Home >> Madhya Gujarat >> Anand District >> Vidhyanagar
 • વિદ્યાનગર |ચારૂતર વિદ્યામંડળ સંચાલિત બી. એન્ડ બી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (BBIT), વલ્લભ વિદ્યાનગર ખાતે તા.17 થી 22 એપ્રિલ 2017 દરમ્યાન CVM અને IE(I)ના સહયોગથી તથા ISTE (નવી દિલ્હી) દ્વારા માન્ય સાપ્તાહિક તાલીમ પ્રોગ્રામ \"IOT With PL-Duino\'ના વિષય પર યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનો શુભારંભ મયુરભાઈ પટેલ (સેક્રેટરી CVM), ડો. કૌશિક નાથ (ચેરમેન,IE(I) વિદ્યાનગર), ડો. કે. એમ. મકવાણા (પ્રિન્સિપાલ, BBIT), પ્રો. એમ. વાય કંથારીઆ (હેડ ઇસી વિભાગ BBIT) તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યો હતો. બી. એન્ડ બી. કોલેજમાં સાપ્તાહિક તાલિમ યોજાઇ
  April 25, 04:30 AM
 • વિદ્યાનગરસ્થિત એસ.પી.યુનિવર્સિટી સંલગ્ન લા‌ૅ ફેકલ્ટીની પરીક્ષા દરમિયાન કોર્ષ બહારના પ્રશ્ન પૂછાયાની કેટલાંક વિદ્યાર્થી દ્વારા ફરિયાદ થઇ હતી. યુનિવર્સિટીની પરીક્ષામાં સેલ્સ ટેક્સ વિશે પ્રશ્ન પૂછવામાં અાવ્યા હતા જેના વિશે વિદ્યાર્થીઓને ભણાવાયું નહોતું. મામલે તપાસ કરતાં બે વર્ષથી યુનિવર્સિટી દ્વારા અભ્યાસક્રમમાંથી વેલ્થ ટેક્સ નાબૂદ કરી દેવાયો હતો.છતાં કોલેજના પ્રાધ્યાપક જૂના અભ્યાસક્રમ પ્રમાણે વિદ્યાર્થીઓને વેલ્થ ટેક્સ વિશે ભણાવતાં હોવાની વિગતો જાણવા મળી હતી. જેના કારણે...
  April 20, 05:20 AM
 • હીટવેવનીઅસરોને કારણે મંગળવારે અમદાવાદ-ગાંધીનગર 42.5 ડિગ્રી સાથે રાજ્યનાં સૌથી ગરમ શહેર બન્યા હતા. તેમજ અમદાવાદ સહિત રાજ્યનાં 10 શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રી પાર કરી ગયો હતો. જો કે, આગામી બે દિવસ દરમિયાન રાજ્યનાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ હીટવેવ યથાવત્ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હીટવેવની અસરોને કારણે મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1.6 ડિગ્રી વધીને 25.6 ડિગ્રી પહોંચ્યું હતું. એટલે કે શહેરનાં મહત્તમ અને લઘુતમ...
  April 19, 02:10 AM
 • વિદ્યાનગર નાના બજારમાં આવેલ ઓમકારેશ્વર વિસ્તારમાં વર્ષો જુના નગરપાલિકા હસ્તકની
  વિદ્યાનગર નાના બજારમાં આવેલ ઓમકારેશ્વર વિસ્તારમાં વર્ષો જુના નગરપાલિકા હસ્તકની પાણીના બોરની સફાઇ કામગીરી બે દિવસથી હાથ ધરવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા પાણીના બોરની ચોકઅપ થઇ ગયેલ પાઇપલાઇનો સાફ કરવા માટે કોમ્પ્રેશર મારવામાં આવતું હોય છે. જેના કારણે પાણીની પાઇપલાઇનમાંથી પાણી ઓવરફલો થતાં હોવાથી લાખો લીટર પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળતાં હોવાથી ભરઉનાળે ચોમાસા જેવો ઘાટ સર્જાતો હોય છે. જેના લીધે વાહનચાલકો સહિત સ્થાનિક રહીશોમાં હાલાકીઓનો ભોગ બનવું પડે છે. વિદ્યાનગરમાં ભરઉનાળે...
