Home >> Madhya Gujarat >> Latest News >> Anand
 • ઉમરેઠતાલુકાના ખાખણપુર ગામે શનિવાર રાત્રે તસ્કરોએ લોખંડની જાડીયું તોડી ઘરમાં પ્રવેશ કરી 49 હજારની મત્તા ચોરી કરીને લઇ ગયા હતા. અંગે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ખાખણપુર ગામે નટવરસિંહ ચૌહાણનો પરિવાર રહે છે. શનિવાર રાત્રે મકાન બંધ કરીને પરિવારના સભ્યો ઘરની બહાર સૂતા હતા. ત્યારે તસ્કરોએ મકાનની પાછળ આવેલ જાડીયું તોડી ઘરમાં પ્રવેશીને દાગીના તથા રોકડ મળીને 49.500ની મત્તા ચોરી કરીને લઇ ગયા હતા. અંગે નટવરસિંહ ચૌહાણે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
  02:10 AM
 • ગુજરાતવિધાનસભાની ચૂંટણીપૂર્વેની તૈયારીઓ માટે આમ આદમી પાર્ટીની ગુજરાતના ચૂંટણી પ્રભારી ગોપાલરાય સાથે દિલ્હીમાં બેઠક યોજાઇ હતી. જેમાં અગામી ચૂંટણીની રણનીતિ ઘડવા માટે ચર્ચાઓ થઇ હતી. ખાસ બેઠક આણંદ-ખેડા જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા હતા. દિલ્હી ખાતે મળેલી બેઠકમાં પાર્ટીના ઝોનલ ઇન્ચાર્જ તથા અન્ય આગેવાનો સાત દિવસ દરમ્યાન દરેક વિધાનસભાની મુલાકાતે આવનાર છે. તે અંગેની તૈયારીઓ બાબતે ચર્ચા કરાઇ હતી. દરેક વિધાનસભામાં સમીક્ષા બેઠક યોજીને પાર્ટીની સંગઠનની પરિસ્થિતિ રાજકીય...
  02:10 AM
 • સિવિલ હોસ્પિટલના નવેસરથી નકશા બનાવવાનું કામ ચાલુ છે શહેરની વ્યાયામશાળા પરિસરમાં સિવિલ બનાવવા સરકાર સમક્ષ માગ કરાઈ છે ^‘આણંદમાંસિવિલ હોસ્પિટલ બને તો ગરીબ અને મધ્યવર્ગને ફાયદો થાય તેમ છે. શહેરના વ્યાયામશાળા ખાતે સિવિલ બનાવવા સરકારમાં રજુઆત કરી છે. વ્યાયામશાળામાં બને તો પ્રજાને ફાયદો થાય, સિવિલ બનાવવા વધુ એક વખત રજુઆત કરવા નિતિનભાઈ પટેલને પણ મળવાનું છે.’ > પુનમભાઈપરમાર, ધારાસભ્ય,સોજિત્રા. સિવિલહોસ્પિટલ અંગે એક માસ અગાઉ મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએે રજુઆત ^‘આણંદશહેરમાં સિવિલ...
  02:10 AM
 • ઉમરેઠનાભાલેજ ખાટકીવાડમાં રહેતાં અબ્દુલરહેમાન તથા મુસ્તુફા ઉર્ફે મુસા કુરેશી ઘરમાં કતલખાનુ ચલાવે અને છે. અને બહારથી પશુ લાવી કતલ કરે છે. તેવી બાતમી આણંદ એસઓજી પોલીસને મળી હતી. આથી પોલીસે શનિવારે ખાટકીવાડમાં રહેતાં અબ્દુલરહેમાન કુરેશીના ઘરે રેડ પાડીને તપાસ હાથ ધરતાં ઘરમાં એક પશુ દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધ્યું હતું. તથા ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કરી હતી. જેથી પોલીસે અબ્દુલરહેમાન સામે કાર્યવાહી હાથ ધરી હતી.
