
ચૈત્રી નવરાત્રિનો પહેલો ઉપવાસ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ફળ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ નીતિન ગડકરીની ટીમમાં મોદી સહિત ગુજરાતના આઠ નેતાઓને સ્થાન મળ્યું છે જેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનો પણ સમાવેશ થયો છે.
ભાજપની રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં ઉપપ્રમુખ તરીકે પુરુષોત્તમ રૂપાલાની વરણી કરવામાં આવી છે. કાયમી આમંત્રિત તરીકે નરેન્દ્ર...





ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગરુવારથી વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ થશે. પ્રથમ તબક્કામા ૧૧ જેટલી પરીક્ષાઓ શરુ થશે જેમા આશરે ૫૫ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. યુનિવર્સિટીની પરીક્ષાઓમા ડમી પેપર ફરતા ન થયા તથા પેપર લીકની ઘટનાથી વિદ્યાર્થીઓ ગેરમાર્ગે ન દોરાય તે માટે યુનિવર્સિટીના કુલપતિએ રાજયના પોલીસ વડા અને અમદાવાદના પોલીસ કમિશ્નરને પત્ર લખી મદદ માંગી...


ભાજપની રાષ્ટ્રીય ટીમમાં સંજય જોષીની બાદબાદી કરવામાં આવી છે. ગુજરાતમાં કામ કરી ચૂકેલા અને સેકસ સીડીના કારણે વિવાદોમાં ઘેરાયેલા સંઘના સિનિયર નેતા સંજય જોષીને પૂરોગામી અધ્યક્ષ રાજનાથિંસહે રાષ્ટ્રીય બોડીમાંથી બાકાત કયૉ હતા. નિતીન ગડકરીએ પણ તેમની પ્રથમ ટીમમાં સમાવ્યા નથી. એ ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં નવી દિલ્હીની મુલાકાતે ગયા હતા ત્યારે...

ગાંધીનગરના ધારાસભ્ય શંભુજી ઠાકોરની પુત્રવધૂ મિત્તલ અશોકભાઇ ઠાકોરે મંગળવારે ગળેફાંસો ખાઇને આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ પગલું ગુસ્સામાં આવીને લીધુ હોવાનું ગોળ ગોળ નિવેદન આજે બનાવના એક અઠવાડિયા પછી પોલીસને આપ્યું છે.
ગાંધીનગરના ધારાસભ્ય શંભુજી ઠાકોરના પુત્ર અશોકના લગ્ન ત્રણ વર્ષ પહેલા ગાંધીનગરમાં જ રહેતી ૨૫ વર્ષીય મિત્તલ સાથે થયા હતાં. ત્રણ વર્ષના લગ્નગાળામાં...



સુરતના એરપોર્ટ પાસે એટીએસના મોકડ્રીલમાં ગોળીબારની ઘટનામાં તમામ પોલીસ અધિકારીઓની સર્વિસ રિવોલ્વરમાંથી કારતૂસ ખાલી કરાવવાની કામગીરી ખુદ ડીસીપી સુભાષ ત્રિવેદીએ જ સંભાળી હતી ત્યારે કયાં કારણોસર તેમની જ રિવોલ્વરમાં કારતૂસ રહી ગયા તે બાબતની તપાસ અમદાવાદની એટીએસના વડા અજય તોમર અને સુરતના પોલીસ કમિશનર શિવાનંદ ઝા ચલાવી રહ્યા છે તેમ પત્રકાર પરિષદમાં રાજ્યના પોલીસ વડા એસ.એસ....

૧૫ વર્ષથી પ્રજાને નર્મદાનું પાણી નહીં, સૂત્રો સાંભળવા મળે છે
ગુજરાતની જીવાદોરીસમાન નર્મદા યોજનાની દક્ષિણ ગુજરાતમાં નબળી કામગીરી કરનારી બ્લેકલિસ્ટેડ કંપની હરિશ્ચંદ્ર ઇન્ડિયા લિ.ને બ્લેકલિસ્ટની યાદીમાંથી દૂર કરીને પુન: કામગીરી સોંપવામાં આવી હોવાનો આક્ષેપ ડભોઈના ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલે આજે વિધાનસભામાં કર્યો છે.
જયપ્રકાશ એસોસિયેટ્સને આઇડલ મશીનરીના નામે રૂ....

અધ્યક્ષનો ઉપદંડકને આદેશ, પ્રધાનોને ગૃહમાં હાજર કરો !
વિધાનસભા ગૃહમાં જુદા જુદા વિભાગોની ચર્ચા વખતે સામાન્ય સંજોગોમાં શાસક પક્ષના વિભાગની ચર્ચા હોય તેવા સિનિયર પ્રધાનો હાજર રહેતા હોય છે તેઓ કોઈ બેઠકમાં વ્યસ્ત હોય તો રાજ્યકક્ષાના પ્રધાનો ગૃહમાં હાજર રહેતા હોય છે. પરંતુ સોમવારે બપોર પછીની બેઠકમાં એકાએક પ્રધાનોની ગેરહાજરી અંગે અધ્યક્ષનું ધ્યાન દોર્યું. અધ્યક્ષ અશોકભાઈ...