  April 13, 06:45 AM
 • વિદ્યાનગર | વલ્લભ વિદ્યાનગર સ્થિત ફાઈનકાસ્ટના મેનેજીંગ ડીરેકટર અગ્રણી ઉદ્યોગપતિ, જૈન સંઘના શ્રેષ્ઠી અને મહાવીર જૈન વિદ્યાલયના માનદમંત્રી નલીનભાઈ હિમ્મતલાલ શાહના 77માં વર્ષના પ્રવેશ નિમિતે રક્તદાન શિબિરનું આયેાજન ગો. જો. શારદા મંદિર શાળામાં કરવામાં આવ્યું છે. જેને સફળ બનાવવા માટે પાર્શ્વ યુવક મંડળ તથા ગો. જો. શારદા મંદિર પરિવાર જહેમત ઉઠાવી રહેલ છે. વિદ્યાનગરના ઉદ્યોગપતિ દ્વારા રકતદાન શિબિર યોજાશે
  April 13, 06:45 AM
 • સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગર 43.5, અમદાવાદમાં 41.4, ગાંધીનગરમાં 42.8 મંગળવારથીઅમદાવાદ સમગ્ર રાજ્યમાં હિટવેવનું મોજું ફરી વળતાં રાજ્યમાં કાળઝાળ ગરમીનું બીજું રાઉન્ડ શરૂ થયું છે. હિટવેવને કારણે મંગળવારે 21 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો હતો, જેમાં પોરબંદર, કંડલા પોર્ટ, ભુજ, નલિયા અને સુરેન્દ્રનગર જેવાં શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રી અને 9 શહેરમાં 42 ડિગ્રીને પાર કરી જતાં લોકો ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયા હતા. સમગ્ર રાજ્યમાં સુરેન્દ્રનગર અને કંડલા ...અનુસંધાન પાના નં. 13 પોર્ટ 43.5 ડિગ્રી...
  April 12, 02:05 AM
 • વલ્લભવિદ્યાનગર સ્થિત બીવીએમ એન્જિનિયરીંગ કોલેજે દેશની ટોપ 200 એન્જિનિયરીંગ કોલેજમાં સ્થાન મેળવવા સાથે રાજયકક્ષાએ છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. કેન્દ્ર સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ શિક્ષણ વિભાગો માટે છેલ્લા બે વર્ષથી રેન્કીંગ આપવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, કન્સલટન્સી, પેટન્ટસ ડ્રાફટિંગ, ઇન્ડસ્ટ્રી ઇન્ટરેકશન, ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટને કેન્દ્રમાં રાખીને રેન્ક આપવામાં આવે છે.
  April 10, 04:20 AM
 • વિદ્યાનગરસ્થિત એસ.પી.યુનિવર્સિટીની 5મી એપ્રિલએ મોકૂફ રાખયેલી પરીક્ષા હવે 8મીએ લેવાશે. રામનવમીના કારશે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો હતો. 8મી એપ્રિલે બી.એસસી હોમસાયન્સના બીજા, ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરની,બી.એસસી છઠ્ઠા સેમેસ્ટરની, બીએડ એડવાન્સ બીજું અને ચોથું સેમેસ્ટર, બીએ માસ કમ્યુનિકેશન બીજું સેમેસ્ટર, બીએ એડવાન્સ બીજું સેમેસ્ટર, એમ.એસસી આઇજીબીટી ત્રીજું સેમેસ્ટર, બીબીએ બીએ અને એલએલબી તથા એલએલએમ બીજા સેમેસ્ટર તેમજ બીએ-બીકોમ-બીબીએ ઓનર્સ ચોથા સેમેસ્ટરની, 10મીએ એમકોમ ચોથા અને બીજા...
  April 8, 02:15 AM
 • બાકરોલગામે એક આધેડે ગુરૂવારે સવારે ઘરમાં પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા ખળભળાટ મચી ગયો હતો.આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બાકરોલ સ્થિત સીવીએમ ગાર્ડન પાસેના ઓર્કિડ સ્કાયવોકમાં 43 વર્ષીય પ્રદીપભાઈ પરવેઝભાઈ નેગી રહે છે. તેઓ વિદ્યાનગરના નાના બઝારમાં પોતાની શોપ ધરાવે છે. ગુરૂવારે સવારે તેઓ રાબેતા મુજબ દુકાને જતાં તેમને ત્યાં ફરજ બજાવતા એક કર્મી તેમના ઘરે ગયા હતા. જોકે, તેમનું ઘર અંદરથી બંધ હતું.
  April 7, 04:00 AM
 • વિદ્યાનગર|વલ્લભ વિદ્યાનગરસ્થિત એસ.પી.યુનિવર્સિટીના દ્વારા રામનવમીની રજા 4 થી એપ્રિલના રોજ આપી હતી અને 5મી એપ્રિલના રોજ વિવિધ ફેકલ્ટીની પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરંતુ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામા અનુસાર 5મી એપ્રિલના રોજ રામનવમીની રજા જાહેર કરાઇ છે. જેથી 5મી એપ્રિલના રોજ લેવામાં આવનાર પરીક્ષા મોકૂફ રાખી છે.