  02:10 AM
 • ખંભાતનાકલમસર ગામે જય કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કંપની આવેલી છે. કંપનીમાં નોકરી કરતો એક શખસ પ્લાન્ટમાંથી બે ઇલેકટ્રીક મોટર ચોરી કરીને લઇ ગયો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર કલમસર જય કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં કુલસિંગ બી. ડાભી નોકરી કરે છે. કુલસિંગ ગત તા.18મીના રોજ કોઇપણ સમયે કંપનીના ઇપીટી પ્લાન્ટની ટેન્કની પાછળ લગાવેલ ઇલેકટ્રીક મોટર નં.2, 3 હોર્સ પાવરની કિંમત રૂ.6 હજારની ચોરી કરીને લઇ ગયો હતો. તેની જાણ કંપનીના મેનેજર સંજય દત્તાને થતા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
  02:10 AM
 • સંતશિરોમણી યોગીજી મહારાજની સવા શતાબ્દી વર્ષની ઉજવણી નિમિતે મોગરી સ્થિત અનુપમ મિશનમાં સંત જશભાઇની પ્રેરણાથી યોગી યુવા ગ્રીષ્મ શિબિર યોજવામાં આવી હતી. જેમાં ભારતના વિવિધ કેન્દ્રોમાંથી 400 લોકોએ ભાગ લીધો હતો. શિબિરમાં સાચા અને સારા માર્ગે જીવન દોરી સવળા અને સર્જનાત્મક બનવાની કેળવણી આપવામાં આવે છે. સંતભગવંત જશભાઇએ જણાવ્યું હતું કે સૌના ગુણ જોવા, સૌના ગુણ ગાવા અને સારું સાંભળવું. માતાપિતા અને ગુરુજનો રાજી થાય તેવું જીવન જીવવું જોઇએ. વ્યસન અને કુસંગ રાખવા નહીં. શિબિરમાં અશ્વિનભાઇ સહિત અનેક...
  02:10 AM
 • નડિયાદજુના એસટી બસ સ્ટેશનમાં પંખાની કોઇ વ્યવસ્થા નથી જેના કારણે બસની રાહ જોઇને બેઠેલા મુસાફરોને હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં શેકાવવાનો વારો આવે છે. એસટી વિભાગ દ્વારા બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવતી હોવાનો આક્ષેપ પણ મુસાફરો કરી રહ્યાં છે. નડિયાદ જુના બસ સ્ટેશનમાંથી વડોદરા, સુરત, નવસારી, દાહોદ, પંચમહાલ તેમજ અન્ય સ્થળોએ જવા માટેના પ્લેટફોર્મ આવેલા છે. ઉપરાંત આણંદ અને વિદ્યાનગર તરફ જવા માટે પણ પ્લેટફોર્મ પરથી બસો જતી હોય છે. રોજના હજજારોની સંખ્યામાં મુસાફરો પ્લેટફોર્મનો ઉપયોગ કરતાં હોય છે....
  02:10 AM
 • સોજિત્રાતાલુકાના મલાતજ ગામના તળાવમાં 125 મગર રહે છે. ત્યારે દેશની ભાવિ પેઢી સમાન બાળકો મગરને નિહાળી શકે તે માટે તળાવને ક્રોક્રોડાઇલ પાર્ક તરીકે વિકસાવવા ધી આશાપુરી કો.ઓ. ક્રેડીટ સોસાયટી પીપળાવના ચેરમેન અને સભ્યોએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત રજુઆત કરી છે. સોજિત્રા તાલુકાનું મલાતજ ગામ સુફીસંત કવિ છોટમની જન્મભૂમિ-કર્મભૂમિ હોઇ ઐતિહાસિક મહત્તા ધરાવે છે. ગામના તળાવમાં ગાયકવાડી શાસનથી મગરોનું સામ્રાજય જોવા મળેે છે.હાલમાં પણ સવા-સોથી વધુ મગરો તળાવમાં રહે છે. જેથી આણંદ જિલ્લામાં...