-એક લાખ કી.મી.ની પાઈપલાઈન દ્વારા ગામડા અને શહેરોને પાણી આપવાનુ નેટવર્ક
રાજય સરકારે કુલ ૧૮૦૬૬ ગામોમાંથી ૧૪૨૪૦ ગામોમાં સરફેસ સોર્સ આધારિત પાણી પુરવઠો પૂરો પાડવાની યોજના અમલમાં મૂકી છે.એવી જ રીત એક લાખ કી.મી.થી વધુ લંબાઈ ધરાવતી પાઈપલાઈન દ્વારા પીવાના પાણી સમસ્યા હલ કરવા સરકારે અભિયાન ઉપાડયું છે.
પાણી પુરવઠા મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજય સરકારે...

હાઇકોટેં આપેલી મુદ્દત મંગળવારે પુરી થતી હોઇ સરકારના શહેરી વિકાસ વિભાગકે છેવટે આખો દિવસના ધમધમાટ બાદ તૈયાર કરેલી ફોમ્યુંલા
ગુજરાતના પાટનગર ગાંધીનગરને મ્યનિસપિલ કોર્પોરેશન આપવાની તૈયારી પુરી કરવામાં આવી છે. આવતીકાલે આ અંગેની જાહેરાત વિધાનસભા ગૃહમાં કરવામાં આવશે.
ગુજરાત હાઇકોટેં સરકારને ૧૬મી માર્ચ સુધીમાં પાટનગરને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા આપવા આદેશ કર્યો...

-બે વર્ષમાં સમગ્ર ન્યાયતંત્રનું કોમ્પ્યુટરાઈઝેશન થશે, નેશનલ લો યુનિ.ના પ્રથમ પદવીદાન માટે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ પધારશે, દરેક નાગરિકને એક જ વર્ષમાં ન્યાય મળી શકશે.
રાજ્યમાં આઝાદીકાળથી અત્યારસુધી કુલ ૧૦૮૦ કોર્ટો અસ્તિત્વમાં હતી.જયારે વર્તમાન સરકાર રાજ્યના સ્વણિgમ જયંતિ વર્ષમાં નવી ૮૧૦ કોર્ટો શરુ કરવાનો નિર્ણય લીધો છે.કોઈપણ નાગરિકને એક જ વર્ષમાં ન્યાય આપી...

ગુજરાત પ્રવાસ નિગમે બોલિવૂડ અભિનેતા અને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનને લઈને પાંચથી આઠ ટીવી જાહેર ખબર બનાવવા માટે ટેન્ડર મંગાવ્યા છે. આ જાહેરાતમાં બચ્ચન ગુજરાત ટુરિઝમને પ્રમોટ કરતા જોવા મળશે. આ અભિયાનનું નામ ખુશ્બુ ગુજરાત કી રાખવામાં આવ્યું છે તથા તેના ટેન્ડર દસ્તાવેજ ગુજરાત ટુરિઝમની વેબસાઈટ પર રાખવામાં આવ્યા છે.
ટેન્ડર ડોક્યુમેન્ટમાં જણાવ્યા પ્રમાણે આ...

રાજ્ય પોલીસ વડા કહે છે કે મોદીને સીટના સમન્સ અને ત્રાસવાદી પકડાવાની ઘટના વચ્ચે કોઇ સબંધ નથી
અમદાવાદની એટીએસ દ્વારા આણંદ નજીકથી પકડાયેલા ત્રાસવાદી બશીર બાવાને અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે પરિશ્રમ એપાર્ટમેન્ટમાં મકાન કેવી રીતે ભાડે આપવામાં આવ્યું તેની તપાસ ચાલી રહી છે.
રાજ્યના પોલીસ વડા એસ.એસ.ખંડવાવાલાએ કહ્યું હતું કે અમદાવાદમાં જો કોઇને મકાન ભાડે આપવું હોય...

સુરતના એરપોર્ટ પાસે એટીએસના મોકડ્રીલમાં ગોળીબારની ઘટના અંગે રાજયના પોલીસ વડાએ કહ્યું હતું કે આ એક અકસ્માત હતો. પોલીસ અધિકારી દ્વારા ભૂલથી ગોળી છુટી ગઇ હતી. જો કે સમગ્ર ઘટનાની તપાસ બાદ કોઇ પગલાં લઇ શકાશે.
દક્ષિણ ગુજરાતના સુરતમાં તા.૨૪મી ફેબ્રુઆરીના રોજ ત્રાસવાદીઓ દ્વારા એક બસમાં બાળકો સહિતના પ્રવાસીઓને બંધક બનાવી દેવાની મોકડ્રીલ દરમિયાન અમદાવાદ એટીએસના પોલીસ...

