Home >> Madhya Gujarat >> Latest News >> Dahod
 • ધોળે દિવસે લુંટ: ફિલ્મી ઢબે 3 બાઇક પર દંપતિની કાર રોકી, દાગીના લઇ ફરાર
  દાહોદ: ગરબાડા તાલુકાના ગાંગરડા ગામના મૂળ વતની રમણભાઇ ભુરાભાઇ રાઠોડ હાલ છાણી સ્થિત નર્મદા કોલોનીમાં રહે છે. તેઓ મારૂતિ કાર લઇને વતનમાં સામાજિક કામ માટે આવ્યા હતાં. કામ પૂર્ણ કરીને રમણભાઇ અને તેમના પત્ની બપોરના સમયે વડોદરા જવા નીકળ્યા હતાં. તે વખતે દોઢ વાગ્યાના અરસામાં ગાંગરડાથી બોરિયાલા ગામ વચ્ચે ત્રણ મોટર સાઇકલ ઉપર આવેલા પાંચ અજાણ્યા યુવકોએ ઓવરટેક કરીને તેમની કાર રોકાવી હતી. મોટર સાઇકલથી કારને ઘેરી લઇને પથ્થરમારીને ડાબી બાજુના દરવાજાનો કાંચ તોડી નાખ્યો હતો. આ વખતે એક યુવકે રમણભાઇના...
  13 mins ago
 • test
  37 mins ago
 • વિરલ હત્યા કેસ: મિત્રની પત્ની પર દિલ આવતા રસ્તેથી હટાવ્યો, દિલીપે જ મારી ગોળી
  દાહોદ:દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારના રામનગરના ગુમ થયેલા વિરલ શેઠનો કંકાલ સાડા ત્રણ વર્ષ બાદ ખરેડી સ્થિત ખેતરમાંથી મળી આવ્યો હતો. શહેરમાં વેપારી મોહનદાસની હત્યા કરનારા દિલીપેજ આ ઘાતકી કૃત્ય આચર્યું હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું. વિરલને કારમાં જ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હતી વિરલ શેઠ અને ખરેડીના દિલીપદેવળ સારા મિત્રો હતાં. દિલીપવિરલની પત્નીને પસંદ કરતો હોવાથી તેનો કાંટો કાઢી નાખવા માટે 4 ડિસેમ્બર 2013ના રોજ દિલીપગોદીરોડ વિસ્તારમાંથી કારમાં બેસાડીને વિરલને લઇ ગયો...
  40 mins ago
 • ત્રણ વર્ષથી ગુમ પૂર્વ કાઉન્સિલરના પુત્રનું કંકાલ સાત ફૂટના ખાડામાંથી મળ્યું
  દાહોદ: દાહોદ શહેરના ગોદીરોડ સ્થિત રામનગરમાં રહેતાં પૂર્વ કાઉન્સિલર કુસુમબહેન અને ડો. રમેશચંદ્ર શેઠના પૂત્ર વિરલ 4 ડિસેમ્બર 2013ના રોજ રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયો હતો. તેનું કંકાલ સોમવારે શહેર નજીક આવેલા ખરેડી ગામ સ્થિત એક ખેતરમાં દાટેલો મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેરમાં 12મી તારીખે વેપારી મોહનદાસની હત્યા કરનાર ખરેડીના દીલીપ દેવળે જ વિરલની પત્નીને પામવા માટે આ હત્યા કરી હતી. પોલીસે પુછપરછ કરતાં ઘટસ્ફોટ થયો વિરલ ગુમ થયા બાદ તેની પત્ની દીલીપ સાથે જ રહેતી હોવાથી શંકાના આધારે પોલીસે...
  April 25, 08:43 AM
 • અંગ્રેજી પેપર લીકનું કૌભાંડ: 7 આરોપીઓને લઇ SITની ટીમના દાહોદ જિ.માં ધામા
  દાહોદ: મહિસાગર જિલ્લામાં ધોરણ 10ના અંગ્રેજીનું પેપર લીક કરવાનું કૌભાંડ આખા રાજ્યમાં ગાજ્યું છે ત્યારે તેનું એપી સેન્ટર દાહોદ જિલ્લામાં હોવાથી મહિસાગર પોલીસ દ્વારા કૌભાંડના 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સ્કૂલના પટાવાળાથી શરૂ કરી ક્લાર્ક, શિક્ષક, ટ્યુશન શિક્ષક અને શિક્ષણાધિકારીની કચેરીમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓ પણ સકંજામાં આવ્યા છે. કૌભાંડમાં શામેલ પાણીયા પ્રા.શાળાના શિક્ષક અને સરકારી પ્રતિનિધિ હિતેન્દ્ર પ્રજાપતિ, મુનખોસલા હાઇસ્કૂલનો ક્લાર્ક રમણભાઇ પ્રજાપતિ, ક્લાર્કનો...