  02:10 AM
 • આણંદજિલ્લાના નવસર્જન સમયે જિલ્લા પંચાયતનું ભવન રાતોરાત અમૂલ ડેરી સામેના કોમ્પ્લક્ષમાં બનાવવામાં આવ્યું હતું. બે દાયકાની સફર બાદ બોેરસદ ચોકડી પાસે પંચાયતના ક્વાટર્સ તોડી નવું ભવન બનાવવામાં આવ્યું છે. ભવનનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કરવાના હતાં. પરંતુ ચોથા માળનો વિવાદ સર્જાતા તે પડતું મુકાયું હતું. આખરે ‘ઘીના ઠામમાં ઘી પડતાં’ ભવનનું ઉદ્દઘાટન 3જી જૂનના કરવાનું નક્કી કરાયું છે. આણંદ જિલ્લા પંચાયતના નવીન ભવનની તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે, ભવને જાન્યુઆરીમાં ભારે વિવાદ...
  02:10 AM
 • આણંદ |આણંદ પાસે મોગર ગામે આવેલ વ્રજભૂમિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતાં સુશ્રુત હરીનાથ ઝાએ ધો.12 સાયન્સમાં ગ્રેડ મેળવ્યો છે. સીબીએસઇ દ્વારા રવિવારે જાહેર થયેલા પરિણામમાં સુશ્રુત ઝાએ ઇંગ્લીશમાં 90, ફિઝિક્સમાં 91, કેમેસ્ટ્રીમાં 91, બાયોલોજીમાં 95 અને ફિઝિકલ એજ્યુકેશનમાં 85 ગુણ મેળવીને વન ગ્રેડ મેળવ્યો હતો. વ્રજભૂમિ સ્કૂલના વિદ્યાર્થીએ વન ગ્રેડ મેળવ્યો
  02:05 AM
 • ખંભાતશહેરમાં મીરા સૈયદઅલીની દરગાહ પાસે આવેલા કબ્રસ્તાનની દિવાલ પાસે ગેટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે પાંચ શખસોએ ગેરકાયદે મંડળી બનાવી ગેટ બનાવવા બાબતે એક ઇસમ સાથે ઝઘડો કરી જમીનમાં દાટી દેવાની ધમકી આપી હતી. અંગે ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર ખંભાત શહેરમાં મીરા સૈયદઅલી દરગાહ પાસે આવેલ કબ્રસ્તાનની દિવાલમાં ગેટ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. જેની દેખભાળ સીરાજખાન દિલાવરખાન પઠાણ કરી રહ્યા હતા. ત્યારે ઇફતેખાર મુખત્યાર હુસેન યમની, અસફાક સૈયદ,...
  02:05 AM
 • વિદ્યાનગરશહેરના અંબામાતા વિસ્તારમાં પાણી પુરુ પાડવા માટે નવો બોર બનાવ્યો છે. વર્ષો જૂની પાઇપલાઇનમાં જોડાણ અપાતાં વારંવાર લીકેજના બનાવો બને છે. છેલ્લા બે માસથી વિસ્તારમાં ઠેર-ઠેર લીકેજના કારણે હજારો લીટર પાણી વેડફાઇ રહ્યું છે. તેમાં પાઇપલાઇનમાં દુષિત પાણી ભરાતાં રોગચાળાની દહેશત પણ વર્તાઇ રહી છે. શહેરમાં નગરજનોને પાણી પુરુ પાડવા માટે 9 કરોડનો પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. પાંચ ઝોનમાં પાણી વિતરણની વ્યવસ્થા ગોઠવાઇ છે. વોર્ડ નં.1માં અંબામાતા વિસ્તારમાં છેલ્લા બે માસથી ત્રણથી ચાર જગ્યાએ...
