Best of City

અક્ષરધામ મંદિર

માત્ર ગુજરાત અને અમદાવાદનાં જ નહીં, વિદેશી પર્યટકો માટે અક્ષરધામ મંદીર એક દર્શનીય સ્થળ બની ગયુ છે. 23 એકરના વિશાળ વિસ્તારમાં અક્ષરધામ સંકૂલ આવેલું છે. રાજસ્થાની ગુલાબી પથ્થરમાંથી આ ભવ્ય મંદિર બાંધવામાં આવ્યુ છે. આ મંદિર 108 ફૂટ ઊંચું, 240 ફૂટ લાંબું અને 131 ફૂટ પહોળું છે. કલામય સ્થાપત્ય શૈલીથી બંધાયેલા આ દેવાલયમાં 7ફુટથી પણ ઊંચી ભગવાન સ્વામિનારાયણની પ્રતિમાં છે. તેની બાજુમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાલાનંદ સ્વામીની પ્રતિમાઓ છે. ભોંયતળિયાની વિશાળ જગ્યામાં ભગવાન સ્વામિનારાયણના જીવનના-તેમની તપશ્ચર્યાના-તેમની દિવ્ય અનુભૂતિના પ્રસંગો મૂર્તિમંત કરવામાં આવ્યા છે. ઉપરાંત રામાયણ, મહાભારત અને ઉપનિષદ વગેરેના પ્રસંગો શિલ્પ અને ચિત્રો દ્વારા તાદ્શ કરવામાં આવ્યા છે. નરસિંહ, મીરાં, પ્રેમાનંદ જેવા ભક્તોની પ્રતિમાઓ પણ છે.

Address: અક્ષરધામ મંદિર, ગાંધીનગર

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
9 + 7

 
(8)
Latest | Popular
 
Advertisement

RECOMMENDED