  April 23, 03:35 AM
 • દાહોદ: ગુમ થયેલા વેપારીની મળી લાશ, દલાલીના 8 લાખ માટે થઇ હત્યા
  દાહોદ: દાહોદ શહેરમાંથી 12મીના રોજ રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા ઝુલેલાલ સોસાયટીના વેપારી મોહનદાસ બાલવાનીનો મૃતદેહ ખેરિયા ગામે રસ્તો બનાવવા માટે ખોદેલા ખાડામાંથી દાટેલો મળી આવ્યો હતો. એસ.પી મનોજ નિનામાના માર્ગદર્શનમાં DySp એમ.આર ગુપ્તાની સીધી દેખરેખ હેઠળ PSI આર.બી કટારાએ તપાસ શરૂ કરી હતી. પડકારજનક કેસમાં LCB PSI એમ.આર પરમાર, તાલુકા PSI એન.કે દેસાઇ સહિતની ટીમ જોતરાઇ હતી. હત્યા કોણે અને કેમ કરી તેનો સુરાગ નથી હત્યા કોણે અને કેમ કરી તેવો એક પણ સુરાગ આરોપીઓએ છોડ્યો ન હતો. કેટલાંક લોકોના ઇન્ટ્રોગેશન...
  April 22, 08:33 AM
 • દાહોદ: દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામના વણઝારા ફળિયામાં રહેતાં દીનેશ વણઝારા, વીજય વણઝારા, શૈલેષ વણઝારા, બાબુ વણઝારા, ગીરીશ વણઝારા, લક્ષ્મીબહેન વણઝારા અને રેખાબહેન વણઝારા ભેગા મળીને 18 જુન 2016ના રોજ અંગત અદાવત રાખીને ફળિયામાં રહેતી વિધવા મહિલાના ઘરમાં ઘૂસી ગયા હતાં. ઘરના સરસામાનની તોડફોડ કરી ગાળો બોલાવાની ના પાડતાં દીનેશભાઇએ ચોટલો પકડીને મહિલાને જમીન ઉપર પાડીને શારીરિક છેડતી કરી હતી. આ સાથે ટોળાએ લાકડી વડે હુમલો કરીને સાથળ તેમજ શરીરના અન્ય ભાગે ઇજાઓ કર હતી. આ ઉપરાંત ઘરના સરસામાનની...
  April 21, 12:48 AM
 • ઝાલોદ: મધરાતે સેફ્ટી વગર ભુર્ગભ ગટરમાં ઉતર્યા, બે કર્મચારીઓના મોત
  ઝાલોદ: ઝાલોદ નગરમાં છેલ્લા બે વર્ષ ઉપરાંત થી 45 કરોડના ખર્ચે જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટર યોજનની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં મંગળવારની મધ્યરાત્રી દરમિયાન ભૂગર્ભ ગટરની કુંડીમાં લાઈન તપાસ કરવા માટે ઉતરેલા ગરબાડા તાલુકાનો કારીગર ભાભોર નરેશ ખીમાભાઇ ફસાઇ જતા તેને બચાવવા કુંડીમાં પડેલા ખેડા જિલ્લાના પથાવત ગામના સુપરવાઈઝર ઝાલા રાજેશ ભારતસિંહનું ગટરના ગેસની ગુંગળામણથી મોત નિપજતા ભારે ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના બનતા લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સેફ્ટી વગર જ કામગીરી હાથ...
  April 20, 04:47 AM
 • દાહોદમાં 40 કિલો ચાસણી, 70 કિલો સડેલી કેરીનો નાશ કરાયો
  (દાહોદ શહેરમાં જ્યૂસની લારીઓ ઉપરથી ચાસણી અને વધારે પાકેલી સડેલી લાગતી કેરીઓનો નાશ કરવામાં આવ્યો હતો) દાહોદ: દાહોદ શહેરમાં તોબા પોકારાવતી ગરમીનો પ્રકોપ જારી છે. ગરમીમાં પાણીજન્ય રોગચાળા ઉપરાંત ખોરાકી ઝેરની અસરથી થતી બીમારી કયારે થાય તે કહેવું નક્કી નથી હોતું ત્યારે શહેરમાં ઠેરઠેર લાગેલા તંબુઓમાં સસ્તા ભાવે વેચાતો કેરીનો રસ શહેરી જનો માટે ઉપયોગમાં લેવો કેટલો આરોગ્યપ્રદ તે વિશે ચર્ચાઓ ઊઠી હતી. લસ્સી અને શેરડીના રસના નમૂના લેવાયાં : જ્યૂસની દુકાનો સહિત29 સ્થળે તપાસ ત્યારે આ મામલે...
