Home >> Madhya Gujarat >> Latest News
 • શાહ પંચના રિપોર્ટ મુદ્દે સતત બીજા દિવસે ગૃહમાં હોબાળો, કોંગ્રેસનું વોકઆઉટ
  ગાંધીનગરઃ એમ. બી. શાહ કમિશનના રિપોર્ટ મુદ્દે વિધાનસભા ગૃહમાં સતત બીજા દિવસે હોબાળો રહ્યો હતો. ગૃહમાં રિપોર્ટ રજૂ કરવાની માંગ સાથે કોંગ્રેસ અડગ રહેતાં બંને પક્ષના સભ્યો સામસામે સુત્રોચ્ચાર કર્યા હતા. ગૃહની કાર્યવાહી ખોરંભે પડતા અધ્યક્ષ વિરોધ કરી રહેલાં કોંગ્રેસના સભ્યોને બહાર કાઢવા કહેતાં સાર્જટોએ સભ્યોને પકડીને બહાર કાઢતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ કોંગ્રેસના તમામ સભ્યોએ વોકઆઉટ કર્યું હતું. ભ્રષ્ટાચાર નથી થયો તો અહેવાલ જાહેર કરો : વાઘેલા વિરોધ પક્ષના નેતા...
  1 mins ago
 • ટ્રાન્સ ફિમેલનો હોટ ફોટોશૂટ, મોડેલિંગ માટે કરે છે સંઘર્ષ; પહેલા હતો મર્દ
  વડોદરાઃ સામાન્ય રીતે ટ્રાન્સ જેન્ડરને પોતાની ઓળખ ઊભી કરવા માટે સતત ઝઝુમતા રહેવું પડે છે. ત્યારે ગુજરાતની પહેલી ટ્રાન્સ ફિમેલ મોડલે તરીકે વડોદરાની ઝોયા સંઘર્ષ કરી રહી છે. મોડેલિંગ માટે તેણે ફોટોશૂટ સાથે ઓફિસિઅલ વીડિયો પણ બનાવ્યો છે. આ વીડિયોના માધ્યમથી મોડેલને ટેલિવૂડમાં કામ કરવા માટે આર્ટિસ્ટનું સર્ટિફિકેટ પણ મળ્યું છે. મેલ માંથી ફિમેલ બનેલી ઝોયાએ માત્ર એક જ વર્ષમાં પોતાનો લૂક બદલી નાંખ્યો છે. પ્રોફેશનલ મોડેલને પણ પાછળ રાખી દે તેવા ફોટોશૂટ કરાવી રહી છે. કિન્નરો અને...
  37 mins ago
 • અ'વાદઃ ચાર મહિનાથી પગાર ન મળતા કામદારનો આપઘાત, કંપની સામે જ બેસણું
  અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી અનીલ સ્ટાર્ચ લિમિટેડ કંપનીના એક કામદારે પગાર ન મળતા આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. રખિયાલના રહેવાસી એવા મંદિપ મુળજીભાઈ પરમારે ચાર મહિનાથી પગાર ન મળતા 21મીએ એલિસબ્રિજ પરથી કુદીને આપઘાદ કરી લીધો હતો. મંદિપના મોતને પગલે અન્ય કર્મચારીઓએ આજે કંપનીના દરવાજાની બહાર બેસણું યોજ્યું હતું. બેસણા બાદ આશરે ૧૫૦ જેટલા કામદારોની બેનરો સાથે મૃતકના ઘર રખિયાલ સુધી મૌન રેલી કાઢશે. અનીલ સ્ટાર્ચ લિમિટેડ કંપનીમાં છેલ્લા 22 વર્ષથી કામ કરતાં કર્મચારી જાદવ...