અદાલતના જજો માટે નવી ગાડીઓ પણ ખરીદાશે: ૩.૫૦ કરોડનો ખર્ચ થશે
ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓને રાજ્ય સરકાર તરફથી બ્લેકબેરી મોબાઇલ ફોન તેમજ નવી ગાડીઓ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ હેતુ માટે સરકારને ૩.૫૦ કરોડનો ખર્ચ થશે.
સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના ભાગરૂપે હાઇકોર્ટના ન્યાયાધીશોના ઉપયોગ માટે ખરીદવાના થયાં બ્લેકબેરી પાછળ ૧૪.૭૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. આ...





ગોધરાકાંડ અને ત્યારપછીના બનાવોની તપાસ કરતી સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને આજે માજીમંત્રી નલીન ભટ્ટે નિવેદન આપ્યું હતું. નિવેદન આપીને નીચે આવ્યા ત્યારે માજીમંત્રી નલીન ભટ્ઠે મને પૂછેલા પ્રશ્રોના સાચા જવાબો આપ્યા હોવાનું જણાવ્યું હતું.
સીટ દ્વારા હજી પણ બોલાવાશે તો સહકાર આપવામાં આવશે કહીને રવાના થઇ ગયા હતાં. ગોધરાકાંડ અને...




પાંચ બાળકો સહિત ૧૭ મુસાફરો ઈજાગ્રસ્તઃ બંધ ટ્રકની પાછળ લકઝરી બસ ઘૂસી ગયા બાદ પલટી ખાઈ ગઈઃ અકસ્માતને પગલે બે કલાક સુધી ટ્રાફિક ખોરવાયો
રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહેલી એક ખાનગી લકઝરી બસ ગાંધીનગર નજીક ચિલોડા-નરોડા હાઇ-વે પર જેઠીપુરા પાટિયા પાસે ઊભેલી બંધ ટ્રકની પાછળ ઘૂસી ગયા બાદ પલટી મારી ગઈ હતી. શુક્રવારે વહેલી સવારે સર્જાયેલા આ અકસ્તમાતમાં બસમાં બેઠેલાં એક મહિલા સહિતનાં...

ગાંધીનગરથી સરખેજ રોડ પર દોડતાં વાહનોની સંખ્યામાં અકલ્પનીય વધારો થયો છે. આગામી દિવસોમાં માર્ગ અકસ્માતનો મુદ્દો વધુ ગંભીર બનવાના અભ્યાસ અહેવાલના પગલે હવે ગાંધીનગર-સરખેજ રોડ પરના દરેક ચારરસ્તા પર ફલાયઓવર બનાવાશે. તેમ ગુડાના સ્થાપનાદિનની ઉજવણી પ્રસંગેમાર્ગ અને મકાનમંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યું હતું. તેમાં ગાંધીનગરમાં ચ-૦ સર્કલ ઉપરાંત અમદાવાદમાં ગોતા, સોલા, થલતેજ,...

તોફાનો સંદર્ભે મુખ્યમંત્રી કક્ષાએ કોઈ બાબત છુપાવવાનો પ્રયાસ થયો નથી : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કાયદાના દાયરામાં રહીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(સીટ) ને સંપૂર્ણ સહકાર આપશે. આ નિર્ણય ખુદ મુખ્યમંત્રી મોદીએ કર્યોછે તેમ વિધાનસભામાં રાજ્યગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કાયદો સુપ્રીમ છે. ગુજરાત સરકાર કે મુખ્યમંત્રીને તોફાનોની કોઈ બાબત...



ગુજરાતની પોલીસ પાસે બંદૂકો છે પરંતુ કેન્દ્ર સરકાર ગોળીઓ આપતી નથી તેવા નિવેદનને વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે આજે વિધાનસભામાં પડકાર્યું હતું. તેમણે ગૃહમાં કેગના ૨૦૦૯ના મુલકી અહેવાલને ટાંકીને કહ્યું કે, બે દિવસ અગાઉ ગૃહરાજ્યપ્રધાન અમિત શાહે આ વાત કરી હતી પરંતુ તે સત્યથી વેગળી છે.
કેન્દ્ર સરકાર ગુજરાતને દારૂગોળો આપવા તૈયાર છે પરંતુ ત્યારે આ દારૂગોળો ખરીદવા ગુજરાત...


અભિનંદન અને વંદનને બદલે સચોટ, તર્કબદ્ધ સવાલો પર ધ્યાન આપવા અધ્યક્ષની અપીલ
વિધાનસભામાં સત્તાધારી ભાજપના ધારાસભ્યો મોદી સરકારને ‘અભિનંદન-વંદન’ આપતા થાકતા નથી તો કેન્દ્ર સરકારની વાત આવે ત્યારે કોંગ્રેસના સભ્યો પોતાનો હાથ ઉપર છે તેવું દર્શાવવામાં કોઈ કચાશ રાખતા નથી. આ ઉચ્ચારણો એક દિવસમાં કેટલી વાર થયા તેનો હિસાબ કરીએ તો કદાચ આંખો પહોળી થઈ જાય તેવો આંકડો મળે ! રાજ્ય કે...

