Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City
 • દર્દીઓનેસ્ટ્રેસ, બ્લડપ્રેશર અને હાઈપર ટેન્શન જેવી બીમારીઓથી પોતાના અનુભવ, આવડત અને ઉપચારથી તબીબો સ્વસ્થ જીવન આપે છે. પરંતુ, આંચકાજનક વાત છે કે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સહિત અન્ય બે સંસ્થાઓ દ્વારા દેશનાં 33 શહેરોનાં 533 તબીબો પર એમ્બુલેટરી બ્લડપ્રેશર મોનિટરિંગથી હાથ ધરાયેલાં સેમ્પલ સરવેમાં દર્દીની સારવાર કરતાં તબીબો ખુદ વધુ પડતા કાર્યબોજથી હાઇબ્લડપ્રેશર અને હાઈપરટેન્શનનો શિકાર બન્યાં છે, જેમાં ગુજરાત 39 તબીબોનો સમાવેશ થાય છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, હાર્ટ કેર ફાઉન્ડેશનનાં અધ્યક્ષ ડો....
  54 mins ago
 • અમદાવાદશહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. 20 દિવસમાં મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ સહિતના 500થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે પાણીજન્ય રોગચાળાના પણ 800થી વધુ કેસ નોંધાયા છે. ઈન્ચાર્જ મ્યુનિ.હેલ્થ ઓફિસર ડો.ભાવિન જોષીએ કહ્યું કે, મેના 20 દિવસમાં સાદા મેલેરિયાના 558, ઝેરી મેલેરિયાના 7, ચિકનગુનિયાના 4 અને ડેન્ગ્યુના 7 કેસ નોંધાયા છે. તે રીતે, ઝાડા-ઊલટીના 576, કમળાના 117, ટાઈફોઈડના 155 અને કોલેરાનો એક કેસ ગોમતીપુર વોર્ડમાં નોંધાયો છે. પ્રદૂષિત પાણીને લઈને પાણીજન્ય રોગચાળો વકર્યો હોવાનું...
  54 mins ago
 • છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી પીજી મેડિકલની કુલ 592માં જુદી જુદી કેટગરીની અંદાજે 216 બેઠકો ખાલી પડી હતી. અગાઉના પ્રથમ રાઉન્ડ પછી 174 જેટલી બેઠકો ખાલી પડી હતી. બંને મળી કુલ 390 બેઠકો ખાલી છે. પીજી મેડિકલની મહત્વની ગણાતી બેઠકો ખાલી પડે તેવી કેન્દ્ર સરકાર દ્વારા તાકીદ કરવામાં આવી છે. જેના પગલે પીજી પ્રવેશ સમિિત દ્વારા પણ ખાલી બેઠકો માટે નવેસરથી રાઉન્ડ કરવો પડશે. નીટના આધારે પહેલી વખત પીજી મેડિકલમાં કોમન કાઉન્સેલિંગ અને સિંગલ વિન્ડો સિસ્ટમ પ્રમાણે કાર્યવાહી કરાઇ હતી. ખાલી બેઠકોમાં મોટાભાગની નોન...
  54 mins ago
 • એનર્જી એક્સપર્ટ કે. કે. બજાજે જણાવ્યું છે કે, કોલસા પર ટેક્સના રેટ તા.1 જુલાઈથી ઘટાડીને 5 ટકા કરાયા છે અને સૂચિત જીએસટી ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવાની ભલામણ કરી છે. કોલસા આધારિત પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી વીજળીનો ખર્ચમાં યુનિટ દીઠ લગભગ 8 પૈસા ઘટશે. ગુજરાતમાં જીએસઈસીએલના કોલસા આધારિત 5 વીજ પ્લાન્ટની કુલ 6 હજાર મેગાવોટ વીજ ક્ષમતા છે. જો કે, તે 70 ટકાની ક્ષમતા સાથે કાર્યરત છે. તેમણે કહ્યું કે, તમામ રાજ્યોમાં જીએસટી અમલી બનશે અને તેના લીધે કોલસાના ભાવ ઘટવાથી વીજ ખર્ચ ઓછો આવશે અને ઓક્ટોબર, 2017 પછી એફપીપીપીએ...