  42 mins ago
 • દાઉદી વોહરા સમાજના સૈયદના સાહેબ અ'વાદમાં, કાલે થશે ઉર્સના ઉજવણી
  અમદાવાદઃ ઉર્સ પ્રસંગે દાઉદી વહોરા સમાજના ધર્મગુરુ નામદાર સૈયદના અને મૌલાના અબુ જાફરૂસ સાદીક આલીક્દર મુફ્દ્લ સૈફુદ્દીન (ત.ઊ.શ) સાહેબ ગુરુવારે રાત્રે અમદાવાદ પધાર્યા છે. ઉર્સની ઉજવણીના પ્રસંગે દાઉદી વહોરા સમાજ અમદાવાદ શહેરના આમિલ જનાબ શોમોઈલ ભાઈ સાહેબએ જણાવ્યું હતું કે, સૈયદના મફદ્દલ સૈકુદીન સાહેબના દીદાર વાસ્તે અને ઉર્સના પ્રસંગે સમગ્ર વિશ્વમાં વસવાટ કરતા દાઉદી વહોરા સમાજના 30,000 થી વધુ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. આજે સૈયદના કુત્બુદીન શહીદ (આ.કુ)ના ઉર્સની સંદલ રાતની અને 25 માર્ચે સૈયદના...
  10:09 AM
 • જૈનો 'હમ દો હમારે તીન' ની નીતિ અપનાવે: પૂ. શાંતિસાગરજી મહારાજ
  વડોદરા: દેશમાં જૈન સમુદાયની ઘટતી જતી વસતીના મુદ્દે દિગંબર જૈનાચાર્ય પૂ.શાંતિસાગરજી મહારાજે જૈન સમુદાયને હમ દો હમારે એક નહીં પણ હમ દો હમારે તીનની નીતિ અપનાવવા અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જૈનાચાર્ય પૂ.વિમલ સાગર સૂરિ મહારાજે જૈન સમુદાયની ઘટતી વસતી અંગે ચિંતા વ્યક્ત કરી હમ દો હમારે એક ની નીતિને તિલાંજલિ આપવા અનુરોધ કર્યો હતો. કાકા, મામા, ફોઇ જેવા સંબંધો માત્ર પુસ્તકોમાં જ રહી જશે ! વડોદરા શહેરના માંડવી-નવીપોળ ખાતેના શ્રી 1008 પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર ખાતે યોજાનારા ધાર્મિક...
  09:21 AM
 • વડોદરા: દુમાડ પાસે કારમાંથી 10 લાખની જૂની નોટો મળી, બે શખ્સોની અટકાયત
  વડોદરા: દુમાડ ચોકડી પાસે ગુરુવારે રાત્રે પોલીસે ટવેરા કારને અટકાવી જડતી લેતાં રૂા. 500ની બંધ થયેલી ચલણી નોટના 20 બંડલ મળી આવ્યા હતાં. પોલીસે રૂા. 10 લાખની ચલણી નોટો જપ્ત કરી હતી. રૂા. 500ની બંધ થયેલી ચલણી નોટના 20 બંડલ મળી આવ્યા વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ દુમાડ ચોકડી પર વાહન ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે સાવલી તરફથી આવતી નડિયાદ પાર્સિંગની તવેરા કારને અટકાવી કારમાં સવાર બંનેની પૂછતાછ કરતા સાવલીના કબાપુરા ગામનો સંજય દલપત ગોહિલ અને વાંકાનેરનો દિલીપ કિરણસિંહ કનેજા હોવાનું...
  09:00 AM
 • પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પિતાએ તરછોડેલી ત્રણ દીકરીઓને ACP મંજિતા ભણાવશે
  અમદાવાદઃ પુત્ર પ્રાપ્તિની ઘેલછાથી ત્રસ્ત એક મહિલાની ત્રણ દીકરીઓને ભણાવવાની જવાબદારી શહેરમાં ફરજ બજાવતા એસીપી મંજિતા વણઝારાએ લીધી છે. ત્રણ પુત્રીઓના જન્મ બાદ ગર્ભમાં ચોથી પણ પુત્રી જ હોવાનું જાણતા એક પતિએ પત્નીએ ફરજિયા ગર્ભપાત કરાવ્યો હતો અને ઘરમાંથી કાઢી મુકી છે. નિરાધાર બની ગયેલી મહિલાનો સાહારો બનતા મંજિતા વણઝારાએ દીકરીઓના ભણતરની જવાબદારી લીધી છે, અને તેમાં તેમના પતિ પણ સપોર્ટ કરી રહ્યાં છે. શહેરના કાલુપુરની મોલની પોળમાં રહેતી પુખરાજબાનુનાં લગ્ન બરોડાના શાહનવાઝ શેખ સાથે થયાં...