રાજ્ય સરકાર તરફથી દરેક ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં વિકાસ કામો કરવા વાર્ષિક રુપિયા ૫૦ લાખની ગ્રાન્ટ અપાય છે પરંતુ મોટાભાગના ધારાસભ્યો આ ગ્રાન્ટમાંથી પૂરેપૂરી રકમ ખર્ચી શકતા નથી.
રાજય વિધાનસભામાં સામાન્ય વહીવટ વિભાગના અંદાજપત્રિય માંગણીઓ પરની ચર્ચાને અંતે તેનો જવાબ આપતાં નાણાંમંત્રી વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે અગાઉ દરેક ધારાસભ્યોને વાર્ષિક ૧૦ લાખ રૂપિયાની...

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ૨૪૮ બનાવો બન્યાં છે અને તેમાં ૩૭૨૨૩૬૦ રૂપિયાની નોટો નકલી માલૂમ પડી છે. પોલીસે રાજ્યભરમાંથી ૧૨૭ આરોપીઓની ધરપકડ કરી છે. નકલી નોટોના દૂષણને ડામવા માટે જિલ્લાકક્ષાએ કલેકટરની અધ્યક્ષતામાં સમિતિઓ બનાવવામાં આવી છે.

ગુજરાત સરકારે વીજમાંગને પહોંચી વળવા માટે અલગ અલગ વીજ મથકો પાસેથી છેલ્લા ત્રણ વર્ષમાં ૪૫૦૦૦ કરોડ કરતાં વધારે રકમની વીજળી ખરીદી કરી છે. રાજ્ય સરકારે વીજ વેચાણકારોમાં સૌથી વધુ ૯.૨૯ રૂપિયાનો ભાવ ટાટા પાવર ટ્રેડીંગને આપ્યો છે. એ ઉપરાંત ત્રણ વર્ષમાં એસ્સાર, પગુથન ઇલેકટ્રીસિટી કંપની અને અદાણી પાવર પાસેથી ૭૫૦૪ કરોડની વીજળી ખરીદી છે. જો કે તમામ વીજ ખરીદીની એવરેજ ૨.૯૩ થી ઘટીને ૨.૭૩...

- રાજકોટના કોસ્મોપ્લેક્સ અને અમદાવાદના વાઇડએંગલની મનોરંજન કરની રકમ અંગેનો કેસ ગુજરાત હાઇકોર્ટમાં પ્રવાસન નિતી અન્વયે પુન: નિર્ણય લેવા રીમાન્ડ કરેલી છે તેથી વસૂલાત બાકી છે.
મલ્ટીપ્લેક્સ ...... શહેર ...... બાકી(લાખમાં)
કોસ્મોપ્લેકસ... રાજકોટ ...... ૫૫૮.૫૦
વાઇડએંગલ... અમદાવાદ ...... ૭૭૨.૫૨
દેવી મલ્ટીપ્લેક્સ,નરોડા.... અમદાવાદ ...... ૨૩૩.૯૬
સીટી ગોલ્ડ,બાપુનગર.. અમદાવાદ ...... ૪૦૫.૪૦....

ગોધરાકાંડ અને તોફાનોની તપાસ ત્રણ મહિનામાં પૂરી કરવાની હતી પણ પંચને ૭૮ મહિના લાગ્યા છે, છેલ્લી મુદત ૩૦ જૂન-૨૦૧૦માં પૂરી થશે
વર્ષ ૨૦૦૨માં થયેલા ગોધરાકાંડ અને તે પછીના કોમી તોફાનોની તપાસ માટે રાજય સરકારે નિયુકત કરેલા તપાસ પંચની મુદ્દત અત્યાર સુધીમાં ૧૩ વખત લંબાવવામાં આવી છે તથા પંચ દ્વારા રૂ. ૩.૫૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. નાણાવટી તપાસ પંચની મુદ્દત ૩૦મી જૂન-૨૦૧૦ના રોજ...

વિદેશથી આવતા મેઇલમાં બેન્ક એકાઉન્ટ અને નાણાકીય સઘ્ધરતાની વિગતો માગવામાં આવે છે
પાટનગર સહિત રાજયના મેઇલધારકો વિદેશી વ્યક્તિઓ તરફથી આવતા લાખ્ખો-કરોડોનું દાન આપવાની ઇરછા દર્શાવતા અને જંગી રકમની લોટરી લાગ્યાની જાણ કરતાં ઇ-મેઇલથી આશ્ચર્યમાં મુકાઇ રહ્યાં છે. જોકે ઇ-મેઇલ કરનાર વ્યક્તિ તરફથી બેંક એકાઉન્ટની વિગતો માગવામાં આવતી હોવાથી દહેશત પણ ઊભી થઇ છે.
આ લોભામણી...




૨૧ માર્ચે ‘સિટ’ની કચેરીમાં હાજર થવા ફરમાન:ગુલબર્ગ હત્યાકાંડ સંદર્ભે ઝકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતીઃ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ) દ્વારા ગોધરાકાંડના ૮ વર્ષ બાદ ગુલબર્ગ સોસાયટીમાં પૂર્વ સાંસદ અહેસાન જાફરી હત્યાકેસમાં સમન્સ પાઠવીને ૨૧મી માર્ચે ૧૧ વાગ્યે હાજર થવા જણાવ્યું છે. ઝાકિયા અહેસાન જાફરીએ સુપ્રીમ કોર્ટમાં કરેલી રિટ...