  54 mins ago
 • ગાંધીનગરમહાત્મા મંદિર ખાતે યોજાયેલી અાફ્રિકન ડેવલપમેન્ટ બેન્કના સંમેલનમાં ભાગ લેવા આવેલા 1200થી વધુ લોકોનું ડેલિગેશન અમદાવાદની વિશ્વ વિખ્યાત હેરિટેજ વોકમાં સામેલ થઈ અમદાવાદનો આર્કિટેક્ચર નિહાળવાની સાથે હિન્દુ-મુસ્લિમ ઐતિહાસિક ધરોહરની ઝાંખીથી પરિચિત થાય તે માટે 23થી 26 મે સુધી હેરિટેજ વોકનું આયોજન કરાયું છે. જ્યારે 24મીએ સવારે 7.30 વાગે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો સામેલ થશે. વોક યોજાય તે પહેલા સોમવારે ટૂરિઝમ વિભાગ, કોર્પોરેશનના...
  54 mins ago
 • પેસેન્જર્સે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેમજ સરદારનગર પોલીસ સ્ટેશને એરલાઈન્સ સામે બેદરકારીની ફરિયાદ નોંધાવી છે. એક પેસેન્જર અલ્પેશ જાગાણીએ કહ્યું, તેઓ પત્ની, પુત્રી અને મિત્ર સાથે સાત દિવસ સ્વિર્ત્ઝલેન્ડ ફરવા જતા હતા. રવિવારે રાતે 10.20 વાગ્યાની ફ્લાઈટમાં અમદાવાદથી મુંબઈ તેમજ દુબઈ થઈ સ્વિર્ત્ઝલેન્ડની કનેક્ટિંગ ફ્લાઈટ પકડવાની હતી. તેમણે 8.45 વાગે બોર્ડિંગ પાસ લઈ લગેજ બુક કરાવ્યું ત્યારે એરલાઈન્સના કર્મચારીએ જણાવ્યું કે, ફ્લાઈટ ગેટ - 2 પરથી જશે. રાતે 10.15 પછી તપાસ કરતાં તેમને જાણ થઈ કે ફ્લાઈટ...
  54 mins ago
 • એરંડા, ધાણામાં મંદીની સર્કિટ : વૈશ્વિક ખાદ્યતેલો મજબૂત રહેતા સ્થાનિકમાં સ્થિરતા દેશમાં ચાલુ વર્ષે રેકોર્ડ ઉત્પાદન રહ્યાં બાદા આગામી વર્ષે પણ અત્યારથી નવા ઉંચા પાકના અંદાજો મુકાવા લાગ્યા છે. મોટા પાકના અંદાજોના પગલે આજે મોટા ભાગની એગ્રી કોમોડિટીમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. એરંડા, ધાણામાં વેચવાલીના કારણે મંદીની સર્કિટ લાગી હતી. રૂપિયો મજબૂત રહેતા હજુ નિકાસ વેપારો મંદ છે. ઉપરાંત રમજાનના તહેવારોના કારણે વેપારો અત્યારથી ઘટવા લાગ્યા છે. એરંડા વાયદો આજે ફરી 4500ની સપાટી ગુમાવીને 4478, જ્યારે...
  54 mins ago
 • ક્રૂડમાંછેલ્લા એક મહિનાથી સતત બે તરફી મુવમેન્ટ જોવા મળી રહી છે. આગામી 25મી મેના રોજ વિયેનામાં મળનારી ક્રૂડ ઉત્પાદક દેશોની બેઠકમાં ઉત્પાદન કાપ મુદ્દે કેવો નિર્ણય લેવામાં આવે છે તેના પર બજારની ભાવી ચાલ નિર્ભર બનશે. જોકે છેલ્લા એકાદ સપ્તાહથી ઘટ્યા ભાવથી મજબૂત વલણ જોવા મળ્યું છે. ડબલ્યુટીઆઇ ક્રૂડ ઉંચકાઇને અત્યારે 50 અને બ્રેન્ટ 54 ડોલર આસપાસ ક્વોટ થવા લાગ્યું છે. અમેરિકામાં ક્રૂડ સેલનું ઉત્પાદન સતત વધી રહ્યું છે જેના કારણે અમેરિકાના ઓઇલ સર્વેયરના અહેવાલ મજુબ ગત સપ્તાહ દરમિયાન ઓઇલ ડ્રિલિંગ...