  April 19, 12:23 AM
 • છોકરીના નામે ફેસબુક ઉપર ફેક આઇડી બનાવનાર દાહોદના યુવકની ધરપકડ
  (તસવીર પ્રતિકાત્મક) દાહોદ: દાહોદ શહેરના ચાકલિયા રોડ ઉપર પુષ્પકુંજ સોસાયટીમાં રહેતાં અંકિત ઉર્ફે બંટી જયદિપસિંહ નલવાયાએ થોડા સમય પહેલાં ફેસબુક ઉપર છોકરીના નામની ફેક આઇડી બનાવી હતી. આ આઇડીથી દાહોદ શહેરમાં જ રહેતી અને વડોદરા ખાતે મેડિકલ કોલેજમાં ભણતી એક યુવતિને તેણે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. છોકરી સમજીને યુવતિએ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વિકાર્યા બાદ અંકિતે પોત પ્રકાશ્યું હતું. આ બાબતથી ત્રસ્ત યુવતિએ વડોદરા ડીસીબી પોલીસ મથકે જાણ કરી અંકિત ફ્રેન્ડ બનનારી યુવતિને અશ્લિલ ફોટો પોસ્ટ...
  April 18, 10:32 PM
 • સંતરામપુર: ભંડારા ગામે યુવાને ફાંસો ખાઇ કરેલો આપઘાત
  સંતરામપુર: સંતરામપુર તાલુકાના અંતરીયાળ વિસ્તાર એવા ભંડારા ગામે યુવકે અગમ્ય કારણોસર પોતાના ઘરે છતની મોભ ઉપર દુપટ્ટો બાંધીને આપઘાત કરી લેતા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. યુવકના પિતા દ્વારા આ અંગે સંતરામપુર પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. સંતરામપુર તાલુકાના અંતરીયાળ વિસ્તાર એવા ભંડારા ગામે રહેતા ગલાભાઇ લાલભાઇ ડામોર વાવા ફળીયાના પુત્ર કે જેના આગામી એક માસમાં લગ્ન યોજાનાર હતા તેવા યુવક દ્વારા તા. 14ના રોજ ભંડારા ગામે પોતાના ઘરના છતમા મોભ ઉપર કડા સાથે દુપટ્ટો બાંધીને આયખુ ટુંકાવી લીધુ...
  April 17, 03:35 AM
 • દાહોદમાં ગરમીનો પ્રકોપ 43 ડિગ્રી, રસ્તા બન્યાં સુમસામ
  દાહોદ: દાહોદ જીલ્લામાં ગરમીના પારામાં દિન પ્રતિદીન વધારો જોવા મળી રહ્યો છે. દાહોદ સહિત જીલ્લા વાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. કાળઝાળ ગરમીથી રક્ષણ મેળવવા માટે લોકો ટોપી, ચશ્મા, દુપટ્ટા અને હાથના મોજાંઓ પહેરીને ફરતાં નજરે જોવા મળી રહયાં છે. બપોર થતાની સાથે જ ઓફિસોમાં, ઘરોમાં અને દુકાનોમાં કામ કરતા લોકો પંખા, એસી, કુલરનો સહારો લેતા હોય છે. ગરમીથી બચવા લોકો ટોપી, ચશ્મા, દુપટ્ટાનો સહારો લેવાનો વારો કાળઝાળ ગરમીને કારણે બપોર થતાના સાથેજ રસ્તાઓ પણ સુમસામ જોવા મળી રહ્યા છે. ગરમીથી રક્ષણ મેળવવા...
  April 17, 03:28 AM
 • દાહોદના વેપારીની હત્યામાં ગુનાઇત કાવતરાની આશંકા, ભેદ ઉકેલવા મથામણ
  દાહોદ: દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારની ઝુલેલાલ સોસાયટીના રહેવાસી વેપારી મોહનદાસ બાલવાની 12મી તારીખે રહસ્યમય સંજોગોમાં ગુમ થયા બાદ 13મી તારીખના રોજ તેમનો મૃતદેહ કંબોઇ વિસ્તારના ખેરિયા ગામે એક ખાડામાં અડધો દાટેલો મળી આવ્યો હતો. આ હત્યા પાછલ રહસ્યોના તાણાવાણા સર્જાયેલા છે. હત્યા કોણે અને કયા કારણોસર કરી તે મામલે લોકોમાં અટકળો ચાલી રહી છે. ત્યારે મોહનદાસની હત્યા કરવા પાછળ ગુનાઇત કાવતરાની પૂર્ણ આશંકા છે. હત્યારાઓએ પહેલેથી જ સ્થળપસંદગી કરી હશે : ભેદ ઉકેલવા મથામણ ખેરિયામાં રસ્તો બનાવવાની...