મુખ્યમંત્રી એફીડેવિટ દ્વારા જવાબ રજુ કરી શકે છે અથવા પડકારી પણ શકે રાજીનામું આપી મોદીએ પૂછપરછ માટે સીટ સમક્ષ જવું જોઇએ:શક્તિસિંહ
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ) દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે ત્યારે તે મુદ્દે વિધાનસભામાં કોઇ પક્ષે કાંકરીચાળો થયો તો સભાગૃહમાં હોબાળો સર્જાવાની શકયતા નકારી શકાતી નથી. મુખ્યમંત્રી નિવેદન લખીને આપી શકે છે...

ચાર એસ.આઈ.આર.ને મંજુરી, એક વર્ષમાં એક લાખને રોજગારી અપાશે, આગામી વર્ષ ૨૦૧૧ની વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ ૧૨-૧૩ના રોજ ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિર ખાતે યોજાશે.સ્વર્ણિમ વર્ષની યાદગીરી રુપે ૧૦૦ કરોડના ખર્ચે તૈયાર થનારા આ મહાત્મા મંદિરના નિર્માણ માટે ૩૨.૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.ગુજરાતને ‘વર્લ્ડ બઝિનેશ હબ’ બનાવવા આ સમિટમાં ૬૦ દેશોના ૧૦૦૦ જેટલા વિદેશી...

-૨૦૧૦-૧૧માં વીજ ક્ષમતામાં ૩૫૮૩ મો.વોટનો વધારો થશે, નવા ૧૪૦ સબ સ્ટેશનો સ્થપાશે--એલએનજીના ભાવમાં વધારો થશે
રાજય સરકાર તેની હાલની કુલ ૧૧,૭૧૧ મેગાવોટની વીજ ક્ષમતામાં વર્ષ ૨૦૧૦-૧૧માં ૩૫૮૩ મે.વો.નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે તથા ગુણવત્તાયુકત વીજળી પૂરી પાડવા નવા ૧૨૦ સબ સ્ટેશનો સ્થપાવાનું નક્કી કયું છે.જયારે બીજીબાજુ તાજેતરમાં કેન્દ્દ સરકારે તેના બજેટમાં કરેલી કેટલીક...

હીપેટાઇટીસના ૧૧૭૪ દર્દી,સૌથી વધુ ૩૬૪૫ અમદાવાદમાં:૧૦૮ સેવાનો વધુ ઉપયોગ પણ અમદાવાદમાં: પાવાગઢની વાર્ષિક આવક એક કરોડ રૂપિયા
ગુજરાતનું હિલસ્ટેશન નવયુગલ દંપત્તિ માટે આદર્શ હનિમૂન સ્થળ તો બની રહ્યું છે પણ હવે ત્યાં વાઇફાઇ ઝોન સ્થાપિત કરવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય લઇને તેની કાર્યવાહી શરૂ કરી દીધી છે. વિધાનસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં પ્રવાસન મંત્રી...

દેવસ્થાન દરેકના હ્રદયમાં હોય છે, તમારી યાદીમાં ભલે ન હોય
પ્રશ્નોત્તરી કાળમાં સુરેન્દ્રનગર જિલ્લાના દેવસ્થાનો અંગેના કોંગી ધારાસભ્ય દેવજી ફત્તેપરાના સવાલના ઉત્તર અંગે કોંગી સભ્યએ અસંતોષ વ્યકત કર્યો ત્યારે પવિત્ર યાત્રાધામ વિકાસ પ્રધાન જયનારાયણ વ્યાસે કહ્યું કે, ચોટિલાનો સમાવેશ આ યાદીમાં થતો નથી તેથી તેનો નકારમાં જવાબ અપાયો છે.
ત્યારબાદ સરકારે સુરેન્દ્રનગર...



મંગળવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
ગાંધીનગરના ધારાસભ્ય શંભુજી ઠાકોરની પુત્રવધૂ મિત્તલ અશોકભાઇ ઠાકોરે મંગળવારે ગળેફાંસો ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ ખસેડવામાં આવી હતી. બુધવારે સવારે મિત્તલ ભાનમાં આવી ગઇ હતી. પરંતુ પોલીસ મિત્તલ ઠાકોરનું ડીડી લઇ શકી ન હતી. ગાંધીનગર પોલીસને અમદાવાદ જઇને પરત આવવું પડયુ હતું.
આ અંગે મળતી...





કેન્દ્ર સરકારે સીએસટી(સેન્ટ્રલ સેલ્સ ટેક્ષ)ના દરમાં ઘટાડો કરતાં રાજ્યને થયેલા નુકશાની પેટે આપવાપાત્ર રકમ જો કેન્દ્ર સરકાર ચૂકવી દેશે તો રાજ્ય સરકારે આંતરરાજ્ય વેપાર પર વેરો લેવાની જે જાહેરાત કરી છે તે વેરો નહીં લેવાય.
ગુજરાત વિધાનસભા ગૃહમાં અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાના આજે છેલ્લા દિવસે ધારાસભ્યોએ ઉપસ્થિત કરેલા પ્રશ્નોના જવાબમાં નાણાંમંત્રી વજુભાઈ વાળાએ કહ્યું...