  02:05 AM
 • ખંભાતતાલુકાના કલોદરા ગામની સીમમાં રહેતો અને શક્કરપુરની સ્વામિનારાયણ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતાં હરેશ પરમારે બોર્ડની ધો.12 સાયન્સની તમામ વિષયની પરીક્ષા આપી હોવા છતાં બોર્ડ દ્વારા અપાયેલા પરિણામમાં બાયોલોજી વિષયમાં ગેરહાજર બતાવે છે. જેના કારણે અન્ય વિષયોમાં પાસ હોવા છતાં હરેશ પરમારની કારકિર્દી દાવ પર લાગી ગઇ છે. ખેતી કરીને ગુજરાન ચલાવતાં પરિવારનો પુત્ર બોર્ડના છબરડાનો ભોગ બનતાં મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. હવે બોર્ડ દ્વારા ન્યાય કરવામાં આવે તેમ વિદ્યાર્થી સહિત પરિવાર ઇચ્છી રહ્યો છે. CM...
  02:05 AM
 • ખંભાતતાલુકાના ગોલાણા ગામે પંચાયત પાસે ઘરના ઝાંપા આગળ માટી નાંખવા બાબતે બે પરિવારો વચ્ચે બોલાચાલી થઇ હતી. જેથી ઉશ્કેરાયેલા શખ્સે ઘરમાંથી પાવડો લઇ આવી બે મહિલા સહિત ત્રણને પાવડા માર માર્યો હતો. ગ્રામ પંચાયત પાસે કકુભાઇ જીવાભાઈ પરમાર ઘર આગળ ઝાંપા પાસે માટી નાંખી રહ્યા હતા. બાજુમાં રહેતાં રણજિતસિંહ પરમારે ઝાંપા આગળ માટી નાંખવા બાબતે ઝઘડો કરી ઉશ્કેરાઇ જઇ કકુભાઈને તથા સજ્જનબેનને પાવડો મારી ઇજાઓ પહો઼ચાડી હતી. જ્યારે કેસરબેનને કમ્મરના ભાગે પાવડો માર્યો હતો.
  02:05 AM
 • ગુજરાતરાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2017માં લેવાયેલી ધો.10ની પરીક્ષાનું 29મી મેના રોજ પરિણામ જાહેર થશે. સવારના વેબસાઇટ પર પરિણામ જાહેર કરાયા બાદ 11 કલાકે જિલ્લા વિતરણ સ્થળથી આર્ચાયોને પરિણામનું વિતરણ કરાશે. જિલ્લામાં ત્રણ ઝોનના 37 પરીક્ષા કેન્દ્ર પર 39,696 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. બોર્ડ દ્વારા સવારના 8 કલાકે બોર્ડની વેબસાઇટ પર www.gseb.org જાહેર કરવામાં આવશે. 11 વાગ્યા બાદ માર્કશીટ વિતરણ CBSEનું પરિણામ વેબસાઇટ પરથી મેળવ્યું સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી...
  02:05 AM
 • છેલ્લાએક અઠવાડિયાથી આકરા બની રહેલા ઉનાળામાં બે દિવસથી પવનની ઝડપ વધી છે. એમાંય રવિવારે 9.7 કિમીની ઝડપે પવન ફુંકાવા સાથે સવારના વાદળો આવતાં વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. જેના કારણે તાપમાનનો પારો 2 ડિગ્રી ગગડીને 39 ડિગ્રી નોંધાયો હતો. તેમજ આગામી બે દિવસમાં તેજ ગતિએ પવન ફુંકાવા સાથે છુટોછવાયો વરસાદ થવાનો હવામાન વિભાગનો વર્તારો છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાનશાસ્ત્રી ડો.વ્યાસપાંડેએ જણાવ્યું હતું કે “થંડર એક્ટિવિટીની અસર હેઠળ આગામી બે દિવસમાં સવારે તેજ ગતિએ પવન ફુંકાવા સાથે છુટોછવાયો વરસાદ...