  April 4, 05:15 AM
 • }વશિષ્ઠ ગૌત્ર પંડયા પરિવાર સિધ્ધપુરસંપ્રદાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ વશિષ્ઠ ગૌત્ર પંડયા પરિવારના કુળદેવી સતિમાતાના નિવેદ રાખેલ છે. જે અંતગર્ત તા. 3-4 ને સોમવારે સાંજે સત્યનારાયણ ભગવાનની કથા, તા. 4 ને મંગળવારે માતાજીના નીવેદ ગારિયાધારમાં રાખેલ છે. }નવકારમંત્રની જાપ આરાધના હ.વિ.ગો. સ્થા. જૈન પૌષધશાળામાં બા. બ્ર. પૂ. પ્રમોદિનીબાઇ મ.સતીજીઅો આદિ-3 ના સવારે 10-30 થી 11-30 સુધી વ્યાખ્યાન,તા. 3-4 ને સોમવારે સ્વ. કનકબહેન, સ્વ. શ્રીકાંતભાઇ જયંતિલાલ કાપડીયાના પત્નીના સ્મર્ણાર્થે હિનાબહેન, પ્રકાશભાઇ કાપડીયા...
  April 2, 05:25 AM
 • પશ્ચિમથીઉત્તર-પશ્ચિમી પવનો વચ્ચે અમદાવાદ સહિત રાજ્યનાં 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી વટાવી ગયો હતો. વહેલી સવારથી ઠંડા પવનો રહ્યાં બાદ રાજ્યમાં ગરમીનું જોર વધતાં બપોરથી સાંજ સુધી લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. સમગ્ર રાજ્યમાં 41.6 ડિગ્રી સાથે અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. તેમજ આગામી બેથી ત્રણ દિવસ સુધી ગરમી પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. શનિવારે અમરેલીમાં અજાણ્યા વ્યકિતનું હિટ સ્ટ્રોકથી મોત થયું હતુ. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.1 ડિગ્રી વધીને 40.1...
  April 2, 02:00 AM
 • એસ.પી.યુનિવર્સિટીનીસેનેટ સભામાં એટીકેટીના નિયમમાં ફેરફાર કરવા સાથે 17 જેટલા મુદ્દાની સેનેટ સભ્ય અલ્પેશ પુરોહિત દ્વારા રજૂઆત કરી હતી. જેના પર વિદ્યાર્થી હિતમાં યોગ્ય પગલાં લેવાની વાઇસ ચાન્સેલર દ્વારા ખાતરી આપી હતી. સેનેટ સભ્ય અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું કે “યુનિવર્સિટી દ્વારા પ્રથમ અને બીજા સેમેસ્ટરમાં એટીકેટી આવી હોય તેને ત્રીજા સેમેસ્ટરથી રોકવામાં આવે અથવા છઠ્ઠા સેમેસ્ટર સુધી જવા દેવામાં આવે જેથી વિદ્યાર્થી એટીકેટી આવતાં અન્ય કોર્સમાં પ્રવેશ મેળવી શકે. ઉપરાંત ઇન્ટરનલમાં એક...
  April 1, 04:30 AM
 • વલ્લભવિદ્યાનગર સ્થિત એસ.પી.યુનિવર્સિટીની દ્વારા ચેટીચંડ પર્વને લઇને પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરતાં 29મી માર્ચના રોજ લેવાનાર જે તે વિષયની પરીક્ષા આગલા દિવસે એટલે 28મી માર્ચના રોજ લેવામાં આવી હતી. પરંતુ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના કાર્યક્રમમાં કરાયેલા ફેરફાર વિશે અજાણ વિદ્યાર્થીઓ બુધવારે પરીક્ષા આપવા માટે વિદ્યાનગરના પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. ત્યારે વિદ્યાનગરમાં યુનિવર્સિટી સહિત કોલેજમાં રજા હોવાથી બંધ હતા. જેના કારણે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થી ચિંતામાં મુકાયા...
  March 30, 09:40 AM
 • વિદ્યાનગર સ્થિત એસ.પી.યુનિવર્સિટીની રેગ્યુલર સેમેસ્ટર પરીક્ષાનો સોમવારથી પ્રારંભ થયો છે.