ગુજરાતની આર્થિક સ્થિતિ કંગાળ : સિધ્ધાર્થ પટેલ. રાજ્યના દેવામાં થઈ રહેલાં ઉત્તરોત્તર વધારા અંગે ચિંતા વ્યક્ત કરતાં કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય સિધ્ધાર્થ પટેલે કહ્યું કે, કોંગ્રેસના ૩૫ વર્ષના શાસનમાં રાજ્યનું દેવું રૂ. ૯૪૦૦ કરોડ હતું જે ભાજપના ૧૫ વર્ષના શાસનમાં રૂ. ૯૮,૦૦૦ કરોડનો આંક વટાવી ગયું છે. આ દેવું ચૂકવવા સરકારને વધુ દેવું કરવું પડે છે અને ખેડૂતોને અપાતી વીજળીમાં ૪૧...

ટુકડાધારાના ભંગ બદલ શહેરમાં ૫૦૦૦ અને અન્ય સ્થળોએ ૨૦૦૦નો દંડ, ભાગ જતો કરનાર વ્યક્તિના ખેડૂત હક્કો યથાવત રહેશે: ટુકડાધારા અંગે સરકારે બનાવેલી સમિતિની ભલામણોનો સ્વીકાર કરાયો.
ટુકડાધારાના પ્રશ્નના નિરાકરણ માટે રાજય સરકારે અધિકારીઓની એક સમિતિ બનાવી હતી તેણે આપેલા અહેવાલ મુજબની નવ ભલામણો પૈકી પાંચ ભલામણો સ્વીકારવામાં આવી છે અને બાકીની પ્રગતિમાં છે.
મહેસૂલ મંત્રીએ...

હકીકતોને આધારે થતાં આક્ષેપોમાં સ્વયંશિસ્ત જાળવવા ધારાસભ્યોને અધ્યક્ષનો અનુરોધકેન્દ્ર અને રાજ્ય સરકાર પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરવાના મામલે બુધવારે વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે તડાફડી બોલી હતી અને એક તબક્કે અધ્યક્ષ અશોકભાઈ ભટ્ટે દરમિયાનગીરી કરીને ‘નિવેદન’ અને ‘વક્તવ્ય’ વચ્ચેની પાતળી ભેદરેખાની વિસ્તૃત વ્યાખ્યા રજુ કરીને રૂલિંગ આપવાની ફરજ પડી હતી. સામાજિક ન્યાય...

૧૬મી માર્ચની હાઇકોર્ટની મુદ્દત પૂરી થતી હોવાથી વિધાનસભામાં જાહેરાત થવાની શક્યતા
પાટનગર ગાંધીનગરને મ્યુનિસિપલ કોર્પોરેશન ઝડપથી મળે તે માટેની કવાયત તેજ કરાઇ છે. સંભવત: બુધવારની કેબિનેટ બેઠકમાં આ મુદ્દો ચર્ચામાં આવવાની પૂરેપૂરી સંભાવના છે.
હાઇકોર્ટે રાજય સરકારને ૧૬મી માર્ચ સુધીમાં ગાંધીનગરને મ્યુનિસિપલ કોર્પોરેશન આપવાની જાહેરાત કરવાનો આદેશ કર્યો હતો. સરકારે...

વિધાનસભા ડાયરી
મોદી માટે કોંગ્રેસના સભ્યએ કહ્યું, ‘ આવું સાચું બોલતાં શીખો ’
ગરીબ અને પછાત વર્ગના લોકોને રાહતદરે પામોલીન તેલ આપવાના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના પ્રશ્નમાં કેન્દ્ર સરકારના ઇનકાર પછી રાજ્ય સરકારે રૂ. ૧૨ કરોડની સબસિડી ભોગવીને ૩૪ લાખ જરૂરિયાતમંદો-બીપીએલ પરિવારોને ૨૦૦૮-’૦૯માં ૨૫ હજાર મેટ્રિક ટનથી વધુ તેલ આપ્યું હોવાનું પંચાયત પ્રધાને...

ગાંધીનગરના ધારાસભ્ય શંભુજી ઠાકોરની પુત્રવધૂ મિતલ અશોકભાઈ ઠાકોરે મંગળવારે બપોરે અગમ્ય કારણોસર ઘરમાં ફાંસો ખાઈ લેતાં ચકચાર મચી છે. જોકે સદ્નસીબે પતિ અશોક ઠાકોર આવી જતાં તેણે તાત્કાલીક પત્નીને ગાંધીનગર સિવિલ ખસેડી હતી. મિતલની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવી છે.
ધારાસભ્ય શંભુજી ઠાકોરના પુત્ર અશોકનાં લગ્ન ત્રણ વર્ષ પહેલાં ગાંધીનગરમાં જ...