  02:05 AM
 • પ્રજાજનોનેસરકારી કચેરીમાં જરૂરિ કામકાજ માટે કોઈ મુશ્કેલી પડે અને એકજ સંકુંલમાં વિવિધ સરકારી કચેરીના કામ અરજદારો પૂર્ણ કરી શકે તે હેતુ થી રાજ્ય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે ત્યારે આજે ઉમરેઠ નગરમાં નગરપાલિકા સ્કૂલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નગરપાલિકા,મામલતદાર કચેરી સહીત વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓ પ્રજાજનોના વિવિધ કાર્યોનું સ્થળ પર નિકાલ કર્યું હતું. સવારે નવ કલાકે સેવા સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત થતા મોટી સંખ્યામાં અરજદારોની ભીડ...
  02:05 AM
 • આણંદતાલુકાના મોગર ગામે દુકાન આગળ ઉભુ રહેવા બાબતે ઝઘડો થયો હતો. તે અંગે મહિલા ઠપકો આપવા જતાં ઉશ્કેરાયેલા બે ઇસમોએ મહિલાને અપશબ્દો બોલી ગુપ્તી મારી તથા વચ્ચે છોડાવા પડેલ મહિલાને પણ માર મારી ઇજાઓ પહોંચાડી હતી. અંગે વાસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મોગર ગામે લાલ દરવાજા પાસે જ્યોત્સનાબેન હરપાલસિંહ મહીડાનો પરિવાર રહે છે. તેમના સંબંધી કૃણાલભાઇ અરુણાબેન હરદેવસિંહ મહીડાની દુકાન આગળ 8 દિવસ ઉભા હતા. જેથી અરુણાબેને મારી દુકાન સામે કેમ ઉભો છું તેમ કહીને ઝઘડો કર્યો હતો. જે બાબતે જ્યોત્સનાબેન...
  02:05 AM
 • ભાલેજદરગાહ પાસે રહેતાં અબ્દુલમીયા મલેકની દીકરી રીઝવાનાબાનુના લગ્ન થામણાના સમીરખાન પઠાણ સાથે થયા હતા. લગ્ન બાદ સમીરખાન પઠાણ તથા બીલ્કીસબાનુ પઠાણ, અસલમખાન પઠાણ સહિત ઘરના સભ્યો નાની-નાની બાબતે રીઝવાનાબાનુ સાથે ઝઘડો કરી માનસિક ત્રાસ ગુજારતા હતા. લગ્નમાં આપેલ તમામ વસ્તુ લઇને ઘરમાંથી કાઢી મુકી હતી. આખરે રીઝવાનાબાનુ મલેકે ઉમરેઠ પોલીસ મથકે સમીરખાન પઠાણ સહિત વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.
  02:05 AM
 • આણંદ: કાંકરોલીના યુવરાજની ભવ્ય શોભાયાત્રા, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો
  આણંદ: ડો.વાગીશકુમાર કાંકરોલી યુવરાજનો જન્મદિન 30મી મેના રોજ આણંદ દ્વારકાધીશ બેઠક મંદિર ખાતે ઉજવવામાં આવનાર છે. તે શુભઅવરસ નિમિતે શનિવાર સાંજે ડો.વાગીશકુમારનું સામૈયુ (શોભાયાત્રા) શાસ્ત્રી મેદાન ખાતે નીકળી હતી. આ શોભાયાત્રા ગોપાલ ચોકડી, ડીએન હાઇસ્કૂલ, નગરપાલિકા તથા ગામડીવડ થઇ બેઠક મંદિરે પહોંચી હતી. આ શોભાયાત્રામાં 500 ઉપરાંત મહિલાઓ માથે કળશ લઇ જોડાઇ હતી. ઠેર-ઠેર વાગીશ મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
  May 28, 02:21 AM