  08:59 AM
 • લેસ્બિયન 13 વર્ષ લિવ-ઇનમાં રહ્યાં, હવે કરાર રદ કરવા કોર્ટમાં અરજી કરી
  અમદાવાદઃ 13 વર્ષના લેસ્બિયન લિવ-ઇન રિલેશનશિપમાં વિખવાદ થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો છે. સુરેન્દ્રનગરમાં એક જ શેરીમાં સાથે મોટી થયેલી બે યુવતીની મિત્રતા પ્રેમમાં પરિણમતાં બંનેએ આજીવન સાથે રહેવાનું એકબીજાંને વચન આપ્યું હતું. પરંતુ સમય જતાં સંબંધોમાં કડવાશ આવતાં એક યુવતીએ કરાર તોડી અલગ થવા માટે કોર્ટમાં અરજી કરી છે. સુરેન્દ્રનગરમાં રહેતી મીનાનાં લગ્ન વિવેક સાથે થયાં હતાં. લગ્નજીવન દરમિયાન તે પુત્ર અને પુત્રીની માતા બની હતી. વર્ષ 2000માં વિવેકનું મૃત્યુ થતાં તે વિધવા થઈ. દરમિયાન સહેલી મીનળ...
  08:37 AM
 • આજનું પંચાંગ
  04:35 AM
 • ધારીમાંનવો એસ.ટી. ડેપો બનાવ્યા પછી લોકોને એવી આશા હતી કે હવે બધી બસો સમયસર મળી જશે. પણ હાલ કંઇક ઉલટું થઇ રહ્યું છે. ધારીના એસ.ટી. ડેપોમાં ગમે ત્યારે ગમે તે રૂટની બસો બંધ કરી દેવામાં આવે છે. ખાસ કરીને જે બસો લાંબા રૂટની હોય અને જે બસની આવક સારી હોય તે બસો ગમે ત્યારે બંધ કરી દેવામાં આજે છે તેથી મુસાફરોને તકલીફ ઉભી થઇ રહી છે.ધારીમાં એસ.ટી. ડેપો નવો બનાવ્યા પછી સુવિધા મળવાને બદલે સુવિધા ઝુંટવાઇ જાય છે. ધારી ડેપોના જે જૂના રૂટ છે અને વધુ આવકવાળા રૂટ છે તેને ગમે ત્યારે બંધ કરી દેવામાં આવે છે.ધારી ડેપો...
  04:35 AM
 • સયાજીગંજપોલીસ સ્ટેશનના ડી સ્ટાફના સ્વાંગમાં બે ભેજાબાજોએ બુધવારે રાત્રે કાલાઘોડા સર્કલ પાસે જમીન દલાલને ખોટાં કામ કરતો હોવાનું કહી તેની પાસેના રૂા.1500 નો તોડ કર્યો હતો. જમીન દલાલને પોલીસ સ્ટેશન લઇ જવાના બહાને બંને ફરાર થઇ જતાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. હરણીનો સંદીપ પટેલ જમીન લે-વેચનો વ્યવસાય કરે છે. બુધવારે રાત્રે તેઓ એસબીઆઇના એટીઅેમમાંથી રૂપિયા ઉપાડી કાલાઘોડા સર્કલ ભોલેનાથ મંદિર પાસે ઉભો હતો. દરમિયાન પોણા દસ વાગ્યાના સુમારે બાઇક સવાર 2 શખ્સો તેની પાસે સયાજીગંજ પોલીસ...