  54 mins ago
 • બિટકોઇનમાં બે માસમાં બમણી તેજી : 2000 ડોલર વિશ્વભરમાંગેરકાયદે રીતે બિટકોઇનનો વેપાર ફુલ્યો-ફાલ્યો છે ત્યારે તેમાં ઝડપી તેજી આગળ વધી રહી છે. માર્ચ મહિનામાં બિટકોઇનનો ભાવ 950 ડોલર આસપાસ હતો જે વધીને અત્યારે રેકોર્ડ સપાટી 2000 ડોલરને વટાવી ચૂક્યો છે. સતત ઝડપી તેજી બાદ ગમે ત્યારે પરપોટો ફુટશે તેવુ મોટા ભાગના એનાલિસ્ટો દર્શાવે છે. બ્લોક ચેઇન ટેક્નોલોજી મારફત બિટકોઇનનો વેપાર વિશ્વભરમાં દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે. અનરેગ્યુલેટેડ માર્કેટ છે. વિશ્વના કોઇ પણ દેશમાં બિટકોઇને કાયદેસરની માન્યતા મળી...
  54 mins ago
 • બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2911 પૈકી 877 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1844 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છેકે, માર્કેટમાં સુધારો રહ્યો હોવા છતાં માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી. જ્યારે માર્કેટ સેન્ટિમેન્ટ સતત સુધારાનો સંકેત કરી રહ્યું છે. જોકે, હેલ્થકેર, ઓટો, બેન્કેક્સ, ઓઇલ, પાવર, રિયાલ્ટી, સ્મોલકેપ અને મિડકેપ સેગ્મેન્ટમાં એક ટકા ઉપરાંતનો ઘટાડો નોંધાયો હતો. તે જોતાં નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે, આજની સુધારાની ચાલ સેન્સેક્સ-નિફ્ટી અને એફએમસીજી પુરતી સિમિત રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું...
  54 mins ago
 • LOVE @ ફેસબુક સાઈટ અમદાવાદ ઝોન-2માં ડીસીપી તરીકે ફરજ બજાવતા ઉષા રાડાએ ગઈકાલે પોતાના ફેસબુક ફ્રેન્ડ નરેશ દેસાઈ સાથે પરિવારના ગણતરીના સભ્યોની હાજરીમાં કોર્ટમાં લગ્ન કર્યા . ઉષા રાડાના પતિ નરેશભાઈ કાળુભાઈ દેસાઈ 15 વર્ષથી લંડનમાં રહે છે અને હિથ્રો એરપોર્ટ પર નોકરી કરે છે. લગ્ન બાદ પરિવારના સભ્યો માટે એક નાનકડુ ફંકશન પણ રાખવામાં આવ્યું હતું.
  54 mins ago
 • } પૂણેની યુવતીનો 408 હાથમાં મહેંદીનો રેકોર્ડ તોડવા મહેનત કરતી સુફિયા સિટી રિપોર્ટર @ahm_cb આસ્ટોડિયાપાસે આવે લા છીપા હોલમાં સોમવાર સવારથી મહેંદી મુકવા આવેલી યુવતીઓનો મેળાવડો જામ્યો હતો. 23 વર્ષની બ્રાઈડલ આર્ટિસ્ટ સુફિયા રેશમવાલા સવારના 9 વાગ્યાથી સતત અટક્યા વિના એક પછી એક હાથ પર કલ્પનાતિત ઝડપે મહેંદી મુકી રહી હતી. જમવા અને નાસ્તો કરવા સહિતના કાર્યો તે મહેંદી મુકવાની સાથે કરી રહી હતી. લખાઈ રહ્યું છે ત્યારે રાત્રે 8:30 વાગ્યે પણ તેની આક સફર એકધારી ચાલુ છે. અગિયાર કલાકમાં તે કલાકના 30 હાથની સરેરાશથી 324...
