન ટુ સ્કાય નેટવર્ક નબળુ પડતું હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. જે વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યાં ખરા અર્થમાં જોઇએ તેવી સ્પીડ મળતી નથી અને નેટવર્ક પણ મળતું નહીં હોવાની વાતે સ્થાયી સમિતિના સભ્યો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને સમસ્યા ઉકેલવા કહેવામાં આવ્યું છે. કેમ કે યોજના પાછળ 22 કરોડનો ખર્ચ થઇ ચૂક્યો છે અને હવે બીજા તબક્કામાં વધુ 12 કરોડનો ખર્ચ થવાનો છે. હવે માર્ચ મહિનામાં સ્માર્ટ સિટીની...
  02:15 AM