ફોટિર્ફાઇડ આટાના વિતરણમાં રાજ્ય ૩૩૦ કરોડની સબસિડી ભોગવે છે
ગીર અભયારણ્યમાં સિંહની કુલ વસતી ૨૯૧ની છે, જે પૈકી ૧૨૩ તો બાળસિંહ છે. જંગલમાં બાળસિંહની સંખ્યા સતત વધતી જાય છે. આ અભયારણ્યમાં કુલ ૬૮ નર અને ૧૦૦ માદા છે. છેલ્લાં બે વર્ષમાં અકસ્માતે અને કુદરતી રીતે ૭૨ સિંહનાં મોત થયાં છે. અપમૃત્યુ અને શિકારથી થતાં મોત માટે સરકારે ૧૩૫૫૪ કૂવાઓ સુરક્ષિત કર્યા છે અને સિંહ સંરક્ષણ...






વિધાનસભા ડાયરી
ભાજપનાં મહિલા ધારાસભ્યોએ કહ્યું , ૩૩ નહીં ૫૦ ટકા ‘અનામત’
વિધાનસભામાં સોમવારે પ્રશ્નોત્તરીકાળ પછી અચાનક જ ભાજપનાં મહિલા ધારાસભ્યોએ ૩૩ ટકાને સ્થાને ૫૦ ટકા મહિલા અનામતની માગણી કરી હતી. આ માગણીના પગલે કેટલાક પુરુષ ધારાસભ્યોને તેમની બેઠક ગુમાવવી પડશે તેવી ગણતરીએ ધબકારા વધારી દીધા હતા.
રાજકોટનાં ધારાસભ્ય ભાનુબહેન બાબરિયાએ રાજયસભામાં ૩૩ ટકા...





આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી તેના શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે ગાંધીનગરમાં ઉદ્દગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઇન્ફોસિટી ખાતે ગાંધીનગર-અમદાવાદની ૧૮ જેટલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કિડની ઇન્સ્ટિટયૂટના વડા પ્રો.એચ.એલ.ત્રિવેદી, જાણીતા કવિ માધવ રામાનુજ, કલ્પતરુ પાવર ટ્રાન્સમિશનના કલમકિશોર જૈન અને ઓએનજીસીના ઇન્દુબેન પાંડે ઉપસ્થિત રહ્યાં...

- ગુજરાત વિધાનસભામાં હાલ ૧૫ મહિલા ધારાસભ્યો ભાજપનાં તથા એક કોંગ્રેસનાં છે. - રાજ્યનાં ચાર મહિલા સાંસદોમાં ત્રણ ભાજપનાં અને એક કોંગ્રેસનાં છે
ભારતની સંસદમાં ૩૩ ટકા મહિલા અનામતનું બિલ પસાર થયા બાદ કાયદો બને તો ગુજરાતના રાજકીય સમીકરણોમાં પરિવર્તન આવે. રાજ્ય વિધાનસભામાં ૬૦ અને લોકસભામાં આઠ કે નવ બેઠકો મહિલા માટે અનામત કરવી પડે. સત્તામાં મહિલાઓની ભાગીદારી વધવા સાથે...

- કેન્દ્ર સરકારે રાહત દરે ગુજરાતને વીજળી આપી ન હોત તો ગુજરાતના ગ્રાહકોને ઉંચા ભાવ ચુકવવા પડ્યા હોત: મોઢવાડિયા
- છેલ્લા ચાર વર્ષમાં રાજ્ય સરકાર હસ્તકના એકમોના વીજ ઉત્પાદનમાં ૨૦૨ મિલિયન યુનિટનો ઘટાડો : મોઢવાડિયા
ગુજરાત સરકારના વીજ એકમોના વીજ ઉત્પાદનમાં છેલ્લા ચાર વર્ષમાં ૨૦૨ મિલિયન યુનિટનો ઘટાડો થયો છે અને કેન્દ્ર સરકારે જો ગુજરાતને સરેરાશ બે રૂપિયાના ભાવે વીજળી આપી ન...

વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમયે ૩૫ મિનિટ સુધી ગેરહાજર રહી પ્રતિકાર નોંધાવ્યો - જયનારાયણ વ્યાસને રજુઆત કર્યા પછી યથાવત સ્થિતિ જાળવી રાખવાની સૂચના
ગુજરાતની આરોગ્ય સંસ્થાઓ અને હોસ્પિટલોમાં મીડિયાના પ્રવેશ ઉપર પ્રતબિંધ મૂકતા આદેશને સ્થગિત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મુદ્દે મીડિયા પ્રતિનિધિઓ સાથેના પરામર્શના અંતે વાંધાજનક બાબતોને દૂર કરવાની વિચારણા કરાશે.
....



સીઆઇડીએ ફરિયાદમાં લાંચ-રુશવતની કલમ ઉમેરી તપાસ શરૂ કરી : શર્મા કુલ ત્રણ મોબાઇલ રાખતા હતા
ભુજ જમીનકૌભાંડમાં સંડોવાયેલા તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્માના સરકારી મોબાઇલ ઉપરાંત બે ખાનગી મોબાઇલનાં લાખો રૂપિયાનાં બિલ કચ્છ અને કંડલાની બે મોટી કંપનીઓ ભરતી હોવાનું બહાર આવ્યું છે. સીઆઇડીએ પ્રદીશ શર્મા વિરુદ્ધની ફરિયાદમાં લાંચ-રુશવતની કલમનો ઉમેરો કર્યોછે. આ બંને કંપનીઓએ પણ...