  04:35 AM
 • એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા ગુજરાતમાધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી ધો.10 તથા 12ની બોર્ડની પરીક્ષામાં આજે ધો-10 તથા 12 કોમર્સની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ગેરરીતીનો એકપણ કિસ્સો નોંધાયો હતો. ધો.10 તથા 12 બન્નેમાં ભાષાઓની પરીક્ષા વિદ્યાર્થીઓને સહેલી લાગતાં વિદ્યાર્થીઓમાં આનંદ વ્યાપ્યો હતો. ધો.10 તથા 12ની પરીક્ષામાં અનુક્રમે દ્વિતીય અને પ્રથમ ભાષાઓની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ધો. 10ની દ્વિતીય ભાષા ગુજરાતીની પરીક્ષા લેવાઇ હતી. જ્યારે ધો.12 કોમર્સની પ્રથમ ભાષાઓ...
  04:35 AM
 • જૈનસોશ્યલ ગૃપ, વડોદરા દ્વારા વડોદરામાં સૌ પ્રથમવાર અષ્ટાપદજીની ભાવયાત્રાનું રવિવાર તા.26 માર્ચે આયોજન કરાયું છે. રવિવારે સવારે 9 કલાકે શ્રી અલકાપુરી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, ઉપાશ્રય-અકોટા ખાતે અષ્ટાપદજીની ભાવયાત્રાનો કાર્યક્રમ યોજાશે. જૈન સોશ્યલ ગૃપના પ્રમુખ સુરેશ શાહે જણાવ્યું હતું કે, પ્રથમ તીર્થંકર ઋષભ દેવ ભગવાન નિર્માણ પામ્યા અને ભરત ચક્રવર્તી મહારાજાએ રત્નમણિની પ્રતિમા ભરાવી હતી. ગૌતમ સ્વામી સૂર્યના કિરણોને પકડીને જે પર્વત પર ચઢ્યા, જગચિંતામણી સ્તોત્રની રચના કરી અને 1500...
  04:35 AM
 • વડોદરા |કલાલી રોડ પર પાલિકાની માલિકીના પ્લોટ પર બંધાયેલી ચાર અોરડી સહિતનુ બાંધકામ દબાણ શાખાએ ગુરુવારે તોડી પડાવ્યું હતું. પાલિકાની માલિકીના પ્લોટ પર ગેરકાયદેસર રીતે બાંધકામ થયું હોવાની મળેલી ફરિયાદના આધારે દબાણ શાખાએ ગુરુવારે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરી હતી. કલાલી રોડ પર પાલિકાના પ્લોટ પર બનેલુ બાંધકામ તોડી પડાયુ
  04:35 AM
 • વડોદરા |જીએસપીસી કંપની દ્વારા ખોટીરીતે સ્થાનિક ગુજરાતીઓને નોકરી પરથી છુટા કરાયા હોવાના આક્ષેપ સાથે તેમને પાછા નોકરી પર રાખવાની માંગ કરતું આવેદનપત્ર કલેકટરને અપાયું હતું. આગામી સમયમાં ન્યાય નહીં મળે તો 18 કર્મચારીઓ પરીવાર સાથે વિષપાન કરી લેશે તેવી ચીમકી આપી હતી. જીએસપીસીએ કાઢી મૂકેલા 18 કર્મચારીની વિષપાન કરવા ધમકી
  04:35 AM
 • વડોદરા |ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા યોજવામાં આવેલા કેમ્પસ ઇન્ટર્વ્યૂમાં ગુરુવારે બી.કોમ કરી રહેલા 53 વિદ્યાર્થીઓને ફાઇનાન્સિયલ કંપની દ્વારા 1.70 લાખનું પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય એક કંપની દ્વારા 120 વિદ્યાર્થીઓને શોર્ટલિસ્ટ કરી બીજા રાઉન્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. બી.કોમના 53 વિદ્યાર્થીઓને 1.70 લાખનું પેકેજ ઓફર કરાયું
  04:35 AM
 • સુભાનપુરામાંરહેતા યુવાનની મર્સિડીઝ કાર લઇ જઇને ખોટા દસ્તાવેજ તૈયાર કરી સુરતની વ્યક્તિને 35 લાખમાં વેચી દેવાનો કારસો રચનારા પેટલાદના બે શખ્સ મોહસિનખાન અતાઉલ્લાખાન પઠાણ અને મોઇનખાન અતાઉલ્લાખાન પઠાણની ગોરવા પોલીસે ધરપકડ કરી રિમાન્ડ અર્થે અદાલતમાં રજૂ કરતાં અદાલતે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સુભાનપુરામાં પટેલ સ્ક્વેરમાં રહેતા ધર્મેશ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે નવેમ્બર માસમાં અજમેર જવું હોવાનું જણાવી અને 15 દિવસમાં કાર પરત આપી જવાનું કહીને પટલાદનાે મોહસિન અને મોઇન તેમની મર્સિડીઝ...