  April 15, 12:52 AM
 • દાહોદના સરકારી દવાખાનામાં દર્દીને ઘરેથી પંખા લાવવા પડે છે
  દાહોદ: દાહોદ શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે પ્રજા સાથે પશુ પંખીઓ પણ પરેશાન છે. ગરમીથી છુટકારો મેળવવા માટે આખો દિવસ પંખા, એસી, કુલરને ધમધમતા રાખવાની ફરજ પડે છે. ત્યારે દાહોદના સરકારી દવાખાનામાં દર્દીઓને ગરમીથી છૂટકારો મેળવવા માટે ફરજિયાત ઘરેથી પંખા લાવવા પડે છે. તાજેતરમાં જ પ્રસવની પીડા વેઠીને નવજાત શિશુને જન્મ આપ્યા બાદ દવાખાનામાં દાખલ માતા અને તેમના શિશુઓનો ફરજિયાતપણે આ ગરમી વેઠવી પડી રહી છે. એક રૂમમાં દસ અને છ પલંગ વચ્ચે માત્ર બે-બે જ પંખા મશ્કરી સમાન દાહોદ શહેરના સરકારી...
  April 15, 12:34 AM
 • દાહોદથી ગુમ વેપારીની ઘાતકી હત્યા, પથ્થર મારી મોઢુ છુંદી નાખ્યું
  દાહોદ: દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં ઝુલેલાલ સોસાયટીમાં રહેતાં મોહનલાલ ઉર્ફે મનુભાઇ બાલવાની પોતાના ભાઇ ભગવાનદાસ સાથે મળીને કરિયાણાની દુકાન ચલાવે છે. 12મી તારીખે સ્ટેશન રોડ સ્થિત એસબીઆઇ બેન્ક ઉપર જવાનું કહીને બપોરના 11.45 વાગ્યે જીજે-20એલ-3233 નંબરની એક્ટિવા લઇને નીકળેલા મોહનલાલ રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયા હતાં. દાહોદની અર્બન બેંકમાં ત્રણ લાખ રૂપિયા ભરેલી સ્લીપ મળી આવી આ મામલે શહેર પોલીસ મથકે ગુમશુદા નોંધ પણ કરાઇ હતી.પરિવાર અને સમાજના લોકો દ્વારા તેમની શોધખોળ કરાઇ જ રહી હતી ત્યાં 13મી...
  April 13, 10:43 PM
 • દાહોદમાં 3 માસથી સહેલી પાસે રહેતી હતી યુવતિ, જાણો કેમ બોલાવી પડી પોલીસ
  દાહોદ: દાહોદ શહેરમાં ભર્યુ ભાદર્યું પરિવાર હોવા છતાં એક કોલેજિયન યુવતિ છેલ્લા ત્રણ માસથી પોતાના ઘરનો ત્યાગ કરીને શહેરમાં જ ગોદીરોડ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં પોતાની એકલી રહેતી સહેલી સાથે રહેતી હતી. યુવતિને પાછી વાળવાના તમામ પ્રયત્નો નિષ્ફળ નિવડતાં અંતે 181 અભયમ અને પોલીસની મદદ લઇને પરિવાર યુવતિને પોતાના ઘરે લઇ ગયો હતો. એકલી રહેતી પોતાની સહેલીને ત્યાં રહેતી હતી દાહોદ શહેરના ચાકલિયા રોડ વિસ્તારની એક સોસાયટીમાં રહેતી કોલેજિયન યુવતિ પોતાનો પરિવાર છોડીને ગોદીરોડ વિસ્તારની એક...