  54 mins ago
 • પ્રદર્શનનોહેતુ ચાઈનાને ભારતનું સાંસ્કૃતિક દર્શન કરાવવાનો છે. આર્કિટેક્ચર એક કલા છે જેનો અનુભવ પ્રદર્શનમાં કરાવવો મુશ્કેલ છે પણ જો ફુલ સ્કેલ પર થાય તો તેના વડે નવા અનુભવનો સંયોગ બને જ્યાં દર્શકો રચનાઓની વાસ્તવિક અનુભૂતિ કરી શકે. એક્ઝિબિશનમાં ઈન્સ્ટોલેશન પદ્ધતિને માધ્યમ તરીકે અપનાવાઈ છે અને તેમાં લોકોની જીવનમાં વિવિધતાનો ઉત્સવ માણવાની પરિચય થશે. } શાંઘાઈના મ્યુઝિયમમાં પોતાનુ જે વર્ક પ્રદર્શિત થવાનુ છે વર્ક દર્શાવી રહેલા પીઢ આર્કિટેક્ટ બી.વી. દોશી પ્રદર્શનમાં અમદાવાદની ગુફા, સેપ્ટ...
  54 mins ago
 • સિટી રિપોર્ટર @ahm_cb અમદાવાદનીગુફા ગેલેરીમાં આજથી સમર સ્ટ્રોક્સ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. એન આર્ટિઝનના ઉપક્રમે યોજાનારા પ્રદર્શનમાં શહેરના આર્ટિસ્ટ મહેન્દ્ર કડિયા, કમલકાંત, મૃણાલ દત્ત સહિત દેશના 28 જેટલા આર્ટિસ્ટ્ પોતાના પેઈન્ટિંગ્સ, સ્કલ્પચર અને ફોટોગ્રાફ લઈને આવી રહ્યાં છે. 5.30 વાગ્યાથી કલાસંગ્રાહક અનિલ રેલિયા, ડિઝાઈન ગુરૂ સુબ્રતો ભૌમિક અને ઓથર અરૂણ કૌલની ઉપસ્થિતિમાં શરૂ થશે. 28મે સુધી દરરોજ 4થી 8 દરમિયાન જોઈ શકાશે. ગુફામાં આજથી સમર સ્ટ્રોક્સ
  54 mins ago
 • ફૂડબ્લોગર અેન્ડ ક્રિટીક ઓથેન્ટિક અને ગ્લોબલ વાનગીઓના ફૂડ ફેસ્ટિવલનું આયોજન કોર્ટયાડ મેરિયોટ ખાતે 20મેથી 3 જૂન દરમિયાન કરાયું છે. મેરિયોટ જે વિખ્યાત છે જેને કોઈ પરિચયની જરૂર નથી. હોટલમાં એક રેસ્ટોરન્ટ છે અને એક કાફે છે. બેલીફ, મોમો, જાવા પ્લસ દરેક અમદાવાદીની પહેલી પસંદ છે. ફૂડ ફેસ્ટિવલમાં કબાબ અફેર્સ, ઈટાલિયન ફૂડ ફેસ્ટિવલ, બર્ગર અને સ્લાઈડર અને મેક્સિકન ફૂડ ફેસ્ટિવલમાં ઘણાં સમયથી ચાલે છે. બ્યૂટી ઓફ ફૂડ ફેસ્ટિવલ છે જે અવનવી વાનગીઓને તેના સ્વાદ અનુસાર ડિસ્કવર કરે છે. અહીના સ્પેશિયલ શેફ કહે છે...
  54 mins ago
 • વિધાનસભા2017ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ ૧૫૦ થી વધુ બેઠકો મેળવવાના નિર્ણય સાથે મેદાનમાં પડ્યું છે. ભાજપ દ્વારા રાજયમા ૧૮ થી ૨૫ મે દરમીયાન ૩૩ જિલ્લા અને મહાનગરોમાં મળીને કુલ ૧૨૩ વિસ્તારક પ્રશીક્ષણ વર્ગનુ આયોજન કરાયેલ છે. જેના ભાગરૂપે અમદાવાદ જીલ્લાના દસક્રોઈ , બાવળા શહેર તથા બાવળા તાલુકા, બારેજા-બોપલ મહાનગર પાલીકાના પ્રશીક્ષણ વર્ગ અમ્દાવાદ જીલ્લાના દ્સક્રોઇ તાલુકાના પીરાણામા તારીખ ૨૧ મેના રોજ યોજાઇ ગયા . પ્રશીક્ષણ વર્ગમા ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, અમદાવાદ...