  04:35 AM
 • ભ્રષ્ટ-ધંધાદારી શાળા સંચાલકો સામે રોક લગાવવી જરૂરી બની કલાલીતથા હરણી ખાતે આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલના સંચાલકોએ ફીમાં 11.5 ટકાનો વધારો ઝીંકયો છે. જેનાથી રોષે ભરાયેલા વાલીઓએ ફી વધારો હટાવવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. રવિવારે વાલીઓ ફી વધારાના મુદ્દે બેઠક કરીને રજૂઆતો કરવા માટેની રણનીતિ ઘડશે. કલાલી અને હરણી ખાતે આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાં પ્રિ-પ્રાઇમરીથી લઇને ધો.12 સુધીનાં કુલ 4500 વિદ્યાર્થીઓ ભણે છે. ચાલુ વર્ષે સ્કૂલે 10 ટકાના ફીના વધારા સામે 11.5 ટકા ફીનો વધારો ઝીંકતાં વાલીઓમાં હોબાળો મચી...
  04:35 AM
 • બેઠકમાં યુનિ.ની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના રાજેશ કેલકર દ્વારા પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી પાસે અલાયદું ઓડિટોરીયમ નથી તેવી રજૂઆત કરી હતી. જ્યારે રાકેશ મોદી દ્વારા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સને વધુ કોર્ષ ચલાવવા માટે વધુ જગ્યાની જરૂર હોવાની રજૂઆત કરી હતી. મેડીસીન ફેકલ્ટીના સભ્ય ડૉ.બિજોયસિંહ રાઠોડે યુનિ.ના માસ્ટર ઓફ મોલેક્યુલર બાયોલોજી જેવા સેલ્ફ ફાયનાન્સ કોર્ષને સરકાર અપાતી ગ્રાન્ટ અંતર્ગતના કોર્ષ તરીકે શરૂ થવા બાબત પર ભાર મુક્યો હતો. જ્યારે કોર્પોરેટ અફેર્સ ઓફીસના પ્રો.ભાવના...
  04:35 AM
 • 20લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં નિવૃત્ત તલાટી અશોક ટેલરે રજૂ કરેલી જામીન અરજી અદાલતે ફગાવી દીધી હતી. બંને પક્ષ વચ્ચેની દલીલો સાંભળ્યા બાદ અદાલતે નોંધ્યું હતું કે અશોક ટેલર પુરાવા સાથે ચેડાં કરી શકે છે. સુમનદીપ વિદ્યાપીઠની વિદ્યાર્થિનીના વાલી પાસેથી 20 લાખની લાંચ લેતાં ઝડપાયેલા મનસુખ શાહ અને ભરત સાવંત તથા અશોક ટેલર હાલ સેન્ટ્રલ જેલમાં છે. અશોક ટેલરે જામીન પર મુકત કરવા અદાલતમાં અરજી કરી હતી. અશોક ટેલરના વકીલે અદાલતમાં રજૂઆત કરી હતી કે વાલીએ જે ફરિયાદ કરી હતી, તેમાં અશોક ટેલરનું નામ હતું...
  04:35 AM