વિપક્ષીનેતાએ દિલગીરી વ્યક્ત કરતા પ્રસ્તાવ પાછો ખેંચ્યાનો સરકારનો દાવોઃ દિલગીરી વ્યકત કરવાનો કોઈ સવાલ જ ઉપસ્થિત થતો નથી : શક્તિસિંહ>>>સુરતની જમીન છત્રાલા જૂથને સસ્તા ભાવે પધરાવી દેવાના કોંગી નેતા અર્જુન મોઢવાડિયાએ ગુરુવારે કરેલા આક્ષેપને ગંભીરતાથી લઈને સરકારે શુક્રવારે વિધાનસભામાં તેમની સામે વિશેષાધિકારભંગનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
એકથી સવા કલાક સુધી આ મુદ્દે...


ઇંધણના ભાવવધારાનો વચલો ને’ જોખમી રસ્તો કયારનો અમલી બની ગયો છે
કાળઝાળ મોંઘવારીમાં અતિ મોંઘા ભાવનું પેટ્રોલ ન પોષાવું એ નવી વાત જરા પણ નથી. વાહન વિના ચલાવી લેવું પણ શકય નથી. સરકારે ફરીવાર પેટ્રોલના ભાવમાં વધારો કર્યોછે. પરંતુ દ્વિચક્રિય વાહનનો સૌથી વધુ ઉપયોગ કરતાં મઘ્યમ વર્ગના સંખ્યાબંધ ચાલકોએ ભાવવધારાના બોજનો ‘તોડ’ કયારનો કાઢીને અમલી બનાવી દીધો છે. હજારોની...



કેન્દ્રના ન્યાય-અન્યાયના મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે તડાફડી
વિધાનસભામાં પુરક માગણીઓ અને પ્રશ્નોત્તરીની ચર્ચા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ભારે તડાફડી બોલી હતી. ખાસ કરીને કેન્દ્રની સહાય અને સરકારના ખર્ચના મુદ્દે ગૃહમાં પ્રથમ પાટલી પર બેસતાં સિનિયર પ્રધાનો અને વિપક્ષના નેતા સહિતના ધારાસભ્યો વચ્ચે અવારનવાર ચકમક ઝરી હતી.
કોંગ્રેસે કહ્યું કે, અગાઉ...



કેમેરા ગોઠવી શહેરમાં પ્રવેશતાં અને બહાર નીકળતાં તમામ વાહનોના નંબરપ્લેટ અને વાહનોમાં બેઠેલી વ્યકિતઓનું રેકોડિંગ કરાશે
ગાંધીનગર શહેરના ઘ-૩ સત્યાગ્રહ છાવણી પાસે સીસી ટીવી કેમેરા લગાડવાનો પ્રયોગ સફળ થયા બાદ હવે શહેરના તમામ એન્ટ્રી-એકિઝટ પોઇન્ટ પર કેમેરા લગાડવામાં આવશે. આ અંગે ડીજીપીને દરખાસ્ત મોકલવામાં આવશે તેના બાદ સીસી ટીવી કેમેરા કયાં લગાડવા તેનો નિર્ણય લેવામાં...



દાહોદના ગામડામાં બેડું પાણી રૂ. પાંચના ભાવે વેચાય છે
વિધાનસભામાં અન્ય તમામ કામગીરી પહેલાં સૌથી પહેલાં ‘પ્રશ્નોત્તરીકાળ’ રાખવામાં આવે છે. ધારાસભ્યો માટે આ કાળ અત્યંત મહત્વનો ગણાય છે. કારણે કે, દરેક ધારાસભ્ય આ સમયગાળામાં પોતાના વિસ્તારના પ્રશ્નોની અસરકારક રજુઆત બલકે લોકોની સમસ્યા સરકારના કાન સુધી પહોંચાડી શકે છે.
ગુરૂવારે પ્રશ્નોત્તરી દરમિયાન દાહેદ જેવા...

મંગળવારની ઘટનામાં તપાસ પુર્ણ : બિલ્ડીંગનો પ્રવેશ પાસ અને અરજીના અન્ય પુરાવા હોવાથી અંતે મુક્ત કરાયો :સલામતી વ્યવસ્થાને મજબૂત કરી
ગંભીર બિમારીના ઇલાજ માટે સરકારની આર્થિક મદદ લેવા આવેલો એક યુવાન વિધાનસભામાં મંત્રીઓ અને સભ્યોના સેવકોની વચ્ચે બેસી જતાં સલામતી અંગે પ્રશ્નાર્થ ઉભો થયો હતો. મુલાકાતીઓ માટેના પ્રતબિંધિત વિસ્તારમાં આવેલા આ યુવાનની પુરતી તપાસ કરવામાં આવતા તેની...

Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.