  54 mins ago
 • સાણંદ : એલસીબીઅમદાવાદ ગ્રામ્ય દ્વારા બાતમી ના આધારે સાણંદ ના ઘોડાગાડી સ્ટેન્ડ વિસ્તારમાં રવિવારે સાંજે કલાકે છાપો મારતા વરલી મટકાનો આંક ફરકનો પૈસાની હારજીત નો જુગાર રમતા શખ્શો માંથી સિકંદર હસુભાઈ સૈયદ (સરખેજ),ને ઝડપી લીધો હતો જયારે દિલો ઉર્ફે દિલીપ બહાદુરસિંહ વાઘેલા (સાણંદ) ,મુન્નો કાળુભાઈ શેખ (કલ્યાણપુર-કડી) -લાખો ઠાકોર (સાણંદ) નાસી છૂટવામાં સફળ રહ્યા હતા .એલસીબી પોલીસે સ્થળ ઉપરથી કુલ રૂ.૪૦૮૩૦/-નો મુદ્દામાલ કબજે લીધો હતો.
  54 mins ago
 • વિરમગામ | ચાંદલોડિયારેલ્વે સ્ટેશન ઉપર જબલપુર-સોમનાથ, અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી તથા જામનગર-સુરત-બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનોને તા. 21/05/2017ના રોજ સ્ટોપેજ મળ્યાને 1 વર્ષ પૂરું થતા તેની ઉજવણીના ભાગ રૂપે MST GROUP (અમદાવાદ-ચાંદલોડિયા-વિરમગામ-સુરેન્દ્રનગર) તરફથી 20 મે ને શનિવારના રોજ સવારે ચાંદલોડિયા રેલ્વે પ્લેટફોર્મ ઉપર હનુમાન ચાલીસાનું સાર્વજનિક પઠન રાખેલ અને સાથે પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં MST GROUP, ઉપસ્થીત સર્વે પેસેન્જરો તથા રેલ્વે સ્ટાફ જોડાયો હતો. MST GROUP દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરાયા
  54 mins ago
 • ભવ્ય તૈયારીઓમાં પંક્ચર| વડાપ્રધાનનરેન્દ્ર મોદીના આગમનને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર ભાજપ દ્વારા ભવ્ય સજાવટ કરાઈ હતી જે બધું વેરવિખેર થઈ ગયું હતું. ચંદ્રનગર શાહીબાગ ઍરપોર્ટ રોડ વાંચ ગામ વિરાટનગર ઍરપોર્ટ રોડ દાણીલીમડા પ્રિ-મોન્સૂન એકશન પ્લાનની પોલ ખૂલી શહેરનાઉત્તર ઝોનના ખાસ કરીને, સૈજપુર બોઘા, કુબેરનગર, મેમ્કો ઉપરાંત પૂર્વ ઝોનના વિરાટનગર વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા. પ્રથમ તબક્કામાં મેનહોલ અને કેચપીટોની સફાઈ થઈ ગઈ હોવાના મ્યુનિ.તંત્રએ દાવા કર્યા હતા. પણ માંડ અડધો ઈંચ વરસાદ...
  59 mins ago
 • જોકે વાસ્તવિક્તા છે કે રાજ્ય સરકારે વાતનો પણ સ્વીકાર કર્યો છે કે, વર્ષ 2015થી 2020 સુધીના સમયગાળામાં જે ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ રચવાની હતી તેમાં અઢી વર્ષ પૂરા થયાં બાદ પણ હજી એક પણ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના રાજ્યમાં નથી થઈ. વર્ષ 2016માં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીએ રાજકોટ બાર એસોસિએશનના એક કાર્યક્રમમાં તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ગુજરાતની વિવિધ અદાલતોમાં 22.42 લાખ કેસ બાકી છે. વર્ષે સરેરાશ 70 હજાર જેટલા કેસનો નિકાલ થાય છે. ઝડપે તમામ કેસોના નિકાલ માટે 28 વર્ષ લાગી શકે તેમ...
  59 mins ago