  વિદ્યાનગર સ્થિત એસ.પી.યુનિવર્સિટીની રેગ્યુલર સેમેસ્ટર પરીક્ષાનો સોમવારથી પ્રારંભ થયો છે. આર્ટસ, કોમર્સ, સાયન્સ, લો, હોમસાયન્સ અને એજ્યુકેશન ફેકલ્ટીની ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની સેમેસ્ટર પરીક્ષા યુનિવર્સિટીના પરીક્ષાભવન જ્ઞાનોદય અને યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, બોર્ડની પરીક્ષાઓ સમાપ્ત થતાં હવે કોલેજમાં પરીક્ષાઓ શરૂ થઇ ગઇ છે. કોલેજોમાં પરીક્ષાનો માહોલ જામ્યો
  March 28, 04:45 AM
 • વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની રેગ્યુલર સેમેસ્ટર અને નોટક્લીયર પરીક્ષાનો 27મી માર્ચથી પ્રારંભ થશે. યુનિવર્સિટીના પરીક્ષાભવન જ્ઞાનોદય અને યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પરીક્ષા લેવામાં આવશે. જેના પગલે વિદ્યાની નગરીમાં પરીક્ષાનો માહોલ છવાઇ જવા પામ્યો છે. યુનિવર્સિટીની બીએ, બીએસડબલ્યુ, એમએ, એમફીલ, એમએસડબલ્યુ, એમપીએ, એમએચઆરએમ, બીએસસી, બીસીએ, એમએસસી, બીકોમ, એમકોમ અને હોમસાયન્સની રેગ્યુલર સેમેસ્ટર અને નોટ ક્લીયર પરીક્ષાનો આજથી શરૂ થશે.
  March 27, 04:30 AM
 • નડિયાદ | નડિયાદની ઈપ્કોવાળા સ્કૂલ ઓફ ઈન્ટીરીયર િડઝાઈન કોલેજની સ્ટુડન્ટ સમગ્ર સરદાર પટેલ યુનિમાં પ્રથમ નંબરે જાહેર થયેલ છે. વલ્લભ વિદ્યાનગરની એસ.પી યુનિ સાથે સંલગ્ન ઈન્ટીરીયર ડીઝાઈનની બધી કોલેજોના સ્ટુડન્ટ માટે લેવાયેલ યુનિવર્સિટી પરીક્ષામાં નડિયાદની મહિલા કોલેજ ખાતે ચાલતી ઈપ્કોવાળા ઈન્ટીરિયર ડીઝાઈન કોલેજની સ્ટુડન્ટ આયુષી અમીતભાઈ પટેલે 437 ગુણ મેળવીને યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે બદલ કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
  March 21, 04:40 AM
 • હવામાન વિભાગના આંકડાઓ મુજબ, સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 23.8 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં ગરમીના પ્રકોપને કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા. તેમજ આગામી એક અઠવાડિયા દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુતમ તાપમાન 21 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી દિવસે ગરમી અને મોડી સાંજ બાદ ઠંડકનું વાતાવરણ રહેવાની શક્યતા છે. રાજ્યમાં પવનની દિશા બદલાઇને ઉત્તર-પૂર્વીય પવનો શરૂ થયાં છે, પણ મોટાભાગનાં શહેરોમાં મહત્તમ તાપમાન 34થી 38 ડિગ્રી અને...
  March 21, 02:10 AM
 • વિદ્યાનગર | વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યામંડળ સંચાલિત બીવીએમ એન્જિ. કોલેજમાં એ.ડી. ગોરવાલા બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. શિબિરમાં 117 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા વર્ષમાં ત્રણ વખત રક્તદાન શિબિર યોજવામાં આવે છે. આચાર્ય ડો. ઇન્દ્રજિત પટેલ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બીબીએમ કોલેજમાં રક્તદાન શિબિર યોજાઇ
  March 18, 04:30 AM
 • રાજ્યના10 જિલ્લાની 15 નગરપાલિકા, વિજાપુર, સાણંદ, લાઠી, અમરેલી, વલભીપુર, મહુવા, શિહોર, દાહોદ, ભૂજ, મહુધા, ઠાસરા, વલ્લભવિદ્યાનગર, પાલનપુર, ઉપલેટા, ભાયાવદરની 17 બેઠક માટે ચૂંટણી પંચે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. નગરપાલિકાઓમાં 2 એપ્રિલે મતદાન થશે. 5 એપ્રિલે મતગણતરી યોજાશે. ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે તા. 10થી 15 માર્ચ સુધીમાં ઉમેદવારીપત્રો સ્વીકારાશે. 17મીએ ચકાસણી અને 18મી સુધીમાં પરત ખેંચી શકાશે.
  March 5, 02:10 AM