  April 12, 11:59 PM
 • દાહોદમાં IPL ઉપર રમાતાં સટ્ટાનો પર્દાફાશ, ત્રણ યુવકોની ધરપકડ
  (દાહોદમાં આઇ.પી.એલ.નો સટ્ટો રમાડતા ઝડપાયેલા યુવાનો અને તેમની પાસેથી મળી આવેલો મુદ્દામાલ ઝડપી પાડ્યા હતાં) દાહોદ: દાહોદ શહેરમાં IPL ટ્વેન્ટી-ટ્વેનટી મેચનો લોકોમાં ભારે ક્રેઝ છે ત્યારે કેટલાંક લોકો આ મેચ ઉપર સટ્ટો રમાડવાના ગોરખધંધામાં સક્રિય બન્યા હતાં. પોલીસ વડા મનોજ નિનામાની સુચના આધારે એલસીબીના ઇન્ચાર્જ પીએસઆઇ આર.એમ પરમારે વોચ ગોઠવતાં મોટા ઘાંચીવાડા સ્થિત મદની નગરમાં અફઝલ શેખ નામક યુવકના રહેણાંક મકાનમાં મેચ ઉપર સટ્ટો ચાલતો હોવાનું જાણવા મળ્યું હતું. મંગળવારની સાંજે આયોજનબદ્ધ...
  April 12, 11:53 PM
 • નસવાડીમાં મેમણ સમાજ દવારા 'મેમણ ડે' ની ઉજવણી કરાઈ
  નસવાડી: નસવાડીમા મેમણ ડેની ઉજવણી માટે સવારના 8 કલાકે સૌ મેમણ સમાજના લોકો સ્ટેશન પાસે ભેગા થયાહતા. ત્યાર બાદ નસવાડીના જોનલ મેમણ નદીમભાઈ રજાકભાઈની આગેવાની હેઠળ નજીકના મદ્રેશા તેમજ દવાખાનામાં જઈને બીસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 11 એપ્રિલ 1971માં વડોદરા મેમણ ફેડરેશન સ્થાપના થઇ ત્યારથી ઉદાર દીલ વાળા મેમણ સમાજના લોકો 11 એપ્રીલ મેમણ ડેની ઉજવણી કરે છે. છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ નસવાડી ટાઉનમાં મેમણ રહે છે. 250 જેટલા પરીવાર મેમણ સમાજ ના છે 1992 થી નસવાડી મેમણ જમાત બની સૌથી પહેલા નસવાડી મેમણ...
  April 12, 01:15 AM
 • દાહોદ જિલ્લામાં 57માં ભાજપ-26માં કોંગ્રેસ
  દાહોદ: દાહોદ જિલ્લામાં શનિવારે 83 ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાઇ હતી. જેમાં નોંધાયેલા 1,30,914 મતદારો પૈકી 56903 પુરૂષ અને 54734 મહિલાઓએ મળીને કુલ 1,11,043 મતદારોએ મતદાન કરતાં તેની ટકાવારી 84.81 ટકા રહી હતી. મતગણતરી વચ્ચે બે દિવસનો સમયગાળો હોવાથી કોણ વીજેતા થશે અને કોણ પરાજિત તેની વિવિધ અટકળોનો દોર ચાલ્યો હતો. મંગળવારે આખા જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતગણતરી પૂર્ણ થઇ હતી. વીજેતાના સમર્થકોએ ઉત્સાહ સાથે વીજય સરઘસ કાઢ્યા હતાં. કોઇ ડખા ન થાય તે માટે વીજય સરઘસો સાથે પણ પોલીસ કર્મચારીઓની ફાળવણી કરાયેલી પરિણામો...
  April 11, 11:14 PM
 • નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં કોંગ્રેસ પ્રેરીત ડોલની પેનલ ભવ્ય વિજય બની
  નસવાડી: નસવાડી જૂથ ગ્રામ પંચાયત ના 12 વોર્ડ ની ચૂંટણી હોય ત્યારે નસવાડી સેવા સદન ખાતે મતગણતરી માં સૌથી છેલ્લું પરીણામ નસવાડી જૂથ ગ્રામ પંચાયત નું આવતા ડોલ ની પેનલ ના સરપચ સહીત 9 ઉમેદવારો વીજેતા થયા હતા, જ્યારે બે અન્ય પેનલ ના ઉમેદવાર અને એક અપક્ષ ઉમેદવાર વીજેતા થયા ભાજપ પ્રેરીત ઉમેદવારો હારી ગયા જેમાં વોર્ડ ન 1 મા શનાભાઈ ત્રિક્મ ભાઈ તડવી 231 મત વોર્ડ ન 2 પૂજાબેન ભાવીન શાહ 185 મત વોર્ડ ન 3 શુભાષચદ્ર શાંતીલાલ પંડ્યા 214 મત વોર્ડ 4 સેજલબેન ચદ્રકાંત પ્રજાપતી 129 મત વોર્ડ ન 5 ધોળીબેન જેન્તીભાઈ ભીલ 212 મત વોર્ડ ન 6...
  April 11, 11:10 PM