એઇડ્સ અવેરનેસનું કાર્ય કરતા સાઇકલ સવારને નિહાળી સુરતના દંપતીને ચક્ષુદાન અંગે જનજાગૃતિ અભિયાન કરવાની પ્રેરણા મળી હતી. તા. ૨૬ ઓક્ટોબરે સુરતથી પ્રવાસનો પ્રારંભ કરનાર દંપતી આશરે ૫૪૦૦ કિ.મી.નું ભારતભ્રમણ કરી વડોદરા પહોંચ્યું હતું.
સુરતમાં કાપડની દલાલીનો ધંધો કરતા લાયન ભગીરથભાઇ પાલીવાલા તેમજ લાયન ગીતાબહેન પાલીવાલાને સંતાનમાં એક ૬ વર્ષનો...
વિટ્ઠલનાથજીના વરઘોડામાં ઐતિહાસિક તોપની સલામી આપી શકાય તે માટે હાઇકોર્ટે એફએસએલને તોપનું પરીક્ષણ કરવાનો આદેશ કરતાં મહિના પહેલાં એફએસએલના અધિકારીઓએ તોપનું પરીક્ષણ કર્યું હતું.
પરીક્ષણના અંતે એફએસએલ દ્વારા શહેર પોલીસને રિપોર્ટ સુપરત કરાતાં તેમાં તોપનો ઉપયોગ થઇ શકે તેમ ન હોવાનું જણાવાતાં પોલીસે મંદિરના સંચાલકો તેમજ સત્તાધીશોને તોપની...
- મુજમહુડાના રસ્તા અંગે રહીશોની કર્મચારીઓ સાથે ચકમક
- ઇજારદાર પણ દેખાતા નથી
શહેરના મુજમહુડા વિસ્તારમાં બની રહેલા નવા રસ્તાની કામગીરીમાં સુપરવિઝનનો અભાવ છતો થતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ, સેવાસદન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે હાલમાં મુજમહુડાથી બીપીસી રોડ પર નવો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ, રસ્તાની મહત્વની...
કાલાઘોડા સ્થિત પંચમુખી હનુમાનજી મંદિરથી સયાજી હોસ્પિટલના મુખ્ય દરવાજા સુધીના માર્ગ પરઆજે બપોરે લગભગ દોઢ વાગ્યાના સુમારે કોઇ વાહનમાં લીકેજ થવાના કારણે ઓઇલ જેવો ચીકાશયુક્ત પદાર્થ ઢોળાયો હતો. જેના કારણે ગણતરીની મિનિટોમાં સંખ્યાબંધ વાહનચાલકો લપસ્યાં હતાં. જેના પગલે ટોળાં એકઠાં થઇ ગયાં હતાં.
એક એક્ટિવા સવાર યુવક લપસીને ડિવાઇડર તરફ ધકેલાયો...